Like cows graze grass, so does Adani, जैसे गायें घास चरती हैं वैसे अदानी
જુલાઈ 2024
વર્ષ 2005માં અદાણી SEZને 22 ગામમાંથી 17 ગામની આશરે 2,600 એકર જમીન આપી દેવામાં આવી હતી. શરૂઆતમાં તો ગ્રામજનોને ખબર પડી ન હતી પરંતુ જ્યારે ખબર પડી ત્યારે લોકો તેને પડકારવા લાગ્યા.
ગુજરાતમાં કચ્છના મુંદ્રા પાસે આવેલા નવીનાળ ગામના લોકોનો 13 વર્ષ બાદ અદાણી સામે વિજય થયો હતો. રાજ્ય સરકારે અદાણી પૉર્ટ્સ કંપનીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસઈઝેડ – સેઝ) માટે આપેલી 131 હેક્ટર જમીન ગામલોકોને પરત આપી દેવાનો હુકમ ગુજરાતની વડી અદાલતે કર્યો હતો.
જોકે, ગામલોકોના વિજયની ખુશીની ઉજવણી પર પાંચ દિવસમાં જ અલ્પવિરામ મૂકાઈ ગયું છે. અદાણી પૉર્ટ્સે હાઈકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને સુપ્રીમ કોર્ટે 10 જુલાઈના દિવસે હાઈકોર્ટના હુકમની અમલવારી પર હાલ સ્ટે મૂક્યો છે.
જોકે, આ ગુજરાત હાઈકોર્ટના ઑર્ડરને અદાણી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તા.10 જુલાઈ 2024ના દિવસે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. આ સાથે આ સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટ પાસે જવાબ માગ્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરનાર અને નવીનાળ ગામના રહેવાસી અને પૂર્વ ઉપસરપંચ ફકીર મહમદ સમેજા અદાણી SEZ વિસ્તાર માટે આપવામાં આવેલી તેમના ગામની ગૌચરની જમીન પરત મેળવવા માટે 13 વર્ષથી કાનૂની લડાઈ લડી રહ્યા છે.
2005માં અદાણી પૉર્ટ્સને મુંદ્રાના નવીનાળ ગામની ગૌચરની જમીનની ફાળવણી કરવામાં હતી. આ જમીન સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વિસ્તાર તરીકે નોટીફાય કરવામાં આવી હતી.
2,000 લોકોની વસ્તી છે અને 1500 જેટલી ગાયો છે. આ ઉપરાંત ઘેટાં-બકરાં પણ છે. રાજ્ય સરકારના નિયમ મુજબ, ગામમાં 100 પશુઓ સામે 40 એકર ગૌચર જમીન હોવી જોઈએ. ગામ પાસે ગૌચરની જમીન રહી નથી.
અદાણી કંપની દ્વારા વર્ષ 2010માં જમીનની ફરતે કાંટાની વાડ કરવાની શરૂ કરવામાં આવી હતી. એ સમયે અમે અહીંયા સ્થાનિક સ્તરે લડત શરૂ કરી હતી, પરંતુ પરિણામ ન મળતા અમે વર્ષ 2011માં ગુજરાત વડી અદાલતમાં ગયા હતા. ગૌચરની જમીન પરત મેળવવા માટે પિટિશન ફાઇલ કરી હતી. જે અંગે અગાઉ સરકાર દ્વારા ગૌચર માટે જમીન આપવાનો વાયદો 2014માં કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ સરકાર દ્વારા 2024 સુધીમાં આપવામાં આવી ન હતી.
ફરીથી ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયની માગ કરીને જમીન મળી નથી.
કોર્ટે સરકારને જમીન આપવા માટે કહ્યું હતું. જેમાં તા. 4 જુલાઈ 2024ના રોજ કલેકટર દ્વારા ઠરાવ કરવામાં આવ્યો કે કંપનીને આપેલી જમીનનો ઠરાવ રદ કરી ગામના લોકોને ગૌચરની જમીન પરત કરવી. 131 હેકટર જમીન પરત કરવાનો ઑર્ડર કરવામાં આવ્યો છે.
