ગુજરાતમાં 3.75 મિટરના 1700 કિલો મીટરના 171 માર્ગો 5.50 મીટર પહોળા થશે

ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં માર્ગ સુવિધા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 968 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

રાજ્યમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કામાં 171 માર્ગોના 1715 કિ.મી. ના ગ્રામ્ય રસ્તાઓ કે જે હાલ 3.75 મીટરના છે તેને 5.50 મીટર પહોળા કરવા માટે રૂ.968 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

Read More

માર્ગો પહોળા થવાથી ગ્રામ્ય વિસ્તારના લોકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ સરળતા થશે. તેમજ નાગરિકોને પરિવહન માટે પણ સરળતાથી સુવિધાઓ ઉપલબ્ધ થશે જેના પરિણામે નાગરિકોનું જીવન ધોરણ ઉંચુ આવશે.

Bottom ad