કરમસદમાં ભાજપે સરદાર પટેલને વધુ એક અન્યાય કર્યો, અગાઉ 22 અન્યાય કર્યા

In Karamsad, BJP did another injustice to Sardar Patel, before this 22 injustices were done, करमसद में भाजपा ने सरदार पटेल के साथ एक और अन्याय किया, इससे पहले 22 अन्याय किये थे

દિલીપ પટેલ
અમદાવાદ, 10 જાન્યુઆરી 2025
સરદાર પટેલના વતન કરમસદને આણંદ મહાનગરપાલિકામાં બળજબરી પૂર્વક ભેળવી દેવા સામે આંદોલન ચાલી રહ્યું છે.  આણંદ મહાનગરપાલિકામાં કરમસદને સમાવવા સામે વિરોધ કરવા ગામેરું યોજ્યું હતું. સરકારે સરદાર પટેલ સાથે દગો, છેતરપિંડી કરી છે એવું લોકો માની રહ્યા છે.

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ મિથિલેશ અમીન અને જિલ્લા અધ્યક્ષ મહર્ષિ પટેલ છે.

તમામ પક્ષ અને જ્ઞાતિના લોકોએ ભેગા મળી સરકાર પુનઃ વિચારણા કરી કરમસદ મહાનગરપાલિકા અથવા તાલુકાનો દરજ્જો આપવા માંગણી કરી હતી. કરમસદ બંધનું એલાન આપ્યું અને સજ્જડ બંધ પડાયો હતો.

કરમસદમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ સરદાર વલ્લભભાઈ પટેલના વતનનું ગામ કરમસદને બચાવવા માટે આંદોલન કર્યું હતું.

ગ્રામજનોએ કરમસદની સ્વતંત્ર્યતા માટે એક સૂત્રમાં જોડાઇ ગામેરૂ યોજી આંદોલનનો આરંભ કર્યો હતો.

આણંદ મહાનગરપાલિકા જાહેર થતા કરમસદમાં સરદાર પટેલના અસ્તિત્વનો નાશ પામશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી.

સરદાર પટેલના ગામ કરમસદને સ્વતંત્ર્ય કરવા અપીલ કરાઈ હતી.

સહી ઝુંબેશ ચલાવાવાનું નક્કી કર્યું હતું. આગામી સમયમાં રાજ્ય સ્તર સુધી આ આંદોલન વિસ્તરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

બંધ સફળ
સરદાર પટેલના પૈતુક ગામ કરમસદ સજ્જડ બંધ રહ્યું. અગાઉ કરમસદને વિશેષ દરજ્જો આપવાની માંગ કરી હતી. સરદાર પટેલની કર્મભૂમિની ઓળખ જળવાઈ રહે તે માટે અલગ તાલુકો કે આણંદના બદલે કરમસદ મહાનગર પાલિકા બનાવવા માંગણી કરાઈ હતી.

લોકો સ્વૈચ્છીક રીતે બંધમાં જોડાયા હતા. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ અને ગામના અગ્રણીઓ દ્વારા બંધનો એલાન આપ્યું.. સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન બીએસસી અને બીએડ કોલેજ પણ બંધ રહી હતી. તેમજ 7 અર્ધ-સરકારી શાળા અને 8 ખાનગી શાળાઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઓએ પણ બંધ રહ્યા હતા.
સાત જૂથોએ બંધના એલાનને સફળ બનાવવા અપીલ કરી હતી.
દેશમાં 565 રજવાડા એક્ત્ર કરનાર સરદાર પટેલનાં ગામ તરીકે કરમસદની એક આગવી ઓળખ છે. સરદાર પટેલનાં ગામ તરીકેની ઓળખ ભૂંસાઇ શકે તેમ છે.

