Junagadh Agricultural University is making pesticides without the approval of the government
ગાંધીનગર, 16 માર્ચ 2021
જૂનાગઢકૃષિ વિશ્વવિદ્યાલય ખતરનાર એવી 5 જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરી રહ્યું છે. જો કે , કેન્દ્રિય જંતુનાશક મંડળ અને નોંધણી સમિતિ ( CIB & RC ) તરફથી નોંધણી માત્ર એક જંતુનાશક દવા માટે મળી હતી. તેના ઉત્પાદન માટેના પરવાના કોઈપણ જંતુનાશક દવા માટે લેવામાં આવ્યા ન હતા. આમ ખેડૂતોને કૃષિ વિશ્વ વિદ્યાલય કઈ રીતે છેતરી રહી છે તે અંગે ગુજરાત વિધાનસભામાં સરકારે રજૂ કરેલા દસ્તાવેજોમાં આ ચોંકાવનારી વિગતો છે.
ગુજરાતમાં જ્યારથી વિજય રૂપાણીની સરકાર આવી છે ત્યારથી તેઓ અને તેમના કૃષિ પ્રધાન રણછોડ ફળદુ વિવાદાસ્પદ રહ્યા છે. પહેલા મગફળી કૌભાંડ જાહેર થયું હતું. પછી જમીન વિકાસ નિગમમાં લાંચ લેવાનું કરોચોનું કૌભાંડ થયું હતું. સરકારે ખરીદ કરેલા મગફળીને સળગાવી દેવાનું કૌભાંડ થયું હતું. આમ રૂપાણીની સરકાર ખેડૂતોના નામે કૌભાંડ કરી રહી હોવાથી બદનામ થઈ ગઈ છે. દિલ્હીનું હાઈ કમાન્ડ પણ જાણે છે. છતાં ખેડૂતોના નામે કૌભાંડ અટકતા નથી.
15 વર્ષમાં 67 નવી જાત વિકસાવી
જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયની સ્થાપના 2004થી થઈ ત્યારથી 15 વર્ષમાં 67 કૃષિ પાકની જાતો વિકસાવી હતી. જેમાં સૌરાષ્ટ્રના બે મુખ્ય પાક મગફળી અને કપાસ છે. જેમાં મગફળીની 12 જાતો વિકસાવી હતી. કપાસમાં ફક્ત ત્રણ જાતો જ વિકસાવી છે.
શોધ કરે સરકાર વાપરે કંપનીઓ
જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા સંશોધિત 67 પાક જાતોમાંથી ફક્ત 20 પાકની જાતની નોંધણી કરવામાં આવી હતી. જેના પરિણામે સંશોધનો ખાલગી લોકો વાપરતાં થઈ ગયા અને વિશ્વ વિદ્યાલયને પારાવાર નુકસાન થયું છે.
સંશોધન પછી બેદરકાર
જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયે 2004-19 દરમિયાન ઉદ્યોગોને લગતા 39 સંશોધનો કરીને 5ની પેટન્ટ મેળવી છે. જ્યારે 39 સંશોધનો માટે વ્યાપારીકરણ અથવા તેના પ્રસાર માટે કોઈ પ્રયત્નો કરવામાં આવ્યા નથી.
શોધ નિબંધ એક તૂત
જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના અધ્યાપકોએ 2014-19 દરમિયાન 2,122 સંશોધન લેખો પ્રકાશિત કર્યા હતા. તેમાંના મોટા ભાગના લેખોનો કોઈએ ઉપયોગ કર્યો નથી. આ લેખો ઓછા પ્રભાવ ધરાવતા સામયિકોમાં પ્રકાશિત થયા હતા. જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના 237 અધ્યાપકોની તપાસણી દરમ્યાન મોટાભાગના અધ્યાપકોનું પ્રકાશન કાર્ય સંતોષકારક નથી.
જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના ઉતીર્ણ થયેલા અને નિયુક્તિ માંગનાર વિદ્યાર્થીઓની નિમણુંક 100 ટકાથી ઘટીને 48.63 ટકા થઈ ગઈ હતી.