1 હજાર જેટલાં ઘેટાં-બકરાં પણ છે. તેમને પણ ચરવા માટેની જમીન નથી. રોજીરોટીનો સવાલ છે. અમે 15 વર્ષ કરતાં વધારે સમયથી હકની લડત લડી રહ્યાં છે.
ગામની ગૌચરની જમીન અમને જાણ કર્યા સિવાય સરકાર દ્વારા કંપનીને આપી દેવામાં આવી હતી. અમારા ગામમાં જમીન મર્યાદિત હતી તેમ છતાં જમીન કંપનીઓને આપી દેવામાં આવી હતી. જે એના થોડું ગૌચર હતું ત્યાં પર્યાવરણ શુદ્ધ કરવાના નામે વૃક્ષો ઉગાડી દેવામાં આવ્યાં છે. જેથી એ જમીન પશુઓને ચરવા માટે બચી નથી.
નવીનાળ ગામના પૂર્વ સરપંચ નટુભાઈ જાડેજા હતા. 2002થી 2012 સુધી સરપંચ હતા. કંપની તરફે સરપંટચ છે એવી અફવા ફેલાતાં તેઓ વર્ષ 2017માં ચૂંટણી હારી ગયા હતા. તેઓ ગામ લોકો સાથે હંમેશ હતા.
ગુજરાત હાઈકોર્ટના વકીલ આનંદ વર્ધન યાજ્ઞિક લડી રહ્યા છે. તેમના મતે ગ્રામજનોને જેમજેમ આ સંપાદનની જાણ થતી રહી તેમતેમ તેઓ આ લડતમાં જોડાતા ગયા.
અદાણી SEZ વિસ્તારમાં આવતાં 22 ગામોમાંથી એક છે. ગૌચરની જમીનના ઠરાવને વર્ષ 2011માં ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગામ લોકોની રજૂઆત હતી કે, અમારે 200થી 300 એકર જમીનની જરૂરત છે. 40 એકર જમીન રાખી છે.
2013માં ગુજરાત સરકારે ઠરાવ કર્યો હતો કે, 231 એકર જમીન આપી છે પણ 1331 એકર જમીન કરતાં વધારે જમીન પાછી આપીએ છીએ. ત્યારબાદ વર્ષ 2014માં ગુજરાત સરકારે કોર્ટમાં રીવ્યૂ પિટિશન ફાઇલ કરીને કહ્યું હતું કે, ‘માફ કરશો અમારી પાસે 1331 એકર જમીન નથી. અમારી પાસે તો આપવા માટે માત્ર 8 એકર જમીન છે એટલે અમારો નિર્ણય પાછો લઈએ છીએ. ગુજરાત હાઈકોર્ટે રિવ્યૂ પિટિશન મંજૂર કરી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં ગયા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ સમગ્ર બાબતને ગુજરાત હાઈકોર્ટે વિચારણામાં લઈ તેનો આખરી નિર્ણય ગુણદોષ પર લેવો જોઈએ.”
યાજ્ઞિક વધુમાં જણાવે છે, “વર્ષ 2024માં ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સામે ગયા હતા. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, ગૌચરની જમીનની માલિક સરકાર નથી, પરંતુ લોકો તેના માલિક છે.
વર્ષ 2005માં તમારે લોકો માટે જમીન આપવાની હતી, એના બદલે વેચી નાખી. અદાણી SEZને તમે જેટલી જમીન આપી હતી એટલી જમીન તમારે પાછી આપવી પડશે. નહીં તો અમારે ઑર્ડર કરવો પડશે. ત્યારબાદ સરકારે ગામથી 7 કિલોમીટર દૂર જમીન આપવાનો વિચાર કર્યો હતો, પરંતુ ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો હતો. કોર્ટમાં કહ્યું હતું કે, ઢોર 7 કિલોમીટર દૂર ચરવા ન જાય. ગુજરાત હાઈકોર્ટે તેમની વાત માન્ય રાખી હતી. સરકારને કહ્યું હતું કે લોકોને એ જ ગામમાં ગૌચરની જમીન આપો અને જો જમીન ન હોય તો અદાણીને આપેલી જમીન પરત લઈને ગ્રામજનોને પાછી આપો.
