દાહોદ નગર કોરોના સંક્રમણથી મુક્ત થાય તે માટે નગરપાલિકા દૈનિક ધોરણે સેનિટાઇઝેશનની કામગીરી અસરગ્રસ્ત વિસ્તારો સહિત સમગ્ર નગરમાં પુરજોશમાં કરી રહી છે. આ કામગીરી સાંજના 6 વાગ્યા થી રાતના 10 વાગ્યા સુધી નિયમિત રીતે ચલાવવામાં આવી રહી છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
વધુ વાંચો: અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ
વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી
દાહોદ નગરના સૌથી વધુ સંક્રમિત વિસ્તારો જેમને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે અને જયાં સંક્રમણના કેસો વધુ પ્રમાણમાં બની રહ્યા છે. તે આખે આખા વિસ્તારમાં રોજે રોજ સેનિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. ગઇ કાલે નગરપાલિકા દ્વારા ગોધરા રોડ થી ભગીની સમાજ સર્કલ સુધી, ગોદી રોડ, અરૂણોદય સોસાયટી, જયોતિ સોસાયટી, દેસાઇવાડ, હુસેની મસ્જિદ વિસ્તાર, ટીર્ચસ સોસાયટી, મહાવીર નગર વગેરે વિસ્તારોના ખાસ કરીને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સેનિટાઇઝેશનની કામગીરી સઘન રીતે કરવામાં આવી હતી.