20 રૂપિયાનું એક લિંબુ વેચાયું તે આંધ્ર પ્રદેશના, ગુજરાતના લીંબુ હવે આવશે 

20 रुपए में बिकने वाला नींबू आंध्र प्रदेश का, गुजरात से अब आएगा

Lemon from Andhra Pradesh, sold for Rs 20, will now come from Gujarat

દિલીપ પટેલ, 19 એપ્રિલ 2022
છેલ્લા કેટલાક દિવસોથી લીંબુ 10 રૂપિયા પ્રતિ નંગના ભાવે વેચાઈ રહ્યું હતું. આવો ભાવ ક્યારેય નહોતો. ગયા વર્ષે 2021માં ગુજરાતમાં લીંબુનું ઉત્પાદન સારું ન હતું. તેથી ભાવ વધું હતા. 2022માં પણ ઓછા લીંબુ પાકેલા છે. સોમાસામાં પાકેલા લીંબુ આવે છે. તે પહેલાં આવતાં લીંબુ કેમિકલથી પકવેલા હોય છે. હાલ ગુજરાતમાં પીળા લીંબુ મળે છે તે આંધ્રના કેમિકલમાં પકવેલા લીંબુ આવે છે.

આંધ્ર પ્રદેશના ખેડૂતો કમાયા છે પણ ગુજરાતના ખેડૂતોના લીંબુતો હજું બબારમાં પૂરા આવ્યા નથી. ગુજરાતના ખેડૂતોનો 15 દિવસ પછી લીંબુનો પાક આવશે. કાચા લીંબુ 15 દિવસ પછી આવશે. પાકા લીંબુ ચોમાસામાં આવે છે. લીંબુ કાચા કે ડાર્ક ગ્રીન – કેમિકલમાં ડીપ કરીને પછી પીળા કરવામાં આવે છે. 100માંથી 100 લીંબુ આ રીતે પકવવામાં આવે છે. જે રીતે કેળાને કેમિકલથી પકવવામાં આવે છે તે રીતે. પછી બરફ કે રેફ્રીજરેટેડ બરફમાં મૂકવામાં આવે છે. કેમીલકની અસર તુરંત કરે છે. તેથી બરફમાં રાખવા પડે છે.

પીળા લીંબુ મળે છે તે કેમિકલી ડીપ કરેલા હોય છે. પાકા લીંબુ ખાવા કરતાં બોટલમાં લીંબુ શીરપ સારી આવે છે, તે ઉત્તમ છે. કંપનીઓ જથ્થાબંધ લીબું તેઓ ખરીદે છે. ટ્રક લોડને બોઈલ કરે છે. જેમાંથી છાલમાંથી લેમન ઓઈલ અલગ કરે છે.

કલોકથી નંદાસણ ગામમાં સીઝનમાં 50 વેપારીઓ છે. આંધ્રથી લાવે છે. ત્યાંથી નંદાસણથી બીજે મોકલે છે. તેઓ કેમિકલમાં પકવે છે.

ચોમાસામાં ગુજરાતના ખેડૂતના કાચા લીંબુ 1 રૂપિયાનું વેચાય છે. તેથી વેપારીઓ વધારે કમાવા માટે વહેલા ઉતારી લે છે. પીળા બનાવીને વેચેં છે.

ખરાબ હવામાન, ઓછું ઉત્પાદન, વધતી કિંમતો છે. તીવ્ર ગરમીના મોજા અને ત્યારબાદ તીવ્ર ઠંડીના મોજાને કારણે લીંબુના ઉત્પાદનને અસર થઈ છે.

ગુજરાતમાં લીંબુની ખેતીમાં તેજી છે. 1થી 1.20 લાખ ખેડૂતો 46થી 50 હજાર હેક્ટરમાં 6થી 7 લાખ ટન લીંબુ પકવે છે. જે ભારતના 19.25 ટકા હિસ્સો છે. ભારતમાં 32 લાખ ટન લીંબુ પાકે છે.

