સહરિયા આદિવાસીઓની અડગતા એ કારણે પણ છે કે તેમના પાડોશના ૨૮ ગામોના ૧,૬૫૦ પરિવારોને ૧૯૯૯માં ગુજરાતી સિંહો માટે ઉતાવળે જગ્યા ખાલી કરાવીને ખસેડવામાં આવ્યા હતા. બલ્લુ કહે છે, “આજ સુધી સરકારે તે લોકોને આપેલું વચન પૂરું કર્યું નથી. તેઓ હજુ પણ તેમના લેણાં માટે સરકારના ધક્કા ખાઈ રહ્યા છે. અમે એવી પરિસ્થિતિમાં ફસાઈ જવા માગતા નથી.
અને સિંહ તો ક્યારેય દેખાયા જ નહોતા. એ વાતને ૨૨ વર્ષ થઈ ગયા.
એક્શન પ્લાન દસ્તાવેજ મુજબ, ચિત્તાનું પુનઃસ્થાપન કરવાથી “વાઘ, દીપડા, સિંહ અને ચિત્તા ભૂતકાળની જેમ સાથે રહી શકશે.” આ નિવેદનમાં બે સ્પષ્ટ ભૂલો છે. આ આફ્રિકન ચિત્તો છે, એશિયાટિક ચિત્તો નથી જે ભારતનો વતની હતો. અને હાલ કુનોમાં એક પણ સિંહ નથી રહેતો, કારણ કે ૨૦૧૩ના સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગુજરાત સરકારે તેમને મોકલ્યા નથી.
‘જંગલના રાજાઓ’ ના સ્થાનાંતરણને વન્યજીવ સંરક્ષણવાદીઓની વધતી જતી ચિંતાને કારણે વેગ મળ્યો છે, જેમનું કહેવું હતું કે બાકી રહેલા છેલ્લાં એશિયાટિક સિંહો (પેન્થેરા લીઓ લીઓ) બધા એક જ સ્થાને કેન્દ્રિત છે – ગુજરાતમાં સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ પર. કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસનો ફાટી નીકળવો, જંગલમાં આગ લાગવી કે પછી અન્ય જોખમો ઉદ્ભવે તો તેમની આખી વસ્તીનો નાશ થઇ શકે છે, સિવાય કે કેટલાકને અન્યત્ર સ્થાનાંતરિત કરવામાં આવે.
કુનોમાં: ચિત્તા અંદર, આદિવાસીઓ બહાર
મધ્યપ્રદેશના શેઓપુર જિલ્લાના બાગચા ગામના સહરિયા આદિવાસીઓને આફ્રિકન ચિત્તાઓ માટે ઉદ્યાનમાં બનાવવા માટે વિસ્થાપિત કરવામાં આવશે – આ પગલું [તેમના માટે] આજીવિકાના નુકસાન અને પર્યાવરણીય જોખમોથી લદાયેલું છે.
ચિત્તા શું ગુજરાતની જેમ કુનોમાં મોતને ભેટશે ?
https://allgujaratnews.in/gj/will-the-kuno-cheetah-can-die-like-gujarat/
ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ ગુજરાત માંથી લુપ્ત થવાની તૈયારીમાં, સ્થળાંતરીત પ્રજાતિ કોન્ફરન્સ
The Great Indian Bastard Preparing for Extinction from Gujarat, Migratory Species Conference
મોદી રાજમાં ગુજરાતથી વાઘ લુપ્ત થયા, કંઈ કર્યું નહીં, વાઘ જેવી ત્રાડ પણ બિલાડી જેવી ચાલ
ગુજરાતની બહુમુલ્ય સૃષ્ટિ નાશ કે લુપ્ત થઈ, ગુજરાતની ભૂમિના વિલોપનના 40 અહેવાલો
https://allgujaratnews.in/gj/precious-nature-of-gujarat/
કુનોના જંગલમાં ગુજરાતના સિંહ તો મોકલ્યા પણ 24 ગામને બરબાદ કરી દીધા
https://allgujaratnews.in/gj/kuno-gir-lion/
મોદીની પ્રસિદ્ધિ – 20માંથી 2 ચિત્તાના કુનોમાં મોત, ગુજરાતની જેમ ટપોટપ મોત
https://allgujaratnews.in/gj/kuno-cheetah-died-like-gujarat/
કુનોની હવે વાંચો આગળની કહાની
લેખક – પ્રિતિ ડેવીડ
અનુવાદ – ફૈઝ મહંમદ
સહરિયા આદિવાસીઓની અડગતા એ કારણે પણ છે કે તેમના પાડોશના ૨૮ ગામોના ૧,૬૫૦ પરિવારોને ૧૯૯૯માં ગુજરાતી સિંહો માટે ઉતાવળે જગ્યા ખાલી કરાવીને ખસેડવામાં આવ્યા હતા. બલ્લુ કહે છે, “આજ સુધી સરકારે તે લોકોને આપેલું વચન પૂરું કર્યું નથી. તેઓ હજુ પણ તેમના લેણાં માટે સરકારના ધક્કા ખાઈ રહ્યા છે. અમે એવી પરિસ્થિતિમાં ફસાઈ જવા માગતા નથી.”
અને સિંહ તો ક્યારેય દેખાયા જ નહોતા. એ વાતને ૨૨ વર્ષ થઈ ગયા.
“મેં તેઝ દોડ કે આઉંગા, ઔર કુનો મેં બસ જાઉંગા [હું ઝડપથી દોડીને આવીશ અને કુનોમાં વસી જઈશ].”
આ ચિન્ટુ નામનો એક ચિત્તો એક પોસ્ટર દ્વારા જેઓ સાંભળવા ઇચ્છુક હોય કે વાંચવા સક્ષમ હોય એ બધાની સાથે વાત કરી રહ્યો છે,.
આ પોસ્ટર મધ્યપ્રદેશના વન વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓના સત્તાવાર આદેશ પર અમલ કરીને લગભગ છ મહિના પહેલા લગાવવામાં આવ્યું હતું. આ પોસ્ટર કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસના બધા ગામોમાં પહોંચી ગયું છે – જે પોસ્ટરમાં મૈત્રીપૂર્ણ પાત્ર‘ચિન્ટુ ચિત્તો’તેનું ઘર વસાવવાની યોજના બનાવી રહ્યો છે.
ચિન્ટુની સાથે ઉદ્યાનમાં ૫૦ અન્ય આફ્રિકન ચિત્તાઓ પણ રહેશે. પણ ત્યાં બાગચા ગામના ૫૫૬ માનવીઓ માટે જગ્યા નથી – કારણ કે તેઓ અહીંથી વિસ્થાપિત થઈને અન્ય જગ્યાએ સ્થળાંતરિત થવાના છે. મુખ્યત્વે સહરિયા આદિવાસીઓની, જેમની દુનિયા જંગલો સાથે ખૂબ નજીકથી જોડાયેલી છે, આવી હકાલપટ્ટી જે તેમની આજીવિકા અને રોજિંદા અસ્તિત્વને ખરાબ રીતે વિક્ષેપિત કરશે.
પરંતુ આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આયાતી ચિત્તાઓ જોવા માટેની મોંઘી સફારી રાઇડ્સ ફક્ત પ્રવાસીઓને જ પરવડે તેમ છે. આનાથી, મૂળભૂત રીતે સ્થાનિક રહેવાસીઓ બાકાત રહેશે, કારણ કે તેમાંથી મોટાભાગના ગરીબી રેખા નીચે જીવે છે.
આ દરમિયાન“વ્હાલી લાગે એવી” ટપકાંવાળી બિલાડીના પોસ્ટર અને કાર્ટૂનોએ અભયારણ્યની બહાર ૨૦ કિલોમીટર દૂર આવેલા પૈરા જાટવના આઠ વર્ષના સત્યન જાટવ જેવા કેટલાકને મૂંઝવણમાં મૂકી દીધા છે, જેઓ આ પોસ્ટર જોઇને તેમના પિતાને પૂછે છે, “શું આ બકરી છે?” તેમનો માંડ ચાર વર્ષનો નાનો ભાઈ, અનુરોધ, કહે છે કે કે તે એક પ્રકારનો કૂતરો હોવો જોઈએ.
ડાબે – કુનો રાષ્ટ્રીય ઉદ્યાનના પ્રવેશદ્વાર પર પ્લાસ્ટર કરાયેલ ‘ ચિન્ટુ ચિત્તા ’ નું પોસ્ટર . જમણે : જંગલની ધાર પર આવેલું બાગચા ગામ
ચિન્ટુની જાહેરાત પછી બે વિગતવાર કોમિક્સ આવ્યા, જેને પોસ્ટરો તરીકે પણ મૂકવામાં આવ્યા હતા. બે બાળ પાત્રો – મિન્ટુ અને મીનુ, ચિત્તા વિષે માહિતી ફેલાવે છે. તેઓ દાવો કરે છે કે ચિત્તા ક્યારેય માણસો પર હુમલો કરતા નથી અને તે દીપડા કરતાં વધારે સુરક્ષિત છે. મિન્ટુ તો એમ પણ કહે છે કે તે તો તેની સાથે દોડ લગાવવા ઈચ્છે છે.
આશા રાખીએ કે, જો જાટવ છોકરાઓનો ચિત્તા સાથે સામનો થાય, તો તેઓ મોટી બિલાડીને પાળવાનો પ્રયાસ નહીં કરે.
ચાલો આની વાસ્તવિકતા જોઈએ,અને એમાં કંઈ વહાલું લાગે તેવું નથી.
આફ્રિકન ચિત્તા (એસિનોનિકસ જુબેટસ) એ એક ખતરનાક મોટું સસ્તન પ્રાણી હોવાની સાથે સાથે જમીન પરનું સૌથી ઝપડી પ્રાણી પણ છે. લુપ્ત થઇ રહેલી પ્રાણીઓની જાતમાંના આ મૂળ ભારતીય નહીં એવા પ્રાણીને લીધે સેંકડો સ્થાનિક પરિવારોને તેમના ઘરોમાંથી ખદેડી દેવામાં આવશે.
૪૦ વર્ષીય બલ્લુ આદિવાસી, તેમના ગામ, બાગચાની સરહદે આવેલા કુનો જંગલ તરફ ઈશારો કરતા કહે છે, “ચાલુ વર્ષે, ૬ માર્ચના રોજ ત્યાં નીચે જંગલ ચોકી પાસે એક મીટિંગ બોલાવવામાં આવી હતી. અમને કહેવામાં આવ્યું હતું કે આ વિસ્તાર હવે રાષ્ટ્રીય ઉદ્યાન બની ગયો છે અને અમારે સ્થળાંતર કરવું પડશે.”
મધ્યપ્રદેશના શેઓપુર જિલ્લાની પશ્ચિમ સરહદે આવેલું બાગચા સહરિયા આદિવાસીઓનું એક ગામ છે, જેમને મધ્ય પ્રદેશમાં ૪૨% સાક્ષરતા દર સાથે ‘અસલામત આદિવાસી જૂથ’ (પર્ટીક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. વિજયપુર બ્લોકમાં આવેલા આ ગામમાં (૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ) ૫૫૬ લોકોની વસ્તી છે, જેઓ મોટાભાગે માટીના કાચા ઘરોમાં રહે છે અને છત તરીકે પથ્થરના સ્લેબ નો ઉપયોગ કરે છે. તેઓ કુનો પાલપુર તરીકે ઓળખાતા રાષ્ટ્રીય ઉદ્યાનથી ઘેરાયેલા છે જ્યાં કુનો નદી વહે છે.
સહરિયાઓ જમીનના નાના પટ્ટાઓ પર વરસાદ આધારિત ખેતી કરે છે અને બિન-લાકડાની વન પેદાશો (એનટીએફપી) વાવવા અને વેચવા માટે કુનો પર આધાર રાખે છે
વિડિઓ જુઓ: આફ્રિકાના ચિત્તો માટે વિસ્થાપિત કુનો નેશનલ પાર્કના આદિવાસીઓ
કલ્લો આદિવાસી હવે ૬૦ વર્ષની વયે પહોંચ્યા છે અને તેમણે તેમનું આખું લગ્ન જીવન બાગચામાં વિતાવ્યું છે. તે કહે છે, “અમારી જમીન અહીં છે. અમારું જંગલ અહીં છે, અમારું ઘર અહીં છે. અહીં જે છે તે અમારું છે. હવે અમારા પર અહીંથી જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.”એક ખેડૂત, વન પેદાશોને એકઠી સંગ્રહ કરનાર, અને સાત બાળકોની આ માતાને ઘણા પૌત્રો છે જે બધા તેમની સાથે રહે છે. તેઓ પૂછે છે,“ચિત્તા આવવાથી શું ભલું થશે?”
