જામનગરમાં 10 જમીન કૌભાંડો, ભાજપના બાબુ બોખીરીયા પણ કૌભાંડમાં ખરા

જામનગરના નાઘેડી ગામમાં 123 હેક્ટર સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ જમીન પરની 2 એકર જમીન મનસુર મામદ સાંઇચા, આમદ ઉમર ખફી, અસગર જુમા દોદેપોત્રા, હનીફ જુમા દોદેપોત્રા, રજાક સીદીક ખીરાએ સરકારી જમીન પચાવી પાડી હતી. નાઘેડી ગામના રેવન્યુ જુના સર્વે નં.187 પૈકી (નવા સર્વે નં. 287)ની આ જમીન છે. સરકારની માલીકીની જમીન બળજબરીથી જેસીબી મશીન ચલાવી ખેતી કરવાનું શરૂં કર્યું હતુંં. સરકારી જાહેર નોટીશ બોર્ડ તોડી નાંખ્યું હતું.  મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર રાકેશ પરમારે પાંચેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

22 કરોડની જમીન પચાવી પાડવાનું કૌભાંડ
જામનગર નજીક લાલપુર રોડ પર આવેલા ચંગા ગામમાં પરસોતમભાઇ વિરાણીની રૂ.22 કરોડની 154 વિઘા જમીન પડાવી લેવા માટે રાજકોટના ભરતભાઇ ભગવાનજીભાઇ ડવ, સવદાસભાઇ ચાવડા, કિશોર ઉર્ફે છોટુ મારાજ, ક્રિપાલસિંહ, હરેશ છૈયાએ 25 જાન્યુઆરી 2020માં ખોટી સહી કરીને પડાવી લીધી હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ જમીનના અન્ય દસ્તાવેજ અને ખાતેદારોના ફોટોગ્રાફસ મેળવી લઇ તથા તેમની ખોટી સહિઓ કરી જમીનના ખોટા વેચાણ બનાવી લીધા હતાં. જમીન વેંચાણ લેવા બાબતે કોઈ વાંધા-વચકા ન હોવા અંગે જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાવી બાદ સોદો ફોક કરી ૨૨ કરોડની જમીન અંગે કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

જયેશ પટેનું રૂ.100 કરોડનું જમીન કૌભાંડ
જામનગરના કિરીટ જોશી હત્યા પ્રકરણમાં જેની સીધી સંડોવણી માનવામાં આવી રહી છે એ જમીન માફિયા જયેશ પટેલે જામનગર, સુરત, અમદાવાદ અને ગાંધીનગરમાં જમીન કૌભાંડ કરેલા છે. જામનગરમાં જ રૂ.100 કરોડના જમીન કૌભાંડ કર્યા હતા.

14 કરોડની જમીન વકિલે પચાવી
જામનગરના મૂળ નાધેડીના વેલજી નાથા ચંદેરિયા બેંગ્લોર સ્થાઈ થયા છે. તેમની વારસાઈની 14 વીઘા જમીન ખંભાળિયા રોડ પર અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કાચુ મકાન બાંધી દીધું હતું. વકીલ રસીદ ખેરાને વેલજીભાઈએ આ જમીન પોતાની હોવાનું જણાવ્યું ત્યારે વકીલ અને અસીલોએ જણાવ્યું હતું કે હવે આજ પછી આ જમીન ભૂલી જજે નહીં તો જાનથી હાથ ધોઈ દેવા પડશે. જમીનની હાલની કિંમત રૂ.14 કરોડ છે. વ્યું છે. જેમાં વકીલ રસીદ ખેરા, ડાયા ગોકળ પરમાર, જીવી ડાયા તથા તેના ત્રણ પુત્રો રણમલ, પુના તથા હાજા સામે ફરિયાદ નોંધાવી હતી.

