અમદાવાદ, 9 એપ્રિલ 2021
વર્લ્ડ હેરિટેજ અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને રૂ.30 કરોડના ખર્ચે હેરિટેજ લૂક આપવાની કામગીરી 2 વર્ષ ચાલ્યા બાદ હવે હેરીટેજ લૂકનું કામ પૂરું થયું છે. મોદી ઉદઘાટન માટે આવે તેની રાહ જોવામાં આવી રહી છે.
એલઇડી થીમ આધારિત લાઇટિંગથી સમગ્ર રેલવે સ્ટેશન રોશનીથી ઝળહળી રહ્યું છે. વાર-તહેવાર કે કોઇ પ્રસંગે જે પ્રકારનું લાઇટિંગ કરવું હશે તે હવે શક્ય બનશે.
અમદાવાદ શહેરના તમામ જોવાલાયક સ્થળોના ચિત્રો પણ રેલવે સ્ટેશનની દિવાલો પર અંકિત કરી દેવાયા છે.
બીજી સવલતો ઉપલબ્ધ કરાવાઇ છે. આગામી મહિનાઓમાં અમદાવાદ રેલવે સ્ટેશનની કાયાપલટ થઇ જશે.
રેલવે સ્ટેશનની છત ઉપર વિશાળકાય ગુંબજ મુકવાનો પ્લાન હતો પરંતુ બિલ્ડિંગ વર્ષો જુના હોવા ઉપરાંત અનેક ટનનો ગુંજબ હોવાથી વજન વધી જવાથી અકસ્માતને લગતી સમસ્યાઓ સર્જાવાની સ્થિતિને ધ્યાને લઇને સ્ટેશનની છત પર ત્રણ મોટા ગુંબજ મુકવાની આખી યોજના પડતી મુકાઇ હતી.
પ્રવેશવાના અને બહાર નીકળવાના માર્ગે દિલ્હી દરવાજા જેવા હેરિટેજ ગેટ મુકવાનો પણ પ્લાન હતો. પરંતુ તેને પણ હાલ પુરતો પડતો મુકાયો છે.
સ્ટેશન પરિસરમાં જ બીઆરટીએસ બસ સ્ટેન્ડ બહાર કાઢીને પ્રજાને પરેશાન કરાશે.
આવેલું છે તેને બહાર કાઢીને સ્ટેશન પરિસરમાં ભાડભીડ ઓછી કરવાનો આશય છે.
આટલા મોટા રેલવે પરિસરમાં એકપણ જાહેર શૌચાલય-ટોઇલેટ નથી. મુસાફરોએ તે માટે પ્લેટફોર્મ ટિકિટ લઇને પ્લેટફોર્મ નંબર 1 ઉપર જવું પડે છે.
સ્ટેશને આવેલા ઔતિહાસિક બે ઝૂલતા મિનારા પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાં પણ લોકો માટે વિશેષ સુવિધાઓ ઉભી કરાશે.