મોદી સરકારની બે મોઢાની વાત : મેક-ઇન ઇન્ડિયાની બુમરાણ વચ્ચે 131 કંપનીઓ વેચી દીધી
18 માર્ચ 2021
2014માં મોદીએ દેશના લોકોને વચન આપ્યું હતું કે હું દેશને નહીં વેચવા દઉં. પણ વડાપ્રધાન બનતાની સાથે જ નરેન્દ્ર મદીએ ગુજરાતની જેમ દેશની 131 કંપનીઓ ફૂંકી મારી છે. આવતા વર્ષે બીજી 100 કંપનીઓને વેંચી મારવાનું આયોજન કરવા દરેક વિભાગને કામ સોંપીને માત્ર તેના પર જ ધ્યાન આપવા કહ્યું છે. જેમાં ગુજરાતમાં કામ કરતી ઘણી કંપનીઓ સરકાર વેચી રહી છે.
જાહેર ક્ષેત્રની બેન્કોના મર્જર અને ખાનગીકરણ વિરુદ્ધ બેન્ક કર્મચારી દ્વારા તાજેતરમાં જ બે દિવસની હડતાળનુ આહ્વાન કરાયુ હતુ. હવે કેન્દ્રની મોદી સરકાર દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LICનો હિસ્સો વેચવાની યોજના ઘડી રહી છે અને તેની સામે પણ વીમા કંપનીઓના કર્મચારીઓ વિરોધ દર્શાવ્યો છે. આંકડાઓ મુજબ જાહેર ક્ષેત્રનીઓની હિસ્સેદારી વેચવાના એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટના મામલે મોદી સરકાર અત્યાર સુધીની તમામ સરકારોમાં અવ્વલ રહી છે.
વિતેલ 7 વર્ષમાં 131 કંપનીઓ વેચી..
મોદી સરકાર એક બાજુ મેક-ઇન ઇન્ડિયા હેઠળ સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની મોટી મોટી વાત કરી રહી છે ત્યારે બાજી બાજુ જાહેર ક્ષેત્રની કંપનીઓનો હિસ્સો વેચવાને અને ખાનગીકરણને વધારે પ્રાથમિકતા આપી રહી છે. મે-2014માં ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની સરકાર રચાઇ હતી. ત્યારથી આજ દિન સુધીમાં મોદી સરકારે જાહેર ક્ષેત્રની 131 કંપનીઓની હિસ્સેદારી વેચી છે. આ ડાઇવેસ્ટમેન્ટ મારફતે સરકારે 3.51 લાખ કરોડ રૂપિયાથી વધારે ભંડોળ એક્ત્રકર્યુ છે. જે કોઇ સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ મારફતે એક્ત્ર કરેલ સૌથી વધુ ભંડોળ છે.
મોદી સરકારના 7 વર્ષના ડિસઇન્વેસ્ટમેન્ટના લેખાં-જોખાં
નાણાં વર્ષ – ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ – પ્રાપ્ત રકમ – કેટલી કંપનીની હિસ્સેદારી વેચી
2014-15 – 58,425 – 24.348 – 8
2015-16 – 69,500 – 23,996 – 9
2016-17 – 56,500 – 46,246 – 21
2017-18 – 72,500 – 1,00,056 – 36
2018-19 – 80,000 – 84,972 – 28
2019-20 – 90,000 – 50,298 – 15
2020-21 – 2,10,000 – 21,302 – 14
2021-22 – 5 લાખ કરોડ – 2 લાખ કરોડ થઈ શકે – 100 કંપની
(સ્ત્રોતઃ DIPAM, આંકડા કરોડ રૂપિયામાં)
ઉલ્લેખનિય છે કે, વર્ષ 1991માં જ્યારે ભારત આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ હતુ ત્યારે સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓમાં પોતાની હિસ્સેદારી વેચીને નાણાં ઉભા કરવા ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ અત્યાર સુધીના 30 વર્ષમાં સરકારોએ ડિસઇન્વેસ્ટમેન્ટ મારફતે 4.89 લાખ કરોડ રૂપિયાથી વધારે નાણાં ઉભા કર્યા છે. જેમાં જાહેર ક્ષેત્રની કંપનીઓનો હિસ્સો વેચીને સૌથી વધારે નાણાં મોદી સરકારે પ્રાપ્ત કર્યા છે.
ઉલ્લેખનિય છે કે, દર વર્ષે કેન્દ્ર સરકારે બજેટમાં જે-તે વર્ષનો ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ નક્કી કરે છે. આ વખતે કેન્દ્રીય બજેટમાં 2021-22ની માટે ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ 1.75 લાખ કરોડ રૂપિયા નક્કી કરાયો છે. જે હેઠળ નવા નાણાંકીય વર્ષે IDBI બેન્ક, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, શિપિંગ કોર્પ, કન્ટેનર કોર્પ, નિલાંચલ ઇસ્પાત નિગમ લિમિટેડ, પવન હંસ, એર ઇન્ડિયા સહિત અન્ય કંપનીઓનો હિસ્સો વેચવામાં આવશે. તો ચાલુ નાણાંકીય વર્ષ 2020-21ની માટે સરકારે 2.10 લાખ કરોડ રૂપિયાનો ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ નક્કી કર્યો હતો.