અમદાવાદ, 28 જૂન 2020
વિદેશી નાણાંની હેરાફેરી માટે કામ કરતાં નિદેશાલય એટલે કે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઈડી) દ્વારા સ્ટર્લિંગ બાયોટેક બેન્કના લોનના કૌભાંડના ગુનામાં કોંગ્રેસના જાણીતા નેતા અહેમદભાઈના જમાય ઈરફાન અહેમદ સિદ્દીકીની તપાસ શરૂ થઈ છે અને તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. આ દાવામાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલનું નામ હોવાથી તેમની પૂછપરછ પણ થઈ શકે છે. તે પહેલા કોંગ્રેસના સોફ્ટ સરમુખત્યાર અહેમદ પટેલની પૂછપરછ કરી હતી. મોદીને અનેક વખત મદદ કરનારા અહેમદ પટેલને મોદીએ બરાબર ફસાવી દીધા છે. જે રીતે મોદીએ ભાજપના વરિષ્ઠ નેતાઓને ફસાવી દીધા છે તેનાથી ખરાબ હાલત અહેમદ પટેલની કરી છે.
#WATCH: Modi Ji aur Amit Shah ji ke mehmaan aaye the… They came, asked me questions, I replied and they have gone back: Congress leader Ahmed Patel after Enforcement Directorate (ED) team left his residence. #Delhi pic.twitter.com/yb0uFYS3DV
— ANI (@ANI) June 27, 2020
રૂ.5 હજાર કરોડ રૂપિયાના બેંકિંગ ગોટાળાના દાવાનો સામનો કરી રહેલા વડોદરાના સાંડેસરા ગ્રુપ સામે એન્ફ્રોસમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ બેંક ગોટાળા અને મની લોંડ્રિંગના આ મામલે ઇડીએ સંદેસરા ગ્રુપની કંપની સ્ટર્લિંગ બાયોટેકની 4701 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં 300 બેંક એકાઉન્ટ,300 શેલ કંપનીઓ સીઝ કરાઇ છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં અંદાજે 4000 એકર જમીન પણ છે. સાંડેસરા ગ્રુપના માલિક કોંગ્રેસના સીનિયર નેતા અહેમદ પટેલના ખાસ વ્યકિત છે. જેને અહેમદ પટેલે અનેક વખત મદદ કરી હતી. અહેમદ પટેલ બરાબર ફસાઈ ગયા છે. 8 કલાક તેમના ઘરે પૂછપરછ કરવામાં આવી હતી.
કોઈએ નામ લીધો અને ફસાયા
વરિષ્ઠનેતા એહમદ પટેલ અને તેમના પરિવાર સુધી નાણાકીય કૌભાંડ આવી પહોંચ્યું છે. સંદેસરા ગ્રુપના અધિકારી સુનિલ યાદવે ઇડીને આપેલા એક નિવેદન અનુસાર એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને જમાઇ ઇરફાન સિદ્દિકીએ વિદેશી નાણાંની હેરાફેરી કરી હોવાનું કહીને અહેમદ પટેલના કુટુંબનું નામ પણ લીધું હતું. યાદવનું નિવેદન છે કે, સંદેસરા ગ્રુપના માલિક ચેતન સંદેસરા અને તેમના વિશ્વાસુ ગગન ધવનને સિદ્દીકીને અનેક વખત 15 થી 20 લાખ રૂપિયા આપ્યા છે. યાદવના સ્ટેટમેન્ટને પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટની સેકશન 50 હેઠળ નોંધવામાં આવ્યું છે. યાદવના સ્ટેટમેન્ટને અદાલતી કાર્યવાહી માનવામાં આવે છે અને તેના સ્ટેટમેન્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું.
