2015માં 6 મહાનગરપાલિકામાં પાટીદાર આંદોલનથી ભાજપે ઓછી બેઠકો મેળવી
2015 में पाटीदार आंदोलन के चलते बीजेपी ने 6 नगर निगमों में कम सीटें जीती थीं
In 2015, the BJP won fewer seats in 6 municipal corporations due to the Patidar agitation
20 જુલાઈ 2022, અમદાવાદ
2015ની છ મહાનગરપાલિકાના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે 388 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસે પાટીદાર આંદોલનના પ્રભાવના લીધે 175 બેઠક પર કબજો કર્યો હતો. 2022 આવી પણ કોંગ્રેસ સુધરવાના બદલે ફરી ફરીને એક જ ભૂલ કરી રહી છે. આમ કરીને કોંગ્રેસના નેતાઓ ભાજપને સત્તા પર આવવા મદદ કરી રહ્યા છે. તેઓ ઓબીસી, એસસી, એસટી કાર્ડનો વધારે મદાર રાખે છે. માધવસિંહની ખામ થીયરી આજે પણ અમલી રાખીને કોંગ્રેસને 32 વર્ષથી સત્તાથી દૂર રાખી રહ્યાં છે. તેના માટે કોંગ્રેસના એક ડઝન નેતાઓ જવાબદાર છે. અહેમદ પટેલના અવસાન પછી પણ કોંગ્રેસ સુધરવા તૈયાર નથી.
અમદાવાદ 2015 પરિણામ
જો આપણે વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનના વધતા પ્રભાવ વચ્ચે ભાજપે 192 માંથી 148 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસ માત્ર 48 બેઠકો જ મેળવી શક્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ વર્ષ 2005 થી સતત જીતતો આવ્યો છે. જ્યારે કોંગ્રેસ 2005 બાદ 48 થી વધારે બેઠક મેળવી શક્યું નથી.
સુરત 2015 પરિણામ
જેમાં વર્ષ 2015માં ભાજપને પાટીદાર અનામત આંદોલનના પગલે માત્ર 89 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. જયારે કોંગ્રેસનો 37 બેઠક પર વિજય થયો હતો.
વડોદરા 2015 પરિણામ
જેમાં વર્ષ 2015ની ચુંટણીના પરિણામ પર નજર કરીએ તો ભાજપ પાસે 58 બેઠક હતી. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 13 બેઠક જ હતી. જ્યારે અન્ય પાટી આરએસપી પાસે 4 બેઠકો હતી.
રાજકોટ 2015 પરિણામ
રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2015ના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે રાજકોટ મહાનગરપાલિકામાં 38 બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસને 34 બેઠકો મળી હતી. જેમાં પાટીદાર આંદોલનના પ્રભાવને લીધે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહી હતી.
ભાવનગર 2015 પરિણામ
ભાવનગરમાં વર્ષ 2015ની ચુંટણી પરિણામોની વાત કરીએ તો ચૂંટણીઓમાં ભાજપે 34 બેઠકો પર અને કોંગ્રેસ 18 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
જામનગર 2015 પરિણામ
જામનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 16 વોર્ડમાં 48 બેઠકો આવેલી છે. જેમાં પણ વર્ષ 2015ની ચુંટણીમાં 48 બેઠકમાંથી ભાજપને કુલ 48 બેઠકો મળી હતી. જયારે કોંગ્રેસને કુલ 16 બેઠકો મળી હતી.