ભાજપની નિષ્ફળતા
આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ બનાવવામાં નિષ્ફળ ગયેલી સરકાર અને જિલ્લાના ભાજપના નેતાઓ કરમસદને મનપામાં ભેળવી ક્યો વિકાસ કરવા માંગે છે તે સમજાતું નથી.
કરમસદ બંધ અંગે આણંદ જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને નેતાઓ દ્વારા કોઈપણ નિવેદન આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો.

નડિયાદ નગરનો દેસાઈ વગા વિસ્તાર એટલે સરદાર પટેલનું જન્મ સ્થળ. તેમની સાથે જોડાયેલી અનેક વસ્તુઓ તેમની યાદગીરી રૂપે સચવાયેલી છે. ઘોડિયું. મોસાળમાં સરદાર પટેલ આ ઘોડિયામાં ઝૂલે ઝૂલ્યાં હતા. સરદાર પટેલના મોસાળના લોકો આમ તો વિદેશમાં જઈને વસ્યા છે. તેમના મામાના દીકરાના દીકરા પરદેશમાં રહે છે. સરદાર પટેલનો જન્મ જ અહીં થયો હતો. અહીં તેમનું બાળપણ વિત્યું હતું. અહીંની ગલીઓમાં તેઓ રમ્યા હતા. અહીં રમીને અને ભણતર મેળવીને તેઓ મોટા થયા હતા. આજે સરદાર પટેલના ઘરમાં ઐતિહાસિક યાદો અને તેમના જીવન ચરિત્રનો ઇતિહાસ સંગ્રહાયેલો છે.

કરમસદને ખાસ દરજ્જો ન આપ્યો. કરમસદ ગામને વિશેષ દરજ્જો ક્યારે મળશે ? કરમસદ ગ્રામજનોની એક માંગ છે કે, કરમસદ ગામને વિશેષ દરજ્જો મળે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે વચનો પણ આપવામાં આવ્યા હતા. કંઈ ન કર્યું. આમરણાંત ઉપવાસ ઉપર પણ ઉતર્યા હતા. તે સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા ઉપવાસીઓને પારણાં કરાવી કરમસદને વિશેષ દરજ્જો આપવા મુદ્દે આશ્વાસન પણ અપાયું હતું. કંઈ ન થયું.

સરદારને મોદીએ શું અન્યાય કર્યો

ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું 13 વર્ષ રાજ, દેશમાં 10 વર્ષ છતાં સરદારના ઐતિહાસિક વારસાને અન્યાય

મોદીએ 23 વર્ષથી સરદાર પટેલને અન્યાય કર્યો, વધું એક અન્યાય મહાનગરપાલિકા

કરમસદને ખાસ દરજ્જો નહીં આપીને મોદીનો હળહળતો અન્યાય

સરદારના પુત્રી મણિબહેને લખ્યું કે સરદાર ક્યારેય વડાપ્રધાનપદના આકાંક્ષી નહોતા

મોદી અને ભાજપના નેતાઓ મનગમતો ઈતિહાસ બનાવી સરદારને અન્યાય કર્યો

દિલ્હીમાં સરદાર સાહેબનું કોઈ સ્મારક કે સંગ્રહાલય નરેન્દ્ર મોદીએ ન બનાવ્યું

દિલ્હીમાં ખંડેલવાલની માલિકીના મકાનમાં મોદીએ સરદાર મ્યુઝિયમ ન કર્યું

સરદાર પટેલના સત્તાકાળના નિવાસ 1-2 ઔરંગઝેબ રોડનું મકાન ન ખરીદાયુ

દિલ્હીમાં સરદારના સ્મારકની સમિતિમાં મોદી હોવા છતાં અહેવાલ અભેરાઈએ

અભિલેખાગારના સરદારના દસ્તાવેજો, કાગળ, ફાઈલો માટે મોદીએ કંઈ ન કર્યું

સરદાર પટેલનું સ્મારક કે મ્યુઝિયમ સરકાર દિલ્હીમાં નથી

દિલ્હીના ટ્રસ્ટ માટે સહાય મોદી સરકારે કરી નથી.

