અમદાવાદના શીલજમાં લોકો 5 મહિનાથી અર્ધ અંધકાર યુગમાં જીવે છે, કોલ્ડસ્ટોરેજમાં વીજળી ઉડી જાય છે

ગાંધીનગર, 17 જૂન 2021
શીલજ નાંદોલીમાં છેલ્લાં 48 કલાકમાં 12 કલાક વિજળી નથી. આસપાસના લોકોએ સંખ્યાબંધ ફોન કોલ કરેલા છતાં કોઈ સુધારો નથી. જવાબ સુદ્ધા અપાતો નથી. ગ્રાહક સંભાળ કેન્દ્ર ફોન ઉપાડે અને અડધી પડધી વાત સાંભળીને ફોન કાપી નાંખે છે. જો બે દિવસમાં વીજળી 24 કલાક નહીં મળે તો સ્થાનિક શીલજ પ્રેમીઓ હવે ગાંધીનગર જઈને વીજ પ્રધાનને મળવા માટે વિચારી રહ્યાં છે.

મુખ્ય પ્રધાનને મળીને કહેવાના છે કે તમે કહો છોકે ગુજરાતમાં ગામ, શહેર, ઉદ્યોગ અને ખેતરમાં 24 કલાક વીજળી મળે છે. પણ અહીંના લોકો જો 1952ના અંધકાર યુગમાં જીવી રહ્યાં છે. કદાચ અહીં પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલનો નજીકમાં બંગલો છે તેથી વેરભાવ રાખવામાં આવતો હોવાનું લોકો હવે માનવા લાગ્યા છે.

ગઈકાલે 7.30 રાતના લાઈટ લઈ તો સવારે 8 કલાકે વીજળી આવી હતી. મંગળવારે ફીડર રીપેર કર્યું છે. ત્યારે 12 કલાક વીજળી ન હતી. શીલજ નાંદોલીમાં છેલ્લાં 48 કલાકમાં 12 કલાક વિજળી નથી. એક લાખની વસતી અને 900 જેટલી વસાહતો ભારે પરેશાન છે. સરકારી તંત્રની આવી લાપરવાહીથી ઘણાં વરિષ્ઠ નાગરિકો અને દર્દીઓને પરેશાની ભોગવવી પડે છે.

આસપાસના ખેતરોમાં મોટી સંગ્રહ શક્તિના ગોડાઉન અને કોલ્ડસ્ટોરેજ બનાવી દેવાયા છે. રાજકીય નેતાઓ સાથે સંબંધો ધરાવતાં આ ઉદ્યોગપતિઓ સરકારી કંપનીને નુકસાન કરી રહ્યાં છે. વીજ વાયર પર લંગરીયા નાંખીને કોલ્ડસ્ટોરેજ ઠંડા કરી લે પછી વીજળી જતી રહે છે. ચોરી કરે છે. એક વખત વીજ મીટરથી ઠંડું કરે અને બે વખત લંગર નાંખીને વીજ ચોરી કરીને કોલ્ડ સ્ટોરેડ ઠંડા કરી દેવામાં આવે છે. તેથી અધિકારીઓ સ્થાનિક લોકોનું સાંભળતાં નથી.

અધિકારઓ, ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓના આસપાસ ફાર્મહાઉસો છે. તેમને ત્યાં પાર્ટી હોય ત્યારે ક્યારેય વીજળી જતી નથી. અહીં રહેલાં લોકોના આ 5 વર્ષના અનુભવો છે. પહેલાં આવું થતું ન હતું પણ હવે 5 મહિનાથી આવું થઈ રહ્યું છે. તેનું સત્તાવાર કારણ સરકારે શોધવા સ્થાનિક લોકોની એક સમિતિ બનાવવી જોઈએ એવું દેશ પ્રેમી લોકો માની રહ્યાં છે.

શીલજની વિદ્યુત બોર્ડની અલગ અધિકારી અને કચેરી છે. જ્યાં કોઈ જવાબદારીથી વરતવા તૈયાર નથી. તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.