Lomesh’s involvement in Ecology Commission’s Children’s Project Scam आयोग के बाल परियोजना घोटाले में लोमेश
ગાંધીનગર, 15 મે 2024
લોમેશ બ્રહ્રમભટ્ટ કે જે, ગાંધીનગર ઈકોલોજી કમિશનમાં સીનીયર મેનેજર પ્રોજેક્ટ છે. તેઓ તેઓ વિશ્વના સૌથી ઊંચા સરદારના પુતળા નીચે આવેલાં ચીલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના તમામ ચૂકવણાં છેલ્લા સમયમાં કરતાં હતા. કરોડ રૂપિયાનો વહીવટ તેમની પાસે હતો.
ચીલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના કૌભાંડો બહાર આવતાં હવે તેની આસપાસ ગાળીયો ભરાઈ રહ્યો છે.
5 કરોડના 30 કરોડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2019ના માર્ચમાં થીમ બેઝ્ડ આઉટડોર ઈન્ટરપ્રિટીશન ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક બનાવવાનો કોન્ટ્રાક્ટ 7 કરોડ 66 લાખમાં ઉત્તર પ્રદેશના નોઈડાની મેરોફોર્મ કંપનીને આપવામાં આવ્યો હતો, જેનું કામ પાંચ મહિના એટલે કે, ઓક્ટોબર 2019માં પુરૂ કરવામાં આવ્યું હતું. જેનું બિલ આખરે 31 કરોડ સુધી પહોંચી ગયું, જેને કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ રિવાઈઝ્ડ કરી ચૂકવી દેવામાં આવ્યું. મામલો સીએમઓના અધિકારીઓને ધ્યાનમાં આવ્યો, તો તેઓ પણ ચોંકી ગયા, અને આમાં મોટુ કૌભાંડ થયું હોવાની ગંધ આવતા જે તે અધિકારીઓ પાસે આ મામલે ખુલાસો માંગ્યો હતો. તપાસ થઈ હતી. પણ પગલાં લેવાયા ન હતા.
મેરે ફોર્મ કંપનીને નક્કી કરેલી રકમ કરતાં વધારે રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ઓવર પેમેન્ટ થયું હોવાથી ગાંધીનગર ઈકોલોજી કમીશનમાં વાતાવરણ પ્રદૂષિત થઈ ગયું છે. 9 કરોડ રૂપિયાની ચૂંકવણી મેરે ફોર્મને કેમ કરવામાં આવી તે પ્રશ્ન હવે ઊભો થયો જેમાં લોમેશ બ્રહ્મભટ્ટે જવાબો આપવા પડે તેમ છે.
કંપનીને 12થી 13 લાખ પગારનો ખર્ચ હતો. છતાં તેને રૂ. 9 કરોડ આપવામાં આવ્યા હતા. આટલી જંગી રકમ કેમ આપવામાં આવી અને બીજા જંગી ખર્ચ કેમ થયા તેની તપાસ થવાની છે. મેરે ફોર્મ કંપનીને આર સ્કવેર કંપની મેન પાવર પુરો પાડવાનું કામ કરતી હતી. તેનો ઠેકો આર સ્કવેરને આપવામાં આવ્યો હતો.
મેરે ફોર્મ કંપની આ મુદ્દે બ્લેકલીસ્ટ કરવાની તૈયારી થતી હતી. ગંગાશરણ બ્લેક લીસ્ટ કરવા માંગતા હતા. તેને ગમેતમ કરીને સમજાવી લીધા. પણ જો કંપની બ્લેક લિસ્ટ થાય તો તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોથલ મ્યુઝિયમનો ઠેકો આપત નહીં. તેથી કેટલાંક અધિકારીઓએ લેતી-દેતી કરીને કંપનીને બ્લેક લિસ્ટ થતી બચાવી હતી.
