ગાંધીનગર, 16 ડિસેમ્બર 2020
સરકારી, સામાન્ય ખેડૂતોની, ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો કરનારા ગુંડાઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક-2020ના નિયમો 16 ડિસેમ્બર 2020થી જાહેર કરી અમલી કરાયા છે. 25 સપ્ટેમ્બર 2020ના દિવસે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જાહેર કર્યું હતું કે સરકાર ભૂમાફીયા સામે કાયદો લાવશે.
સજા – દંડ
ગુનેગાર દોષિત ઠરે તો 10થી 14 વર્ષની કેદ થશે. મિલકતોની જંત્રીની કિંમત સુધીનો દંડ કરાશે.
7 સભ્યોની જિલ્લા સમિતિ
કાયદાની આડ લઇને જમીનમાં ખોટી ફરિયાદ કે અરજી કરીને તેનું ટાઇટલ બગાડવાની પ્રવૃત્તિ ન કરે તે માટે લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં 7 સભ્યોની એક સમિતિ રહેશે. જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક તથા મ્યૂનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર ઉપરાંત શહેરી વિકાસ સત્તામંડળના સી.ઇ.ઓ આ સમિતિના સભ્યો રહેશે તથા જિલ્લાના અધિક નિવાસી કલેકટર સભ્ય સચિવ તરીકે કાર્ય કરશે.
15 દિવસે ફરજિયાત બેઠક મળશે. સભ્ય સચિવ જે ફરિયાદો રજૂ કરશે તેની તપાસ પ્રાંત અધિકારી અન્ય સક્ષમ અધિકારી પાસે કરાવશે.
કઈ જમીન
ધાર્મિક સખાવતી સંસ્થા અથવા દેણગીની કે ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલું રાખે તો તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વ્યક્તિઓ પણ આ કાયદા હેઠળ ગુનેગાર ગણાશે. ખેડૂતો, સામાન્ય માનવી કે ખાનગી માલિકી, જાહેર સંસ્થાની, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જમીનો આવી જાય છે.
સુઓમોટો પગલાં
સરકારી જમીન પચાવી પાડવાના કે ગેરકાયદેસર કબજો કરવાના કિસ્સામાં કે કોઇ માથાભારે તત્વોના કિસ્સામાં જિલ્લા કલેકટરને અને રાજ્ય સરકારને આપમેળે-સુઓમોટો પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે.
સમય રેખા નક્કી કરાઈ
તપાસ લાંબો સમય ન ચાલે તે માટે દરેક તબક્કાની સમય મર્યાદા નક્કી કરી છે. તપાસ અધિકારીએ કોઇપણ વિભાગ પાસેથી પાંચ દિવસમાં માહિતી મેળવવાની રહેશે. ફરિયાદ કરનારનું હિત સંકળાયેલું છે કે કેમ, મહેસૂલી ટાઇટલ તે વ્યકિતના નામે છે કે કેમ, ખરેખર કાયદાનો ભંગ થયાનું કૃત્ય છે તેવી સંપૂર્ણ તપાસ સાથે પ્રથમ દર્શનીય અહેવાલ સમિતીને સોંપશે.
બળપ્રયોગ, ધાક ધમકી, લોભ લાલચ કે છેતરપીંડીથી આવી જમીનનો કબજો મેળવાયો છે કે કેમ તેનો પણ અહેવાલ આપશે. તપાસ અહેવાલ રજૂ થાય તેના 21 દિવસમાં સમિતિએ નિર્ણય લેવો પડશે.
પોલીસ ફરિયાદ
સમિતિ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક-2020નો ગુનો નક્કી કરે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધા બાદ 7 દિવસમાં પોલીસ અધિકારી ફરિયાદ નોંધશે. FIR પછી 30 દિવસમાં તહોમતનામું આ કાયદાના અમલ માટેની ખાસ અદાલતમાં રજૂ કરશે. ગૂનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષક DYSP ના દરજ્જાના અધિકારી કરશે.
વિશેષ અદાલત દ્વારા 6 મહિનામાં સજા
વિશેષ અદાલત બનશે. 6 મહિનામાં ગુનાની સજા કરી દેવાની રહેશે. વિશેષ અદાલતોને દિવાની અને ફોજદારી બેય અદાલતોની સત્તા આપવામાં આવી છે. ઝડપી સૂનાવણી માટે દરેક વિશેષ અદાલતમાં સરકારી વકીલ પબ્લીક પ્રોસીકયુટરની નિમણૂંક પણ કરવામાં આવશે. જમીન પોતે પચાવી પાડી નથી તેવું અદાલત સમક્ષ આરોપીએ પૂરવાર કરવું પડશે.
