કમૂરતા ગયા ને 6 મહિના થયા પણ ભાજપના અપસુકનિયાળ પ્રમુખ ન બદલાયા

ગાંધીનગર, 14 જૂલાઈ 2020
14 જાન્યુઆરી 2020થી કમુરતા બેસતા હતા. તે પહેલાં ભાજપે જાહેરાત કરી હતી કે નવા પ્રદેશ પ્રમુખની નિમણુંકની જાહેરાત કરી દેવામાં આવશે. જીતુ વાઘાણીની હકાલપટ્ટી કરીને તેમના સ્થાને બીજા કોઈને બેસાડવાના હતા પણ ભાજપના કમુરતા જૂલાઈ આવી ગયો છતાં ઉતર્યા નથી.

કમુરતા ઉતરતા BJPના કાર્યકર્તાઓની ધીરજનો અંત આવશે, જલ્દી જ થશે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની હતી પણ હવે ભાજપના કાર્યકરોની ધરજ ખૂટી છે કે ક્યારે અપ્રિય જીતુ વાઘાણીને હાંકી કાઢો છો.

પ્રદેશ પ્રમુખનું નામ તો ડિસેમ્બર 2019માં નક્કી થઈ ગયું હતું. પણ નામો જાહેર થઈ શક્યા ન હતા. હવે ફરીથી ભાજપના નવા સંગઠનની તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ સંગઠન બનાવવાની જવાબદારી 31 ડિસેમ્બર 2019માં પરી થવાની હતી. તેને 7 મહિનાનો વિલંબ થયો છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ભાજપનો જે નિયમ છે તેનો પણ ગુજરાતે તે સમયે ભંગ કર્યો હતો. 50 ટકા નિયુક્તિ થવી જોઈતી હતી તે થઈ ન હતી.

ગુજરાત ભાજપ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીને ફરીથી નિયુક્ત કરવા ન જોઈએ એવું આખું ભાજપ માને છે. સિવાય કે સૌરાષ્ટ્રના અમરેલીના દિલ્હી સ્થિત પ્રધાન. આ પ્રધાન જીતી વાઘાણીને ટકાવી રહ્યાં છે. તેમણે જીતુ વાઘામીને પ્રમુખ બનાવવા લોબીંગ કર્યું હતું. આજે તેમને બચાવવા લોબીંગ કરી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યા અને ઉત્તરાયણના દિવસે અમિત શાહની ફિરકી પકડેલા જીતુ વાઘાણીને ગડગડીયું પકડાવતાં બચાવી લેવાયા હતા. વાણીની ટર્મ પૂરી થઈ છે છતાં તેમને લટકાવી રાખવામાં આવ્યા છે.
જીતુ વાધાણીને બીજી ટર્મ અપાવવા માટે હાલ દિલ્હીમાં ભારે મોટું લોબિંગ ચાલી રહ્યું છે. જો તેઓ ફરીવાર પ્રમુખ બને તો પુરષોત્તમ રૂપાલા અને આર સી ફળદુ બાદ ત્રીજા નેતા હશે, જેમને સતત 2 ટર્મ પ્રદેશ પ્રમુખની જવાબદારી મળી હોય. પણ વાઘાણીની નિષ્ફળતા જોતા તેમને બીજી વખત પ્રમુખ નહીં બનાબાય એવું લાગે છે.