ફોનને હેક કરીને માહિતી ચોરી લેતો મેલલોકર રેન્ડસમવેર વાયરસ મોબાઈલ ફોન પર ત્રાકરી ચૂક્યો છે, માઈક્રોસોફ્ટની ચેતવણી

9 નવેમ્બર 2020

ટેક કંપની Microsoft એન્ડ્રોઇડ ફોન ધરાવનારા લોકોને આકરી ચેતવણી આપી છે. રેન્સમવેર(ransomware)નામનો વાયરસ ગમે ત્યારે ત્રાટકી શકે છે. તેના ખતરા અંગે ચેતવણી જારી કરી છે. MalLocker નામનો રેન્સમવેર ઓનલાઇન ફોરમ અને વેબસાઇટથી ફેલાઇ રહ્યો છે. તેમાં ભારત પણ ઝપેટમાં આવી શકે છે.

આ રેન્સમવેર કોઇ એન્ડ્રોઇડ એપની અંદર છુપાયેલો હોય છે.તેથી વેબસાઇટ પરથી એપ ડાઉનલોડ કરતી વખતે આ રેન્સમવેરનો ખતરો રહે છે.આ રેન્સમવેર ફોનના ડેટાને એન્ક્રિપ્ટ કરતો નથી.પરંતુ તે ફોનની સ્ક્રીનને ફ્રીઝ કરી દે છે.યુઝરને લો એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે મેસેજ મળે છે.

ફોનની સ્ક્રીનને અનલોક કરવા માટે રેન્સમ એટેલે કે ચોક્ક્સ રકમની માગણી કરવામાં આવે છે.આ રેન્સમવેર કોલ નોટિફિકેશનનો ઉપયોગ કરે છે.જયારે ફોન પર ઇન્કમિંગ કોલ આવે ત્યારે તે એકટિવેટ થાય છે.યુઝર જયારે પણ ફોનમાં હોમ બટન કે રિસન્ટ એપ બટન દબાવે કે તરત જ સ્ક્રીન ફ્રીઝ થઇ જાય છે.

Microsoft કહે છે કે આ રેન્સમવેરનો કોડ સિમ્પલ છે અને તેને આસાનીથી એન્ડ્રોઇડ ફોનમાં મોકલી શકાય છે.તેથી રેન્સમવેરથી બચવા અનનોન સોર્સ કે થર્ડ પાર્ટી સોર્સમાંથી એપ ડાઉનલોડ નહીં કરવાની Microsoft સલાહ આપી છે. Microsoftના જણાવ્યા પ્રમાણે મોબાઇલ પર એટેક કરતો આવો રેન્સમવેર પહેલા કયારેય જોવા મળ્યો નથી.આ રેન્સમવેર હેકર્સ માટે નવા નવા રેન્સમવેર અને માલવેર બનાવવાનો રસ્તો ખોલી નાખશે.