ગુજરાતમાં ચોકલેટમાં વપરાતાં કોકોના બીની ખેતી કરવા કૃષિ વિજ્ઞાનીઓએ અભ્યાસ બાદ મંજૂરી આપી

ગાંધીનગર, 26 ઓગસ્ટ 2020

દક્ષિણ ગુજરાતના જિલલાઓ, ગીરસોમનાથ, જૂનાગઢ, ભાવનગર, કચ્છ જિલ્લા જ્યાં નાળિયેરી કે ખજૂર-ખારેકના બગીચા છે તેની અંદર બીજા પાક કરીકે ચોકલેટ બનાવવા માટે વપરાતી સ્વાદિષ્ઠ કોકોના વૃક્ષો ઉગાડવા માટે દક્ષિણ ગુજરાત કૃષિ વિશ્વ વિદ્યાલયએ ભલામણ કરી છે. કૃષિ વિજ્ઞાનીઓએ કહ્યું છે કે, નાળિયેરીની બે હાર વચ્ચે આંતર પાક તરીકે કોકોની વિટીએલસીએચ – 4 જાતના છોડ વાવીને સારી આવક મેળવી શકાય છે. બે છોડ વચ્ચે 3.75 મીટરનું અંતર રાખવા પણ ભલામણ કરી છે. જોકે, કેરાલામાં નાળિયેર વાવેતરમાં યોગ્ય કોકો અંતરાલ 3 મિટર બાય 7.5 મિટર વાવવામાં આવે છે. હેક્ટર દીઠ 614 રોપાઓ વાવેતર કરી શકાય છે. કોકોના બગીચા હંમેશા છાંયો ધરાવતાં અને ઉંચા વૃક્ષોની વચ્ચે ઉગાડવા પડે છે. બીજા વૃક્ષના છાંયા વગર તેની ખેતી થતી નથી. આમ નવસારી કૃષિ યુનિવર્સિટીએ કોકોની ખેતીની ભલામણ કર્યા બાદ ગુજરાતમાં હવે તેનું ઉત્પાદન થઈ શકશે. હાલ વ્યાપક વાવેતર ક્યાંય થતું નથી. 40-50 ટકા સૂર્ય પ્રકાશ પહોંચે તેવા વૃક્ષોના બગીચામાં કોકો વાવી શકાય છે. મુખ્ય પાક સાથે સહજીવન બનીને ખેડૂતને વધારાની આવક પૂરી પાડે છે. કોકો તે સ્થળોએ ઉગે છે જ્યાં તાપમાન 18 અને 32˚ છે. પાંચ દિવસે સિંચાઇ કરવાની ભલામણ કરવામાં આવે છે. પરાગરજ પછી લણણી 150-170 દિવસ પછી થાય છે. 25 દિવસે ફળ પાકે છે.  એપ્રિલ-જૂનમાં વાવેતર કરી શકાય છે.

કોકો ફળના બિંયા કાઢી લેવામાં આવે છે. તેનું ફળ પપૈયા જેવું જ હોય છે. જેમાં 30થી 35 ટકા બીજ હોય છે. બી સૂકવીને ભટ્ઠીમાં શેકીને તેનો ભૂકો કરાય છે.

કેરળ સરકારનું પ્રોત્સાહન

કોકોની ખેતીને કેરળ સરકારે પ્રોત્સાહન આપ્યું છે. કેરળ સરકારે મોટી માત્રામાં સંકર અને ઉચ્ચ કેલિબરની જાતો ખેડૂતોને મફત આપી તેના કારણે, આ પાકના ક્ષેત્રફળ અને ઉત્પાદનમાં વધારો થયો છે. હવે ગુજરાત સરકાર ખેડૂતોને પ્રોત્સાહન આપે તો સારી એવી કોકોના બીયાં તૈયાર કરી શકાય તેમ છે. કેડબરી – મોન્ડેલેઝ ઇન્ડિયા ફૂડ્સ કંપનીએ 1965માં કેરળના વાનાન જિલ્લામાં કોકોની ખેતી શરૂ કરી હતી. વર્ષ 1997-98 દરમિયાન, કોકોની ખેતી કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થવા લાગી હતી. વર્ષ 1980-81 સુધીમાં, 29000 હેક્ટર જમીનમાં કોકોની ખેતી ફેલાઈ ગઈ. પરંતુ 1981–83 દરમિયાન કોકોના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો.

