Fight for labor liberation once again in Gujarat, Labor laws have been converted into slavery laws in the constituency of the country’s Labor Minister Mansukh Mandaviya, Special for India’s Independence Day, August 15.
जेतपुर में बाल श्रम की गुलामी का लाल रंग, गुजरात में एक बार फिर श्रम मुक्ति की लड़ाई, देश के श्रम मंत्री मनसुख मंडाविया के निर्वाचन क्षेत्र में श्रम कानूनों को गुलामी कानूनों में बदल दिया गया है, भारत के स्वतंत्रता दिवस, 15 अगस्त के लिए विशेष.
જેતપુરમાં બાળમજૂર ગુલામીનો લાલ રંગ, ગુજરાતમાં ફરી એક વખત મજૂર આઝાદી માટે જંગ, દેશના શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાના મત વિસ્તારમાં મજૂર કાયદાઓને ગુલામીના કાયદામાં ફેરવી નાખ્યા, ભારત સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ માટે ખાસ
દિલીપ પટેલ
અમદાવાદ, 14 ઓગસ્ટ 2025
15 ઓગસ્ટનો ત્રિરંગો જેતપુરમાં સારા રંગમાં છપાય છે. તેની નીચે બાળમજૂરીની ગુલામી જીવે છે. સંઘનો અને ભાજપનો ભગવા ધ્વજનું કાપડ પણ અહીં છપાય છે. જ્યાં 3 હજાર બાળકો પાસે 18 કલાક કામ કરાવવાની ગુલામી છે. તે કેદી જેવું જીવન જીવે છે. ફેક્ટરીની બહાર તેમને નીકળવા દેવામાં આવતા નથી. ખાવાનું નિયમિત અપાતું નથી. બાળકોને મહિને રૂ. 1 હજારથી 3 હજાર પગાર ઠેકેદારો સાથે નક્કી થાય છે તે પણ ઘણાં કિસ્સામાં અપાતો નથી. આઝાદીના 75 વર્ષ પછી પણ ગુલામીમાં જીવે છે.
ભાજપના સંઘી નેતા અને નરેન્દ્ર મોદીના ખાસ માનીતા દેશના મજૂર પ્રધાન મનસુખ માંડવીયા જેતપુર વિસ્તારના લોકસભાના સભ્ય છે. તેમના જ મત વિસ્તારમાં બાળમજૂરો ગુલામ છે. પોરબંદરના ભાજપના સાંસદ મનસુખ માંડવીયા સંઘમાંથી આવે છે. સંઘની નીતિનો અહીં પૂરો અમલ બાળકો પર કરી રહ્યાં છે. સંઘ ભારતની આઝાદીને ઈચ્છતું ન હતું. તેઓ હવે ફરી ગુલામ બનાવી રહ્યા છે. ગરીબોને અહીં સારા જીવવાની આઝાદી નથી. 1947 અને 2025માં પણ 15મી ઓગસ્ટે અહીં કોઈ ફરક નથી. પહેલા અંગ્રેજો શોષણ કરતા હતા અહીં આપણા જન પ્રતિનિધિઓ અને નાગરિકો નોકરો શોષણ કરે છે. અહીં કામની કે દામની આઝાદી નથી. અહીં પ્રજાસત્તાક રાજ્ય નથી. અહીં ગુલામ રાજ્યની સરકાર કામ કરી રહી છે. અહીંયા ધારાસભ્ય જયેશ વિઠ્ઠલ રાદડીયા છે. તેમની સીધી જવાબદારી છે કે મજૂર કાયદાઓનું પાલન થાય. નાગરિકોએ તેમને અહીં ચૂંટી કાઢ્યા છે.
યુનાઇટેડ કિંગડમથી ભારત રાષ્ટ્રની સ્વતંત્રતાની યાદમાં 15 ઓગસ્ટ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય સ્વતંત્રતા કાયદો 1947 અમલમાં આવ્યો, ભારતીય બંધારણ સભામાં કાયદાકીય સાર્વભૌમત્વને માન્યતા આપવામાં આવી.
