કોરોનામાં 10 ટકા સાજા થયા, 151 મોતમાં 80 ટકા હોસ્પિટલમાં ભરતી સમયે ગંભીર દર્દી હતા

In Corona, 10 percent recovered, 80 percent of the 151 deaths were serious patients at the time of hospitalization

28 એપ્રિલ 2020
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ યોજી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતે જે શ્રેણીબદ્ધ પગલાંઓ, આરોગ્યલક્ષી કાર્યવાહિ અને કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા લોકડાઉનના ચુસ્ત પાલન સહિતની કરેલી કામગીરીનું વિસ્તૃત વિવરણ આ વિડીયો કોન્ફરન્સમાં કર્યુ હતું.

લોકડાઉનની ઘોષણા કરવાની અને ફરી તેને ૧૯ દિવસ સુધી વધારવાનો નિર્ણય, આ મહામારીને કંટ્રોલ કરવામાં ખુબ મદદગાર સાબિત થયો છે.
કોરોના સામે લડવા માટે આજે કેન્દ્ર સરકાર જે પ્રકારે તમામ મોર્ચા પર રાજ્ય સરકારનો સાથ આપી રહી છે એ સાચા અર્થમાં કોઓપરેટિવ-ફેડરલિઝ્મનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી રોગની ઓળખ, રોગનું નિદાન, દવાઓ અને સાધનો માટે તમામ મદદ મળી રહી છે તે વ્યાપ અટકાવવા સહાયરૂપ છે.
ગુજરાતમાં અત્યાર સુધી કોવિડના ૩૩૦૧ પોઝિટિવ કેસ છે. એમાંથી એક્ટિવ પેશેન્ટ્સ ૨૮૩૭ છે. ૧૫૧ લોકોના મૃત્યુ થયા છે અને ૩૧૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

