18 ડીસેમ્બરે અંતરરાષ્ટ્રીય લઘુમતિ અધિકાર દિવસ સિદ્ધપુર ખાતે મનાવાશે, લઘુમતિની વ્યાખ્યા વિસ્તાર પ્રમાણે કરો

ગાંધીનગર, 10 ડિસેમ્બર 2020

ગુજરાતમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં મુસ્લિમ, જૈન, ક્રિશ્ચિયન, હિન્દુ, શિખ, બૌધ લઘુમતિમાં છે. દેશમાં 8 રાજ્યો એવા છે કે જ્યાં ક્રિશ્ચિયન કે મુસ્લિમ લોકો બહુમતીમાં છે અને હિન્દુ લઘુમતીમાં છે. આવું જ દરેક રાજ્યોમાં જોવા મળે છે. તેથી દેશ પ્રમાણે લઘુમતિ જાહેર કરવામાં આવે છે તેના બદલે પ્રદેશ અને વિસ્તાર પ્રમાણે લઘુમતિ જાહેર કરવી જોઈએ અથવા લઘુમતિ રદ કરીને તેના સ્થાને ગરીબ કોમ શબ્દ લાવવો જોઈએ એવી ઝુંબેશ ગુજરાત અને આખા દેશમાં કેટલાંક ક્રિશ્ચિયન, હિંદુ, મુસ્લિમ સંગઠનોએ શરૂ કરી છે.

માઈનોરીટી કો- ઓર્ડીનેશન કમિટી (MCC)દ્વારા નાણાની ફાળવણી, શિક્ષણ અને લઘુમતી વિસ્તારોમાં 12 ધોરણ સુધીની શાળા જેવી માંગો ઉઠાવી રહી છે. લઘુમતી સમુદાય સાથે અન્યાય દૂર થવો જોઈએ.

ભેંસ લઇ જતા લોકો પર ગૌ-રક્ષકો જાનલેવા હુમલાઓ કરી અને ઉઘરાણી કરે છે. ગુજરાતમાં મુસ્લિમ સમુદાયની બાળકીઓ 1-5 ધોરણમાં 10.58% ડ્રોપ આઉટ થઇ રહી છે. સરકાર તેની ઉપર કોઈ નક્કર કામગીરી નથી. લઘુમતી સમાજની ફરીયાદ સંભાળવા માટે દેશમાં લઘુમતી આયોગ ગુજરાતમાં નથી. આ બાબત દેખીતા ભેદભાવનું સ્પષ્ટ ઉદાહરણ છે. ગુજરાતમાં લઘુમતી સમુદાયને એ અધિકારો પણ નથી મળી રહ્યા જે બીજા રાજ્યોને પ્રાપ્ત છે.

કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું હતું, કે, માયનોરીટી કો- ઓર્ડીનેશન કમિટી(MCC)એ લઘુમતી કોમ માટે 10 માંગણી કરી છે.

1 – લઘુમતી કલ્યાણ મંત્રાલય (વિભાગ)ની સ્થાપના કરવામાં આવે.
2 – બજેટમાં નક્કર રકમની ફાળવણી કરવામાં આવે.
3 – આયોગ રચના કરવા કાયદો બનાવે.
4 – વિસ્તારોમાં ધોરણ 12 સુધીની સરકારી શાળાઓ ખોલવામાં આવે.
5 – મદ્રસાના શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે.
6- વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવે.
7- સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે સરકાર નીતિ બનાવે.
8- પ્રધાનમંત્રીના નવા 15 મુદ્દાના કાર્યક્રમનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે.
9- The Minorities (Prevention Of Atrocities) Act બનાવવામાં આવે.
10- મોબ લીંચિંગ જેવી ઘટનાઓ વિરુધ્ધ કડક કાયદો બનાવવામાં આવે.

MCCના પાટણ જિલ્લા કન્વીનર છુવારા આબિદ હુસૈને જણાવ્યુ કે સમ્મેલન કોરોના કાળ માં થઈ રહ્યું હોવાથી સરકારની માર્ગદર્શિકાનું પૂર્ણ પણે અમલ કરવામાં આવશે.