બાગચા જવા માટે શેઓપુરથી સિરોની નગર તરફ જતા ધોરીમાર્ગ પરથી ઉતરીને, કરધાઈ, ખેર અને સલાઈના વૃક્ષોના જંગલોમાંથી પસાર થતા ધૂળિયા રસ્તા પરથી પસાર થવું પડે છે. ૧૨ કિલોમીટર મુસાફરી કર્યા પછી ગામ દેખાય છે, જ્યાં મોટી સંખ્યામાં ઢોર ચરતાં દેખાય છે. સૌથી નજીકનું જાહેર આરોગ્ય કેન્દ્ર ૨૦ કિલોમીટર દૂર છે અને ત્યાં ૧૦૮ પર ફોન કરીને જઈ શકાય છે. પણ શરત એ કે ફોન લાઇન અને નેટવર્ક કાર્યરત હોવા જોઈએ. બાગચામાં એક પ્રાથમિક શાળા છે, જ્યાં પાંચમાં ધોરણ સુધીનો અભ્યાસ થાય છે. તેનાથી આગળ ભણવા માટે, બાળકોએ ૨૦ કિલોમીટર દૂર ઓછા ખાતેની માધ્યમિક શાળામાં જવું પડે છે અને આખું અઠવાડિયું ત્યાં જ રોકાવું પડે છે.
સહરિયાઓ જમીનના નાના પટ્ટાઓ પર વરસાદ આધારિત ખેતી કરે છે અને બિન-લાકડાની વન પેદાશો (એનટીએફપી) વેચવા માટે કુનો પર આધાર રાખે છે. જ્યારે તેઓ વિસ્થાપિત થઈ જશે ત્યારે કુનો અદ્રશ્ય થઇ જશે. ચીરના ઝાડમાંથી કાઢવામાં આવતા રેઝિન (ગુંદ) જેવું એનટીએફપી તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે. અને આ સાથે અન્ય રેઝિન, તેંદુના પાન, ફળો, કંદમૂળ અને જડીબુટ્ટીઓ પણ સારી આવક પૂરી પાડે છે. જો બધી ઋતુઓ સારી હોય તો દરેક સહરિયા પરિવાર (પરિવાર દીઠ સરેરાશ ૧૦ લોકો) ની આવક ૨-૩ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ આવક અને તેમના બીપીએલ (ગરીબી રેખા નીચે) ના કાર્ડ્સ પર મળતું રેશન, મળીને તેમને ખાદ્ય સલામતી નહીં, તો પણ કેટલીક ખાદ્ય સ્થિરતાની બાંયધરી આપે છે.
જંગલમાંથી બહાર જવાથી એ બધું સમાપ્ત થઈ જશે. બાગચામાં રહેતા સહરિયા હરેથ આદિવાસી કહે છે, “જંગલની સુવિધાઓ જતી રહેશે. ચીરના ઝાડ પરથી અને બીજી જગ્યાએથી અમને મળતું ગુંદ બંધ થઇ જશે, જેને વેચીને અમે મીઠું અને તેલ ખરીદીએ છીએ. આ બધું સમાપ્ત થઇ જશે. કમાવાના વિકલ્પ તરીકે અમારી પાસે ફક્ત પરચુરણ મજૂરીનું કામ જ બાકી રહેશે.”
સંરક્ષણ વિસ્થાપન નિષ્ણાત પ્રો. અસ્મિતા કાબરા કહે છે કે વિસ્થાપનના માનવીય અને આર્થિક પાસા નોંધપાત્ર છે. ૨૦૦૪માં તેમણે કરેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે ગામને જંગલના ઉત્પાદનોનું વેચાણ કરવાથી સારી એવી આવક થાય છે. તેઓ કહે છે, “જંગલમાંથી લાકડા, લાકડાનું બળતણ, જડીબુટ્ટીઓ, ફળો, મહુઆ અને અન્ય વસ્તુઓ મળતી હતી.” અધિકૃત વેબસાઇટની માહિતી મુજબ, કુનો રાષ્ટ્રીય ઉદ્યાન ૭૪૮ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ છે અને તે કુનો વાઇલ્ડલાઇફ ડિવિઝનમાં આવે છે. બંને મળીને કુલ વિસ્તાર ૧,૨૩૫ ચોરસ કિલોમીટર થાય છે.
જંગલમાંથી થતી કમાણી ઉપરાંત, પેઢીઓથી સતત જેના પર ખેતી કરવામાં આવતી હતી જે ખેતીની જમીનની ભરપાઈ કરવી પણ મુશ્કેલ બનશે. હરેથ આદિવાસી કહે છે, “જ્યારે વરસાદ પડે છે ત્યારે અમે બાજરી, જુવાર, મકાઈ, અડદ, તલ, મૂંગ અને રમાસ [લોબિયા] ઉગાડી શકીએ છીએ અને અમે ભીંડા, દુધી, તોરી જેવી શાકભાજી પણ ઉગાડી શકીએ છીએ.”
કલ્લો, કે જેમનો પરિવાર ૧૫ વીઘા (૫ એકરથી ઓછી) જમીન ધરાવે છે, તેઓ આનું સમર્થન આપતા કહે છે, “અહીંની અમારી જમીન ખૂબ જ ફળદ્રુપ છે. અમે તેને છોડવા માંગતા નથી, પરંતુ તેઓ અમને બળજબરી અહીંથી કાઢી શકે છે.”
પ્રો. કાબરાના મત મુજબ સહરિયાઓને જંગલની બહાર ખસેડીને જંગલને ચિત્તા માટે અખંડિત જગ્યા બનાવવાની યોજના યોગ્ય પર્યાવરણીય સંશોધન વિના કરવામાં આવી રહી છે. તેઓ કહે છે, “આદિવાસીઓને બહાર ખદેડી દેવા એ અલબત્ત સહેલી વાત છે, કારણ કે, ઐતિહાસિક રીતે, વન વિભાગ અને આદિવાસીઓ વચ્ચેનો સંબંધ ગુલામ-માલિક જેવો રહ્યો છે. વન વિભાગ તેમના [આદિવાસીઓના] જીવનના અનેક પાસાઓ પર વર્ચસ્વ ધરાવે છે.”
રામ ચરણ આદિવાસીને જેલમાં ધકેલી દેવાનો તાજેતરનો બનાવ આ વાતને સમર્થન આપે છે. ૫૦ વર્ષ પહેલાં તેમનો જન્મ થયો ત્યારથી તેઓ કુનોના જંગલોની અંદર અને બહાર આવતા રહ્યા છે. પહેલાં, તેમની માતા જ્યારે જંગલમાં લાકડા લેવા જતી ત્યારે તેમની પીઠ પર બેસીને જતા હતા. પરંતુ, છેલ્લાં ૫-૬ વર્ષોમાં વન વિભાગે રામ ચરણ અને તેમના સમુદાયની આ સંસાધનો સુધીની પહોંચ ઘટાડી દીધી છે, જેથી તેમની આવક ઓછામાં ઓછી અડધી થઇ ગઈ છે. તેઓ કહે છે, “રેન્જર્સે [છેલ્લા પાંચ વર્ષમાં] અમારા પર શિકાર અને ચોરીના ખોટા કેસ કર્યા અને અમને [તેમના પુત્ર મહેશ અને તેમને] શેઓપુર ની જેલમાં પણ નાખી દીધા હતા. અમારે જામીન અને દંડ પેટે ૧૦,૦૦૦-૧૫,૦૦૦ રૂપિયા એકત્ર કરવા પડ્યા હતા.”
૩૫ કિલોમીટર દૂર આવેલા બમુરા ગામમાં સ્થળાંતર કર્યા પછી , તેઓ જંગલો અને તેના સંસાધનો તેઓ સુધીની પહોંચ ગુમાવી દેતા, જેના પર તેઓ નિર્ભર છે
જંગલમાંથી ખદેડી દેવાની તત્કાલીન ધમકી અને વન વિભાગ સાથે લગભગ દરરોજની દોડધામ છતાં, બાગચાના લોકો બહાદુરી પૂર્વક લડી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓના સમૂહ વચ્ચે ઘેરાયેલા હરેથ મજબૂત અવાજમાં કહે છે, “અમે હજી વિસ્થાપિત થયા નથી. ગ્રામસભાની મીટીંગમાં અમે અમારી માંગણીઓ ખૂબ જ સ્પષ્ટ કરી દીધી હતી.” ૭૦ વર્ષીય હરેથ નવી રચાયેલી ગ્રામસભાના સભ્ય છે, જેમનું કહેવું છે કે સ્થળાંતરને ગતિ આપવા માટે ૬ માર્ચ, ૨૦૨૨ના રોજ વન વિભાગના આદેશ પર તેની રચના કરવામાં આવી હતી. વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ [કલમ ૪(૨)ઇ] મુજબ, ગામની ગ્રામ સભા તેની લેખિતમાં સંમતિ આપે તો જ કોઈપણ વિસ્થાપનની પ્રક્રિયા શરૂ કરી શકાય છે.
અન્ય લોકો દ્વારા ગામના વડા કહેવાતા, બલ્લુ આદિવાસી અમને કહે છે, “અમે અધિકારીઓને જાણ કરી હતી કે તમે વળતર માટે પાત્ર લોકોની સંખ્યા ૧૭૮ લખી છે, પરંતુ અમે ગામમાં ૨૬૫ લોકો છીએ જેઓ વળતર માટે હકદાર છે. તેઓ અમારા આંકડા સાથે સંમત ન હતા, આથી અમે કહ્યું હતું કે જ્યાં સુધી તમે અમને બધાને વળતર નહીં આપો ત્યાં સુધી અમે જગ્યા ખાલી કરીશું નહીં. તેઓએ કહ્યું કે તેઓ આ કામ ૩૦ દિવસમાં પૂર્ણ કરશે.”
એક મહિના પછી, ૭ એપ્રિલ, ૨૦૨૨ના રોજ મીટીંગ યોજાઈ હતી. તેના આગલા દિવસે સાંજે આખા ગામને કહેવામાં આવ્યું હતું કે બીજા દિવસે બધા હાજર રહે. જ્યારે સવારે ૧૧ વાગ્યે મીટીંગ શરૂ થઇ, ત્યારે અધિકારીઓ દ્વારા તેમને એક કાગળ પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું જેમાં લખેલું હતું કે તેઓને દબાણ કરવામાં આવ્યું નથી અને તેઓ સ્વેચ્છાએ બહાર જવા માટે સંમત થયા છે. કાગળમાં ફક્ત ૧૭૮ લોકોને જ સ્થાનાંતરણ માટે વળતર મેળવવા પાત્ર બતાવ્યા હતા, આથી ગ્રામસભાએ સહી કરવાની સ્પષ્ટ ના પડી દીધી.
ભારતમાં લુપ્ત થઇ જવા આવ્યા ત્યાં સુધી શિકાર કરાયેલા, એશિયાટિક ચિત્તા (એસિનોનીક્સ જુબાટસ વેનેટિકસ) – બદામી ટપકાંવાળી બિલાડીની જંગલી પ્રજાતિ – ઇતિહાસના પુસ્તકો અને શિકારી દંતકથાઓમાં એક પરિચિત નામ છે. ભારતના છેલ્લા ત્રણ એશિયાટિક ચિત્તાઓને ૧૯૪૭માં છત્તીસગઢના કોરિયા નામના એક ઓછા જાણીતા રજવાડાના તત્કાલિન મહારાજા રામાનુજ પ્રતાપ સિંહ દેવ દ્વારા ઠાર મારવામાં આવ્યા હતા.
દેવના આ કૃત્યને લીધે ભારતની સ્થિતિ સાવ બદલાઈ ગઈ હતી, કારણ કે ભારત પૃથ્વી પર એકમાત્ર એવો દેશ હતો જ્યાં બિલાડીની છ એ છ પ્રજાતિઓ રહેતી હોય – સિંહ, વાઘ, ચિત્તો, સામાન્ય દીપડો, અને બર્ફીલા વિસ્તારનો દીપડો અને ક્લાઉડેડ દીપડો. ઝપડી અને શક્તિશાળી મોટી બિલાડીઓ (‘જંગલના રાજાઓ’)ની છબીઓ, આપણી ઘણી સત્તાવાર છબીઓમાં પ્રમુખ સ્થાને જોવા મળે છે. અશોક ચક્ર, જે સત્તાવાર સીલ અને ચલણી નોટોમાં વપરાય છે, તેમાં એશિયાટિક સિંહની છબી છે. આ પશુઓ રાષ્ટ્રીય ગૌરવ તરીકે ગણાતાં હોવાથી, અનુગામી સરકારોએ સુનિશ્ચિત કર્યું કે ચિત્તાઓની ખોટ સંરક્ષણના એજન્ડા પર રહે.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (એમઓઇએફસીસી) એ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ‘ભારતમાં ચિત્તા પુનઃસ્થાપિત કરવા માટેનો એક્શન પ્લાન’ નામનો દસ્તાવેજ બહાર પાડ્યો હતો. આમાં આપણને જાણવા મળે છે કે ‘ચિત્તા’ પ્રાણીનું નામ સંસ્કૃતમાંથી ઉદ્ભવ્યું છે, જેનો અર્થ થાય છે ‘ધબ્બાવાળું’. આ ઉપરાંત, મધ્ય ભારતમાં નિયોલિથિક યુગના ગુફા ચિત્રોમાં ચિત્તા પણ જોવા મળે છે. ૧૯૭૦ના દાયકા સુધીમાં, ભારતમાં ચિત્તાઓની વસ્તી પુનઃસ્થાપિત કરવા માટે ભારત સરકાર થોડા એશિયાટિક ચિત્તાઓને ભારતમાં લાવવા માટે ઈરાનના શાહ સાથે વાટાઘાટો કરી રહી હતી.
૨૦૦૯માં જ્યારે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ભારતીય વન્યજીવ સંસ્થા અને ભારતીય વન્યજીવ ટ્રસ્ટને ભારતમાં ચિત્તા પુનઃસ્થાપિત કરી શકાય કે કેમ તેનું મૂલ્યાંકન કરવા કહ્યું. અત્યારે એશિયાટિક ચિત્તા ફક્ત ઈરાનમાં જોવા મળે છે, પરંતુ તેમની સંખ્યા એટલી ઓછી છે કે તેમને આયાત કરી શકાય તેમ નથી. આથી નામીબીઆ અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા આફ્રિકન ચિત્તા, જે દેખાવમાં એશિયાટિક ચિત્તા જેવા જ લાગતા હોવાથી, તેને ભારતમાં દાખલ કરવાની ચર્પુચા થઇ. જો કે આ બંને ચિત્તાઓનો ઉત્ક્રાંતિ ઇતિહાસ જોઈએ તો બંને વચ્ચે ૭૦,૦૦૦ વર્ષનું અંતર હોવાનું સામે આવે છે.
મધ્ય ભારતના દસ અભયારણ્યોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને ૩૪૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું કુનો અભયારણ્ય, જેને ૨૦૧૮માં સિંહોને રાખવા માટે ૭૪૮ ચોરસ કિલોમીટર લાંબા કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફેરવવામાં આવ્યું હતું તેને જ સૌથી યોગ્ય માનવામાં આવ્યું હતું. ત્યાં ફક્ત એક જ તકલીફ હતી: બાગચા ગામ જે પાર્કની અંદર આવેલું હતું તેને ખસેડવું પડે તેમ હતું. આઘાતજનક રીતે, જાન્યુઆરી ૨૦૨૨માં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે એક અખબાર યાદી જાહેર કરીને કુનોને “કોઈપણ માનવ વસાહતો વગરના વિસ્તાર” તરીકે જાહેર કરી દીધું.
બાગચા એ સહરિયા આદિવાસીઓનું એક ગામ છે , જેમને મધ્ય પ્રદેશમાં ‘ અસલામત આદિવાસી જૂથ ’ (પર્ટીક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ) તરીકે વર્ગીકૃત કરાયું છે . ત્યાંના મોટાભાગના લોકો માટીના કાચા ઘરોમાં રહે છે
એક્શન પ્લાન દસ્તાવેજ મુજબ, ચિત્તાનું પુનઃસ્થાપન કરવાથી “વાઘ, દીપડા, સિંહ અને ચિત્તા ભૂતકાળની જેમ સાથે રહી શકશે.” આ નિવેદનમાં બે સ્પષ્ટ ભૂલો છે. આ આફ્રિકન ચિત્તો છે, એશિયાટિક ચિત્તો નથી જે ભારતનો વતની હતો. અને હાલ કુનોમાં એક પણ સિંહ નથી રહેતો, કારણ કે ૨૦૧૩ના સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગુજરાત સરકારે તેમને મોકલ્યા નથી.
રઘુનાથ આદિવાસી કહે છે, “હવે તો ૨૨ વર્ષ થઇ ગયા પણ સિંહો હજુ સુધી આવ્યા નથી અને તેઓ ભવિષ્યમાં પણ નહીં આવે.” બાગચામાં લાંબા સમયથી રહેતા, રઘુનાથને હવે પોતાનું ઘર ગુમાવવાની ચિંતા છે, કારણ કે કુનોની આસપાસના ગામોને અવગણવામાં આવ્યા હોય, અમાન્ય રાખવામાં આવ્યા હોય કે પછી તેમની તરફ ધ્યાન જ આપવામાં ન આવ્યું હોય તેવું આ પહેલી વાર નથી બની રહ્યું.
‘જંગલના રાજાઓ’ ના સ્થાનાંતરણને વન્યજીવ સંરક્ષણવાદીઓની વધતી જતી ચિંતાને કારણે વેગ મળ્યો છે, જેમનું કહેવું હતું કે બાકી રહેલા છેલ્લાં એશિયાટિક સિંહો (પેન્થેરા લીઓ લીઓ) બધા એક જ સ્થાને કેન્દ્રિત છે – ગુજરાતમાં સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ પર. કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસનો ફાટી નીકળવો, જંગલમાં આગ લાગવી કે પછી અન્ય જોખમો ઉદ્ભવે તો તેમની આખી વસ્તીનો નાશ થઇ શકે છે, સિવાય કે કેટલાકને અન્યત્ર સ્થાનાંતરિત કરવામાં આવે.
ફક્ત આદિવાસીઓ જ નહીં, પરંતુ દલિત અને અન્ય પછાત વર્ગના વનવાસીઓએ પણ વન વિભાગને ખાતરી આપી હતી કે તેઓ પ્રાણીઓ સાથે હળીમળીને રહી શકશે. પૈરા ગામના ૭૦ વર્ષીય રહેવાસી રઘુલાલ જાટવ કહે છે, “અમે વિચાર્યું કે, આપણે સિંહો માટે જગ્યા ખાલી કરીને જવાની શી જરૂર? અમે પ્રાણીઓને જાણીએ છીએ, અમે તેમનાથી ડરતા નથી. અમે જંગલમાં મોટા થયા છીએ. હમ ભી શેર હૈ! [અમે પણ સિંહ છીએ!].” પૈરા ગામ પણ એક સમયે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર હતું. તેઓ ૫૦ વર્ષના થયા ત્યાં સુધી ત્યાં રહ્યા હતા, અને તેઓ કહે છે કે ક્યારેય એકેય અપ્રિય ઘટના ઘટી નથી.
ભારતીય વન્યજીવ સંસ્થા (ડબલ્યુઆઈઆઈ) ના ડીન, સંરક્ષણ જીવવિજ્ઞાની ડૉ. યાદવેન્દ્ર ઝાલા કહે છે કે ચિત્તા દ્વારા મનુષ્યો પર કોઈ હુમલો થયો હોય તેવો ઐતિહાસિક કે સમકાલીન રેકોર્ડ મળતો નથી. “માણસો સાથેનો ટકરાવ એ મુખ્ય ચિંતા નથી. ચિત્તાની પુન:સ્થાપના માટે નક્કી કરેલા સ્થળોની આસપાસ રહેતા લોકો મોટા માંસાહારી પ્રાણીઓ સાથે રહેવા માટે ટેવાયેલા છે અને તેમની જીવનશૈલી અને પશુપાલન પ્રથાઓ પણ એવી છે કે ટકરાવ ન થાય.” બાકી ઢોરઢાંખરની ક્ષતિપૂર્તિ માટે જરૂર પડે બજેટ ફાળવવાની જોગવાઈ કરી શકાય છે.
ભારતમાં ૧૯૪૭માં બાકી રહેલા એશિયાટીક ચિત્તાનો શિકાર કરી દેવામાં આવ્યો હતો , અને તેથી આફ્રિકન ચિત્તાને ‘પુન:સ્થાપન કરવા ’ માટે આયાત કરવામાં આવી રહ્યો છે
એક મહિના પછી, ૭ એપ્રિલ, ૨૦૨૨ના રોજ મીટીંગ યોજાઈ હતી. તેના આગલા દિવસે સાંજે આખા ગામને કહેવામાં આવ્યું હતું કે બીજા દિવસે બધા હાજર રહે. જ્યારે સવારે ૧૧ વાગ્યે મીટીંગ શરૂ થઇ, ત્યારે અધિકારીઓ દ્વારા તેમને એક કાગળ પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું જેમાં લખેલું હતું કે તેઓને દબાણ કરવામાં આવ્યું નથી અને તેઓ સ્વેચ્છાએ બહાર જવા માટે સંમત થયા છે
સ્થાનિક રહેવાસીઓ અને વૈજ્ઞાનિકો બંનેને અવગણીને, કેન્દ્ર સરકારે જાન્યુઆરી ૨૦૨૨ની અખબાર યાદીમાં કહ્યું: “પ્રોજેક્ટ ચિત્તાનો હેતુ સ્વતંત્ર ભારતમાંથી લુપ્ત થયેલા એકમાત્ર સસ્તન પ્રાણી – ચિત્તાને પુન:સ્થાપિત કરવાનો છે.” અને વધુમાં, આ પગલું “ઇકો-ટૂરિઝમ અને તેની આનુષંગિક પ્રવૃત્તિઓને વેગ આપશે.”
આફ્રિકન ચિત્તા ચાલુ વર્ષે ૧૫ ઓગસ્ટ સુધીમાં ભારતમાં આવવાની ધારણા છે – જે વ્યંગાત્મક રીતે, સ્વતંત્રતા દિવસ છે.
બાગચા ગામ તેનો પહેલો શિકાર હશે.
વિસ્થાપન યોજનાની દેખરેખ રાખતા જિલ્લા વન અધિકારી પ્રકાશ વર્મા કહે છે કે, ચિત્તાના પુન:સ્થાપન માટેના ૩૮.૭ કરોડ રૂપિયાના બજેટમાંથી ૨૬.૫ કરોડ રૂપિયા વિસ્થાપન માટે ઉપયોગમાં લેવામાં આવશે. તેઓ કહે છે, “ચિત્તાના ઘેરાવ માટે, પાણી અને રસ્તા સાફ કરવા માટે, અને ચિત્તાનું સંચાલન કરવા વન અધિકારીઓના પ્રશિક્ષણ પાછળ કુલ ૬ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.”
આફ્રિકાથી આવનારા ૨૦ ચિત્તાને રાખવા માટે ૩૫ ચોરસ કિલોમીટરનું બાંધકામ બનાવવામાં આવશે જેમાં દર બે કિલોમીટરે વૉચટાવર મુકવામાં આવશે. અને ૫ ચોરસ કિલોમીટરના નાના વાડા પણ બનાવવામાં આવી રહ્યા છે. ચિત્તા સારી રીતે રહી શકે તે માટે શક્ય બધી કાળજી લેવામાં આવી રહી છે. અને એ સારી બાબત છે. આફ્રિકામાં વન્યજીવન પરના આઈયુસીએનના અહેવાલમાં આફ્રિકન ચિત્તા (એસિનોનિકસ જુબેટસ) જોખમમાં મુકાયેલી પ્રજાતિ તરીકે સૂચીબદ્ધ કરેલ છે. અન્ય અહેવાલો તેની વસ્તીમાં ગંભીર ઘટાડો નોંધે છે.
ટૂંકમાં, એક બહારની અને જોખમમાં મુકાયેલી જાતિને એક નવી આબોહવામાં લાવવા – અને તેમના માટે જગ્યા કરવા માટે સ્થાનિક અસલામત આદિવાસી જૂથના લોકોને વિસ્થાપિત કરવા માટે લગભગ ૪૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. તે ‘માનવ-પ્રાણી સંઘર્ષ’ શબ્દને નવો અર્થ આપે છે.
પ્રો. કાબરા નિર્દેશ કરે છે કે, “સંરક્ષણની આ બહિષ્કૃતીનો અભિગમ – કે મનુષ્ય અને પ્રાણીઓ સાથે રહી શકતા નથી – એ ફક્ત ધારણા છે,આવું વાસ્તવમાં જોવામાં નથી આવ્યું.” તે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ‘સંરક્ષણ માટે વિસ્થાપન’ વિષય પર પ્રકાશિત થયેલા અહેવાલના સહ-લેખિકા હતા. તેઓ પૂછે છે કે, વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ અમલમાં આવીને વનવાસીઓના હકો માટે બાંયધરી આપી હોવા છતાંય, ભારતભરના વાઘ માટેના રિઝર્વ માંથી ૧૪,૫૦૦ પરિવારોનું સ્થળાંતર કેવી રીતે થયું. તેઓની દલીલ છે કે આ ઝડપી સ્થાનાંતરણનું કારણ છે કે પાસા હંમેશા સત્તાવાળાઓની તરફેણમાં જ હોય છે જેથી ગ્રામજનોને ‘સ્વેચ્છાએ’ સ્થાનાંતરિત કરવા માટે વિવિધ કાયદાકીય અને પ્રક્રિયાગત પગલાંનો ઉપયોગ કરે છે.
બાગચાના રહેવાસીઓનું કહેવું છે કે તેમને વિસ્થાપન કરવા માટે ૧૫ લાખ રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું. તેઓ આ પૈસા કાં તો રોકડા લઇ શકે છે કાં તો ઘર બનાવવા માટે જમીન અને પૈસા લઇ શકે છે. રઘુનાથ કહે છે, “એક વિકલ્પ એ છે કે ઘર બનાવવા માટે ૩.૭ લાખ રૂપિયા રોકડા અને બાકીના પૈસાના મૂલ્યની જમીન જેના પર તેઓ ખેતી કરી શકે. પણ તેઓ એમાંથી વીજળી કનેક્શન, પાકા રસ્તા, હેન્ડપંપ, બોરવેલ, વગેરે માટે પણ પૈસા કાપી રહ્યા છે.”
તેમના માટે નવું ઘર બાગચાથી ૩૫ કિલોમીટર દૂર કરાહલ તાલુકામાં આવેલ બામુરા ગામમાં બનાવવામાં આવશે. કલ્લો કહે છે, “અમને જે નવી જમીન બતાવવામાં આવી છે તે અમારી હાલની જમીન કરતાં હલકી ગુણવત્તાની છે. તેમાંથી કેટલીક જમીન એકદમ પથરાળ અને ઓછી ઉત્પાદકતા ધરાવે છે. જમીનને ફળદ્રુપ બનવામાં ઘણો સમય લાગશે અને પહેલાં ત્રણ વર્ષ સુધી કોઈ અમને ટેકો નહીં આપે.”
પ્રોજેક્ટ ચિત્તા આફ્રિકન ચિત્તાઓને ભારતમાં લાવવાના પ્રાથમિક કારણો પૈકી એક કારણ ‘ ઇકોસિસ્ટમને બચાવવું ’ નોંધે છે. આ મુદ્દો સાંભળીને ડૉ. રવિ ચેલમ જેવા વન્યજીવન નિષ્ણાતો ઉશ્કેરાય છે. આ વન્યજીવ જીવવિજ્ઞાની અને મેટાસ્ટ્રિંગ ફાઉન્ડેશનના સીઈઓ પૂછે છે, “ગ્રાસલેન્ડ સંરક્ષણના નામે ચિત્તાઓને ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. આ વાત અક્કલ વગરની લાગે છે કારણ કે ભારતમાં આ પ્રકારના ઘાસના મેદાનોમાં કારાકલ, બ્લેક બક અને ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ જેવા પ્રભાવશાળી પ્રાણીઓ પહેલાથી જ જોખમમાં છે. આફ્રિકાથી કંઈક લાવવાની શી જરૂર છે?”
વધુમાં, તેઓ કહે છે, સરકારનો ઉદ્દેશ છે કે ૧૫ વર્ષમાં ચિત્તાઓની વસ્તી વધીને ૩૬ ની થઇ જશે, જે વ્યવહારિક નથી લાગતી કે ન તો તે આનુવંશિક રીતે સક્ષમ હશે. ભારતમાં જૈવવિવિધતા સંશોધન અને સંરક્ષણને પ્રોત્સાહન આપતા નેટવર્ક બાયોડાયવર્સિટી કોલાબોરેટિવના સભ્ય, ચેલમ ઉમેરે છે, “તે એક ગૌરવશાળી અને ખર્ચાળ સફારી પાર્ક સિવાય બીજું કંઈ નહીં હોય.”
મંગુ આદિવાસી ૨૨ વર્ષ પહેલા ગુજરાતના સિંહો માટે કુનોમાંથી વિસ્થાપિત થયેલા લોકોમાંના એક હતા, જો કે સિંહ તો ક્યારેય આવ્યા જ ન હતા
સહરિયા આદિવાસીઓની અડગતા એ કારણે પણ છે કે તેમના પાડોશના કુનો જંગલના ૨૮ ગામોના ૧,૬૫૦ પરિવારોને ૧૯૯૯માં ગુજરાતી સિંહો માટે ઉતાવળે જગ્યા ખાલી કરાવીને ખસેડવામાં આવ્યા હતા, તેમની માંગો હજુ પણ અધુરી છે
મંગુ આદિવાસીને કુનોમાં તેમના ઘેરથી કાઢી મૂકવામાં આવ્યા તેને ૨૨ વર્ષ થઇ ગયા, તેમને જે સિંહો માટે વિસ્થાપિત કરવામાં આવ્યા હતા તે ક્યારેય આવ્યા જ નહોતા. અને તેઓ તેમને વળતર તરીકે મળેલી નબળી ગુણવત્તાવાળી જમીનમાંથી જીવનનિર્વાહ ચલાવે છે. તેઓ ચેલમ સાથે સંમત થાય છે: “ચિત્તા માત્ર દેખાડા માટે જ આવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બતાવવા માટે કે કુનોમાં આવું કામ થયું છે. જ્યારે ચિત્તાઓને [જંગલમાં] છોડવામાં આવશે, ત્યારે તેમાંના કેટલાક ને તો ત્યાં પહેલાથી જ રહેતા જાનવરો દ્વારા મારી નાખવામાં આવશે, કેટલાક વાડા પર લગાવેલા વીજ કરંટથી મોતને ભેટી જશે. આપણે જોઈશું એતો.”
ડૉ. કાર્તિકેયન વાસુદેવન કહે છે, “વિદેશી પ્રાણીઓ સાથે પેથોજેન્સ આવવાનું વધારાનું જોખમ પણ કંઈ મામૂલી જોખમ નથી. આ યોજનામાં પેથોજેન્સ દ્વારા થનારા ગંભીર સંક્રમણને અને તથા આવનારા ચિત્તાઓને અહીંના જાણીતા વન્યજીવો દ્વારા ફેલાનારા સંક્રમણ ઉપર વધારે ધ્યાન આપવામાં નથી આવ્યું.”
સંરક્ષણ જીવવિજ્ઞાની અને હૈદરાબાદમાં સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી ખાતે સ્થિત લેબોરેટરી ફોર ધ કન્ઝર્વેશન ઓફ એન્ડેન્જર્ડ સ્પેસીઝના મુખ્ય વૈજ્ઞાનિક, ડૉ. કાર્તિકેયન “સ્થાનિક વન્યજીવોને પ્રિયોન અને અન્ય બિમારીઓના સંભવિત સંક્રમણ, લાંબા સમય સુધી જાનવરોની સંખ્યા સાચવી રાખવાની નિષ્ફળતા, અને પર્યાવરણમાં ઉપસ્થિત પેથોજેન્સની આવનારા ચિત્તાઓ પર અસર” વિષે ચેતવે છે.
એવી પણ વ્યાપક અફવાઓ છે કે ચિત્તાનું આગમન – જે ગયા વર્ષે થવાનું હતું – તે તકનીકી અડચણના લીધે રોકી દેવામાં આવ્યું છે. ભારતના વન્યજીવ (સુરક્ષા) અધિનિયમ, ૧૯૭૨ની કલમ ૪૯બી માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હાથીદાંતનો કોઈપણ વેપાર, કે તેની આયાત પર પ્રતિબંધિત છે. અફવાઓ મુજબ, જ્યાં સુધી ભારત ‘કન્વેન્શન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પેસીઝ ઓફ વાઈલ્ડ ફૌના એન્ડ ફ્લોર’ (સીઆઈટીઇએસ) હેઠળ હાથીદાંત પરના પ્રતિબંધને હટાવવાનું સમર્થન ન કરે, ત્યાં સુધી નામિબિયા કોઈ પણ ચિત્તા ભેટ આપવા તૈયાર નથી. તેના પરનો પ્રતિબંધ હટવાથી આ વસ્તુના આંતરરાષ્ટ્રીય વેપારને મંજૂરી મળશે. કોઈ જાહેર અધિકારી આની પુષ્ટિ કરવા કે નકારવા તૈયાર ન હતા.
આ દરમિયાન, બાગચાનું ભવિષ્ય અધ્ધર લટકી રહ્યું છે. જંગલમાં તેમણે નક્કી કરેલું ગુંદ લેવા જતી વખતે હરેથ આદિવાસી રસ્તામાં રોકાઇને કહે છે, “અમે સરકારથી મોટા તો નથી. તેઓ અમને જે કહેશે તે અમારે કરવું જ પડશે. અમે જવા તો નથી માંગતા, પરંતુ તેઓ અમને બળજબરી અહીંથી નીકળી જવા દબાણ કરશે, તો અમારે જવું પડશે.”
રિપોર્ટર સૌરભ ચૌધરીને આ લેખના સંશોધનમાં અને અનુવાદમાં અમૂલ્ય મદદ કરવા બદલ તેમનો આભાર માને છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ https://ruralindiaonline.org/en/
—————
કુનોની ચિત્તા સાથે જોડાયેલી માહિતી હવે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની ગઈ છે. એક ઉલ્લંઘન બાકીના વિશ્વ સાથે ભારતના સંબંધોને બગાડી શકે છે.
ખર્ચને કારણે, મધ્ય પ્રદેશ સરકારે જુલાઈ 2024 માં ચિત્તાની સંભાળ સંબંધિત માહિતી માંગતી માહિતી અધિકાર (RTI) વિનંતીને નકારી કાઢી હતી. જંગલી પ્રાણીઓની સંભાળ રાખવાની બાબતમાં પારદર્શિતા હોવી જોઈએ.
આગ્રાના કુનો પાર્કની બાજુમાં આવેલા અગો ગામ તેમની આજીવિકા, રાષ્ટ્રીય સુરક્ષા અને દેશના રાજદ્વારી સંબંધો માટે કેટલો મોટો ખતરો છે તેનો તેમને ખ્યાલ નહોતો. તે અને તેના જેવા હજારો આદિવાસી લોકો ખાસ કરીને અકરામાંથી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
જંગલ (કુનો)ના એકમાત્ર ચરવા માટે ગયા ત્યારે ફોરેસ્ટ રેન્જર્સે અમને પકડીને જેલમાં ધકેલી દીધા.
કુનો નેશનલ પાર્કમાં ચિત્તાની સ્થાપના પછી, ગ્રામજનોએ જંગલમાંથી તેમની આજીવિકાની આવક ગુમાવી દીધી.
કુનો નદી આ વિસ્તારમાં રહેતા લોકો માટે પાણીનો આવશ્યક સ્ત્રોત છે. હવે બાકીનું જંગલ જેમ છે તેમ રહે છે, પહોંચની બહાર. લાકડા ઉપરાંત, સહરિયા આદિવાસી લોકો જંગલમાંથી અન્ય ઉપયોગી વસ્તુઓ લાવી શકતા નથી.
જંગલ પર આધાર રાખે છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આફ્રિકન ચિત્તા દક્ષિણ આફ્રિકાથી ભારત લાવી છોડાયા હતા.
ભારતના રાષ્ટ્રીય વન્યજીવન કાર્ય યોજના 2017-2031માંથી સંરક્ષણ ઉદ્દેશ્ય તરીકે ચિત્તાના લુપ્તતાનો ઉલ્લેખ સંપૂર્ણપણે ગાયબ છે. આ યોજના ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ, ગંગા ડોલ્ફિન, તિબેટીયન કાળિયાર અને અન્ય પ્રજાતિઓ જેવી સ્વદેશી અને ગંભીર રીતે ભયંકર પ્રજાતિઓના સંરક્ષણ માટે લેવાના પગલાઓની યાદી આપે છે. 2013 માં, સુપ્રીમ કોર્ટે ચિત્તાને ભારતમાં લાવવાના વિચારને નકારી કાઢ્યો હતો અને તેના પર “વિગતવાર વૈજ્ઞાનિક અભ્યાસ” કરવાનો આદેશ આપ્યો હતો.
આ બધું હોવા છતાં, ચિત્તાને ભારતમાં લાવવા, કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા.
ફળો, જડીબુટ્ટીઓ, મૂળ, રેઝિન અને લાકડા (નોન ટીમ્બર ફોરેસ્ટ પ્રોડ્યુસ અથવા એનટીએફપી) માટે જંગલ પર આધાર રાખે છે. KNP ની અંદર સૌથી મોટો વિસ્તાર 1,235 ચોરસ કિમી વિસ્તાર સાથે કુનો વાઇલ્ડલાઇફ ડિવિઝન હેઠળ આવેલા છે.
જંગલ બંધ થયા પહેલા બજારમાં સેંકડો કિલો રેઝિન, મૂળ અને જડીબુટ્ટીઓ ઉપલબ્ધ હતી.
આદિવાસી લોકો જંગલ સાથે જોડાયેલા છે શેતાનએ લોકોને જંગલમાંથી કાપી નાખ્યા છે.
1999 માં, જ્યારે એશિયાઇ સિંહોની વિશ્વની એકમાત્ર વસ્તીનું ઘર એવા અકરામાં બીજું ઘર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે તેમના જેવા 16,500 લોકોને આ વિસ્તારમાંથી ભગાડવામાં આવ્યા. હાલમાં તમામ સિંહો ગુજરાતમાં ગીરમાં રહે છે.
ચરવાની જગ્યાના અભાવે ગાયો અને બળદોની સંખ્યા ઓછી થતી જાય છે. સ્થાનિક લોકોના મતે પશુમેળો હવે ભૂતકાળ બની ગયો છે. 1999 માં ભીલ વિસ્થાપન દરમિયાન, ઘણા લોકોએ તેમના તમામ ઢોરને ઉદ્યાનમાં છોડી દીધા હતા.
ચેંટીખેડા, પાદરી, પરા-બી, ખેજુરી ખુર્દ અને ચકપારોનના તમામ ગામોની સમસ્યા ખૂબ મોટી છે. તેના માટે સર્વે કર્યા બાદ કુંવરી નદી પર ડેમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોએ કહ્યું કે કારણે ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ જશે.
7-8 ગામ ડૂબી ગયા છે.
છેલ્લા 23 વર્ષથી વિસ્થાપિત છીએ. આટલી પીડા સહન કર્યા પછી, જીવન ફરી શરૂ થયું છે. ચકપારા ગામના સતનામ આદિવાસીએ કહ્યું. તે અવારનવાર જયપુર, ગુજરાત અને અન્ય સ્થળોએ બાંધકામ સ્થળોએ મજૂર તરીકે કામ કરવા માટે મુસાફરી કરે છે.
અનુવાદ: સોનેરી કાંટો
0000000000000000000000000
બીજો અહેવાલ
કુનો: કેદમાં મરતા ચિતા, જીવન માટે સંઘર્ષ કરી રહેલા આદિવાસીઓ
કુનો હવે રાજકીય શિકાર મેદાનમાં ફેરવાઈ ગયું છે. સંરક્ષણ પ્રોજેક્ટના નામે આ ચિતા અભયારણ્ય ધીમે ધીમે મૂડી અને શક્તિનો કટકો બની રહ્યું છે. તે જ સમયે, વિસ્થાપિત આદિવાસીઓ માટે જંગલ ખાલી કરવા, રોજગાર, મકાનો, શાળાઓ, લાકડા અને પીવાનું પાણી મેળવવું એક પડકાર બની ગયું છે, જ્યારે ચિતાઓ હજુ પણ પાંજરામાં કેદ છે.
પ્રીતિ ડેવિડ
સંપાદક: પી. સાઈનાથ
અનુવાદક: પ્રભાત મિલિંદ
ફોટો • પ્રીતિ ડેવિડ
જ્યારે ગુટ્ટી સામન્યા, એક સહરિયા આદિવાસી, મધ્યપ્રદેશના વન વિભાગ દ્વારા ‘ચિતા મિત્ર’ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમને “ચિત્તાના દર્શનની જાણ ફોરેસ્ટ રેન્જર્સને કરવા” કહેવામાં આવ્યું હતું.
જો કે આ કામ માટે પૈસા ચૂકવવાના નહોતા, પરંતુ તે એક મહત્વપૂર્ણ કાર્ય જણાતું હતું. છેવટે, આ આફ્રિકન ચિત્તોને કાર્ગો વિમાનો, લશ્કરી વિમાનો અને હેલિકોપ્ટરની મદદથી ઘણા દેશો અને મહાસાગરો પાર કર્યા પછી લગભગ 8,000 કિલોમીટરના અંતરેથી અહીં લાવવામાં આવ્યા હતા. ભારત સરકારે તેમના પ્રવાસ અને દેશમાં પુનઃવસન માટે સારી એવી વિદેશી મુદ્રા ખર્ચી હતી. આ રકમ કેટલી છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
ચિત્તા મિત્રનું કામ માત્ર તેમને ગેરકાયદેસર શિકારીઓથી બચાવવાનું જ નહોતું, પણ તેમને ગુસ્સે થયેલા ગ્રામજનોથી પણ સુરક્ષિત રાખવાનું હતું, જેમની વસાહતોમાં તેઓ ગમે ત્યારે આકસ્મિક રીતે પ્રવેશ કરી શકે છે. દેશની સેવા કરવાના આ હેતુ માટે, લગભગ 400-500 ચિત્તા મિત્રોને નામાંકિત કરવામાં આવ્યા હતા. તેઓ સ્થાનિક રહેવાસીઓ, ખેડૂતો અને જંગલોમાં રહેતા દૈનિક વેતન મજૂરો હતા અને કુનો-પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન (KNP) ની સરહદો પર નાની વસાહતો અને ગામડાઓમાં ફેલાયેલા હતા.
પરંતુ જ્યારથી આ ચિતાઓ આવ્યા છે, ત્યારથી તેઓએ તેમનો મોટાભાગનો સમય જેલના સળિયા પાછળ વિતાવ્યો છે. કુનો જંગલમાં ફેન્સીંગ ઉંચી કરવામાં આવી હતી, જેથી ચિતાઓ જંગલમાંથી બહાર આવી શકતા ન હતા અને બહારના લોકો જંગલમાં પ્રવેશી શકતા ન હતા. “અમને અંદર જવાની મંજૂરી નથી. સેસાઈપુરા અને બાગચા ખાતે નવા દરવાજા બનાવવામાં આવ્યા છે,” શ્રીનિવાસ આદિવાસી કહે છે. તેને ચિત્તાનો મિત્ર પણ બનાવવામાં આવ્યો છે.
નવી ફેન્સીંગ (જમણે) સ્થાપિત કર્યા પછી, જંગલ રક્ષકો અને આદિવાસીઓ વચ્ચે સંતાકૂકડીની રમત ચાલુ રહે છે જેઓ લાકડાં (ડાબે) અને અન્ય નાની વન પેદાશો એકત્ર કરવા આવ્યા છે.
ગુટ્ટી અને અન્ય હજારો સહરિયા આદિવાસીઓ અને દલિતો એક સમયે કુનોના જંગલોમાં ચિત્તા અને અન્ય જંગલી પ્રાણીઓ સાથે રહેતા હતા. જૂન 2023 માં, તે એવા છેલ્લા લોકોમાંનો એક હતો જેમણે કુનોમાં તેમનું બગચા ગામ છોડીને આ બહુચર્ચિત પ્રોજેક્ટને કારણે 40 કિલોમીટર દૂર જવું પડ્યું હતું. આ ચિતાઓને તેમના ઘરો ગુમાવ્યાના આઠ મહિના પછી પણ તેઓ હજુ પણ સમજી શકતા નથી કે તેમને જંગલમાં પ્રવેશતા કેમ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. “જો મારે જંગલથી આટલું દૂર રહેવું છે, તો પછી હું ચિત્તાનો મિત્ર કેમ છું?”
આ ચિતાઓને આટલી કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની આસપાસ એવું ગુપ્તતાનું વાતાવરણ છે કે કોઈ પણ આદિવાસી માટે તેમને જોવું પણ અશક્ય છે. ગુટ્ટી અને શ્રીનિવાસ બંને એકસાથે કહે છે: “અમે ચિત્તાને માત્ર એક વીડિયોમાં જ જોયો છે,” જે વન વિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.
ફેબ્રુઆરી 2024 માં, આઠ ચિતાની પ્રથમ બેચ ભારતમાં આવી તેને 16 મહિના થશે. આ ચિતાઓ સપ્ટેમ્બર 2022માં પહેલીવાર ભારતમાં આવ્યા હતા, અને 2023માં 12 ચિત્તોની બીજી બેચ આવી હતી; આયાતી ચિતાઓમાંથી 7 અને અહીં જન્મેલા 10 માંથી 3 ચિતા મૃત્યુ પામ્યા છે – એટલે કે અત્યાર સુધીમાં કુલ 10 ચિતા મૃત્યુ પામ્યા છે.
જ્યાં સુધી આ પ્રોજેક્ટની સફળતાનો સંબંધ છે, તેને 50 ટકા સર્વાઇવલ રેટની જરૂર છે. પરંતુ ચિત્તાના સમાવેશ માટે તૈયાર કરવામાં આવેલ એક્શન પ્લાન કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તે સંપૂર્ણપણે ખુલ્લામાં રખડતા ચિત્તાઓ અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યારે કુનોના ચિત્તાને 50 x 50 મીટરથી 0.5 x 1.5 ચોરસ કિલોમીટરના કદના ઘેરામાં રાખવામાં આવે છે. તેઓએ નવી આબોહવા સાથે અનુકૂલન સાધવું પડશે, માંદગીમાંથી સ્વસ્થ થવું પડશે અને સંભવતઃ શિકાર પણ કરવો પડશે, જ્યારે આ બિડાણોમાં એકલતા રહીને – આ બિડાણો રૂ. 15 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવ્યા હતા. આ ચિત્તાઓએ જંગલમાં રહેવા, સંવર્ધન અને શિકાર કરવામાં વધુ સમય વિતાવ્યો નથી, જ્યારે આ પ્રોજેક્ટનો મૂળ ઉદ્દેશ્ય છે.
તેનાથી વિપરિત, ચિત્તાઓ તેમની હાલની શ્રેણીમાં શિકાર કરે છે, પરંતુ “તેઓએ હજુ સુધી તેમના પ્રદેશો સ્થાપિત કર્યા નથી અથવા પ્રજનન કરવામાં સક્ષમ નથી.” અત્યાર સુધી, દક્ષિણ આફ્રિકાની એક પણ માદા ચિત્તાને નર સાથે સમાગમ કરવા માટે પૂરતો સમય મળ્યો નથી. કુનિયોમાં જન્મેલા સાત બચ્ચામાંથી છ એક જ ચિતા [પવન] દ્વારા જન્મેલા છે,” ડૉ. એડ્રિયન ટોર્ડિફ કહે છે. દક્ષિણ આફ્રિકાના આ તેજસ્વી નિષ્ણાતો પ્રોજેક્ટ ચિતાનો એક ભાગ છે.તેઓ એક અગ્રણી સભ્ય હતા, પરંતુ પછીથી કોઈપણ ઔપચારિકતા વિના બોલવાની તેમની આદતને કારણે, તેઓ પહેલા એકલા પડી ગયા અને અંતે તેમને પ્રોજેક્ટમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો.
તે વિસ્તારનો નકશો જ્યાં ચિત્તાઓ બંધિયાર છે (ડાબે), અને અલગતા બિડાણોનો ફોટો (જમણે)
કુનો, જે એક સમયે 350 ચોરસ કિલોમીટરનું નાનું અભયારણ્ય હતું, તેનું કદ બમણું કરીને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવ્યું, જેથી ખુલ્લા વિસ્તારમાં જંગલી પ્રાણીઓનો શિકાર કરી શકાય. ચિતાઓને અહીં મુક્તપણે ફરવા દેવા માટે, 1999 થી 16,000 થી વધુ આદિવાસીઓ અને દલિતોને જંગલમાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે.
“અમે બહાર છીએ અને ચિતા અંદર છે!” બગચાના સહરિયા આદિવાસી માંગીલાલ કહે છે. માંગીલાલ (31) તાજેતરમાં વિસ્થાપિત થયા છે અને શ્યોપુર તાલુકામાં ચકબામુલ્યામાં તેમનું નવું ઘર અને ખેતર મેળવવા માટે દોડધામમાં વ્યસ્ત છે.
ગુટ્ટી, માંગીલાલ અને શ્રીનિવાસ એ મધ્યપ્રદેશમાં એક ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ (PVTG) સહરિયા આદિવાસીઓ છે, જેઓ તેમની આજીવિકા માટે જંગલમાંથી ગમ, લાકડા, ફળો, મૂળ અને જડીબુટ્ટીઓ પર આધાર રાખે છે.
માંગીલાલ કહે છે, “બગચામાં [જ્યાં તેઓ વિસ્થાપિત થયા છે] અમારા માટે જંગલમાં જવું ખૂબ જ સરળ હતું. મેં 1,500 થી વધુ પાઈન વૃક્ષો પાછળ છોડી દીધા, જે મારા કુટુંબની પેઢીઓથી માલિકીનું હતું અને જેમાંથી અમે ગમ મેળવ્યા હતા. વાંચો: કુનો: આદિવાસીઓના વિસ્થાપનના ખર્ચે ચિતાઓનો બંદોબસ્ત. હવે તે અને તેનું નવું ગામ તેમના વૃક્ષોથી લગભગ 30-35 કિલોમીટર દૂર છે; તેમને તેમના પોતાના જંગલમાં જવા દેવામાં આવતા નથી – તેઓને તેની બહારની દુનિયામાં દેશનિકાલ કરવામાં આવ્યા છે.
માંગીલાલ કહે છે, “અમને કહેવામાં આવ્યું હતું કે વિસ્થાપનના વળતરમાં અમને રૂ. 15 લાખ આપવામાં આવશે, પરંતુ અમને ઘર બનાવવા માટે રૂ. 3 લાખ, અનાજ માટે રૂ. 75,000 અને બિયારણ અને ખાતર ખરીદવા માટે રૂ. 20,000 આપવામાં આવ્યા હતા,” માંગીલાલ કહે છે. વન વિભાગ દ્વારા રચવામાં આવેલી વિસ્થાપન સમિતિએ તેમને જણાવ્યું છે કે લગભગ 12 લાખ રૂપિયાની બાકીની રકમ નવ વીઘા [લગભગ ત્રણ એકર] જમીન, વીજળી, રસ્તા, પાણી અને સ્વચ્છતા માટે રાખવામાં આવી હતી.
બલ્લુ આદિવાસી નવા સ્થપાયેલા બગચા ગામના પટેલ (મુખ્ય) છે. તે વિસ્થાપિત લોકોએ જ નિર્ણય કર્યો કે વૃદ્ધ વ્યક્તિને આ પોસ્ટ પર ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઈએ. શિયાળાની સાંજે ડૂબતા સૂર્યના પ્રકાશમાં, તે બાંધકામના કામને કારણે એકઠા થયેલા કાટમાળ, કાળી તાડપત્રીથી બનેલા તંબુઓ અને પવનમાં લહેરાતા પ્લાસ્ટિકના ટુકડાને જોઈ રહ્યો છે. શ્યોપુર શહેર તરફ જતા હાઈવેની સમાંતર દૂરથી ઈંટો અને સિમેન્ટથી બનેલા અધૂરા મકાનોની પંક્તિઓ દેખાય છે. “અમારી પાસે અમારું ઘર પૂરું કરવા અથવા અમારા ખેતરને નહેર સાથે જોડવા અને ઢોળાવ બનાવવા માટે પૈસા નથી,” તે કહે છે.
બગચાના રહેવાસીઓ 2023ના મધ્યમાં તેમના નવા ઘરમાં રહેવા ગયા. તેઓ કહે છે કે તેમને તેમનું સંપૂર્ણ વળતર મળ્યું નથી અને તેઓ તેમના ઘરો બાંધવા અને તેમના નવા ખેતરોમાં ખેતી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છેફોટો • પ્રીતિ ડેવિડબગચાના રહેવાસીઓ 2023ના મધ્યમાં તેમના નવા ઘરમાં ગયા. તેઓ કહે છે કે તેમને તેમનું સંપૂર્ણ વળતર મળ્યું નથી અને તેઓ તેમના ઘરો બનાવવા અને તેમના નવા ખેતરોમાં ખેતી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છેફોટો • પ્રીતિ ડેવિડ
બગચાના રહેવાસીઓ 2023 ના મધ્યમાં તેમના નવા સ્થાને ગયા. તેમનું કહેવું છે કે તેમને હજુ સુધી પૂરેપૂરું વળતર મળ્યું નથી, અને આ કારણે તેઓને તેમના ઘર બનાવવા અને નવી જમીનમાં ખેતી કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
હેડમેન, બલ્લુ આદિવાસીફોટો • પ્રીતિ ડેવિડ કહે છે, ‘અમારી પાસે અમારા ઘરો પૂરા કરવા અથવા અમારા ખેતરોને ચેનલો અને ઢોળાવ સાથે સ્થાપિત કરવા માટે પૈસા નથી’ હેડમેન કહે છે, બલ્લુ આદિવાસીફોટો • પ્રીતિ ડેવિડ
આદિવાસી વડા બલ્લુ કહે છે, ‘અમારી પાસે ઘર પૂરું કરવા કે ખેતરને નહેર સાથે જોડવા અને ઢોળાવ બનાવવા માટે પૈસા નથી.’
“તમે જે જોઈ રહ્યા છો તે અમે વાવેલો પાક નથી. અમને અમારા ખેતરો અહીં આસપાસના લોકોને શેર [લીઝ] પર આપવાની ફરજ પડી હતી. અમને મળેલા પૈસાથી અમે પાક ઉગાડી શક્યા ન હતા,” બલ્લુ કહે છે. તે એ પણ નિર્દેશ કરે છે કે તેમની જમીનો ગામમાં કહેવાતી ઉચ્ચ જાતિના સપાટ અને સારી રીતે ખેડેલા ખેતરો જેટલી ફળદ્રુપ નથી.
જ્યારે PARIએ 2022 માં બલ્લુ સાથે વાત કરી, ત્યારે તેણે કહ્યું કે મોટી સંખ્યામાં વિસ્થાપિત લોકો હજુ પણ રાજ્ય સરકાર દ્વારા વીસ વર્ષ પહેલાં આપેલા વચનો પૂરા કરવાની રાહ જોઈ રહ્યા છે: “અમે પોતાને આવી પરિસ્થિતિમાં લાવવા માંગતા નથી,” તેમણે વિસ્થાપન સામે વિરોધ કરતી વખતે કહ્યું હતું. વાંચોઃ કુનો પાર્ક 23 વર્ષથી સિંહોના રસ્તે ચાલે છે.
જો કે, હવે તેની સાથે અને અન્ય લોકો સાથે પણ આવું જ થઈ રહ્યું છે.
“જ્યારે તેઓ ઇચ્છતા હતા કે અમે કુનોને ખાલી કરીએ, ત્યારે તેઓએ તરત જ અમારી માંગણી પૂરી કરી. હવે જો તમને કંઈક જોઈએ છે, તો તેઓ તેને ઠુકરાવી દે છે,” ગુટ્ટી સામન્યા તેના ચિત્તા મિત્રના દરજ્જા પછી કહે છે.
બધા આદિવાસીઓ ગયા પછી, 748 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ રાષ્ટ્રીય ઉદ્યાન હવે માત્ર ચિતાઓનું ઘર છે. આ એક દુર્લભ લક્ષણ છે જે ભારતીય સંરક્ષણવાદીઓને આશ્ચર્યચકિત કરે છે. તે કહે છે કે ગંગા ડોલ્ફિન, દરિયાઈ કાચબો, ગોદાવન, એશિયાટિક સિંહ, તિબેટીયન હરણ અને ઘણી સ્થાનિક પ્રજાતિઓ, “સંપૂર્ણપણે લુપ્ત થવાના આરે છે…અનેઅને તે અમારી પ્રાથમિકતા છે.” વાઇલ્ડલાઇફ એક્શન પ્લાન 2017-2031માં આનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ચિત્તા તેમની પ્રાથમિકતા નથી.
આ ચિતાઓને કુનો સુધી લાવવા માટે ભારત સરકારે ઘણી જટિલ કાનૂની અને રાજદ્વારી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડ્યું હતું. 2013 માં, ભારતીય સુપ્રીમ કોર્ટે તેના એક આદેશમાં લુપ્ત એશિયાટિક ચિત્તાઓ (એસીનોનીક્સ જુબેટસ વેનેટિકસ) ને બદલવા માટે ભારતમાં આફ્રિકન ચિત્તા (એસીનોનીક્સ જુબાટસ) દાખલ કરવાની યોજનાને રદ કરી હતી.
જો કે, જાન્યુઆરી 2020 માં, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ટ્રિબ્યુનલ (NTCA) દ્વારા દાખલ કરવામાં આવેલી પુનઃ અરજી પર, સુપ્રીમ કોર્ટે પ્રયોગો હાથ ધરવાની શરતે ચિત્તાઓને ભારતમાં લાવવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત, તેમના આદેશમાં તેમણે એમ પણ કહ્યું કે આ યોજનાની શક્યતાઓ પર એકલા NTCA નિર્ણય લેશે નહીં, પરંતુ તેણે નિષ્ણાતોની સમિતિની સૂચનાઓનું પાલન કરવું પડશે.
ચિત્તાઓ ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટ્સમાં આવ્યા હતા અને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં કુનોમાં ખસેડવામાં આવ્યા હતા.ફોટો • ફોટો સૌજન્ય: પ્રોજેક્ટ ચિત્તા વાર્ષિક અહેવાલ 2022-2023ચીતાઓ ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટ્સમાં આવ્યા હતા અને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં કુનોમાં લઈ જવામાં આવ્યા હતા.ફોટો: ફોટો કોર્ટ પ્રોજેક્ટ ચિત્તા વાર્ષિક અહેવાલ 2022-2023
ચિત્તાઓને એક ખાસ ચાર્ટર્ડ એરક્રાફ્ટ દ્વારા લાવવામાં આવ્યા હતા, અને પછી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા કુનો ખાતે ઉડાડવામાં આવ્યા હતા.
10 સભ્યોની ઉચ્ચ સ્તરીય પ્રોજેક્ટ ચિતા સંચાલન સમિતિની રચના કરવામાં આવી હતી. પરંતુ આ કમિટીના સભ્ય રહેલા વૈજ્ઞાનિક તોર્ડિફ કહે છે, “મને ક્યારેય કોઈ મીટિંગ માટે બોલાવવામાં આવ્યો ન હતો.” પરીએ કેટલાક પ્રોજેક્ટ ચિતા નિષ્ણાતો સાથે વાત કરી જેઓ કહે છે કે તેમની સલાહને સતત અવગણવામાં આવી હતી અને “ટોચના લોકો પાસે કોઈ સંકેત નહોતા, પરંતુ તેઓએ અમને મુક્તપણે કામ કરવાની મંજૂરી આપી ન હતી.” જો કે, તે સ્પષ્ટ હતું કે ટોચ પર કોઈ વ્યક્તિ ઇચ્છે છે કે પ્રોજેક્ટ ઓછામાં ઓછો સફળ દેખાય, તેથી તમામ ‘નકારાત્મક’ માહિતીને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા.
સુપ્રીમ કોર્ટના નિર્ણયે શક્યતાઓના દરવાજા ખોલી દીધા, કારણ કે ચિતા પ્રોજેક્ટનું અમલીકરણ ખૂબ જ ઝડપી ગતિએ થવા લાગ્યું હતું. સપ્ટેમ્બર 2022 માં, વડા પ્રધાને દાવો કર્યો હતો કે સંરક્ષણ માટે આ એક મોટી જીત છે અને આ આયાતી ચિત્તાઓના ચિત્રો સાથે કુનોમાં તેમનો 72મો જન્મદિવસ ઉજવ્યો હતો.
સંરક્ષણ પ્રત્યે વડા પ્રધાનનો આ ઉત્સાહ વિરોધાભાસી પણ માનવામાં આવતો હતો કારણ કે 2000 ના દાયકાની શરૂઆતમાં જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે ‘ગુજરાતનું ગૌરવ’ કહેવાતા સિંહોને રાજ્યની બહાર લઈ જવા દીધા ન હતા. , જ્યારે તે સમયે, સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે એશિયાટિક સિંહોનો સમાવેશ ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા જારી કરાયેલ લુપ્તપ્રાય પ્રજાતિની લાલ યાદીમાં છે.
બે દાયકા પછી પણ આ સિંહો ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યા છે અને તેમને તેમના સંરક્ષણ માટે બીજા ઘરની જરૂર છે. આજે માત્ર થોડી સંખ્યામાં એશિયાટિક સિંહો (પેન્થેરા લીઓ પર્સિકા) બાકી છે અને તે બધા ગુજરાતના દ્વીપકલ્પીય પ્રદેશ સૌરાષ્ટ્રમાં રહે છે. આ સિંહોને સંરક્ષણ હેતુ માટે કુનો લાવવાના હતા. અને આ સંરક્ષણ યોજના રાજકારણથી પ્રેરિત ન હતી, પરંતુ વિજ્ઞાન દ્વારા.
ચિતા પ્રોજેક્ટ પર સરકારનો ભાર એટલો મજબૂત હતો કે ભારતે નામિબિયાને ખુશ કરવા માટે તેની કડક હાથીદાંત પ્રાપ્તિ નીતિઓ હળવી કરવી જરૂરી માન્યું. આફ્રિકન ચિત્તોની બીજી બેચ નામિબિયાથી કુનો લાવવામાં આવી હતી. અમારા વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, 1972 ની કલમ 49B હાથીદાંતના કોઈપણ વેપાર પર પ્રતિબંધ મૂકે છે. આ સ્કોપમાં આયાતનો પણ સમાવેશ થાય છે. નામિબિયા હાથીદાંતનો નિકાસકાર છે, તેથી ભારતે 2022 માં લુપ્તપ્રાય પ્રજાતિઓ અને વનસ્પતિઓ (CITES) માં આંતરરાષ્ટ્રીય વેપાર પરના કન્વેન્શનની પનામા કોન્ફરન્સમાં વ્યાપારી હાથીદાંતના વેપાર પર મતદાન કરવાનું ટાળ્યું હતું. આ ચિત્તાઓ માટે પ્રતિશોધ હતો જે નામિબિયાથી આવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર, 2022ના રોજ તેમના જન્મદિવસે કુનોમાં પ્રથમ ચિત્તા છોડાવી હતી.
ફોટો • ફોટો સૌજન્ય: પ્રોજેક્ટ ચિત્તા વાર્ષિક અહેવાલ 2022-2023
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બર, 2022ના રોજ કુનોમાં ચિતાઓને છોડવામાં આવ્યા હતા.
બધા આદિવાસીઓ ગયા પછી, 748 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ રાષ્ટ્રીય ઉદ્યાન હવે માત્ર ચિતાઓનું ઘર છે. પરંતુ અમારી પ્રાથમિકતા ગંગા ડોલ્ફિન, દરિયાઈ કાચબા, ગોદાવન, એશિયાટિક સિંહ, તિબેટીયન હરણ અને અન્ય સ્થાનિક પ્રજાતિઓ હોવી જોઈએ, જે અત્યંત જોખમમાં છે. બહારથી લાવેલી ચિતા નહીં
અહીં બગચામાં માંગીલાલ કહે છે કે ચિતાઓ તેમના મગજમાં આવતા નથી. તેની વાસ્તવિક ચિંતા તેના છ સભ્યોના પરિવાર માટે ખોરાક અને લાકડાની વ્યવસ્થા કરવાની છે. “અમે ફક્ત ખેતી પર ટકીશું નહીં,” તે સ્પષ્ટપણે કહે છે. તેઓ કુનોમાં તેમના ઘરે બાજરી, જુવાર, મકાઈ, કઠોળ અને શાકભાજી ઉગાડતા હતા. “આ માટી ડાંગરના પાક માટે સારી છે, પરંતુ પાક ઉગાડવા માટે ખેતર તૈયાર કરવું ખૂબ ખર્ચાળ છે અને અમારી પાસે પૈસા નથી.”
શ્રીનિવાસ કહે છે કે કામ મેળવવા તેને જયપુર સ્થળાંતર કરવું પડશે. “અહીં અમારા માટે કોઈ કામ નથી. જંગલમાં જવા પર પ્રતિબંધને કારણે અમારી આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો છે,” ત્રણ બાળકોના પિતા શ્રીનિવાસ કહે છે. તેનું સૌથી નાનું બાળક માત્ર આઠ મહિનાનું છે.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા નવેમ્બર 2021માં બહાર પાડવામાં આવેલ ભારતમાં ચિતા પરિચય માટેની એક્શન પ્લાનમાં સ્થાનિક લોકો માટે નોકરીઓની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ ચિત્તા સંભાળ અને પ્રવાસનલગભગ સો સંબંધિત નોકરીઓ પછી, એક પણ સ્થાનિક વ્યક્તિને લાભ મળ્યો નથી.
પહેલા સિંહો અને હવે ચિતાએ રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણમાં અને રાજકારણીઓની ઈમેજ બિલ્ડીંગમાં મહત્વની ભૂમિકા ભજવવાની હોય છે. સંરક્ષણનો હેતુ માત્ર દેખાડો કરવાનો છે.
ચિત્તા એક્શન પ્લાન 44 પાનાનો દસ્તાવેજ છે, જેના દ્વારા દેશની સમગ્ર સંરક્ષણ નીતિ ચિત્તાઓને સોંપવામાં આવી છે. એક્શન પ્લાન જણાવે છે કે આ પ્રોજેક્ટ ‘ઘાસના મેદાનોને પુનઃજીવિત કરશે…કાળિયારનું રક્ષણ કરશે…જંગલોને માનવ હસ્તક્ષેપથી મુક્ત કરશે…’ અને ઇકો-ટુરીઝમ અને દેશની વૈશ્વિક છબીને વેગ આપશે – ‘ ચિત્તાના સંરક્ષણ પ્રયાસોને કારણે, વિશ્વ ભારતને એક એવા દેશ તરીકે જુઓ જે આ કાર્યમાં સહકાર આપી શકે.
NTCA, MoEFCC અને PSU ઈન્ડિયન ઓઈલના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) દ્વારા સંયુક્ત રીતે પૂરા પાડવામાં આવેલ અંદાજે રૂ. 195 કરોડના બજેટ (2021)માંથી આ પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજ સુધી આટલું મોટું બજેટ અન્ય કોઈ પ્રાણી કે પક્ષી માટે ક્યારેય ફાળવવામાં આવ્યું નથી.
વિડંબના એ છે કે કેન્દ્ર દ્વારા આટલો ઊંડો રસ લેવાને કારણે ચિતા પ્રોજેક્ટને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. “રાજ્ય સરકાર પર વિશ્વાસ કરવાને બદલે, ભારત સરકારના અધિકારીઓએ દિલ્હીથી જ પ્રોજેક્ટને નિયંત્રિત કરવાનું પસંદ કર્યું. આને કારણે, ઘણી સમસ્યાઓ રહી ગઈ કારણ કે તેનો કોઈ ઉકેલ ન હતો,” જે.એસ. ચૌહાણ કહે છે.
જ્યારે ચિતાની આયાત કરવામાં આવી ત્યારે ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્ય વન્યજીવન વોર્ડન હતા. “મેં તેમને વિનંતી કરી હતી કે કુનો નેશનલ પાર્કમાં 20 થી વધુ ચિત્તાઓ રાખવા માટે પૂરતી જગ્યા નથી, તેથી અમને કેટલાક પ્રાણીઓને ચિત્તા એક્શન પ્લાનમાં દર્શાવેલ વૈકલ્પિક સ્થળોએ ખસેડવાની મંજૂરી આપવી જોઈએ.” ચૌહાણ પડોશી રાજસ્થાનમાં મુકન્દ્રા હિલ ટાઈગર રિઝર્વનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જે જંગલમાં 759 ચોરસ કિલોમીટરના ફેન્સ્ડ વિસ્તારમાં ફેલાયેલો છે.
રાષ્ટ્રીય ઉદ્યાનનો સેંકડો ચોરસ કિલોમીટરનો વિસ્તાર હવે ફક્ત આફ્રિકન ચિત્તાઓ માટે જ છે. રેડિયો કોલર બિલાડીની હિલચાલ પર નજર રાખવામાં મદદ કરે છેફોટો • ફોટો સૌજન્ય: પ્રોજેક્ટ ચિત્તા વાર્ષિક અહેવાલ 2022-2023રાષ્ટ્રીય ઉદ્યાનનો સેંકડો ચોરસ કિલોમીટરનો વિસ્તાર હવે ફક્ત આફ્રિકન ચિત્તાઓ માટે છે. રેડિયો કોલર બિલાડીની હિલચાલ પર નજર રાખવામાં મદદ કરે છેફોટો • ફોટો સૌજન્ય: એડ્રિયન ટોર્ડિફ
રાષ્ટ્રીય ઉદ્યાનનો સેંકડો ચોરસ કિલોમીટર વિસ્તાર હવે ફક્ત આફ્રિકન ચિત્તાઓનું ઘર છે. રેડિયોવાળા કોલરનો ઉપયોગ કરીને તેમની હિલચાલનું નિરીક્ષણ કરવામાં આવે છે
ભારતીય વન સેવાના નિવૃત્ત અધિકારી ચૌહાણ કહે છે કે તેઓ એનટીસીએના સભ્ય સચિવ એસ.પી. યાદવને “ચિતાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણયો લેવા” વિનંતી કરતા ઘણા પત્રો લખવામાં આવ્યા હતા. પરંતુ તે પત્રોનો કોઈ જવાબ આવ્યો નથી. તેમને જુલાઈ 2023 માં તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા, અને થોડા મહિના પછી નિવૃત્ત થયા હતા.
આ પ્રોજેક્ટ ચલાવી રહેલા લોકોને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે આ કિંમતી ચિતાઓને એવા રાજ્ય (રાજસ્થાન)માં છોડવું શક્ય નથી જ્યાં વિરોધ પક્ષ કોંગ્રેસ સત્તામાં હતી. “ખાસ કરીને જ્યાં સુધી ચૂંટણીઓ ન થાય ત્યાં સુધી [નવેમ્બર અને ડિસેમ્બર 2023 માં].”
ચિતાઓનું કલ્યાણ એ કોઈની પ્રાથમિકતા ન હતી.
“અમે વિચારવા માટે પૂરતા નિષ્કપટ હતા કે તે એક સામાન્ય સંરક્ષણ પ્રોજેક્ટ છે,” ટોર્ડિફ સંપૂર્ણ નિરાશા સાથે કહે છે. હવે તેમને લાગવા માંડ્યું છે કે તેમણે આ પ્રોજેક્ટથી દૂર રહેવું જોઈએ. “અમે તેના રાજકીય પરિણામોની અપેક્ષા રાખી શકતા નથી.” તે કહે છે કે તેણે ચિત્તાના સ્થાનાંતરણ માટે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે, પરંતુ તેમનો ઉદ્દેશ્ય સંરક્ષણ હતો. તે પ્રોજેક્ટ કોઈ રાજકીય ગરબડ સાથે સંબંધિત ન હતા.
ડિસેમ્બરમાં મધ્યપ્રદેશમાં ભાજપ સત્તામાં પરત ફર્યા પછી, મધ્યપ્રદેશમાં સ્થિત ગાંધી સાગર વન્યજીવ અભયારણ્ય (વાઘ અભયારણ્ય નહીં)ને આગામી બેચના સ્થાનાંતરણ માટે તૈયાર કરવામાં આવશે તેવી અસર માટે એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી. ચિત્તા
જો કે, ચિત્તાઓની ત્રીજી બેચ ક્યાંથી આવશે તે હજી નિશ્ચિત નથી, કારણ કે દક્ષિણ આફ્રિકાની સરકાર તેના દેશના સંરક્ષણવાદીઓ દ્વારા ટીકા કર્યા પછી વધુ પ્રાણીઓ મોકલવામાં કોઈ રસ દાખવી રહી નથી. ત્યાંના સંરક્ષણવાદીઓને પ્રશ્ન હતો કે ચિત્તાઓને મરવા માટે શા માટે ભારતમાં મોકલવામાં આવે છે. “એવું સાંભળ્યું હતું કે કેન્યા તરફથી આની વિનંતી કરવામાં આવી શકે છે, પરંતુ કેન્યા પોતે ચિત્તાઓની સંખ્યામાં ઘટાડો સાથે સંઘર્ષ કરી રહ્યું છે,” નામ ન આપવાની શરતે એક નિષ્ણાતે જણાવ્યું હતું.
“તે જંગલમાં શુભ બની ગયું છે,” માંગીલાલ રમૂજી સ્વરમાં કહે છે.
સફારી પાર્કમાં જંગલી ચિતાની જરૂર નથી. કદાચ આ ઉણપને બંદીવાન ચિતાઓ દ્વારા સરભર કરી શકાય!
ભારતનો આખો સરકારી વિભાગ આ ચિતાઓની પાછળ છે – પશુચિકિત્સકોની એક ટીમ, એક નવી હોસ્પિટલ, 50 થી વધુની સર્ચ ટીમ, કેમ્પર વાનના 15 ડ્રાઈવરો, 100 ફોરેસ્ટ ગાર્ડ, વાયરલેસ ઓપરેટર્સ, ઈન્ફ્રા-રેડ કેમેરા ઓપરેટર્સ અને તેનાથી વધુ ખાસ મહેમાનો માટે એક હેલિપેડ. આ સુવિધાઓ પાર્કની અંદર છે, જ્યારે સરહદી વિસ્તારોમાં ગાર્ડ અને રેન્જર્સની મોટી ટુકડી અલગથી તૈનાત છે.
ચિત્તાઓ પર રેડિયો કોલર લગાવવામાં આવ્યા છે જેથી તેઓ પર નજર રાખી શકાય. જંગલમાં હોવા છતાં, તેઓ જંગલમાં નથી, તેથી તેઓ હજી સામાન્ય માનવીઓ દ્વારા જોવાના બાકી છે. ચિત્તાઓના આગમનના થોડા અઠવાડિયા પહેલા સ્થાનિક લોકોમાં કોઈ ઉત્સાહ નહોતો. જાસૂસ આલ્સેટિયન કૂતરાઓ સાથે બંદૂકો સાથેના રક્ષકો કોઈપણ સમયે KNP ની સરહદો પર તેમની વસાહતોમાં આવશે. ગાર્ડના યુનિફોર્મ અને કૂતરાઓના તીક્ષ્ણ દાંતથી ડરી ગયેલા ગ્રામજનોને ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓજો તેઓ કૂતરાઓના સંપર્કમાં આવે છે, તો સ્નિફર ડોગ્સ તેમની સુગંધથી તેમને શોધી કાઢશે અને તે કૂતરાઓ તેમને મારવા માટે મુક્ત કરવામાં આવશે.