3 હજાર બાળ ગુલામ
બહારના રાજ્યમાંથી 2થી 3 હજાર માસુમ, બેબસ અને લાચાર બાળકો પર અમાનુષી ત્રાસ ગુજારી રોજ 12થી 18 કલાક કામ કરાવવામાં આવે છે. ભૂખ્યા, તરસ્યા મજુરી કરાવવાની ફરજ પાડવામાં આવે છે. ગરીબ મજબુર અને લાચાર બાળકોને બાળમજૂરી કરાવવી કેટલી યોગ્ય છે? શું આ જ આપણું ગતીશીલ ગુજરાત છે? બાળ ગુલામ છે.
90 ટકા ટકા ઉદ્યોગોમાં બાળમજૂરોને કુપોષિત બનાવે છે.
અધિકારીઓ બાળ મજૂરી વિશેની માહિતી ન હોય તો તેમની સ્થળ માહિતી સદભાવના મજૂર સંગઠન સંસ્થા આપે છે.
અનેક મજુર કામદાર ચાલુ નોકરીએ મજૂરી કામ કરતા અકસ્માત થવાથી અનેક મજુર કામદાર મોતને ભેટી રહ્યા છે. તેની સરકારી દફતરે કોઇપણ જાતની નોંધ થતી નથી કે તેના મૃત્યુ પરના કારણો બહાર આવતા નથી. જે અંગે સ્થાનિક રાજકારણીઓ અને પોલીસ હર હંમેશા ભીનું સંકેલવાનો પ્રયત્ન કરતા હોય છે.
બાળકોનું કામ શું
જેતપુરની ફેક્ટરીમાં મહિલાઓ કે પુરુષ જે ઝડપે કામ ન કરી શકે તેના કરતાં બાળકો ઝડપથી કામ કરે એવું કામ તેની પાસે કરાવવામાં આવે છે. તેથી સસ્તા ખર્ચે ઉત્પાદન મેળવીને વિશ્વ સાથે જેતપુરના અબજોપતિ માલિકો હરીફાઈ કરી વધારે નફો કમાઈ શકે છે.
બાળકો પાસે સાડીના પેકીંગ, સાડીને કડક કરવા કાંજી, સાદીની ઘડી, સાડીને ઈસ્ત્રી કરાવવાનું કામ કરાવવામાં આવે છે. સાડીઓને બોક્સમાં મૂકવાનું કામ બાળકો ઝડપથી અને ચપળતાથી કરી શકે છે. જે મહિલાઓ કરી શકતી નથી.
બાળકોની ક્ષમતા કરતાં પણ વધારે કામ કરાવવામાં આવે છે. દરેક બાળકની દયનીય હાલત છે.
કોઈ જોઈ ન જાય તેથી 24 કલાક કારખાનામાં રખાય છે. રાતના અંધારાના સમયે બહાર નીકળી શકે છે. રજાના દિવસે પણ બાળ મજૂરો બહાર જઈ શકતા નથી. ચોરી પકડાય ન જાય તે માટે આવું કરવામાં આવે છે. કોવિડમાં બાળકોને કારખાનામાં પૂરી રાખવામાં આવ્યા હતા.
બિહાર, ઉત્તરપ્રદેશ, બંગાળ અને રાજસ્થાનથી બાળકો લાવવામાં આવે છે. બાળકોના ઠેકેદારો છે. તે રાતના સમયે જેતપુરમાં બાળકોની આખી બસ ઉતારે છે. દિવસમાં બાળકોને બહારથી લાવવામાં આવતા નથી. રાતના અંધારામાં નક્કી કરાયેલા કારખાનામાં બાળમજૂરોને મોકલી આપે છે. આફ્રિકાની ગુલામી પ્રથા હતી તેવી પ્રથા અહીં છે.
એનજીઓ દ્વારા દરોડો પાડવામાં આવે ત્યારે જેતપુરના રસ્તા પર બાળકોને છોડી મૂકવામાં આવે છે. દરોડામાં બાળકો રસ્તા પર રખડતા હોય છે. કારખાનાનું નામ કે સરનામું બાળકને ખબર હોતું નથી. તેથી ફરીથી તેને નોકરી મળતી નથી.
