આજ 13 એપ્રીલ, 2020થી બહાર નિકળનાર તમામ લોકોએ માસ્ક પહેરવા ફરજીયાત છે. જો માસ્ક પહેર્યુ નહીં હોય તો રૂ. 5000 દંડ થશે અને જો કોઈ વ્યક્તિ આ પ્રકારના દંડ ભરવામાં આનાકાની કરશે તો કાયદાકીય રીતે અમદાવાદ મહાનગર પાલિકા કેસ દાખલ કરશે અને આ કેસમાં 3 વર્ષ સુધીની સાદી કેદ થઈ શકે છે.
બહું ઓછા લોકોને દંડ થયો છે.
માસ્ક વગર નિકળનારા લોકોને કારણે ચેપ પ્રસરવાની શક્યતાના પગલે આવાં પગલાં લેવામાં આવી રહ્યા છે. જો કે માસ્ક ન પહેર્યુ હોય અને રુમાલ હશે તો પણ ચાલશે તેમ વધુમાં જણાવ્યુ હતું. આ ઉપરાંત અમદાવાદમાં પ્રવશતા 8 ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા વધારી દેવામાં આવી છે અને અમદાવાદ શહેરમાં આવતાં તમામ લોકોનું થર્મલ સ્કેનીંગ કરીને જ પ્રવેશ આપવા દેવામાં આવે છે. કમિશ્નર વિજય નહેરાએ માહિતી આપતા જણાવ્યુ હતું.