આ સમગ્ર બાબત વન પ્રધાન મુકેશ પટેલને આપવામાં આવી હતી. મુકેશ પટેલે 3 કરોડના મુદ્દે કેટલાંક અધિકારીઓને ફાયર કર્યા હતા. પણ પગલાં લીધા ન હતા.
મેરે ફોર્મ જો બ્લેક લિસ્ટ થયું હોત તો આર સ્કેવેરનો ઠેકો પણ ગયો હોત. આ સ્કવેર કંપનીના માલિક બ્રહ્મભટ્ટ છે જેને લોકેશ બ્રહ્રમ ભટ્ટે બચાવી લીધા હતા.
સંજય આનંદ ઈકોલોજી કમિશનના કેટલાંક અધિકારીઓને સમજાવવા ગયા હતા. પણ તેઓ આ મુદ્દે માન્યા ન હતા. ઈલોકોજી કમિશનના હેમલ કોનઢીયાએ આ તમામ મુદ્દે સરકારનું ધ્યાન દોરિયું હતું. ફરીથી 22 મે 2024ના રોજ નોટિસ આપી છે.
પ્રધાન મુકેશ પટેલ જ નહીં પણ કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અને અર્જુન મોઢવાડીયા પણ આ કૌભાંડ અંગે જાણતાં હતા. ધારાસભ્ય અને લોકસભાની ચૂંટણીના ભરૂચની બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા આ મુદ્દે પગલાં લાવા માટે માંગણી કરી રહ્યાં હતા. મુખ્ય પ્રધાનની કચેરીના અધિકારીઓ આ કૌભાંડમાં જોડાયેલાં હોવાથી તેઓ પણ જાણતાં હતા. તેમ છતાં આ અધિકારીઓએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, તેમના સચિવ કે કાલાશ નાથનને જણાવ્યું હોય એવું લાગતું નથી. તેથી વડાપ્રધાન સુધી આ વાત પહોંચી હોય તો પગલાં લેવાયા હોત.
આ રીતે લોમેશ કંપીનને બચાવી લીધી હતી. અને આ કંપનીને લોથલ ડેવલમ્નેટનો રૂ. 100 કરોડનો પ્રોજેક્ટ મળ્યો હતો.
કોણ છે લોમેશ બ્રહ્મભટ્ટ
આર એસ એસ સાથે તેના સંબંધો છે. સંઘની સંસ્થા સીમા જાગરણ મંચ સંસ્થામાં તે જોડાયેલો છે. ફેસબુક પર સંઘનો ડ્રેસ પહેરેલો ફોટો પણ છે. તેમની ફેસ બુક પર તે પોતે ભાજપના ગુજરાતના મોટા નેતાઓને ફોલો કરે છે. તેને ફોલો કરનારા ભાજપ અને સંઘના ઘણાં હોદ્દેદારો અને કાર્યકરો છે.
ભાજપ અને સંઘના સંબંધો
પ્રધાન મુકેશ પટેલે ચેતવાની જરૂર છે. કારણ કે મુકેશ પટેલ ભાગીદાર હોવાની અફવા વહેતી થઈ છે. ફરિયાદી લોમેશ ભાગીદાર છે. મુળુબેરા સાથે લંચ અને મુકેશ પટેલ ડિનર કરે છે. એવો પ્રચાર લોમેશ કરે છે. આર એસ એસમાં સક્રિય છે. તેનું પીઠ બળ છે. તેમાં સરહદ બચાવો સંસ્થા સાથે એમનો નાતો રહ્યો છે.