પ્લોટનું કૌભાંડ

જામનગરના ખંભાળિયા સલાયા રોડ પરના હરિપર ગામના મૂળ હાલ મુંબઇ રહેતા વ્યક્તિની જમીન ગામના આગેવાન તથા પૂર્વ હોદેદાર દ્વારા દબાવી દઈને કૌભાંડ કરાયું હોવાની ફરિયાદ અરજી એલસીબી દેવભૂમિ જિલ્લાને કરી હતી. ઘરથાળના પ્લોટમાં બનાવટી સનદો આપી હતી. વીસ જેટલા પ્લોટ ગામની નજીક આપીને આ બાકીના વીસ પ્લોટનું કૌભાંડ કરીને બનાવટી સનદો બનાવીને કબજે કરાયા અંગે પણ એક ખાનગી રાહે ફરિયાદ કરાઈ હતી. રેવન્યુ તંત્ર સાથે સંકળાયેલ બે કર્મચારીઓ આ કૌભાંડમાં હતા.

નગરસેવીકાના પુત્ર અલ્તાફનું કૌભાંડ

જામનગરના ભાજપના નગરસેવિકાના પુત્ર અલ્તાફ ઉર્ફે પપ્પુ કાસમ ખફી અને બીજા જયેશ રણછોડ અમીપરા, અખ્તર ઇબ્રાહીમ ખીરા,વિજય પુંજા મોઢવાડીયા, ભરત ગાગા ખુંટી, પુંજારામા ઓડેદરા, નોટરી એ.આર. શેખ-અમદાવાદ, સબ રજીસ્ટ્રાર, ભરતસિંહ મનુભા જાડેજા સહિતનાં શખ્સોએ ખોટુ પાવર ઓફ એટર્ની પછી વેચાણ દસ્તાવેજ 29 ફેબ્રુઆરી 2012થી 29 ઓગષ્ટ 2028ના લીધી હતી.

જનતા સોસાયટી વિસ્તારની રૂ.3.50 કરોડની છે. જામનગરની ઓશવાળ કોલોની બ્લોક નં.બી-5માં રહેતા મુકેશ બુસાની માલિકીની ધુંવાવ ગામની બીજી એક રૂ.1.50 કરોડનું જમીનનું કૌભાંડ થયું હતું.

50 કરોડની નાનજી કાલીદાસની જમીનનું કૌભાંડ

હિન્દી ફિલ્મ કલાકાર જુહી ચાવલાના પોરબંદરમાં રહેતા સસરા નાનજી કાલીદાસ મહેતાની કલ્યાણપુર તાલુકાના રાણ ગામે 329 વીઘા ખેતીની જમીન છે. નાનજી કાલીદાસ મહેતા મૃત્યુ પામતા તેના બનાવટી વારસદાર તરીકે ચેતન નાનજી ઠકરારે ખોટા દસ્તાવેજો બનાવીને આશરે રૃા.50 કરોડ જેટલી આ કિંમતી જમીનને હડપ કરી જવાનું કાવતરૃ પ્રકાશમાં આવ્યું હતું. જેમાં જામનગરના એડવોકેટ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ઝાલા તથા બીજાના નામ ખૂલ્યા હતા. રાજભા દ્વારકા ચેતન નાનજી ઠકરારનો શિરોહી (રાજસ્થાન)નો બનાવટી મરણનો દાખલો રજૂ કરાતા હાઈકોર્ટને આ દાખલા અંગેની શંકા જતાં તેની ઉંડાણપૂર્વકની તપાસમાં આ મરણના દાખલાનું કૌભાંડ પણ પ્રકાશમાં આવ્યું હતું.

ઈવા પાર્કમાં 30 કરોડનું જમીન કૌભાંડ

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્કમાં બિલ્ડર વી.પી. મહેતાના પુત્ર અમરીષ મહેતાના નામે આવેલા 30 કરોડ રૃપિયાની કિંમતના 141 પ્લોટના બોગસ દસ્તાવેજો તૈયાર કરાવી તે પ્લોટ પચાવી પાડવાનો કારસો રચવા અંગે જામનગરના જયેશ મુળજીભાઈ રાણપરીયા સહિતના તેર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ થઈ હતી.