19 એપ્રિલ 2024ના આદેશ પ્રમાણે, જે અદાણી SEZને વર્ષ 2005માં જે જમીન આપી હતી એ જમીન અને તે ઉપરાંત અત્યારનાં ઢોરોને સંખ્યાને ધ્યાનમાં રાખી 282 એકર જમીન અદાણી પાસેથી તેમજ અમારી પાસેથી ગૌચરના નામ હેઠળ નવીનાળ ગામને પાછી તબદીલ કરીએ છીએ.
આ અંગે અદાણી જૂથ દ્વારા કોર્ટમાં વિરોધ રજૂ કરીને કહ્યું હતું કે, જે જમીન અમને આપી દીધી છે એ સંપાદન વગર પાછી ન લઈ શકાય. જેમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે તમારે આ ઑર્ડરને ચૅલેન્જ કરવો હોય તો સ્વતંત્ર રીતે કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને કહ્યું હતું કે, તમે જમીન આપવાનો ઠરાવ કર્યો છે તેને અમલ કરો. કારણ કે, જ્યાં સુધી ગામ લોકોને ગૌચર માટે જમીન પરત નહીં મળે ત્યાં સુધી કોઈ મતલબ રહેતો નથી.
અદાણી SEZ દ્વારા ધોરણસરની પ્રક્રિયા અનુસર્યા બાદ 100 ટકા બજાર ભાવની ગણતરી અને તેના ઉપર 30 ટકા પ્રીમિયમની ચૂકવણી કરી આ જમીન સંપાદન કરવામાં આવી હતી. મુંદ્રાના નવીનાળ ગામની આ જમીન અદાણી પૉર્ટ્સને ફાળવવાના ગુજરાત સરકારના નિર્ણય સામે નવીનાળ ગામના કેટલાક રહેવાસીઓ વર્ષ 2011માં ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગી હતી. આ બાબત ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ 2011થી પેન્ડીંગ હતી.
જમીન ફાળવણીના 18 વર્ષ બાદ અચાનક ગુજરાત સરકારે સદરહુ જમીનની કાયદાકીય અને વાસ્તવિક સ્થિતિની ખરાઈ કર્યા વિના વર્ષ 2005માં અદાણી પૉર્ટ્સને ફાળવવામાં આવેલી 108 હેક્ટર્સથી વધુ જમીન પાછી લેવા માટે તા. 4 જુલાઈ 2024ના દિવસે આદેશ જારી કર્યો હતો.
આ બાબતે તા. 5 જુલાઈ 2024 દિવસે ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક આદેશ કરી ફાળવવામાં આવેલ જમીન પરત લેવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ હુકમ સામે અદાણી પૉર્ટ્સે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે હવે ગુજરાત હાઈકોર્ટનો આ આદેશ સ્થગિત કર્યો છે. એવું કંપનીએ જાહેર કર્યું હતું.
ACS દ્વારા હાઈકોર્ટની ખંડપીઠને રાજ્ય સરકારે લગભગ 108 હેક્ટર અથવા 266 એકર ગૌચર જમીન પાછી લેવાના નિર્ણયની જાણ કરી હતી. મહેસૂલ વિભાગે કોર્ટને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કુલ 129 હેક્ટર જમીનને ગૌચર તરીકે વિકસાવશે અને તેને ગામને પાછી સોંપશે. અદાણી પૉર્ટ્સ પાસેથી લીધેલી 108 હેક્ટર જમીન અને અન્ય 21 હેક્ટર જમીન ઉમેરશે. હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આ દરખાસ્તનો અમલ કરવા નિર્દેશ આપ્યો હતો. અદાણી પૉર્ટ્સે ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.