બાળ મજૂરોને મહિને રૂ. 1થી 3 હજાર તેના વાલીને બિહાર કે બંગાળ મોકલી આપવાનો કરાર હોય છે. પણ ઘણા બાળકોના વાલીને તે પગલાં પણ આપવામાં આવતો નથી. ઘણા કિસ્સામાં છ મહિના સુધી પગાર મળતો નથી. ઘણી વખત શારીરિક શોષણ કરે છે.
મજૂરો લાવી આપવા અને તેની પાસે કામ કરાવવા માટે ઠેકેદારો હોય છે. તે નાના બાળકોને લાવે છે, કામ કરાવે છે. અધિકારીઓ રેડ કરતા નથી. અધિકારીઓને દરોડા પાડવા માટે જ્યારે પણ સ્વૈચ્છિક સંસ્થાઓ ફરજ પાડે છે ત્યારે ફેક્ટરી માલિક સામે ગુનો નોંધવો પડે તેના બદલે બાળ મજૂરોના ઠેકેદારોની સામે ગુનો નોંધીને સાડીના કારખાનના માલિકને બચાવી લેવામાં આવે છે.
વર્ષ 2024માં 250થી 300 બાળકોને છોડાવવામાં આવ્યા હતા. બાળકોને પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવે છે. પોલીસ તેને રાજકોટ બાળ ગૃહમાં મોકલી આપે છે.
મજૂર આગેવાન ભરતભાઈ અને તેના સંગઠનના હોદ્દેદાઓએ મજૂર કાયદાનો અમલ કરાવવા માટે 2015માં 21 દિવસ પ્રતિક ઉપવાસ કરેલાં હતા. મજૂર કાયદાનો અમલ થતો નથી.
ફેક્ટરીમાં સેફ્ટીના સાધનો નથી. કેસ નોંધાય ત્યારે મજૂરોને પરિવારોને વળતર અપાતું નથી. ઉદ્યોગપતિઓ મજૂર નોંધણી અંગેના રજીસ્ટાર રાખતા નથી. તમામ ક્ષેત્રે દોઢ લાખ મજૂરો કામ કરતાં કરે છે. સરકાર પોતે અહીં માત્ર 1946 મજૂરો દર્શાવે છે.
નકલી કારખાના
કારખાના રબ્બર સ્ટેમ્પ પર ચાલે છે. અધિકારીઓ કારખાનાના નામ આપતા નથી. એક કારખાનાના 3થી 4 નામ હોય છે. તેથી કેમાં ગુનો બને છે તે સાબિત થતું નથી. અધિકારીઓ તેને બચાવીને નકલી નામની ફેક્ટરી સામે દંડ કે ગુનો નોંધે છે. અસલી માલિક બચી જાય છે. અધિકારીઓ તપાસ કરે છે પણ શું કાર્યવાહી કરતાં નથી. ઠેકેદાર પર કેસ કરે છે. પણ સાડીના કારખાનાના માલિક પર ગુનો દાખલ કરવામાં આવતો નથી. માલિક સામે ગુના દાખલ થાય તો બાળમજૂરી દૂર થઈ શકે છે.
દરોડા પાડે તેની વિઝીટ બુકમાં સહી કરીને જતા રહે અને અહેવાલ આપે છે કે કારખાનામાં મજૂરો નથી. પણ બીજા દિવસે એનજીઓ દરોડો પાડે તો બાળકો મળી આવે છે.
કાગળ પર ફેક્ટરી ચાલે છે.
શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવીયા અહીંના સાંસદ છે. ત્યાં જ બાળમજૂરીનું શોષણ થાય છે. તેમના મત વિસ્તારમાં જ બાળક મજૂરો ગુલામ બનીને રહે છે.
બહેરી, મૂંગી અને આંધળી સરકાર છે. આલીયાની ટોપી માલીયા પર નાંખે છે. ગાંધીનગર રજૂઆત કરવામાં આવે ત્યારે ત્યાંથી ફેક્ટરી ઈન્સ્પેક્ટરને કહે છે પણ તે નીલ રિપોર્ટ આપે છે.
માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરી છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત થઈ પણ ન્યાયાલયમાં ન્યાય મળતો નથી.
35 હજાર મજૂરો
અહીં ફેક્ટરીમાં સીધા કામ કરતા હોય એવા 35 હજાર મજૂરો છે. રૂ. 300થી 400 રોજ આપે છે. કોઈ ચિઠ્ઠી મજૂરોને આપવામાં આવતી નથી.