ભાજપના બાબુ બોખીરીયાનું જમીન કૌભાંડ

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામે સર્વે નં.૨૭૮ પૈકી ૨૦૦ હેકટર જમીન હાલ વન વિભાગના રીઝર્વ ફોરેસ્ટ અનામત જંગલ કેટેગરી હેઠળ રેવન્યુ દફરતે નોંધ થયેલી છે. અને સદરહુ જમીન વન વિભાગ હેઠળ રક્ષિત વિસ્તાર છે. તેમાં આશરે ૨૭ જેટલા દિપડા, હજારો હરણ અને અન્યર જીવોનો વસવાટ છે અને ગાઢ જંગલ વિકસીત કરવામાં વન વિભાગે નાણાં અને સમય શકિત વાપરેલ છે.
ગુજરાત સરકારના ઠરાવ નં.એફએલડી.૧૦૯૧-૨૬૬૦-તા.૨૯-૭-૧૯૯૪ના હુકમથી રાજય સરકારે એફ.સી.એ.ની દરખાસ્તો સરળતાથી મંજુર થાય અને પ્રોજેકટોમાં જંગલની જમીનનો ઉપયોગ કરવાનો થાય તો તેની અવેજીમાં કોમ્પેએન્સતેટરી ફોરેસ્ટ વિકસાવવા માટે લેન્ડજ બેંક અનામત રાખવાના હુકમો કરવામાં આવ્યાઅ હતા. આ હુકમ અનુસાર પરડવા ગામને રે.સ.નં.૨૭૮ની ૨૦૦ હેકટર જમીન અનામત કરવામાં આવી હતી. કલેકટર, જામનગર તેમના હુકમ નં. જમન/૪લેખે/ફાળવણી/૨૯/૨૦૦૦ તા.૨૯-૫-૨૦૦ના હુકમથી સદરહુ જમીન દમણગંગા ડેમમાં ડુબમાં ગયેલ અનામત જંગલના કોમ્પેવન્સેનટી ફોરેસ્ટ વિકાસ કરવા માટે ફાળવી હતી અને જરૂરી વહીવટી પ્રક્રિયા બાદ.૨૯-૩-૨૦૦૩ના રોજ વન વિગભો કબ્જો સંભાળેલ હતો અને કબ્જા પાવતી પણ આપેલ હતા. ડીઆઈએલઆર મારફતે માપણી કરીને માપણી સીટ પણ બનાવેલ હતી અને ગુજરાત સરકારે નોટીફીકેશન નં.ગવન-૨૦૦૮(૨૨)-જમન-૧૦૨૦૦૬-૬૫ક તા.૨-૫-૨૦૦૮થી આ વિસ્તા રને ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ની કલમ-૪ હેઠળ અનામત વન વિસ્તાર ૧ર જાહેર કરેલ હતો. સદરહુ જમીનની ૨૦૦૮માં પૂનઃ માપણી કરીને તેમનું પ્રમોલગેશન પણ પૂર્ણ કરેલ છે અને હાલમાં આ જમીનનો કબ્જો વન વિભાગ છે. દરમિયાનમાં ૨૦૧૩માં નવી સરકાર બનતાં બાબુ બોખીરીયા જામનગર જીલ્લાના પ્રભારી મંત્રી બનતાં તેમના ધ્યાનમાં આવ્યું કે, પરડવા ગામના જુના મુસ્લીયમ દરબારોની વીડીની ૧૨૫૦ વીઘા જમીન હતી આ જમીન કુતિયાણાના મુસ્લીબમ પરિવાર પાકિસ્તાન ચાલ્યા જતા. આ જમીન કસ્ટોજડીયન પાસે ચાલી ગઈ હતી. ૧૯૬૦માં કસ્ટોડીયને આ જમીનના મુળ માલિકોના વારસદારોની ખોટી સહીઓ લઈને ઉતરોઉતર આ જમીન બાબુભાઈના પુત્રો અને જમાઈઓની ભાગીદારીવાળી વીર ટ્રેડીંગ કંપનીએ બિનખેતી હેતુ માટે ખરીદી હતી. જમીનના મુળ માલીકોએ ખોટી સહીઓ, વિશ્વાસઘાત જેવાં કારણોસર લાલપુરની કોર્ટમાં દાવો દાખલ કરેલો છે અને આ દાવો ચાલુ છે.હવે વીર ટ્રેડીંગ ખરીદેલ ૧૨૫૦ વીઘા જમીન એ બીજી કોઈ નહીં પરંતુ હાલની જંગલની જમીન છે તેવો દાવો વીર ટ્રેડીંગ દ્વારા કરાવીને ગાંધીનગરથી મુખ્યમંત્રીના દબાણથી સદરહુ જંગલની જમીન પૂનઃમાપણી કરાવીને વીર ટ્રેડીંગને સોંપવા માટેની કાર્યવાહી થઈ રહી છે. ગ્રામજનોએ વારંવાર માપણી કાર્યવાહીનો વિરોધ કરીને રોકવામાં સફળ થયા છે. પરંતુ રાજકીય દબાણને કારણે એસઆરપીને સાથે રાખીને માપણીના હુકમો કરવામાં આવ્યાથ છે. આ કારણોસર ઘર્ષણ થાય તેવી શકયતા પણ છે આ અઠવાડીયામાં આ કાર્યવાહી કરવાની સુચના છે.