ખોટી નોકરી આપી
વન અને પર્યાવરણ વિભાગના સચિવ રહેલાં ગાયત્રી દવેએ લોમેશ અને નિશ્ચલ જોશીની કોન્ટ્રાક્ટ અને બીજી રીતે ભરતી ખોટી રીતે કરી હતી. છતાં તેમને કાયમી કરી દેવાયા છે. ખાસ કેસમાં ભરતી નિયમો વગર કોન્ટ્રાક્ટ એમ્પલોય હતા. તેમને કાયમી કરવા હોય તો સરકારી ગેઝેટ પ્રસિદ્ધ કરવું પડે છે. આવુ સત્તાવાર ગેજેટ બહાર પડાયું નથી. રિક્રુટમેન્ટ ખોટી રીતે થઈ છે. હોદ્દાને લાયક નથી, છતાં નોકરી આપી છે. નિશ્ચલ જોષી અને લોમેશ બ્રહ્મભટ્ટ નિમણુંકમાં સરકારી ચેડા કરેલા છે. ખાસ કેસમાં ભરતી નિયમો વગર કોન્ટ્રાક્ટ એમ્પલોય હતા. જે સરકાર સારી રીતે જાણે છે.
ફરિયાદ ન કરી
ચીલ્ટ્રનપાર્કમાં રૂ.12 લાખના કૌભાંડમાં પોલીસ ફરિયાદ ખોટીરીતે કરાઈ છે તેમાં ફરિયાદીને પણ સસ્પેન્ડ કરવા પડે તેમ હોવા છતાં આજ સુધી સસ્પેન્ડ કરાયા નથી. ફરિયાદીને સસ્પેન્ડ કરવા પડે તેને સસ્પેન્ડ કરાયા નથી. લોમેશ બ્રહ્રમભટ્ટે ચેક પર સહી કરી છે. આ ચેકના આધારે 12 લાખનું પેમેન્ટ કર્યું છતાં તેમની સામે તુરંત પગલાં ન લેવાયા. લોમેશને સંજીવ કુમાર બચાવી રહ્યાં છે. હેમલ કોનઢીયાએ આ તમામ મુદ્દે સરકારનું ધ્યાન દોરિયું હતું.
ધર્મેન્દ્ર વાઘેલા વાઘોડીયાના ધારાસભ્ય, હર્ષ સંઘવી અને વન પ્રધાન મુકેશ પટેલ પોતે લોમેશ બ્રહ્મભટ્ટને બચાવે છે. કારણ કે લોમેશ સંઘમાંથી આવે છે.
કેટલાંક રાજનેતાઓનો ગોવામાં એક પ્રોજેક્ટ ભાગીદારીમાં ચાલે છે. જેની સરકારી રાહે ખાનગી તપાસ ચાલી રહી છે. ઈલોકોજી કમિશનના હેમલ કોનઢીયાએ આ તમામ મુદ્દે સરકારનું ધ્યાન દોર્યું હતું.
વડોદરામાં પોલીસ સાથે મારામારી કહી હતી.
લોમેશ સામે પોલીસ ફરિયાદ
11 ઓગસ્ટ 2020માં વડોદરામાં વાહન ચલાવવાના પ્રશ્ને પોલીસ ફરિયાદ થયેલી છે. વડોદરાના પ્રતાપનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી મગનભાઈ ઝાલાએ લોમેશકુમાર પ્રતાપ બ્રહ્રમભટ્ટ અને તેમની પત્ની ભૈરવી સામે ફરિયાદ કરી હતી. ત્યારે તેઓ બી-103 જગન્નાથ પુરમ સોસાયટી, લાલબાગ પાસે માંજલપુર વડોદરામાં રહેતાં હતા. પોલીસ સામે દાદાગીરી કરીને ગંદી ગાળો બોલી હતી. હાથમાં પાણીની ધાતુની બોટલ પોલીસને મારી હતી. પોલીસનો કોલર પકડી ઝપાઝપી અને મારામારી કરી હતી. પોલીસને નેમ પ્લેટ ખેંચી લીધી હતી. લાફા મારી દીધા હતા. ફરી દેખાઈશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ટોળું ભેગું થઈ ગયું હતું. લોકોએ તેને વિડિયો ઉતારી વાયરલ કર્યો હતો.