કરમસદમાં મેમોરિયલ, રાજકોટમાં સ્મારક, બારડોલીમાં સ્વરાજ આશ્રમને સહાય નહીં

લિબર્ટી પુતળાના મકાનમાં સરદારનું સંગ્રહાલય ન બનાવાયું

ડૉ.મનમોહન સિંહે શાહીબાગને રૂપિયા 17 કરોડ આપ્યા મોદીએ કંઈ નહીં

ડૉ.મનમોહને કરમસદ મેમોરિયલને 3 કરોડ આપ્યા, મોદીએ 23 વર્ષમાં કંઈ નહીં

અમદાવાદ ભદ્રમાં સરદારના નિવાસસ્થાનમાં ભાજપના નેતાએ દબાણ કર્યું

સરદાર પટેલ જ્યાં રહેતા હતા એવા ગાંધી આશ્રમમાં અન્યાય

આનંદીબેનના જમાઈ જયેશે ગાંધી આશ્રમમાં સરદાર રહ્યા હતા તે 8 મિલકત પચાવી

સરદારના નામે મત મેળવવા માટે સ્મારકો અને પ્રતિમાઓ ઊભી કરી

સરદારે બનાવેલા સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટને તાળા

મેમોરીયલ ટ્રસ્ટની મિલકતોમાં મોદીની સરકાર બળજબરીથી ઘુસી ગઈ

શાહીબાગમાં બાબુભાઈ પટેલે સરદાર સ્મારક બનાવી 3 હજાર કરોડની મિલકત આપી

શાહીબાગના સ્મારક માટે ભાજપ સરકાર કોઈ ગ્રાન્ટ અત્યારે આપતી નથી

અમદાવાદના સરદાર મ્યુઝિયમમાં ભાજપના નેતાઓ જતા નથી, હાલત કફોડી

અમદાવાદમાં શાહીબાગમાં સરદારનું રાષ્ટ્રીય સ્મારક અવદશામાં

નવજીવન પ્રેસે 300 યાદગાર એવી દુર્લભ ચીજો શાહીબાગ મેમોરિયલ આપી

300 ચીજો પેટારામાં ભરી રાખી પણ પ્રજાને માટે ખુલ્લી ન મૂકી

ચીનની કંપની પાસે મોદીએ કેવડીયામાં સરદારનું પુતળુ બનાવ્યું

નડિયાદને ખાસ દરજ્જો આપવા કરેલી દરખાસ્ત ન સ્વીકારી અન્યાય

અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ નામ આપવાનો વિરોધ મોદીએ કર્યો હતો

ઓક્ટોબર 2018માં સરદાર પટેલના પુતળા માટે યાત્રા કાઢી તે નિષ્ફળ ગઈ

ચૂંટણી જીતવા અને રાજરતન રમવામાં સરદાર અને કામ કંઈ નહીં

ગાંધી-સરદારના નામે શરૂ કરાયેલી ક્રાંતિ યાત્રા વિસરાઈ

7 વર્ષ પહેલાં
કરમસદ પાલિકાના ભાજપના સત્તાધીશોએ ગૌચર જમીન અને તળાવની માટી વેચી મારી હતી. મોટો ભ્રષ્ટાચાર કર્યો હતો. પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા.
કરમસદ પાલિકાના વિરોધ પક્ષના કાઉન્સિલર મહર્ષિ ઉલ્લાસભાઇ પટેલ સહિત કરમસદ નાગરિક સમિતિના સભ્યોએ વિરોધ કર્યો હતો.

બનાસકાંઠાના વિભાજનમાં વિરોધ
બનાસકાંઠામાં પણ વાવ-થરાદ જિલ્લો નવો બનાવવામાં આવતા વિરોધ શરૂ થયો છે. શિહોરી-કાંકરેજ-ધાનેરા સહિતના શહેરોના લોકો રસ્તા પર ઉતર્યા છે અને પોતાને બનાસકાંઠામાં જ રહેવા દેવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે.