[:gj]કારખાના અને દુકાનોનો માલિકોએ ભોજન અને પગાર આપતાં નથી, જાહેરનામું [:]

[:gj]દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ હેઠળનું જાહેરનામું.

દેવભૂમિ દ્વારકા ૧૬ એપ્રિલ 2020

દેવભૂમિ દ્વારકા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪થી એક જાહેરનામું બહાર પાડી તેમને મળેલી સત્તાની રૂએ તમામ રોજગાર પુરો પાડતા ઉદ્યોગો વ્યાપારી વાણિજ્ય સંસ્થા દુકાનો,કોન્ટ્રાકટરોએ તેમના તમામ કામદારોને લોકડાઉનના સમય દરમિયાન તેમના ઉદ્યોગો વ્યાપાર વાણિજ્ય સંસ્થા દુકાનો બંધ રહ્યા હોય તો પણ કામના સ્થળે નિયત થયેલ મહેનતાણું નિયત થયેલ તારીખે જ કોઈપણ પ્રકારના કપાત વગર પુરેપુરુ ચૂકવવાનું રહેશે.

કામદારો, શ્રમિકો સ્થળાંતર થતા લોકો સહિત કે જે ભાડાથી રહે છે. તેમના રહેણાંક મકાન ના માલિકોએ એક મહિના સુધી ભાડું માંગવાનું રહેશે નહીં. જો કોઈ મકાન માલિક તેમના મકાનમાં ભાડે રહેતા શ્રમિકો અને વિદ્યાર્થીઓને તેમની માલિકીની જગ્યા છોડવાનું કહે છે. તો ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ અનુસાર પગલાં લેવામાં આવશે.

કોઈપણ ઉદ્યોગો વ્યાપારી વાણિજ્ય સંસ્થા દુકાનો,કોન્ટ્રાક્ટરો તેમના શ્રમિકોને બળજબરીપૂર્વક કામના રહેઠાણના સ્થળોને છોડવાનું કહી શકશે નહીં. આ પ્રકારના શ્રમિકોને રહેવા તથા જમવાની વ્યવસ્થા તેઓ જે સ્થળે કામ કરતા હોય તે સ્થળના માલિકે કરવાની રહેશે..

દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેમનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનારા ઈસમો વિરુદ્ધ ભારતના ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની કલમ ૧૮૮ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.[:]