24 માર્ચ 2023થી ભારત 100 કરોડથી વધુ મોબાઈલ કનેક્શન સાથે વિશ્વમાં સૌથી વધુ જોડાણ ધરાવે છે. આ સસ્તા સ્માર્ટફોન અને ડેટાની ઉપલબ્ધતાને આપે છે. યુપીઆઈ દ્વારા ભારતમાં દર મહિને 800 કરોડથી વધુ ડિજિટલ ચૂકવણી કરવામાં આવે છે. ભારતમાં દરરોજ 7 કરોડથી વધુ ઈ-ઓથેન્ટિકેશન થાય છે. કેટલાંક વર્ષોમાં ભારતે તેના નાગરિકોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 28 લાખ કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કર્યા છે.
2014 પહેલા ભારતમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટીના 60 મિલિયન વપરાશકર્તાઓ હતા. હવે 800 મિલિયનથી વધુ થઈ ગઈ છે. ઈન્ટરનેટ કનેક્શનની સંખ્યા 2014 પહેલા 25 કરોડની સરખામણીમાં 85 કરોડથી વધુ છે. ગામડાઓમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા શહેરી વિસ્તારો કરતાં વધારે છે. 9 વર્ષમાં ભારતમાં સરકારી અને ખાનગી ક્ષેત્ર દ્વારા 25 લાખ કિમી ઓપ્ટિકલ ફાઈબર નાખવામાં આવ્યા છે. 2 લાખ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબર દ્વારા જોડવામાં આવી છે. 5 લાખ સામાન્ય સેવા કેન્દ્રો ડિજિટલ સેવાઓ આપી રહ્યા છે. ડિજિટલ અર્થતંત્ર બાકીના અર્થતંત્ર કરતાં અઢી ગણું ઝડપથી વિસ્તરી રહ્યું છે.
ભારતીય રિઝર્વ બેંકના અહેવાલ પ્રમાણે 2014 અને 2019 ની વચ્ચે, ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા સામાન્ય અર્થવ્યવસ્થા કરતાં 2.4 ગણી ઝડપી વૃદ્ધિ પામી અને લગભગ 62.4 મિલિયન નોકરીઓનું સર્જન કર્યું. ડિજિટલ અર્થતંત્રનું કદ 2014માં US$107.7 બિલિયનથી વધીને 2019માં US$222.5 બિલિયન થઈ ગયું હતું. 2014 અને 2019 ની વચ્ચે 15.62 ટકાનો વૃદ્ધિ દર હતો, જ્યારે ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GVA) 6.59% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક દરે વધ્યું હતું.
2014માં ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ)ના 5.4 ટકાથી વધીને 2019માં 8.5 ટકા થયું હતું.
કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક અને પર્યાવરણ મંત્રાલયો/વિભાગો પર કેગના અનુપાલન ઓડિટ મુજબ, અવકાશ વિભાગે રૂ. 508 કરોડના ખર્ચે GSAT-6 લોન્ચ કર્યો હતો, પરંતુ બિન-તૈયારીને કારણે સેટેલાઇટનો હેતુ મુજબ ઉપયોગ કરવામાં અસમર્થ હતો. સેટેલાઇટનો અડધો સમય યોગ્ય ઉપયોગ વિના ગુમાવ્યો હતો.
ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ આશરે રૂ. 45,000 કરોડની હતી, જેમાં એપલ અને સેમસંગ ફોનનો સૌથી વધુ હિસ્સો હતો. ભારતનું ડિજિટલ અર્થતંત્ર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર 2.5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય ડિજિટલ અર્થતંત્ર 2025 સુધીમાં એક ટ્રિલિયનના આંકને સ્પર્શી શકે છે.
2025 સુધીમાં ભારત વિશ્વનું સૌથી મોટું મોબાઈલ માર્કેટ બની શકે. ડિજિટલ કલ્ચરના વિકાસ સાથે, ઈ-કોમર્સ અને બિઝનેસના અન્ય ક્ષેત્રોમાં તેજી આવી છે. વધતી જતી મધ્યમ વર્ગ, યુવા, ટેક-સેવી વસ્તી અને ઓનલાઈન પર્સનલ સેવાઓમાં વૃદ્ધિએ શક્યતાઓનું વિસ્તરણ કર્યું છે.
પડકારો
અસમાન ઈન્ટરનેટ એક્સેસ, મોબાઈલ ઓનરશિપમાં જેન્ડર ગેપ, નેટવર્ક અને સાઈબર સિક્યુરિટીનો પ્રશ્ન, આપણે ધ્યાનમાં લેવાનું છે.
નાણાકિય ટેકનોલોજી
ડિજિટલ ઇનોવેશનના સૌથી મોટા પાવરહાઉસ તરીકે ઉભરી આવશે. ડિજિટલ ઈકોનોમી વર્ષ 2030 સુધીમાં 800 બિલિયન ડોલરના સ્તરને પાર કરી શકે છે. ભારતમાં 6,300 થી વધુ નાણાકીય ટેકનોલોજી કંપનીઓ છે. ફિનટેક કંપનીઓમાંથી 28 ટકા ઇન્વેસ્ટમેન્ટ ટેક્નોલોજીમાં, 27 ટકા પેમેન્ટ સેગમેન્ટમાં, 16 ટકા ધિરાણ સેગમેન્ટમાં અને નવ ટકા બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે, જ્યારે 20 ટકાથી વધુ અન્ય ક્ષેત્રોમાં છે.
2020 માં
ભારતમાં ડિજિટલ અર્થતંત્ર 2020માં 85-90 અબજ યુએસ ડોલર સુધી છે અને 2030 સુધીમાં તે વધીને 800 બિલિયન યુએસ ડોલર થવાની ધારણા છે. માર્ચ 2016માં આ આંકડો 4.5 કરોડ હતો જે માર્ચ 2021 સુધીમાં વધીને 8.82 કરોડ થયો છે.
2025 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરનું આર્થિક મૂલ્ય સર્જાશે અને 6 થી 6.5 મિલિયન નોકરીઓનું સર્જન થશે. $1 ટ્રિલિયનના આર્થિક મૂલ્યમાંથી, લગભગ $390 થી $500 બિલિયન કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા મુખ્ય આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં ડિજિટલ એપ્લિકેશન્સમાંથી આવશે.
2023 માટેનું વિઝન મોબાઇલ ફોનની નિકાસને રૂ. 1 લાખ કરોડ સુધી વધારવાનું અને ઉત્પાદનની નિકાસની ટોચની 10 શ્રેણીઓમાં સામેલ થવાનું છે.
ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ આશરે રૂ. 45,000 કરોડ હતી, જેમાં Apple અને Samsung ફોન મોખરે છે.