12 કલાકમાં તેને જામીન મળી ગયા.
આમ આદમી પક્ષના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાની બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા સામે સરકારે ગુનો દાખલ કર્યો હતો તે જ કલમો લોમેશને લાગેલી છે. છતાં ચૈતર વસાવા 50 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. 50 દિવસ ભાગતાં ફરવું પડ્યું હતું.
શું ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના તેમની પર ચાર હાથ છે?
ભ્રષ્ટાચાર ઢાંકવા માટે સંજીવ કુમારનો ઉપયોગ ભાજપ સરકાર કરી રહી છે. જેથી સરકાર બદનામ ન થાય. પગલાં લેવાય. 25 કરોડની ગ્રાંટ ગયા વર્ષે હતી.
2024માં ચેર જાગૃતિ અંગેનો એક વિશેષ કાર્યક્રમ ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત કરંજ પ્રાથમિક શાળા ખાતે લોમેશ દ્વારા યોજવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારે ચેર માટે જેટલાં કામો ઈકોલોજી કમિશનને આપેલા છે તે તમામની તપાસ ગુજરાત સરકારે કરવી જોઈએ. જેમાં ખોટા કામો ઘણાં થયા છે તે બહાર આવે તેમ છે.
ગાંધી પ્રોજેક્ટ ખોરંભે પાડી દીધો
રૂ. 25 કરોડનો ગાંધી પ્રોજેક્ટ શરૂઆતમાં લોમેશે ખોરંભે પાડી દીધો હતો. કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલાય દ્વારા દાંડી પાસે હરિત સ્મારક 6 ગામને લઈને બનાવવાનું હતું. તેની દેખરેખ 12 વર્ષ પહેલાં લોમેશ બ્રહ્મભટ્ટ કરતાં હતા. તેમણે બે વર્ષ પછી પણ માસ્ટર પ્લાન તૈયાર કર્યો ન હતો.
છ ગ્રામ પંચાયતો અને ગુજરાત ઈકોલોજી કમિશન કામ કરતા હતા. જીઈસી તથા ગુજરાત વિદ્યાપીઠ જનજાગૃતિ કરતાં હતા. બે વર્ષમાં રૂ.5 કરોડ સુધીનો ખર્ચ કરવાની જોગવાઈ હોવા છતાં આ પૈસા ખર્ચાયા ન હતા.
નાની કકરાડને કેન્દ્ર સરકારે વેટલેન્ડ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ નેસ્તનાબૂદ થઈ ગયું છે અને તેની ગ્રાંટ ક્યાં વપરાય છે તે કોઈ જાણતું નથી. બીજી 8 કરોડની ગ્રાંટ માંગી હતી.
સોલર લાઈટ નાંખી પણ તે ત્યારે કામ કરતી ન હતી. દાંડી અને મટવાડનું તળાવ ન બન્યા, રિનોવેટ કરાયા નથી. લોમેશ બ્રહ્મભટ્ટ ગામ લોકોને સાંભળતા ન હતા. કોઇ નક્કર કામગીરી થઇ ન હતી. ગાંધી સ્મારકના વિકાસનો પ્રોજેકટ મુંબઈની આઈઆઈટીએ બનાવ્યો છે પણ તે ક્યાં અટવાયો છે તેની ખબર નથી.
ઈલોલોજી કમિશનના મહત્વના અધિકારીઓ
સભ્ય સચિવ , આઈએફએસ એસ. એચ. મહેશ સિંઘ,
નિયામક – વધારાના ચાર્જ, આઈએફએસ જી. એસ. સિંઘ,
સિનિયર મેનેજર પ્રોજેક્ટ્સ, ચાર્જ લોમેશ બ્રહ્મભટ્ટ
ઈકોલોજી મેનેજર લોમેશ બ્રહ્મભટ્ટ મેનેજર
ડેપ્યુટી એકાઉન્ટન્ટમોહસીન એ શેખ