જૂનાગઢ, એપ્રિલ 20, 2020
જૂનાગઢ તા.૨૦ જૂનાગઢ કૂષિ યુનિવર્સિટી દ્રારા આગામી ખરીફ ૨૦૨૦ વાવેતર માટે મગફળીની જીજી-૨૦ અને જીજેજી-૨૨ જાતોના બિયારણની ફાળવણી માટેની ઓનલાઇન નોંઘણી માટે ની અરજી જૂ.કૂ.યુ.ની વેબસાઇટ www.jau.in ઉપર તા. ૨૭-૦૪-૨૦૨૦ થી તા. ૦૬-૦૫-૨૦૨૦ સુઘી કરવાની રહેશે.
અરજી મંજુર થયેલી રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર મગફળી વેચાણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે.
વઘુ માહીતી માટે અરજીની ઓનલાઇન નોંઘણી શરૂ થાય તે પહેલા ઓનલાઇન અરજી કરવા માંગતા ખેડુતભાઇઓએ જૂ.કૂ.યુ.ની વેબસાઇટ www.jaup.in પર જઇ બિયારણ મેળવવા માટેની ઓનલાઇન નોંઘણીની અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો જરૂરી છે.
અરજી દીઠ મગફળીની ઉપરરોક્ત જાતો પૈકી કોઇ પણ એક જાતનુ બિયારણ મળી શકશે.
વઘુ માહીતી સીડ સાયન્સ અને ટેકનોલોજી વિભાગ, કૃષિ મહાવિઘાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢનો ફોન ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૪૯-૪૫૦ થી સંપર્ક કરવા બીજવિજ્ઞાન અને તકનીકી વિભાગના વડા ડો.જે.બી.પટેલે જણાવ્યું છે.
ખેડૂતો પાસેથી અરજીઓ મળ્યા બાદ તેનું રન્ડમાઈઝેશન કરી બીયારણનું વિતરણ કરવામાં આવશે.જેથી બીયારણ વિતરણની સૂચારૂ વ્યવસ્થા ગોઠવી શકાય તેમ ડો.પટેલે વધુમાં જણાવ્યું હતુ.