૧૭ એપ્રિલ ૨૦૨૦ સુધી ગુજરાતમાં કુલ ૨૨ હજાર ૪૬૮ કોરોનાના ટેસ્ટસ થયા હતા. 27 એપ્રિલ 2020 સુધીમાં કોરોનાના ૫૧ હજારથી વધુ ટેસ્ટસ થયા છે. છેલ્લા ૧૦ દિવસોમાં ૨૮ હજારથી વધારે ટેસ્ટસ કર્યા છે. આ આંકડાઓને પ્રતિદિનના હિસાબ મુજબ ડિવાઇડ કરવામાં આવે તો છેલ્લા ૧૦ દિવસોમાં પ્રતિદિન સરેરાશ ૨૮૦૦થી વધુ ટેસ્ટ્સ કરવામાં આવ્યા છે.
હોટસ્પોટ ક્ષેત્રોમાં ખુબ તકેદારીથી ટેસ્ટ્સ કરવામાં આવી રહ્યા છે, જેથી આ ક્ષેત્રોમાં તમામ પોઝિટિવ કેસનો ખ્યાલ આવી શકે. સ્વાસ્થ્ય અધિકારીઓની ૬૬૬ ટીમોએ ૩ દિવસ સુધી સતત સૂરતમાં ડોર-ટૂ-ડોર ટેસ્ટિંગ કર્યું છે. આ પ્રકારે સ્વાસ્થ્ય અધિકારીઓની ૭૫૦ ટીમોએ ૭ દિવસ સુધી અમદાવાદના હોટસ્પોટ ક્ષેત્રોમાં પણ ડોર-ટૂ-ડોર સર્વેલન્સ અને ટેસ્ટિંગ કર્યું છે.
ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હતો, ત્યારે ગુજરાતમાં ડેડિકેટેડ કોરોના હોસ્પિટલ્સને શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતમાં ૧૦ હજાર ૫૦૦ બેડ્સની ક્ષમતાની સાથે ૬૧ ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ્સ શરૂ થઇ ગઇ છે. આ ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ્સમાં કુલ ૧૫૦૦ આઇ.સી.યુ બેડ્સ અને ૧૫૦૦ વેન્ટિલેટર્સની વ્યવસ્થા છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૫૦૦૦ બેડ્સની ક્ષમતાની સાથે કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. એવા દર્દીઓ જેઓ ગંભીર પરિસ્થિતિમાં નથી પણ ઓછા ભારી લક્ષણો છે તો તેમને આ કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવી રહ્યા છે.
આ તૈયારીઓને હજુ વધુ ગતિ આપી રહ્યા છીએ. આવતા એક અઠવાડિયામાં કોવિડ કેર સેન્ટરમાં બેડ્સની ક્ષમતાને વધારીને ૧૦ હજાર કરી દેવામાં આવશે. સાથે જ કોવિડ હોસ્પિટલ્સમાં પણ બેડ્સની ક્ષમતાને વધારીને ૧૨ હજાર ૫૦૦ કરી દેવામાં આવશે.
ગુજરાતમાં આવતા એક અઠવાડિયા સુધીમાં કોવિડ માટે ડેડિકેટેડ ૨૨ હજાર ૫૦૦ બેડ્સ તૈયાર કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતમાં અત્યાર સુધી કોવિડથી સંબંધિત 151 દુખદ મૃત્યુ થયા છે. એક સમિતિના એક્સપર્ટ્સ દ્વારા દરરોજ આ મૃત્યુનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. આ એનાલિસિસમાં બહાર આવ્યું છે કે ૮૫ ટકા મૃત્યુ એવા લોકોના થયા છે જે એક અથવા એકથી વધુ બીમારીઓથી પીડિત હતા. સાથે જ એવું પણ તારણ મળ્યું છે કે એવા રોગીઓનો મૃત્યુ દર વધુ છે જે ગંભીર બીમારીથી પીડિત હતા. ૮૦ ટકા મૃત્યુ એવા લોકોના છે જે હોસ્પિટલમાં ભરતી થયા તે સમયે જ સીરિયસ કન્ડિશનમાં હતા.
ગુજરાતમાં ૩૩ જિલ્લાઓમાંથી ૩ જિલ્લાઓમાં અત્યાર સુધી કોઇ પણ કેસ સામે આવ્યો નથી. જ્યારે ૧૮ જિલ્લાઓમાં એક્ટિવ કેસ અત્યારે સિંગલ ડિજિટમાં છે.

કોરોના વોરિયર્સની પણ ઓળખ કરી છે. સરપંચો અને લોકોની મદદથી કોરોના વાયરસ નવા ક્ષેત્રોમાં ન ફેલાય તેવું આયોજન થયું છે.

૨૩ માર્ચથી ગુજરાતમાં લોકડાઉનને કડક રીતે લાગૂ કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને આઇપીસી અંતર્ગત લોકડાઉનનું ઉલ્લંઘન સંબંધિત ૯૫ હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. એટલું જ નહીં, લોકડાઉનનો ઉલ્લંધન કરનાર ૧ લાખ ૩૭ હજાર લોકોની અટકાયત પણ કરવામાં આવી છે સાથે ૧ લાખ ૩૭ હજાર વાહનોને જપ્ત પણ કરવામાં આવ્યા છે.

ડ્રોન સર્વેલન્સના ઉપયોગ કરી લોકડાઉનનું ઉલ્લંધન કરનાર સંબંધિત લગભગ ૯ હજાર કેસ નોંધાવામાં આવ્યા છે અને સી.સી.ટી.વીની મદદથી પણ ૧૭૦૦ કેસ નોંધાયા છે.

લોકડાઉન દરમિયાન તમામ આવશ્યક વસ્તુઓ દૂધ, અનાજ, દવાઓ, ફળ અને શાકભાજીની ઉપલબ્ધતા પર્યાપ્ત છે. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં એનએફએસએના લભગભગ ૬૬ લાખ પરિવારોને વિનામૂલ્યે ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું ઉપલ્બધ કરાવ્યું હતું.