આદિવાસી, ગરીબ ખેડૂતોના દાવાઓ નકારવામાં આવ્યા

ગુજરાતમાં વન અધિકાર કાનુન હેઠળ જંગલના હજારો આદિવાસી, ગરીબ ખેડૂતોના દાવાઓ નકારવામાં આવ્યા અને જેને જમીન અપાય છે તે પણ થોડા ગુઠાઓ જ જમીન અપાઈ છે ત્યારે મોટા રાજકીય માથા બાબુ બોખીરીયાને ૧૨૫૦ વીઘાનું આખું જંગલ આપી દેવાની કાર્યવાહી થઈ રહી છે.

બાબુ બોખીયાના જંગલ જમીન કૌભાંડ શોધવા સત્ય શોધક સમિતિ

જામનગર જિલ્લાના ગાઢ જંગલો ધરાવતી જમીન પોરબંદરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ પ્રધાન બાબુ બોખીરીયાને જમીન આપી દેવાના મામલે કોંગ્રેસે સત્ય શોધક સમિતિ બનાવી છે અને તેમાં જે કંઈ કૌભાંડ થયું હશે તે શોધી કાઢીને અહેવાલ કોંગ્રેસને આપશે અને કોંગ્રેસ પ્રમુખ તે અહેવાલ રાજ્ય સરકારને આપશે.જામનગર જીલ્લાના વિવિધ નાગરિકો તરફથી વન વિભાગની જમીનોમાં થયેલી ગેરરીતી અંગે મળેલી રજુઆતોના આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને સાંસદશ્રી મધુસુદનભાઈ મિસ્ત્રીના કન્વીનર પદે “સત્ય શોધક સમિતિ” ની રચના કરી છે. જેમાં સાંસદશ્રી નારણભાઈ રાઠવા, ડા.અમીબેન યાજ્ઞિક અને ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ કરાયો છે.

બાબુ બોખિરીયાને ભીમો જીતાડતો રહ્યો હતો

 

ભીમા દુલાનો ઈતિહાસ ગુનાહિત રહેલો છે. ભીમા દુલા પર બાબુ બોખીરિયાની સાથે ખનીજ ચોરીના પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોરબંદરના ચકચારી મુળુ ગીગા મોઢવાડિયા હત્યા કેસનો પણ તેના પર આરોપ છે. આદિત્યાણામાં ઈસ્માઈલ ટીટી અને તેના પુત્રની સને ૨૦૦૪માં હત્યા કરી હતી. ભીમા દુલા રાજકીય સપોર્ટથી લાંબા સમય સુધી ફરાર રહ્યો હતો. તે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ભીમા દુલા વરસો સુધી જેલની હવા ખાધી હતી. ૧૩ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ સજા થઈ હતી. પોરબંદરના સામાજીક આગેવાન અને મહેર સમાજના અગ્રણી મુળુભાઈ મોઢવાડીયાની તેના ઘર નજીક ગોળી ધરબીને હત્યા કરાઈ હતી. મૃતક મુળુભાઈ મોઢવાડીયાના પત્ની લાખીબેને આ હત્યા કેસમાં મુળુભાઈના પર્સમાંથી મળેલી ચિઠ્ઠીના આધારે બાબુભાઈ બોખીરીયાને સહઆરોપી ગણવા પોરબંદરની ટ્રાયલ કોર્ટમાં અરજી કરી હતી. હાલ સુપ્રીમ કોર્ટની લાર્જેસ્ટ બેન્ચ સમક્ષ કેસ પહોંચ્યો છે અને તેનો નિર્ણય હજુ બાકી છે.

