દર સોમવારે રોકાણ કરાર MoU

ગાંધીનગર, 21 માર્ચ 2022

ગુજરાતમાં ઓક્ટોબર 2022થી ઉદ્યોગ શરૂ કરવા ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે MoU કરવામાં આવે છે.

5 તબક્કાઓ પૂર્ણ થયા છે અને કુલ 56 જેટલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પરિણામે, ગુજરાતમાં 79375 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થશે. આ ઉદ્યોગો શરૂ થવાથી 54,730 લોકોને રોજગાર મળતા થશે.

20મી માર્ચ 2023માં એક જ દિવસમાં 20 MoU મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિવિધ ઉદ્યોગકારોએ કર્યા હતા.

20 MoU દ્વારા રાજ્યમાં રૂ. 11,820 કરોડનું સૂચિત રોકાણ આવશે અને 16100 રોજગારીનું સર્જન થશે.

MoU અન્વયે લિથીયમ-આયન બેટરી મટિરીયલ્સ એન્ડ એડવાન્સ ફાર્મા ઇન્ટરમીડીયેટ, ડેન્સ સોડા એશ, ફૂડ પ્રોસેસિંગ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ, API, ક્રાફટ એન્ડ ડૂપ્લેક્સ પેપર-બોર્ડ, પર્સનલ કેર માટેની સ્પેશ્યાલિટી પ્રોડક્ટસ વગેરે ક્ષેત્રોના ઉદ્યોગોમાં રોકાણો આવશે.

આ ઉદ્યોગો દહેજ, સાયખા, ઝઘડિયા, સચિન, સરીગામ અને અંકલેશ્વર તેમજ દ્વારકા, ધોળકા તથા સાદરા-કડીમાં પોતાના ઉત્પાદન એકમો દ્વારા 2025 સુધીમાં વ્યવસાયિક ઉત્પાદન શરૂ કરશે.

આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ અન્વયે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે જર્મની, યુ.એસ.એ, યુ.કે, કુવૈત, મલેશિયા સહિતના અન્ય દેશોએ પણ MoU કરેલા છે.