અમદાવાદમાં 361 પોલીસ કર્મીઓને પોઝિટિવ કોરોના, 88 સારવાર હેઠળ

અમદાવાદ, 27 મે 2020

અમદાવાદમાં 361 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાના રોગચાળામાં સપડાયા હતા. જેમાં 273 કર્મચારીઓએ કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે. 742 હોમ કવૉરન્ટાઇન હેઠળ છે. 88 પોલીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં કેટલાંકની સ્થિતી ગંભીર છે. 4 પોલીસમેનનું અવસાન થયું છે.

એપેડેમિક દાયદાનો ભંગ કરતાં આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવે છે ત્યારે તેઓ કોદોરાના દર્દીઓના સંપર્કમાં આવેલા હોવાનું જણાયું છે. તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. તે પોલીસે પોતાના સહકર્મીને લગાડેલો છે.

અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પીઆઇ તથા ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલમાં તેઓ સારવાર હેઠળ છે.

પોલીસ કર્મચારી તથા અન્ય એજન્સીના કર્મચારીઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમના સારવાર માટે નરોડાની ખાનગી હોસ્પિટલ સેબ્લી હોસ્પિટલમા સ્પેશિયલ હોસ્પિટલની સગવડ કરવામાં આવી છે.

શહેરમાં 16,403 પોલીસ કર્મચારીઓ લૉકડાઉનના અમલ માટે કાર્યરત્ છે. જેમાં પોલીસ ઉપરાંત, અર્ધ મિલિટરી દળો, એન.સી.સી. અને એન.એસ.એસ.ના વૉલેન્ટિયરો, એસ.આર.પી., સી.આર.પી.એફ. વગેરેનો સમાવેશ થાય છે.

અમુક પોલીસ કર્મચારીઓ એક જ રૂમમાં રહેતા હોવાને કારણે પણ ચેપ લાગી ગયો છે, તેવું પોલીસ અધિકારીઓનું માનવું છે. ટ્રાફિક શાખામાં કામ કરતા હોવાથી લોકોના સીધા સંપર્કમાં આવવાના કારણે પણ સંક્રમિત થયા હોવાનું અનુમાન છે. ગ્રાઉન્ડ ઉપર ફરજ બજાવતા લોકોના કોરોના પૉઝિટિવ કેસ પોલીસખાતા માટે એક ચિંતાનો વિષય બની ગયો છે.

કર્ફ્યૂવાળા વિસ્તારોમાં અમદાવાદનાં સાત પોલીસ સ્ટેશનનો ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ કોરોના પૉઝિટિવ લોકોના સીધા સંપર્કમાં આવેલા છે.

લોકો ક્વોરૅન્ટીનમાં રહે તે નિયમિત રીતે તેમના ઘરે જઈને ચકાસવાની જવાબદારી નિભાવતા ખાડિયા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ક્વોરૅન્ટીન થયેલા લોકો ક્વોરૅન્ટીનનું પાલન કરે છે કે નહીં એ જોવા માટે તેઓ વારેઘડીએ ખાડિયાનાં અનેક સ્થળોએ જતા હતા.

શાહપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન ઑફિસર (પીએસઓ)ની ફરજ બજાવતા કર્મચારીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. પોલીસે જ્યારે તેમની કૉન્ટેક્ટ હિસ્ટ્રી જાણી તો ખબર પડી કે તેઓ એક શાકભાજીની લારીવાળી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ધરપકડ કરવા માટે કોઈ પોલીસ તેમના ઘર સુધી જવાનું બંધ કરી દીધું છે.

અમદાવાદમાં પોલીસ માટે 2500 જેટલી પીપીઈ કિટ હતી. દરેક પોલીસ કર્મચારી પીપીઈ કિટ પહેરીને ફિલ્ડ પર જઈ શકતા નથી. સરકાર તેમને આપતી નથી. આ પીપીઈ કિટમાં એક ફુલ કવર ડ્રેસ ઉપરાંત મોજાં, કેપ, માસ્ક, કવર વગેરેનો સમાવેશ થાય છે.