વિવાદના પર્યાય બાબુ બોખિરીયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામે સર્વે નં.૨૭૮ પૈકી ૨૦૦ હેકટર જમીન હાલ વન વિભાગના રીઝર્વ ફોરેસ્ટધ અનામત જંગલ કેટેગરી હેઠળ રેવન્યું દફરતે નોંધ થયેલી છે. અને સદરહુ જમીન વન વિભાગ હેઠળ રક્ષિત વિસ્તાર છે અને તેમાં આશરે ૨૭ જેટલા દિપડા, હજારો હરણ અને અન્ય જીવોનો વસવાટ છે અને ગાઢ જંગલ વિકસીત કરવામાં વન વિભાગે નાણાં અને સમય શકિત વાપરેલી છે. ત્યારે આ જમીનમાં મોટા પાયે ગેરરીતી થયાની પ્રાથમિક જણાય છે. સત્ય શોધક સમિતિ સ્થળ તપાસ કરી વિસ્તૃત અભ્યાસ કરી અધિકારીઓને કોંગ્રેસ પક્ષને અહેવાલ આપશે.

બાબુ બોખીરીયા ફરી એકવખત વિવાદમાં

ભાજપના સૌરાષ્ટ્રના નેતા અને ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાન બાબુ બોખીરીયા અને તેમના પુત્રને બરડા સેન્યુરીની જંગલની અનામત જમીન પરવડા ગામની સરવે નંબર ૨૮૭ની જમીન આપવા માટે સરકારે આપી છે. જે કાયદાથી ઉપર જઈને પગલું લેવામાં આવ્યું છે. ૨૫૦૦ ગામની વસતી ધરાવતાં ગામની પંચાયતના ૭ સભ્યઓએ આ જમીન આપવા માટે વિરોધ કર્યો છે. તેની પાછળ આવું કારણ આપવામાં આવ્યું છે કે, આ જમીન વર્ષ ૨૦૦૦માં જંગલ ખાતા માટે અનામત જાહેર કરી છે.

૨૦૦૪માં તે અંગે સરકારે માપણી કરી હતી. જે બાદ ૨૦૦ હેક્ટર જમીન વન વિભાગના નામે સરકારે કરી આપી હતી. તેના ઉપર વન વિભાગે વૃક્ષો વાવીને ઉછેર્યા છે. તે પૈકીની ૭ હેક્ટર જમીન પાવર ઓફ એટર્ની બાબુ બોખીરીયા દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. તેના દ્વારા જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે. અન્ય વ્યક્તિઓના નામે પણ બોગસ પાવર ઓફ એટર્ની કરવામાં આવી છે. આવા કૂલ ૨૯ જેટલાં વેચાણ બોખીરીયાની તરફેણમાં કરવામાં આવેલા છે. જે અંગે જામજોધપુર કોર્ટમાં સિવિલ કોર્ટમાં સ્યુટ દાખલ કરવામાં આવી છે. એક લાખ વૃક્ષો ધરાવતી આ જમીન પર જંગલી પ્રાણીઓ રહે છે. વન વિભાગ દ્વારા જમીનને રિલોકેટ કરવાના બહાને ભાજપના નેતાને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જમીનની કિંમત રૂ.૩૦૦ કરોડ જેવી થવા જાય છે.

જામનગર જિલ્લાની પરવડા ગામની આ જમીન બરડા વન્ય પ્રાણી અભયારણ્ય માટે રક્ષિત જાહેર કરી છે, તેની નજીક જ છે. અહીં ગીર બાદ સિંહનો વસવાટ શરૂ કરાવવામાં આવ્યો છે. ૧૨૫ ચોરસ કિ.મી. વિસ્તારમાં સિંહ લાવીને તેને વસાવવામાં આવ્યા છે. જેના પર ૩૦૦૦થી વધું હરણ છે અને ૨૭ જેટલાં દિપડા છે. ૩૦થી ૪૦ વર્ષ સુધી કાઢી શકાય એટલો અહીં ચૂનાનો પથ્થર છે જે સિમેન્ટ માટે વાપરી શકાય તેમ છે. જામનગર કલેકટર દ્વારા આ અંગે ગામ લોકોને પત્રો આપવાનો જવાબ આપવામાં આવતો નથી.