ઉપયોગ

ચા અથવા કોફી પહેલાં કોકો પીણું તરીકે જાણીતું હતું. કોકોનો ઉપયોગ વિશ્વભરમાં ચોકલેટ, ચોકલેટી મીઠાઈઓ, ચોકલેટી ટોફી, પીણા બનાવવા માટે કરવામાં આવે છે. ભારતમાં કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વાવેતર છે. કોકો (થિયોબ્રોમા કેકો એલ.) 20મી સદીની શરૂઆતમાં દક્ષિણ અમેરિકાના એમેઝોન બેઝથી ભારતમાં આવી હતી. ભારતમાં તે બાગાયતી પાક જાહેર કરાયો નથી. કોકોના બિયા તૈયાર કરીને તેમાંથી તેની ગુણવત્તા પ્રમાણે કોકો પાઉડર બને છે. ઉષ્ણકટિબંધીય આબોહવા કોકો ઉત્પાદન માટે શ્રેષ્ઠ છે.

ઉત્પાદન

દેશમાં 1997-98 પહેલા કોકોનું ઉત્પાદન ઘણું ઓછું હતું. ત્યારબાદ કર્ણાટક, આંધ્ર, તામિલનાડુ વાવેતર થવા લાગતાં કેરળ પછી તેમણે સ્થાન લઈ લીધું છે. હવે ગુજરાતમાં આશા ઊભી થઈ છે. ભારતમાં કોકોનું ઉત્પાદન 2018-19માં 20 હજાર ટન થવાની શક્યતા હતી. દેશમાં આશરે 87 હજારથી એક લાખ હેક્ટર થાય છે. કોકોનું કુલ ઉત્પાદન  2009-10માં 13 હજાર ટન, 2015-16માં 17200 ટન, 2016-17માં 18900 ટન, 2018-19માં 20 હજાર ટન થયું હતું, 2016-17માં દેશમાં કોકોની વિદેશથી આયાત 65 હજાર ટનની હતી. આયાત પાછળ રૂ.1550 કરોડ ખર્ચવામાં આવ્યા હતા.

વિશ્વમાં 2017-18માં 46 લાખ ટન ઉત્પાદન થયું હતું. 2016-17માં 47 લાખ ટન હતું.

ભારતમાં કોકોની ક્ષેત્રફળ, ઉત્પાદન અને ઉત્પાદકતા

વાવેતર વિસ્તારો અને ક્ષેત્રોના ક્ષેત્ર

ક્ષેત્રફળ – હેક્ટર વિસ્તારમાં, ઉત્પાદન , સરેરાશ ઉત્પાદકતામાં કિગ્રા / હે

રાજ્ય 2014-15 2013-14 2012-13

કેરળ 14650 6000 785 13483 6320 750 12483 6136 537

કર્ણાટક 12906 2000 525 11683 2142 500 10883 2080 212

તમિલનાડ 26959 1750 265 23959 1071 250 22389 1040 100

આંધ્રપ્રદેશ 23485 6300 550 22210 5600 300 20710 4160 231

કુલ 78000 16050 475 71365 15133 450 66465 13416 268

વેપાર

20 મી સદીની શરૂઆતમાં ઇક્વાડોર વિશ્વનો સૌથી મોટો કોકો નિકાસકાર હતો. આ પછી, પશ્ચિમ આફ્રિકા કોકો ઉત્પાદન અને નિકાસમાં વિશ્વમાં આગળ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસિત રાજ્યોમાં તેનો વપરાશ ઘણો વધારે છે.

કોકોના ભારત અને વિશ્વમાં ભાવ

વર્ષ (રૂપિયા / કિલોના) આંતરરાષ્ટ્રીય ભાવ (રૂપિયા / કિલો)

2015 200.00 –  210.00

2014 190.00 – 215.00

2013 126.00 – 152.00

2012 127.00 – 130.00

2011 155.00 – 148.90

2010 170.00 – 142.74

કોકો બીજમાં તત્વો

54% ચરબી; 11.5% પ્રોટીન; 9% સેલ્યુલોઝ; 7.5% સ્ટાર્ચ; 6% ટેનિન અને રંગો; 5% પાણી;

2.6% ખનિજો અને મીઠું; 2% કાર્બનિક એસિડ અને સ્વાદયુક્ત પદાર્થો; 1% સકરાઇડ્સ; 0.2% કેફીન.