ચિત્તો લાવવા માટે ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનોમાંથી કુનોની પસંદગી કરવામાં આવી હતી કારણ કે તેની પાસે ચિતલ જેવો પૂરતો શિકાર હતો ( Axis axis ) (જમણે) ફોટો • પ્રીતિ ડેવિડ કુનોને ચિત્તો લાવવા માટે ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનોમાંથી પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે તેની પાસે ચિતલ ( Axis) જેવો પૂરતો શિકાર હતો ધરી ) (જમણે)ફોટો • પ્રીતિ ડેવિડ
કુનોને ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનોમાંથી ચિત્તોને હોસ્ટ કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે તેમાં ચિતલ હરણ (જમણે) જેવા પર્યાપ્ત શિકાર પ્રાણીઓ છે.
ભારતમાં ચિત્તાના પરિચયના વાર્ષિક અહેવાલ (2023) મુજબ, કુનોની પસંદગી “શિકારની પૂરતી ઉપલબ્ધતા”ને કારણે કરવામાં આવી હતી. પરંતુ કાં તો આ હકીકત ખોટી હતી અથવા તો સરકાર આ બાબતે કોઈ ભૂલ ટાળવા માંગે છે. મધ્યપ્રદેશના મુખ્ય મુખ્ય વન સંરક્ષક (પીસીસીએફ) અસીમ શ્રીવાસ્તવે આ પત્રકારને જણાવ્યું હતું કે, “આપણે કુનોમાં એક નવો શિકાર આધાર બનાવવો પડશે.” તેઓ જુલાઈ 2023 માં કાર્યભાર સંભાળે છે અને કહે છે કે ચિતાની વસ્તી અંદાજિત 100 થઈ ગઈ છે, જેનાથી ખોરાકની ઉપલબ્ધતા પર દબાણ આવે છે.
શ્રીવાસ્તવ વધુમાં કહે છે, “અમે શિકાર માટે ચિતલ [સ્પોટેડ ડીયર (એક્સીસ એક્સિસ)] ના સંવર્ધનને પ્રોત્સાહિત કરવા માટે 100 હેક્ટરનું બિડાણ બનાવી રહ્યા છીએ, જેથી કટોકટીના કિસ્સામાં ખોરાકની અછત ન થાય.” ભારતીય વન સેવા અધિકારી તરીકે, શ્રીવાસ્તવે બે દાયકાથી વધુ સમયથી પેંચ, કાન્હા અને બાંધવગઢ વાઘ અનામતનો હવાલો સંભાળ્યો છે.
આ ચિતાઓ માટે ભંડોળની ફાળવણી કોઈ મુદ્દો નથી. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે, “ભારતમાં ચિત્તાના પુનઃપ્રસારણના પ્રથમ તબક્કા માટે આયોજનનો સમયગાળો પાંચ વર્ષનો છે અને તેના માટે 39 કરોડ ભારતીય રૂપિયા [5 મિલિયન યુએસ ડોલર]નું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે.”
સંરક્ષણ વૈજ્ઞાનિક ડૉ. રવિ ચેલમ ચિત્તા પુનઃસ્થાપન યોજનાનું આ શબ્દોમાં વર્ણન કરે છે: “આ સૌથી વધુ ચર્ચિત અને સૌથી ખર્ચાળ પ્રોજેક્ટ પૈકી એક છે.” તેમનું કહેવું છે કે બહારથી લાવેલા શિકારથી ચિતાનું પેટ ભરવું એ ખોટી પરંપરાની શરૂઆત છે. વન્યજીવન સાથે સંકળાયેલા આ જીવવિજ્ઞાની કહે છે, “જો આ સંરક્ષણના દૃષ્ટિકોણથી કરવામાં આવી રહ્યું છે, તો આમ કરવાથી આપણે કુદરતી પ્રક્રિયાઓને અવરોધી રહ્યા છીએ અને તેની ખરાબ અસરોનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. આપણે આ ચિતાઓ સાથે જંગલી પ્રાણીઓની જેમ વ્યવહાર કરવો પડશે.” ડો. ચેલમે સિંહોનો અભ્યાસ કર્યો છે, અને હવે તે ચિત્તા પ્રોજેક્ટ પર નજર રાખી રહ્યા છે.
“તેમને લાંબા સમય સુધી કેદમાં રાખીને અને પ્રમાણમાં નાના ઘેરામાં ખોરાક માટેનો શિકાર પૂરો પાડીને, અમે ખરેખર તેમની શારીરિક ક્ષમતા અને ચપળતામાં ઘટાડો કરી રહ્યા છીએ, જેના લાંબા ગાળાના પરિણામો આવશે,” તે ઉમેરે છે. ડૉ. ચેલમે 2022 માં જ ચેતવણી આપી હતી કે, “આ બીજું કંઈ નથી પરંતુ એક ભવ્ય અને ખર્ચાળ સફારી પાર્ક બનાવવાનો પ્રયાસ છે.”
તેમણે જે કહ્યું તે આજે સાચું સાબિત થઈ રહ્યું છે: ચિતા સફારીની શરૂઆત 17 ડિસેમ્બર 2023 ના રોજ પાંચ દિવસીય ઉત્સવ સાથે કરવામાં આવી હતી. આજે ત્યાં દરરોજ 100-150 લોકો આવે છે અને કુનોમાં જીપ સફારી પાછળ રૂ. 3,000 થી રૂ. 9,000 ખર્ચે છે.
કુનોને 1999માં સિંહો માટે માર્ગ બનાવવા માટે સ્થાનિક લોકોથી મુક્ત કરવામાં આવ્યો હતો કારણ કે એશિયાટિક સિંહો જોખમી પ્રજાતિઓની IUCN રેડ લિસ્ટમાં છેફોટો • ફોટો સૌજન્ય: એડ્રિયન ટોર્ડિફ
1999 માં, એશિયાટિક સિંહો માટે માર્ગ બનાવવા માટે આદિવાસી લોકોને કુનોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ એશિયાટિક સિંહોનો સમાવેશ IUCN દ્વારા બહાર પાડવામાં આવેલી લુપ્તપ્રાય પ્રજાતિઓની લાલ યાદીમાં કરવામાં આવ્યો છે.
નવી હોટેલો અને સફારી ઓપરેટરોને તેનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે. ચિતા સફારી સાથે ‘ઇકો-રિસોર્ટ’માં રાત્રિ રોકાણ માટે પ્રવાસીઓ પાસેથી રૂ. 10,000 થી રૂ. 18,000 વસૂલવામાં આવે છે.
અહીં બગચામાં લોકો પાસે પૈસા નથી અને તેમનું ભવિષ્ય અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું છે. બલ્લુ કહે છે, “ચિતાના આગમનથી અમને કોઈ ફાયદો થયો નથી. “જો અમને વચન મુજબ પૂરા 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હોત, તો અમે આજે અમારા ખેતરોને કેનાલ સાથે જોડી શક્યા હોત, તેને સમતળ કરી શક્યા હોત અને યોગ્ય રીતે તૈયાર કરી શક્યા હોત. અમે અમારું ઘર પણ સંપૂર્ણ રીતે બાંધ્યું હોત. માંગીલાલ ચિંતામાં કહે છે, “આપણે કોઈ કામ નથી કરી શકતા, આપણે કેવી રીતે પેટ ભરીશું?”
સહરિયા આદિવાસીઓના જીવનના અન્ય પાસાઓ પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. દીપી તેની જૂની શાળામાં આઠમા ધોરણમાં ભણતી હતી અને આ નવી જગ્યાએ આવ્યા બાદ તેનો અભ્યાસ ચૂકી ગયો છે. “અહીં આસપાસ કોઈ શાળાઓ નથી,” તે કહે છે. અહીંની નજીકની શાળા પણ ઘણી દૂર છે. નાના બાળકો આ બાબતમાં થોડા નસીબદાર હોય છે. દરરોજ એક શિક્ષક આવીને ખુલ્લા આકાશ નીચે ભણાવે છે. આ માટે અહીં કોઈ બિલ્ડીંગ નથી. “પણ બધાં બાળકો ચોક્કસ ભણવા જાય છે,” માંગીલાલ આશ્ચર્યથી મારી સામે જોઈને હસતાં કહે છે. તેણે મને યાદ કરાવ્યું કે જાન્યુઆરીની શરૂઆતને કારણે રજા છે અને તેથી જ શિક્ષક આજે આવ્યા નથી.
રહેવાસીઓ માટે બોરવેલ ખોદવામાં આવ્યો છે અને નજીકમાં સફેદ પાણીની મોટી ટાંકીઓ પડી છે. સ્વચ્છતાની સુવિધાના ગંભીર અભાવને કારણે ખાસ કરીને મહિલાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. “તમે મને કહો, આપણે [સ્ત્રીઓએ] શું કરવું જોઈએ?” ઓમવતી કહે છે. “ક્યાંય શૌચાલય નથી. અને, જમીન એટલી હદે સાફ કરી દેવામાં આવી છે કે ત્યાં કોઈ વૃક્ષો પણ નથી જેની પાછળ મહિલાઓ છુપાવી શકે. “આપણે ન તો ખુલ્લામાં જઈ શકીએ કે ન તો નજીકમાં ઉગતા પાકો વચ્ચે.”
ચિતા એક્શન પ્લાનમાં નોંધવામાં આવ્યું હતું કે પ્રવાસનમાંથી થતી આવકના 40 ટકા પાછા ખેડવી જોઈએ, પરંતુ વિસ્થાપિત લોકો કહે છે કે તેઓને તેમનું અંતિમ વળતર પણ હજુ સુધી પ્રાપ્ત થયું નથી ફોટો • પ્રીતિ ડેવિડ ચિતા એક્શન પ્લાનમાં નોંધ્યું છે કે પર્યટનમાંથી થતી 40 ટકા આવક પાછી ખેડવી જોઈએ. પરંતુવિસ્થાપિત થયેલા લોકોનું કહેવું છે કે તેઓને તેમનું અંતિમ વળતર પણ મળવાનું બાકી છેફોટો • પ્રીતિ ડેવિડ
ચિત્તા સંબંધિત એક્શન પ્લાન જણાવે છે કે પર્યટનની આવકનો 40 ટકા સ્થાનિક રીતે ખર્ચ કરવો જોઈએ, પરંતુ વિસ્થાપિત લોકોનું કહેવું છે કે તેમને હજુ સુધી સંપૂર્ણ વળતર પણ મળ્યું નથી.
ઓમવતી (35)ને પાંચ બાળકો છે. તેણી કહે છે કે ઘાસ અને તાડપત્રી તંબુઓ સિવાય કે જેમાં કુટુંબ રહે છે, તેમના માટે અન્ય મુશ્કેલીઓ છે: “અમારે લાકડા લેવા માટે ખૂબ દૂર જવું પડે છે. હવે જંગલ આપણાથી ઘણું દૂર થઈ ગયું છે. ભવિષ્યમાં આપણે કેવી રીતે ટકીશું?” અન્ય મહિલાઓ કહે છે કે તેઓ તેમની સાથે લાવેલા લાકડાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય તેઓ પોતાની જમીનની માટી ખોદીને છોડના મૂળને બહાર કાઢે છે, જેથી તેનો ઈંધણ તરીકે પણ ઉપયોગ કરી શકાય. પરંતુ એક દિવસ તેઓ પણ સમાપ્ત થશે.
એટલું જ નહીં, કુનોની આસપાસ લાકડા સિવાયની વન પેદાશોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે ચિતા પ્રોજેક્ટને કારણે નવી ફેન્સિંગ કરવામાં આવી છે. આગામી અહેવાલમાં આ અંગે વિગતવાર વાંચી શકાશે.
ચિત્તાઓ પરની એક્શન પ્લાન જણાવે છે કે પર્યટનની આવકનો 40 ટકા આસપાસના સમુદાયો પર ખર્ચ કરવો જોઈએ, જેથી ‘વિસ્થાપિત લોકો માટે ચિત્તા સંરક્ષણ ફાઉન્ડેશન બનાવી શકાય, દરેક ગામમાં ચિત્તાઓ પર નજર રાખનારા ચિતા મિત્રોની રચના કરી શકાય’ ભથ્થાં. આપી શકાય, આજુબાજુના ગામોમાં રોડ નિર્માણ, સ્વચ્છતા, શાળાઓ જેવા વિકાસના પ્રોજેક્ટો ચલાવી શકાય. પરંતુ દોઢ વર્ષ વીતી જવા છતાં આ તમામ કામગીરી માત્ર કાગળ પર જ રહી છે.
“આપણે ક્યાં સુધી આ રીતે જીવી શકીશું?” ઓમવતી આદિવાસી પૂછે છે.
કવર ફોટો: એડ્રિયન ટોર્ડિફ
અનુવાદ: સવારે મિલિંદ