વડી અદાલતે નોટિસ ફટકારી

૨૦ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ તત્કાલીન પાણી પુરવઠા પ્રધાન બાબુ બોખીરીયા સામે પોરબંદર અને આસપાસની જમીન પર ચૂનાનો સિમેન્ટ અને સોડા એસ માટેનો પથ્થર કાઢવા માટે ખાણો ખોદી કાઢી હોવાથી તેમની સામે તથા બીજા ૨૧ લોકો સામે રાજ્યની વડી અદાલતે નોટિસ ઈશ્યુ કરી હતી. આ જગાયએ રૂ.૨૫૦ કરોડથી વધારે રિકવરી થઈ શકી નથી.

ખનીજ ચોરીમાં રૂ.૧૩૦કરોડનો દંડ

૧૩ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ ભાજપના નેતા બાબુ બોખીરીયા, તેમના પુત્ર અને જમાઈને રૂ.૧૫૦ કરોડનો દંડ ગુજરાતની વડી અદાલતે કર્યો હતો. ખનીજ ચોરી કરવા બદલ તેમને આટલો દંડ કરાયો હતો. ગુજરાતના કોઈ એક રાજકીય નેતાને આટલો મોટો દંડ ક્યારેય કરાયો નથી. પોરબંદર કલેક્ટરે આ દંડ કર્યો હતો પણ તે ભરવામાં આવતો ન હતો. આમ આટલો મોટો દંડ થતાં ભાજપના નેતાને ટિકિટ આપી હતી. તેઓ ફરી એક વખત ચૂંટાઈ આવ્યા હતા. અને અત્યારે તેઓ ભાજપના ધારાસભ્ય છે. ૩ વર્ષની સજા પણ થઈ હતી.

૩ જુલાઈ ૨૦૧૩ના રોજ ઓલપાડ કોંગ્રેસ સમિતિના તત્કાલીન પ્રમુખ અતુલભાઈ પટેલની આગેવાનીમાં ઓલપાડ મામલતદાર ચૌહાણને રાજ્યના કૃષિમંત્રી બાબુભાઈ બોખીરીયાનું રાજીનામું લઈ લેવા માટે લેખિતમાં માંગણી કરી હતી. સરકારના ભ્રષ્ટ પ્રધાન બાબુ બોખીરીયા તથા ભાજપના અન્ય ત્રણ આગેવાનો સામે સને ૨૦૦૬માં રૂ.૫૪ કરોડની ખનિજચોરી મામલે પોરબંદર અદાલતમાં કેસનો ચૂકાદો ૧૫ જુન ૨૦૧૩ના રોજ આપવામાં આવ્યો હતો. જેમાં તેમને રૂ.૫૦૦૦નો દંડ તથા ત્રણ વર્ષ જેલની સજા થયેલી હતી. ચુકાદાના પગલે મંત્રી બાબુ બોખીરીયાએ સરકારમાંથી રાજીનામાં આપવું જોઈએ એવી માંગણી કરવામાં આવી હતી. તેમની સામેના તમામ કેસની લોકાયુક્ત દ્વારા તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી.

૧૫૦૦ કરોડનું કૌભાંડ અને ૧૩૦ કરોડની નોટિસ, બાબુ જેલમાં

પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટ કક્ષાના સીનિયર મંત્રી બાબુભાઈ બોખીરીયા અને તેની કંપનીઓ પાસેથી રૃ.૧૩૦ કરોડની વસુલાત કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો હતો. સમગ્ર કૌભાંડ રૂ.૧૨૦૦થી ૧૫૦૦ કરોડનું હોવાનો આરોપ હતો. પરંતુ સરકારના દબાણને કારણે માત્ર રૂ.૫૫ કરોડનાં ખનીજ ચોરીનાં કેસમાં પોલીસ કેસ કરાયો હતો.
૨૦૦૬માં પોરબંદરના કલેક્ટરે બાબુ બોખીરિયાની તથા તેના પરિવારજનો કે ભાગીદારોની ૧૧ કંપની સામે રૂ.૨૫૦ કરોડની ખનીજ ચોરીની રીકવરીના કેસ કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો હતો. એ સમયે મુખ્યમંત્રીપદે નરેન્દ્ર મોદી હતા. આમ છતાં એક તબક્કે સૌરાષ્ટ્ર કેમિકલની લીઝવારી જમીનમાંથી રૂ.૫૫ કરોડની ખનીજ ચોરી કરવા બદલ બાબુ બોખીરીયા સામે પોલીસ કેસ થયો હતો.