સંદેસરા ગ્રુપે ત્યારે ઇડીને આપેલા લેખિત નિવેદનમાં ઉલ્લેખ કર્યો હતો કે ચેતન સંદેસરા અવારનવાર એહમદ પટેલના દિલ્હી સ્થિત આવાસે જતા હતા. યાદવનુ નિવેદન પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટની કલમ 50 અંતર્ગત રેકોર્ડ કરાયું છે. જેના આધારે પૂછપરછ શરૂ થઈ છે. યાદવે એમ પણ કહ્યું હતું કે, ફૈઝલ પટેલના ડ્રાઈવરને પણ રોકડ આપવામાં આવી હતી. આ રોકડ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને પહોંચાડવાની હતી. 6 મહિના પહેલાનો આ દાવો ચાલી રહ્યો છે.
20 કરોડ કોંગ્રેસના હતા ?
મધ્યપ્રદેશ, ગોવા અને દિલ્હીમાં આવક વેરા વિભાગે દરોડા પાડીને શોધી કાઢ્યું હતું કે, હવાલા દ્વારા રૂ.20 કરોડ દિલ્હીમાં એક મોટી પાર્ટીના કાર્યાલય માટે તુઘલક રોડ પર રહેતા મહત્વપૂર્ણ વ્યક્તિના ઘરે મોકલવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગે અગાઉ અહેમદ પટેલના એકાઉન્ટન્ટ પર દરોડાની કાર્યવાહી કરી હતી. નાણાં એકઠા કરવાના દસ્તાવેજ, હાથથી લખેલી ડાયરી, કમ્પ્યુટર ફાઈલો અને એક્સેલ શીટ મળી હતી.
અહેમદ પટેલને રૂ.25 લાખની લાંચ
ED (ઇડી) એ દિલ્હીની કોર્ટમાં 4 ઓગસ્ટ 2018માં કહ્યું હતું કે, તેમની પાસે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તેમજ રાજ્યસભામાં ગુજરાતના સાંસદ અહેમદ પટેલના ઘરે રૂ. 25 લાખ પહોંચાડવામાં આવ્યા હોવાના પુરાવા ઉપલબ્ધ છે. સાંસદ અહેમદ પટેલને આ રકમ લાંચના સ્વરૂપે પહોંચાડવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રંજીત મલિક નામના એક વ્યક્તિની પૂછપરછ દરમિયાન આ જાણકારી મળી હતી. આ કેસનો સંબંધ ગેરકાયદે રીતે રૂ. 5000 કરોડની લોન મેળવનારી ગુજરાતની સ્ટરલિંગ બાયોટેક કંપની વિરુદ્ધ કરવામાં આવી રહેલી સીબીઆઈ તપાસ સાથે જોડાયેલો છે. રાકેશ ચંદ્રા નામના એક વ્યક્તિએ આ પૈસા પહોંચાડ્યા હતા. તેણે રંજીત મલિકના કહેવા પર આ પૈસા દિલ્હીના 23, મધર ટેરેસા, ક્રેસેન્ટ રોડ પર પહોંચાડી હતી. જે કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું સત્તાવાર નિવાસસ્થાન છે. ફોન પર થયેલી વાતચીતના રેકોર્ડિંગ સહિતના પુરાવાઓ તપાસ કરનારા અધિકારી પાસે છે. આમ ઇડી તરફથી અહેમદ પટેલ, પુત્ર અને જમાઇ પણ મનીલોંડરીંગ કેસમાં સંડોવાયેલા છે. તેમ છતાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
ડાયરીનું રહસ્ય
ઈ.સ. 2011 માં ગુજરાતની કંપની સ્ટરલિંગ બાયોટેક પર દરોડા દરમિયાન એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં નેતાઓ, આવકવેરા અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને લાંચ રૂપે પૈસાની ચૂકવણી કરવામાં આવી હોવાની નોંધો મળી આવી હતી. જેની એફએસએલ તપાસ પણ નરેન્દ્ર મોદી સરકારે કરાવી નથી.