એપ્રિલ મહિનાના મધ્ય સપ્તાહમાં ૬૦ લાખ એપીએલ પરિવારોને પણ ઘઉં, ચોખા, દાળ અને ખાંડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અનાજ વિતરણ માટે અલગ-અલગ દિવસોમાં અલગ-અલગ રેશનકાર્ડ સંખ્યાવાળા લાભાર્થીઓને બોલાવીને પાંચ દિવસોમાં અમે અનાજ વિતરણનું કામ પૂરૂ કરી લીધું હતું.

રપ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમ્યાન એનએફએસએ ૬૬ લાખ પરિવારોને વધારાના ઘઉં અને ચોખાનું પણ વિનામૂલ્યે વિતરણ થાય છે. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૧૭ હજાર એફ.પી. શોપ્સ માધ્યમથી એનએફએસએ પરિવારોને આ વધારાનું અનાજ આપવામાં આવી રહ્યું છે.

એપ્રિલ મહિનામાં ખુબજ સુનિયોજીત અને વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરીને ગુજરાતમાં લગભગ 85 ટકા લોકોને નિ-શુલ્ક અનાજ પહોંચાડવામાં આવ્યું છે.

ખેડૂતો માટે રવિ પાકની લણણી, ગોડાઉન અને માર્કેટ યાર્ડ સુધી પાકને લાવવાની પરવાનગી આપવામાં આવી છે. આ પ્રકારે સમર ક્રોપ્સ માટે બીજ અને ખાતરની દુકાનો પણ ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. રજિસ્ટ્રેશનની પ્રોસેસની સાથે માર્કેટિંગ યાર્ડ્સને સંચાલનની પરવાનગી આપવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થાય તે માટે એક ખાસ પેટર્નને છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશો અનુસાર ૨૦ એપ્રિલથી ગ્રામિણ ક્ષેત્રોમાં ઉદ્યોગોને ફરીથી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં ૨૫ હજાર ઊદ્યોગ-એકમો કાર્યરત થતાં પાંચ લાખ શ્રમિકોને રોજગારી મળતી થઇ છે.

વિવિધ વિભાગોના ભવન-નિર્માણ કાર્યો અને પ્રાઇવેટ ફર્મોના પણ ભવન-નિર્માણની ગતિવિધીઓને પરવાનગી અપાઇ છે.

નિર્માણાધિન ૭૦૦ બાંધકામ પ્રોજેકટમાં ૩૦ હજાર શ્રમિકોને ઇન-સી-ટુ વ્યવસ્થા સાથે રોજગાર મળે છે. આ ઉપરાંત મનરેગામાં પાંચ હજારથી વધુ તથા સુજલામ સુફલામ જળ અભિયાનના કામોમાં ૭ હજાર શ્રમિકો કામ કરી રહ્યા છે.

25 એપ્રિલે શહેરી વિસ્તારના અંદર કન્ટેનમેન્ટ ઝોનની બહાર એક્સપોર્ટ્સ યુનિટ્સને ફરી શરૂ કરવાની પરવાનગી અપાઇ છે. આ સાથે રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સૂરતમાં જરૂરી સેવાઓ અને ઉત્પાદોની શ્રેણી અંતર્ગત આવનાર દુકાન અને વ્યવસાય જ ચાલુ રાખવાની છૂટ આપી છે.

રાજ્ય સરકારે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરી દીધી છે. આ તમામ ગતિવિધીઓને કેટલાક સુનિશ્વત નિયમ અને શરતની સાથે મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં અત્યાર સુધી લોકડાઉનનું સારી રીતે પાલન કરાવવામાં આવ્યું છે. એક પછી એક માર્કેટિંગ યાર્ડ્સ, ખાતર અને બીજની દુકાનો, ઉદ્યોગ-ઘંઘા, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ અને દુકાનોને ચાલું કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ભારત સરકારની સૂચના મુજબ ગુજરાતમાં લોકડાઉન ખોલવાની પ્રક્રિયા હાથ ધરાશે.