દરેક કારખાનાની નોંધણી ફરજિયાત કરો. મજૂર કાયદાનો અમલ કરો. મજૂરના હાથ પગ કપાઈ જાય તો તેને વળતર નથી. હોસ્પિટલ નથી. સારવાર નથી.
આરોપો
રાજકીય વગ અને મની પાવરના કારણે મજૂરોનું શોષણ કરે છે. રાજકીય પક્ષો સાથે સંબંધો છે. નેતાઓને પૈસા આપતાં હોવાના આરોપો છે. ધારાસભ્ય જયેશ રાદડીયા છે. તેમણે દરોડા પડાવીને આ આરોપોનો જવાબ આપવો જોઈએ. ભાજપના નેતાઓ માનવતાની હત્યા કરી રહ્યાં છે.
શ્રમ કાર્ડ
મજદૂરોના શ્રમ કાર્ડ માટે રાજ્ય સરકારે ભરત રાતોજાની નિમણૂક કરી હતી. નોંધણી કરવા માટે તેઓ દરેક કારખાનામાં ગયા તો ત્યાં તેમને પ્રવેશવા દીધા નહીં. કલેક્ટરને ફરિયાદ કરી તો કોઈ સહકાર આપ્યો નહીં. પણ ભરતભાઈએ જેતપુર બહાર 4 હજાર શ્રમ ઈ કાર્ડ કાઢ્યા હતા.
દેશનું ગૌરવ, પણ શરમ
રાજકોટના જેતપુરનો સાડી ઉદ્યોગ વિશ્વપ્રસિદ્ધ છે. દેશનું ગૌરવ બની ગયો છે. દેશ વિદેશમાં કોટન ક્રિન પ્રિન્ટ સાડીઓ અને ડ્રેસની મોટી માંગ છે. સાડીઓ 120 થી 35000 રૂપિયા સુધી વેચાય છે. કોટનના ડ્રેસની માંગ છે. રંગોના શહેરમાં માણસો પણ વેચાય છે. અહીં મજૂરોનું 100 ટકા શોષણ થાય છે. બાળ મજૂરો પાસેથી 18 કલાક કામ લેવામાં આવે છે. સારા રંગના કપાસના રૂના ત્રિરંગા ધ્વજ પણ અહીં ત્રણ રંગમાં છાપવામાં આવે છે. રાષ્ટ્રધ્વજની નીચે અહીં બાળકોની કાળી મજૂરી અને તેની ગુલામીનો નવો અવતાર થયો છે. દેશના ગૌરવની નીચે દેશની શરમ છૂપાયેલી છે.
મોદીના સાફાનો રંગ કેસરી છે પણ અહીં માનવતાની હત્યા થતી હોવાથી સાફો લાલ રંગના થઈ જાય એવી વાતો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અહીંયા મજૂર સંગઠનોએ વારંવાર પત્રો લખ્યા પણ તેમના દેશપ્રમમાં જેતપુરના સાફાનો કેસરી રંગ ચડતો નથી.
3 હજાર કારખાના
3 હજાર ડાંઇગ અને પ્રિન્ટીંગ એકમો છે. રોજનું 50 લાખ મીટર કાપડ નહીં રંગાય છે. રોજના રૂ 700 કરોડનો રંગવાનો ધંધો હોવાનું માનવામાં આવે છે.
કાપડ રંગાટ અને કાપડ પ્રિટિંગ અને છાપકામ મુખ્ય ઉદ્યોગ છે. સાડીઓ ઉપરાંત કાપડ, ડ્રેસ, બાંધણીની ચુંદડી વખણાય છે. પાકો રંગ અને ગુણવતા શ્રેષ્ઠ છે. 2 હજાર વધુ યુનિટો ડાઇંગના છે.
કનૅલ જેન્સે જેતપુરને સૌરાષ્ટ્રનું કેપિટલ કહ્યું હતું. જેતપુર કાપડ ઉદ્યોગમાં પહેલેથી જ મોખરે રહ્યું છે. જેતપુરની ભાદર નદીમાં કુતિયાણા સુધી વહાણો દ્વારા કાપડ અને અન્ય વસ્તુઓનો વેપાર કરવામાં આવતો હતો.