જમીન કયા પૈસાથી ખરીદી
આવી ફરિયાદના કિસ્સામાં જમીન ખરીદનારે ખરીદી માટેના નાણાંકીય સ્ત્રોત પોતાની આવકમાંથી ઊભા કરેલા છે તેવું સાબિત કરવાનું રહેશે.
મદદ કરનારા સરખા ગુનેગાર
જમીનોનો ગેરકાયદેસર કબજો લેનાર, આવી જમીનો ઉપર ગેરકાયદે બાંધકામ માટે નાણાંકીય સહાય કરનાર તેમજ આવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાહિત ધાક ધમકીથી ભાડું, વળતર કે અન્ય વસુલાત કરે કે તેમાં મદદગારી કરે તેવી તમામ વ્યક્તિઓ જમીન પચાવી પાડનાર વ્યક્તિની વ્યાખ્યામાં સમાવિષ્ટ થઇ જશે.
ગૌચર પર દબાણ 600 કરોડનું કૌભાંડ
2019 સુધીના છેલ્લા 6 વર્ષમાં 470 ટકા દબાણો વધ્યા છે. 2012માં 1 કરોડ ચોરસ મીટર ગૌચર પર દબાણ હતું. 15 માર્ચ 2016મા 3.70 કરોડ ચોરસમીટર જમીન પર દબાણો હતા. ભાજપની સરકારમાં ગૌચરની જમીન પર દબાણો અગાઉ ક્યારેય ન થયા હોય એટલા બે વર્ષમાં થઈ ગયા છે. એક હજાર હેક્ટરની બજાર કિંમત એક હેક્ટરે રૂ. 30 લાખ ઓછામાં ઓછા ગણવામાં આવે તો એક જ વર્ષમાં રૂ.300થી 600 કરોડનું ગૌચર જમીન કૌભાંડ થયું છે. 2019માં 4.90 કરોડ ચોરસ મીટર ગૌચર પર દબાણ થઈ ગયા છે. આમ રૂપાણીની સરકારમાં 1 કરોડ મીટર ગૌચર પર દબાણ વધીને 5 કરોડ થયું છે. જેમાં રૂપાણીના જિલ્લા રાજકોટમાં 2 કરોડ ચોરસ મીટર દબાણો થઈ ગયા છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો પાસે આ જમીન જતી રહી છે. તેની સીધી અસર ગામની વસતી પર પડે છે. ગામની વસતી ઓછી થાય છે. જેમાં કેટલાંક ગામો ખાલી થઈ જાય છે.
2012મા 2.50 કરોડ પશુધનની સામે 8.50 લાખ હેક્ટર જમીન હતી. 2014મા 7.65 લાખ હેક્ટર ગૌચર જમીન રહી હતી. 2014મા 9.33 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન પર દબાણો હતા. હાલ 2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો રહ્યા નથી.
ઉદ્યોગોને જમીનો
012 સુધીમાં ભાજપે 4.10 લાખ ચોરસ મીટર ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપી દીધી હતી. 2017 સુધીમાં ગૌચરની 1.92 લાખ હેક્ટર જમીન વેંચીમારી હોવાનાં આરોપો છે. પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે અદાણી કંપનીને કરોડો રૂપિયાની 5.5 કરોડ ચો.મી. જમીન આપી તેમાં ગૌચર પણ હતું. આસપાસના ગામો ખતમ થઈ રહ્યાં છે. 2019 સુધીમાં 5 લાખ હેક્ટર જમીન આપી દેવામાં હોવાનો તેના પરથી અંદાજ છે. તેથી સરકાર પાસે જમીનો ઓછી છે. હવે આવી દબાણો વાળી જમીનો ખાલી કરાવીને તે ઉદ્યોગોને આપી શકાશે.
શહેરની જમીનો પણ
શહેરોમાં સર્વાંગી વિકાસ યાત્રાને વેગવંતી બનાવવા ઊદ્યોગ-વેપાર-ખેતી-પશુપાલન તેમજ રોજગાર અવસરોના વ્યાપથી જમીનોના મહત્તમ યોગ્ય ઉપયોગ દ્વારા ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણની નેમ સેવી છે. મહાનગરપાલિકા વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારોમાં તથા રહેણાંકના હેતુ માટે જમીનની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. અને સાથો સાથ જમીનના બજાર મુલ્યમાં વધારો થઇ રહ્યો છે.
જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઇ અને રાતો રાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદ ઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં થયા છે.
પહેલા આટલું તો કરો
મુખ્ય મંત્રી આ દબાણ વાળી જમીનો તો પહેલા ખાલી કરાવો, પછી જમીન માફિયા સામેનો નવો કાયદો વધુ અસર કરશે. ઉદ્યોગો માટે જમીનો ખૂટી પડી એટલે નવો કાયદો લાવવો પડ્યો છે.
એક જ વર્ષમાં ગૌચર પર દબાણ 600 કરોડનું કૌભાંડ થયું છે. તેના પરથી દબાણો દૂર કરાવવામાં સરકાર સફળ રહી નથી.
2019 સુધીના છેલ્લા 6 વર્ષમાં 470 ટકા દબાણો વધ્યા હતા. 2012માં 1 કરોડ ચોરસ મીટર ગૌચર પર દબાણ હતું. 15 માર્ચ 2016મા 3.70 કરોડ ચોરસમીટર જમીન પર દબાણો હતા.
ભાજપની સરકારમાં ગૌચરની જમીન પર દબાણો અગાઉ ક્યારેય ન થયા હોય એટલા બે વર્ષમાં થઈ ગયા છે. એક હજાર હેક્ટરની બજાર કિંમત એક હેક્ટરે રૂ. 30 લાખ ઓછામાં ઓછા ગણવામાં આવે તો એક જ વર્ષમાં રૂ.300થી 600 કરોડનું ગૌચર જમીન કૌભાંડ થયું છે.
2019માં 4.90 કરોડ ચોરસ મીટર ગૌચર પર દબાણ થઈ ગયા છે. આમ રૂપાણીની સરકારમાં 1 કરોડ મીટર ગૌચર પર દબાણ વધીને 5 કરોડ થયું છે. જેમાં રૂપાણીના જિલ્લા રાજકોટમાં 2 કરોડ ચોરસ મીટર દબાણો થઈ ગયા છે.
ભાજપના નેતાઓ અને કાર્યકરો પાસે આ જમીન જતી રહી છે. તેની સીધી અસર ગામની વસતી પર પડે છે. ગામની વસતી ઓછી થાય છે. જેમાં કેટલાંક ગામો ખાલી થઈ જાય છે.
2012મા 2.50 કરોડ પશુધનની સામે 8.50 લાખ હેક્ટર જમીન હતી. 2014મા 7.65 લાખ હેક્ટર ગૌચર જમીન રહી હતી. 2014મા 9.33 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન પર દબાણો હતા.
હાલ 2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો રહ્યા નથી.
ઉદ્યોગોને જમીનો
012 સુધીમાં ભાજપે 4.10 લાખ ચોરસ મીટર ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપી દીધી હતી. 2017 સુધીમાં ગૌચરની 1.92 લાખ હેક્ટર જમીન વેંચીમારી હોવાનાં આરોપો છે.
પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે અદાણી કંપનીને કરોડો રૂપિયાની 5.5 કરોડ ચો.મી. જમીન આપી તેમાં ગૌચર પણ હતું.
2019 સુધીમાં 5 લાખ હેક્ટર જમીન આપી દેવામાં આવી હોવાનો તેના પરથી અંદાજ છે. તેથી સરકાર પાસે જમીનો ઓછી છે. હવે આવી દબાણો વાળી જમીનો ખાલી કરાવીને તે ઉદ્યોગોને આપી શકાશે.
જિલ્લાદીઠ ગૌચરના દબાણો
જિલ્લોદબાણ-ચો.મી.
અમદાવાદ 1335972
અરવલ્લી 82952
આણંદ 1109478
ખેડા 235348
ગાંધીનગ 2953150
જૂનાગઢ 1269175
પાટણ 2681154
બનાસકાંઠા 1129705
બોટાદ 1211781
ભાવનગર 4996959
મહીસાગ 203207
મહેસાણા 4360856
રાજકોટ 17503657
સાબરકાંઠા 12183
સુરત 1,52, 376
મુખ્ય પ્રધાન શું કહે છે
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે, ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરતો કાયદો. ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવી કડકમાં કડક સજા માટે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક-2020 બનાવેલો છે.