2014-15માં 4.62 લાખ ટન લીંબુ પાક્યા હતા. જે 2017-19માં 6 લાખ ટન અને 2020માં 7 લાખ ટન લીંબુ પાક્યા હતા. 2021માં 5 લાખ ટનથી ઓછું ઉત્પાદન અને 2022માં સારું ઉત્પાદન મળ્યું

હેક્ટરે 13થી 16 ટન ઉત્પાદન થાય છે. ભારતમાં સૌથી વધુ લીંબુ ગુજરાતના ખેડૂતો પકવે છે. આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયમાં હેક્ટરે 30 ટન લીંબુનું ઉત્પાદન થયું હતું.

દક્ષિણના રાજ્યોમાં ઓછું ઉત્પાદન છે.
ડીઝલ, પેટ્રોલ, કૃડ, કેરોસીનના વધતા ભાવને લીધે લીંબુના પરિવહન ખર્ચ પર પણ અસર પડી છે.

પ્રતિકૂળ હવામાન, ઓછું ઉત્પાદન અને ઈંધણના ઊંચા ભાવે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે.

વરસાદ પછી લીંબુના બગીચામાં ફળ આવશે ત્યારે ભાવ નીચા આવશે.

લીંબુની ઓછી ઉપજ વચ્ચે ખરેખર મજબૂત કડી છે.

માર્ચ અને એપ્રિલમાં રેકોર્ડ બ્રેક તાપમાન જોવા મળ્યું હતું. હવામાન પરિસ્થિતિઓમાં આવા ઝડપી ફેરફારો બાગાયતી ઉત્પાદન પર પાયમાલ કરે છે. લીંબુ ઉત્પાદનના મુખ્ય રાજ્યો દક્ષિણ ભારતમાં છે.

ત્યાં પણ પૂર અને ઊંચા તાપમાનને કારણે ઉપજ ઓછી થઈ છે. ઉન્નાવના ધૌરા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ધીરજ તિવારીએ ગાંવ કનેક્શનને જણાવ્યું હતું.

APEDA (પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના આંકડા પ્રમાણે આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ લીંબુ પાકે છે. પછી ગુજરાત, પંજાબ અને હિમાચલ પ્રદેશનો નંબર આવે છે.

ભારે વરસાદ, ઓછો વરસાદ, પૂર, વાયુ ફેરફારો અને આ વર્ષની અકાળ ગરમીના મોજાંએ રાજ્યમાં લીંબુના ઉત્પાદનને પ્રતિકૂળ અસર કરી છે.

સબઝી મંડીમાં માર્ચ પહેલા લીંબુ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું હતું.

લીંબુના ભાવને કારણે વેચાણમાં થોડી અસર જોવા મળી છે. જો કે આખી પ્રોડક્ટ વેચાઈ જાય છે, પરંતુ ક્યારેક માલ ફસાઈ જાય છે.”

આંધ્ર પ્રદેશમાં આ વર્ષે માત્ર 40 ટકા જ ઉત્પાદન પ્રાપ્ત થયું છે. લીંબુની ઘણી માંગ છે અને ભાવ આસમાને છે, પરંતુ તેનો અર્થ એ નથી કે લોકો લીંબુ ખરીદવા માટે પણ તૈયાર છે.

ખેડૂતો કરતાં તો કોમોડિટી સપ્લાયરો માટે વધુ સારા નફા મેળવે છે. કોમોડિટી એ એક જુગાર છે. એક અઠવાડિયા પછી લીંબુના ભાવ ઊંચા રહેશે તેની કોઈ ખાતરી આપી શકે નહીં. આંધ્રપ્રદેશથી ગુજરાત પહોંચવામાં લગભગ 5 દિવસ લાગે છે.

આગામી બે મહિના (મે-જૂન) દરમિયાન ચોમાસાની શરૂઆત પછી ઉપજમાં વધારો થવાની સંભાવના છે. બે અઠવાડિયા પછી ભાવ ઘટી શકે છે.

એક લીંબુ માટે દસ રૂપિયા ખર્ચવા વિશે દરેક વ્યક્તિ બે વાર વિચારે છે.