7 ટેક્સટાઇલ પાર્ક બનવાના છે જેમાં જેતપુરમાં કોટન ટેક્સટાઇલ પાર્ક ફાળવે તેવી જેતપુરના ઉદ્યોગકારોની માંગ છે.
કાપડ
લુગી, પાઘડી તથા આફ્રિકાના લોકોના વસ્ત્રો બને છે. ખાગો અને કીટાંગા છે. ગ્રે કોટન અને સફેદ કોટન જેમાથી પરગથ્થુ એટલે કે ગુજરાત માથી સફેદ કોટન ખરીદવામા આવે છે. તમિલનાડુ માંથી સફેદ કોટન આવે છે. ઉંચી ગુણવત્તા વાળુ ગ્રે કોટન મહારાષ્ટ્ર તથા તમિલનાડુ માંથી ખરીદવામાં આવે છે. કાપડ છપાવા માટે તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરેમાંથી આવે છે.
રોજગારી
રોજગારીનું એક મોટું કેન્દ્ર છે. જેતપુર અને તેના 52 ગામડા અને બહારના 50 હજાર લોકો સીધી કે આડકતરી રીતે રોજગારી મેળવે છે. બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન વગેરેના 25 હજાર શ્રમિકો છે. ગુજરાતમાં સૌથી વધુ દૈનિક રોજગારી જેતપુરમાં છે. 1800 કારખાનાઓમાં 30થી 35 હજાર લોકો સંકળાયેલા છે. કારખાનાઓમાં મોટાભાગે અન્ય રાજ્યોમાંથી માલ અને કામદારો આવે છે.
સરકારનો ભ્રષ્ટાચાર
રાજકોટ જીલ્લાની ઔધોગિક સલામતી અને સેફટી વિભાગની કચેરીમાં ફકત 58 કારખાના અને 1946 મજુર કામદારો દર્શાવેલા છે. બાકીના 2942 કારખાનાની નોંધણી નથી.
જેતપુરની નવાગઢ નગરપાલિકાની વેરા વસુલાત શાખામાં 2048 કારખાનાઓ નોંધાયેલા છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં 2500 કારખાના નોંધાયા છે.
કારખાના ધારા હેઠળ કારખાનામાં કુલ 1946 શ્રમયોગીઓ કામ કરે છે.
અન્યાય, અત્યાચાર કરવામાં આવે છે. સદ્ભાવના સાડી ઉદ્યોગ સંઘના 6 હોદ્દેદારોએ ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગી હતી.
મજૂર અને કારખાના લાપતા
જેતપુર શહેર અને તાલુકાના 90% કારખાનામાં 35 હજાર મજુર કામદાર નોંધણી વગરના છે. તેમના નામ લાપતા છે. સાડી ઉધોગના કારખાનાની નોંધણી નથી. અધિકારીઓના જાદુથી કારખાના ગુમ છે.
કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. મજકુર કામદારોનો ભોગ લેવાઈ રહ્યો છે. રાજકીય પીઠબળ છે. નોંઘણી થાય તો મજદૂર કામદારોને પોતાના મૂળભૂત હકો અને અધિકારો મળી શકે. તડફડીને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.
સમિતિ બનાવી આ તપાસમાં સી.બી.આઈ ક્રાઈમ બ્રાંચ તેમજ ઈન્કમ ડિપાર્ટમેન્ટને પણ સામેલ કરી તપાસ કરાવવી જોઈએ.
મજૂર અધિકારોની હત્યા
કામદારો પોતાના મૂળભૂત અધિકારો, હકો, સલામતી જેવા અનેક લાભોથી વંચિત છે.
મજૂરો કામદારોનું પુરેપુરૂ શોખણ થતુ રહે છે. હાજરી કાર્ડ, બોનસ, મેડિકલ, પી.એફ. સાપ્તાહિક રજા. ઓવરટાઈમ જેવા અનેક લાભ આપતા નથી.
ઔદ્યોગિક સલામતી અને સેફટી વિભાગનું લાયસન્સ ફરજિયાત કરવું જોઇએ. જેનાથી મજુર કામદાર માટેની સલામતી અને ભવિષ્ય જળવાય રહે.