મહારાષ્ટ્ર સરકારે ચીન સાથેનો 5,000 કરોડનો પ્રોજેકટ રદ કર્યો

લદ્દાખની ગલવાન ઘાટીમાં ૨૦ સૈનિકોની શહાદત બાદ ચીનની વિરૂદ્ઘમાં દેશભરના લોકોમાં ખૂબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ લોકો ચીનના સામાનના બહિષ્કારની વાત કરી રહ્યા છે. આ સમયે મહારાષ્ટ્ર સરકારે ચીનને મોટો ઝટકો આપ્યો છે. રાજય સરકારે કેન્દ્ર સાથે વાતચીત બાદ ચીનની 3 કંપનીના પ્રોજેકટ પર હાલમાં રોક લગાવી છે.

આ પ્રોજેકટની કિંમત આશરે 5,000 કરોડ રૂપિયાની છે. હવે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવ્યા બાદ તેની પર કોઈ નિર્ણય લેવામાં આવશે. જે પ્રોજેકટ પર મહારાષ્ટ્ર સરકારે ચીન માટે પ્રતિબંધ મૂકયો છે તેમાં પુનાની પાસેના તાલેગામમાં ઈલેકિટ્રકલ વ્હીકલની મોટી ફેકટ્રી છે. કહેવાઈ રહ્યું છે કે આ લગભગ 3,500 કરોડ રૂપિયાનો પ્રોજેકટ છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે છેલ્લા કેટલાક દિવસમાં 12 એમઓયૂ સાઈન કર્યા છે. દરેક 3 ચાઈનીઝ કંનીઓના પ્રોડેકટને હોલ્ડ પર રાખ્યા છે. જયારે 9 પ્રોજેકટનું કામ હજુ પણ ચાલુ રહેશે. તેમાં અન્ય દેશની કંપનીઓ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પણ દરેક રાજય સરકારને ચીનના પ્રોજેકટ અને આયાત પરની જાણકારી માંગી હતી. આ પહેલાં ટેલિકોમ ડિપાર્ટમેન્ટ ભારત સંચાર નિગમ લિમિટેડે 4G અપગ્રેડેશનની સુવિધામાં ચીની ઈકિવપમેન્ટ્સનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે BSNL સાથે સંબંધિત ટેન્ડર પર ફરીથી કામ કરવા કહ્યું છે.

ટેલિકોમ ડિપાર્ટમેન્ટ આ વાત પર પણ વિચાર કરી રહ્યું છે કે દેશની પ્રાઈવેટ મોબાઈલ સર્વિસ કંપનીઓના ઉત્પાદન પર નિર્ભરતા ઓછી રહે. ભારતીય રેલ્વેએ ચીનમાં બનેલી ચીજોનો ઉપયોગ કરવાનો ઈન્કાર કર્યો છે.

ચીનની કેટલીક કંપનીઓની સાથે અનેક કરાર પણ રદ્દ કર્યા છે. આ સમયે ભારત સરકાર ઘરેલૂ ઉત્પાદનોની નિકાસ વધારવાની કોશિશ કરી રહી છે. જેના આધારે વાણિજય મંત્રાલયે અલગ અલગ દેશોમાં ઘરેલૂ કંપનીઓના નિકાસ માટેના અવસર શોધવા માટે ભારતીય મિશનની સાથે 1500 પ્રોડકસનું લિસ્ટ જાહેર કર્યું છે.