એ સિવાયની રૂ.૨૫૦ કરોડની ખનીજ ચોરી કરી હતી. જેની રીકવરીનાં આદેશો ત્યારે જ થઈ ગયા હતા. ખનીજ ચોરીનાં કિસ્સામાં બાબુભાઈને એક તબક્કે ૬ મહિના જેલમાં જવું પડ્‌યું હતું. બગવદર પોલીસ સ્ટેશનમાં ૫ ઓક્ટોબર ૨૦૦૬ના રોજ સૌરાષ્ટ્ર કેમીકલ્સના માઈન્સ મેનેજરે નોંધાવેલી ફરિયાદ આધારે બાબુ બોખીરીયા સહિ‌ત ચાર સામે ગુન્હો નોંધાયો હતો. બોખીરીયાને ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન ન આપતા છેવટે બોખીરીયા યુ.કે. ચાલ્યા ગયા હતા. અને ત્યાંથી પરત આવતાની સાથે જ અમદાવાદ એરપોર્ટ પરથી જ આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેથી તેમને ભાજપે વિધાનસભાની ચૂંટણીની ટીકિટ પણ આપી નહોતી. જોકે નીચલી કોર્ટે તેને દોષિત ગણી સજા ફટકારી હતી. પરંતુ પોરબંદરની ઉપલી કોર્ટે તેમને નિર્દોષ છોડી મુક્યા હતા.

શામ, દામ, દંડ, ભેદથી બનેવીને મદદ

ભીમા દુલા ક્યારેય ચુંટણી લડ્‌યો નથી. માત્ર તેના બનેવી બાબુ બોખીરિયાને સામ દામ દંડ ભેદથી મદદ કરી છે. તેના કારણે બાબુ બોખીરીયા કેબીનેટ પ્રધાન બન્યા હતા. તેના સગા ભાઈ કરશન દુલા પણ રાણાવાવ-કુતિયાણાની સીટ પર ધારાસભ્ય હતા. તે પણ એડી ચોટીના જોરની જગ્યાએ ભીમા દુલાનો ઉપયોગ કરતા હતા. ભીમા દુલાના પુત્રએ કુતિયાણાની સીટ પરથી ભાજપમાંથી ટીકીટની માંગણી કરી હતી. ભીમા દુલા ચૂંટણી નજીક આવતા સજા પડી હતી. ફરી આ ડબલ મર્ડર ચર્ચામાં આવતા બાબુ બોખીરિયાની કારકિર્દિ ઉપર અસર કરે તેવી પણ શક્યતા હતી પણ તેઓ ચુનાના પત્થરના કારણે વધું તાકતવર બની ગયા છે.

ગેંગસ્ટર ભીમા અને બનેવી બાબુ બોખિરીયા

૧૩ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ પોરબંદરના કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેણે વર્ષ ૨૦૦૪માંપોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકા આદિત્યાણામાં પિતા-પુત્રની હત્યા કરી હતી. તે પછી તે લાંબા સમય સુધી ફરાર હતો. ભીમા દુલાના કેસમાં ગુજરાતની વડી અદાલતે ટ્રાયલ કેસનો ચૂકાદો રદ્દ કર્યો હતો. ટ્રાયલ કોર્ટે તેને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. ભીમા દુલા ઓડેદરા પોરબંદરનાં ધારાસભ્ય અને ગુજરાત રાજ્યની ભાજપ સરકારના પ્રધાન બાબુ બોખીરિયાના સાળા થાય છે. તો રાણાવાવના પૂર્વ ધારાસભ્ય કરશન દુલા ઓડેદરાનાં સગા ભાઈ છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન લખણ ભીમા ઓડેદરાના પિતા થાય છે.