મોદી અને રૂપાણીએ 9 હજાર કરોડના પ્લેન લીધા, પણ પ્રજાના વિમાનો બંધ કરી દીધા

ગાંધીનગર, 9 એપ્રિલ 2021
મોદીએ વિમાન સેવાનુ નેટવર્ક વધે તે માટે મોટા ઉપાડે ‘ઉડાન યોજના’ શરૂ કરી હતી તે બંધ થવા લાગી છે. 1 વર્ષથી ગુજરાતમાં શરૂ કરાયેલી 19માંથી 4 ફ્લાઇટ સર્વિસ બંધ કરવામાં આવી છે. મોદી અને રૂપાણીની હવાઈ વાતોને મોટો ફટકો પડ્યો છે. 2001થી છેલ્લા 20 વર્ષથી વિમાન સેવા આખા ગુજરાતના શહેરો અને પ્રવાસન સ્થળો માટે વિમાનો શરૂ કરવાની દર વર્ષે 6 વખત જાહેરાતો મોદી અને રૂપાણીએ કરી હતી. શરૂ કરેલી સેવા કરોડોની ખોટ કરીને બંધ કરી દેવાનો વારો આવ્યો છે.

મોદીએ રૂપિયા 9 હજાર કરોડનું ભવ્ય વિમાન ખરીદ કર્યું, રૂપાણીએ 200 કરોડ રૂપિયાનું વિમાન ખરીદ કર્યું પણ પ્રજા માટે વિમાન સેવા શરૂ કરવામાં બન્ને નેતાઓ સદંતર નિષ્ફળ રહ્યાં છે. ચૂંટણી જીતવા માટે પ્રજાને ખોખલા વચનો આપે છે. સાબરમતી પરથી સી પ્લેન ઉડાવવા માટે 3 વખત ઉદઘાટનો કર્યા પણ તેમાં કોઈ બેસવા તૈયાર નથી.

ગુજરાતમાં ઉડાન યોજના હેઠળ 4 ફ્લાઇટ સેવા આર્થિક રીતે પરવડે તેમ ન હોવાનું કારણ જણાવી બંધ કરવામાં આવી છે.

ગુજરાતમાં 31મી ડિસેમ્બર, 2020 સુધી ઉડાન યોજના હેઠળ કુલ 19 ફ્લાઇટ સર્વિસ ચાલુ હતી. 4 ફ્લાઇટ સેવા બંધ કરી કારણ કે તેનું સંચાલન કરનાર કંપની આર્થિક રીતે પરવડે તેમ નથી.

અમદાવાદથી જામનગર, દીવ, મુન્દ્રા અને ભાવનગરને જોડતી ફ્લાઇટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. કારણ કે તેમને સંચાલિત કરતી કંપનીને તેમ ન હોવાથી આ ફ્લાઇટ સેવા બંધ કરવાની ફરજ પડી હતી. અમદાવાદથી પોરબંદર, નાસિક, જલગાંવ, ઉદયપુર, કિશનગઢ, બેલગામ, કંડલા, જેસલમેર, પોરબંદર અને કંડલા, મુંબઇ, બેલગામ અને કિશનગઢથી સુરત તેમજ કેવડિયા અને સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વચ્ચે સી-વિમાન સેવાને જોડી હતી.

સુરતથી સ્ટેટ્યૂ ઓફ યુનિટીની વિમાન છે. અીહં ટ્રાયલ ધોરણે ધોરણે એક હેલિકોપ્ટર શરૂ કરવામાં આવ્યું હતું, કુલ 2,286 પ્રવાસીઓ ઉડ્યા હતા.