Gujarat High Court: Tata’s affidavit regarding pollution in the sea at Dwarka must be examined.
અમદાવાદ, 29 એપ્રિલ 2026
દ્વારકા જિલ્લામાં સમુદ્રમાં પ્રદૂષિત પાણી છોડવાના મુદ્દે ચાલી રહેલા લાંબા સમયના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે ટાટા કંપની તરફથી કરવામાં આવેલી માંગણીઓને નામંજૂર કરી સ્પષ્ટ કર્યું કે પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સહન નહીં થાય.
કોર્ટે ટકોર કરી હતી કે, ‘ટાટા કેમિકલ્સ સમુદ્રમાં ગંદુ પાણી છોડી શકે નહીં. આવું પાણી કોઈના આંગણામાં કેવી રીતે છોડી શકાય? આમ, કંપનીએ કરેલી માંગણી કોઈ રીતે સ્વીકાર્ય નથી.’
26 વર્ષ જૂનો વિવાદ
જામનગર(ત્યારે જામનગર જિલ્લો હતો, હવે દ્વારકા)માં ટાટા કેમિકલ્સ કંપની દ્વારા સમુદ્રમાં ગંદુ પાણી ઠાલવવા સામે સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. આ મામલે કંપનીએ વર્ષ 2001થી હાઇકોર્ટમાં અરજી કરી હતી. 26 વર્ષથી સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે કોર્ટે કંપની મેનેજમેન્ટનો ઉધડો લીધો હતો.
કેસ વર્ષ 2001થી કોર્ટમાં પેન્ડિંગ છે, જેમાં સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવાના મુદ્દે અરજી કરવામાં આવી હતી. લાંબા સમય બાદ હવે ફરી આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે કંપની મેનેજમેન્ટને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કોઈપણ સંજોગોમાં સમુદ્રમાં પ્રદૂષિત પાણી છોડવાની મંજૂરી આપી શકાય નહીં. કોર્ટે આ મુદ્દે સખત ટિપ્પણી કરતાં કહ્યું કે આવી પ્રવૃત્તિઓ સ્વીકાર્ય નથી અને તે પર્યાવરણ માટે ગંભીર જોખમ ઉભું કરે છે.
કંપની દ્વારા જૂની પદ્ધતિ બંધ કરવાની ખાતરી સાથે નવી પાઇપલાઇન માટે છૂટ, મરિન નેશનલ પાર્ક વિસ્તારમાં પાઇપલાઇન મરામતની મંજૂરી, સમુદ્રમાં વેસ્ટવોટર છોડવાની પરવાનગી, સરકારના અગાઉના ઓર્ડર રદ કરવાની માંગણી હતી.
કંપનીએ કોર્ટને ખાતરી આપી હતી કે, ‘નવી પાઇપલાઇન શરૂ થયા પછી જૂની ઓપન ચેનલ દ્વારા પાણી છોડવાનું બંધ કરી દેવાશે. આ કારણસર સરકાર દ્વારા જાહેર કરેલા કેટલાક ઓર્ડર અને નોટિફિકેશન્સ રદ કરવામાં આવે, કંપનીને મરિન નેશનલ પાર્ક/સેન્ચ્યુરી વિસ્તારમાં પાઇપ લાઇનની મરામત અને જાળવણી કરવાની મંજૂરી આપો. કંપનીને તેની ફેક્ટરીમાંથી સમુદ્રમાં વેસ્ટવોટર છોડવાની મંજૂરી આપો અને સરકાર દ્વારા કંપની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે.તમામ માંગણીઓને ફગાવી દીધી છે.
રાજ્ય સરકારને આ મામલે દાખલ કરાયેલા સોગંદનામાની તપાસ કરવા કહ્યું હતું.
આગળની સુનાવણી 4 મે 2026ના રોજ થશે. આ મુદ્દે પર્યાવરણ અને ઉદ્યોગ વચ્ચેનું સંતુલન કેવી રીતે જળવાશે તે પર સૌની નજર રહેશે.
કેમિકલ ઉદ્યોગ
સલામતી પાલન મૂલ્યાંકનને અસર કરી શકે છે
ભારતના રસાયણ ક્ષેત્ર, જે 2030 સુધીમાં $255 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે.
ગુજરાત ફ્લોરોકેમિકલ્સ (માર્કેટ કેપ ~$3.97 બિલિયન), દીપક નાઇટ્રાઇટ (માર્કેટ કેપ ~$2.22 બિલિયન), અને ટાટા કેમિકલ્સ (માર્કેટ કેપ ~$1.96 બિલિયન) નિયંત્રિત બજારમાં કાર્યરત છે.
આ કંપનીઓ અને અન્ય કંપનીઓ ઘણીવાર 30x અને 100x થી વધુ ભાવ-થી-કમાણી (P/E) ગુણોત્તર દર્શાવે છે.
કડક સલામતી નિયમોનો અર્થ વધુ ઓપરેટિંગ ખર્ચ, અપગ્રેડ માટે નવા મૂડી રોકાણો અને પ્રોજેક્ટ મંજૂરીઓમાં સંભવિત વિલંબ થઈ શકે છે. આ પરિબળો ભવિષ્યના મૂલ્યાંકન અને કમાણીને અસર કરી શકે છે.
ગુજરાતી
English