ફૈઝલ લોકસભાની ચૂંટણી લડવાનો હતો
અહેમદ પટેલનો પુત્ર લોકસભા 2019ની ભરૂચની ચૂંટણી લડવાનો છે એવી કોંગ્રેસમાં દરેક નેતાઓ જાણતા હતા. પણ એકાએક ફૈઝલ અહેમદ પટેલે પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર 23 માર્ચે જાહેરાત કરી હતી કે, તે લોકસભાની ચૂંટણી લડવાનો નથી.
શું છે રાજકારણ
ફરી કોંગ્રેસ પર કબજો જમાવે તે પહેલાં હુમલો
ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષથી કોંગ્રેસ પર કબજો ધરાવતાં અને હવે દિલ્હીમાં રાહુલ ગાંધીના રાજીનામા બાદ સમગ્ર દેશની કોંગ્રેસ પર ફરી એક વખત પકડ જમાવવાની અહેમદ પટેલે શરૂઆત કરી તેની સાથે જ તેમના જમાઈ પર સીધો પ્રહાર કરાયો છે. ખરેખર તો આ દાવો ઘણો જૂનો છે. પણ તેનો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈશારે રાજકીય હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો હોવાનું ઘણાં કોંગ્રેસના નેતા માની રહ્યાં છે.
અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી મોદી સરકાર પર નિરવ મોદી અને મેહુલ ચોકસી જેવા બેંકિંગ ગોટાળાના આરોપીઓની મદદ કરવાનો આરોપ લગાવી રહ્યા હતા. તે સમયે જ અહેમદ પટેલના પરિવાર ઉપર ઈડીની તપાસની શરૂઆત થઈ હતી. હવે અહેમદ પટેલ ફરી એક વખત કોંગ્રેસના તમામ નિર્ણયો લેવા લાગ્યા છે ત્યારે કબાટમાં બંધ પડેલો દાવો ઉળેખવામાં આવ્યો છે.
ઈન્કમટેક્સ વિભાગના દરોડાને લઈને કોંગ્રેસે તે સમયે આરોપ લગાવ્યો હતો કે મોદી સરકારમાં રાજકીય વિરોધીઓ વિરુદ્ધ એજન્સીઓનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. ત્યારે અહેમદ પટેલે સવાલ કર્યો હતો કે ભાજપના એ નેતાઓ અને તેમના પુત્રોને ત્યાં દરોડાની કાર્યવાહી કેમ થઈ રહી નથી કે જેમના ઉપર આરોપ છે ?
અહેમદ પટેલે એમ પણ કહ્યું હતું કે સરકાર તેમની છે, એજન્સી તેમની છે અને જે પણ કરવાનું છે કરી લે. કોઈપણ દોષિત છે, તેની વિરુદ્ધ કાર્યવાહી કરે, પરંતુ સાથે જે ભાજપના લોકો છે, તેમનના જે પુત્ર છે, તેમની જે ફાઈલો પડી છે, ચાહે ઈડીની પાસે હોય, અથવા સીબીઆઈની પાસે હોય. તેમની પણ તો ઓછામાં ઓછી તપાસ કરો, શરૂઆત કરો.
અહેમદ પટેલે મોદીને મદદ કરી
અહેમદ પટેલે મોદીને સોહરાબુદ્દીન કેસમાં મદદ કરી છોડાવ્યા હતા. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે અહેમદ પટેલના દિલ્હીના નિવાસ સ્થાને એકલા ગયા હતા. તેમણે અહેમદ પટેલ સાથે ભોજન લીધું હતું અને 3 કલાક સુધી ચર્ચા કરી હતી. તે સમયે સૌરાબુદ્દીન અને ગોધરા હત્યાકાંડની સીબીઆઈની તપાસનો ગાળીઓ મોદી આસપાસ વિંટળાતો હતો. પણ પછી અચાનક આ કેસમાં વળાંક આવ્યો હતો અને મોદી સામે કોઈ કાર્યવાહી થઈ ન હતી.