અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 30 ટકા, 517 તબિબો અને સ્ટાફને કોરોના, મોત અંગે મૌન

અમદાવાદ, 19 માર્ચ 2021

સિવિલ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં 1725 સ્ટાફ માંથી એક વર્ષમાં 30 ટકા એટલે કે 517 મેડિકલ- પેરામેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયા હતા. જેમાં 70 સિનિયર તબીબો, 202 રેસિડેન્ટ તબીબો, 56 ઇન્ટર્ન તબીબો અને 189 નર્સિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. કેટલા કર્મચારીઓના મોત થયા તેની વિગતો જાહેર કરવામાં આવી નથી.

પહેલો દર્દી 19 માર્ચ 2020માં

19 મી માર્ચ 2020નો એ દિવસ…જ્યારે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રહેતો 27 વર્ષીય દર્દી શરદી- ખાસી ના લક્ષ્ણો સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે આવી પહોંચ્યો હતો. લક્ષણો કંઇક અલગ જણાંઇ આવતા તબીબોએ આ દર્દીનો કોરોના ટેસ્ટ કરાવ્યો જે પોઝટીવી આવ્યો હતો.

કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર અર્થે તૈયાર કરાયેલ ડી-9 કોરોના આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.

કોવિડ હોસ્પિટલ

અમદાવાદમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થતા સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી 1200 બેડની હોસ્પિટલને 7 મી એપ્રિલના રોજ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી હતી.

ક્રમશઃ કોરોનાના કેસમાં ઘટાડો થતાં આ હોસ્પિટલના 700 બેડને મહિલાઓ અને બાળકોની સારવાર અર્થે પૂર્વવત્ કરવામાં આવ્યા હતા. હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે 500 બેડ કાર્યરત છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે.

1725 સ્ટાફ

ત્રણ પાળીમાં 250 થી વધુ ડોકટર્સ, 450 જેટલો નર્સિંગ સ્ટાફ તથા 600 જેટલા સફાઈ કર્મિઓ મળી 1200 કર્મિઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. આ ઉપરાંત 1૩0 પેશન્ટ એટેન્ડન્ટ, 60 નર્સિંગ સ્ટુડન્ટ્સ, 120 સિક્યુરિટી સ્ટાફ, 18 બાયો મિડેકલ એંજિનિયર્સ, 20 પી.આર.ઓ., 15 કાઉન્સિલર્સ, 46 એક્સ-રે એન્ડ લેબ ટેકનિશિયન્સ, અને 15 ડ્રાઈવર મળી કુલ 1725 યોધ્ધાઓ 24*7 ખડેપગે અને અવિરત સેવા બજાવે છે.

76 હજાર દર્દીની તપાસ

અત્યાર સુધીના 12 માસના સમયગાળામાં કોરોનાની ઓ.પી.ડીમાં 55,159 અને આઈ.પી.ડી.માં 21,0૩૩ દર્દીઓને તપાસવામાં આવ્યા છે.

ઓક્સિજન

૩50 જેટલા વેન્ટિલેટર સહિતના બેડ છે. અત્યાર સુધીમાં 26,૩4,૩66 ક્યુબિક મિ.મિ ઓક્સિજનનો વપરાશ થયો છે. જેની અંદાજિત કિંમત રૂ. 11 કરોડ જેટલી થાય છે.

1.83 લાખ કોરોના ટેસ્ટ

1200 બેડની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 1,8૩,૩78 લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે જેમાંથી 18,701લોકો પોઝીટીવ જણાયા છે.

5 કરોડની ખાસ દવા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર અર્થે અતિ ઉપયોગી એવા ટોસિલીઝુમેબ ઇન્જેકશન 80 મિલીગ્રામના 8.5 લાખના ખર્ચે 100 ઇન્જેકશન, 200 મિલીગ્રામ 6 લાખના ખર્ચે ૩0 ઇન્જેકશન, 400 મિલીગ્રામના 1.67 કરોડના ખર્ચે 419 ઇન્જેકશન અતિગંભીર સ્તરે પહોંચેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને આપવામાં આવ્યા છે.

4.57 કરોડના ખર્ચે 16,૩28 રેમડેસીવીર ઇન્જેકશન દર્દીઓને આપવામાં આવ્યા છે.

બાળકો માટે ક્લીન રૂમ
ખાસ “ ક્લીન રૂમ” કાર્યન્વિત કરાયો છે. જે પરિવારમાં માતા-પિતા બન્ને કોરોના પોઝીટીવ હોય અને તેમના નાના બાળકો હોય અને કોઈ રાખનાર કે સંભાળ લેનાર ન હોય તો તેવા બાળકોને અહીંનો નર્સીંગ સ્ટાફ સાચવે છે. આ બાળકોને સેરેલેક પાવડરથી માંડીને જેં કંઈ જરૂરી હોય તે અપાય છે.

સગાને પ્રવેશ નહીં
સગાને ચેપ ન લાગે એટલે સલામતી માટે જ વોર્ડમાં પ્રવેશ અપાતો નથી. કોઈ ખાસ કિસ્સામાં જરૂર હોય કે દર્દીની લાગણી અને માંગણી હોયકે દર્દી વેન્ટીલેટર પર હોય કે પ્રોસીજર જરૂરી હોય તેવા કિસ્સામાં એક સગાને રક્ષાત્મક સાધનો સાથે જવાની મંજૂરી અપાય છે.

વિડીયો કોલીંગ
ડોમમાં સગાઓને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મોબાઈલ પર દર્દી તેમના સગા સાથે વિડીયો કોલીંગથી વાત કરી શકે છે. આ માટે 50 જેટલા મોબાઈલની વ્યવસ્થા કરાઈ છે.

કંટ્રોલ રૂમ
કોરોના ગ્રસ્ત દર્દીઓને ડાયાલિસિસ અર્થે બહાર ન જવું પડે તે માટે ઇન-હાઉસ ડાયાલિસિસ સેન્ટર, ઈન-હાઉસ લેબ , સમગ્ર ભારતભરમાં શરૂ કરેલી પ્રથમ પ્લાઝમા બેંક, વયસ્ક દર્દીઓ માટે જીરિયાટ્રિક વોર્ડ, વોર રૂમની જેમ 24 કલાક કંટ્રોલરૂમ, હેલ્પ ડેસ્ક જેવી અનેક સ્વાસ્થ્ય સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.