રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા અત્યાર સુધીમાં ૨૬૨ વિશેષ ટ્રેન દ્વારા કુલ ૩ લાખ ૯૦ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા કરી છે.
સમગ્ર દેશમાંથી આવી ૬૪૦ વિશેષ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પરપ્રાંતિય-શ્રમિકોને વતન રાજ્ય જવા માટે ચલાવવામાં આવી છે તેમાં સૌથી વધુ ૨૬૨ ટ્રેન એટલે કે ૪૧ ટકા ટ્રેન માત્ર ગુજરાતમાંથી રવાના થઇ છે.
આજે વધુ ૩૭ સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી પરપ્રાંતિય શ્રમિકો અને મજૂરોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે.
મહારાષ્ટ્રમાંથી ૯૯ (૧પ ટકા), પંજાબથી ૮૧ (૧૩ ટકા), રાજસ્થાન ર૭ (૪ ટકા), કર્ણાટક ૩૬ (પ ટકા) અને તેલંગાણા ૩૩ (પ ટકા) ટ્રેન રવાના થઇ છે.
મંગળવારે રાત્રી સુધીમાં ગુજરાતમાંથી ૨૬૨ ટ્રેનો રવાના કરવામાં આવી છે. જે સાથે કુલ ૩.૩૪ લાખ પરપ્રાંતીયો શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે.
ગઇકાલ બુધવારે અન્ય ૩૭ ટ્રેન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રવાના. જેમાં ઉત્તરપ્રદેશ માટે ૨૭, બિહાર માટે પાંચ ટ્રેન, ઓરિસ્સા માટે ૩ ટ્રેન અને મધ્યપ્રદેશ-છત્તીસગઢ માટે ૧-૧ ટ્રેન દોડશે. અમદાવાદથી ૧૦ ટ્રેન, સુરતથી ૧૨ ટ્રેન, રાજકોટથી ૪ ટ્રેન, વડોદરાથી ૩ ટ્રેન તથા અન્ય જિલ્લાઓમાંથી ૧-૧ મળીને આજે રાત સુધીમાં રવાના થનાર ૩૭ ટ્રેનમાં વધુ ૫૬,૮૦૦ પરપ્રાંતીયો – શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા.
હવે જોવાનું એ છે કે એટલા બધા મજૂરો ગુજરાત છોડીને ગયા પછી ગુજરાતના ધંધાઓ જે 15 તારીખ પછી શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે તેનું શુ થશે.