મોદી સરકારે 3 નહીં 33 જુલમી કાયદા બનાવી ક્રુર શાસન શરૂ કર્યું, ગુજરાતમાં 137 કાયદા બદલાયા

मोदी ने 33 दमनकारी कानून बनाकर क्रूर शासन किया, गुजरात ने 137 कानून बदले Modi, cruel rule by making 33 repressive laws, Guj changed  137 laws

ગુજરાતમાં હવે 137 કાયદા બદલાયા

અમદાવાદ, 4 જુલાઈ 2024
1 જુલાઇ થી સમગ્ર દેશમાં IPC, CrpC અને પુરાવા અધિનિયમ સંબંધિત સંસદ દ્વારા નવા કાયદા બનાવી નવીન જોગવાઇઓ લાગુ કરવામાં આવી છે. જેના સંદર્ભે રાજ્યપાલના વટહુકમ દ્વારા આ જોગવાઇઓ સંબંધે ગુજરાત રાજ્યના કાયદાઓ માં સંબંધિત સુધારા કરી તેને લાગુ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે.

IPC (ભારતીય દંડ સંહિતા) હવે ભારતીય ન્યાય સંહિતા, 2023 CrpC ( ક્રિમીનલ પ્રોસીજર કોડ) હવે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 અને India Evidence Act ( ભારતીય પુરાવા અધિનિયમ ) હવેથી ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ ના સ્વરૂપમાં બનાવવામાં આવ્યો છે તેથી અગાઉના IPC, CrpC અને Evidence Act ના નામ અને કેટલીક જોગવાઈ રદ્દ કરવામા આવી છે. રાજ્ય ના કાયદાઓમાંથી આ કાયદાઓના નામ જ નહીં પરંતુ તે કાયદાઓની કેટલીક કલમો પણ રદ્દ કરવામાં આવી છે કે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ દ્વારા તમામ વહીવટી વિભાગોને સંબંધિત આવા કાયદાઓની જોગવાઇઓ ગુજરાત રાજ્યના કાયદાઓમાં ઓળખી તેને એકત્રિત કરવા સુચના આપવામાં આવી હતી. જે મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં 137 કાયદાઓમાં ઉપરના કાયદાઓની વિવિધ જોગવાઇઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યના જુના કાયદાઓમાં સંસદ દ્વારા નવા લાગુ કરાયેલ કાયદાઓની જે કલમોનો ઉલ્લેખ હશે તે નવા કાયદાના નામ અને જોગવાઇ સાથે ગુજરાતના કાયદાઓમાં ફેરફાર કર્યા છે.

ગૌવંશ
ભાજપ શાસિત ગુજરાતમાં ગૌવંશની કતલ અથવા પરિવહન પર પ્રતિબંધ મૂકતા કાયદા પસાર કર્યા છે. સજાનો મહત્તમ સમયગાળો સાત વર્ષથી વધારીને આજીવન કેદ સુધીનો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા
સોશિયલ મીડિયા પર કેવા પ્રકારની માહિતી મૂકી શકાય તેના પર તેમજ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર પર આકરા નિયંત્રણ લાદતા ઇન્ટરમીડિયરી રૂલ્સ કેન્દ્ર સરકારે 2021માં બનાવ્યા હતા.

ન્યૂઝ વેબસાઇટ્સ અને નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મ પર કેવી સામગ્રી પ્રસારિત કરવી જોઈએ તે વિશેનાં આકરાં નિયંત્રણો પણ તેમાં સૂચવવામાં આવ્યાં હતાં. તે ગેરબંધારણીય હોવાને કારણે અનેક હાઈકોર્ટ્સમાં પડકારવામાં આવ્યા છે.

વેબસાઇટ્સ પરથી કન્ટેન્ટ હટાવી લેવાના આદેશોનું પ્રમાણ પણ વધ્યું છે. દાખલા તરીકે, ભારતમાં 2022માં ઍક્સ (અગાઉની ટ્વિટર) પરના 3,417 યુઆરએલ બ્લૉક કર્યા હતા, જ્યારે ભારત બહાર 2014માં માત્ર આઠ ટ્વિટર યુઆરએલ બ્લૉક કરવામાં આવ્યા હતા.

વિરોધને રોકવા ઈન્ટરનેટ શટડાઉનમાં પણ ઝડપી વધારો થયો છે. વિશ્વમાં કુલ ઈન્ટરનેટ શટડાઉન પૈકીના 50 ટકાથી વધુ ઇન્ટરનેટ શટડાઉન સાથે ભારત ટોચ પર છે. 2014માં છ ઈન્ટરનેટ શટડાઉન થયાં હતાં, જ્યારે 2023માં 80 ઇન્ટરનેટ શટડાઉન થયાં હતાં.

ડેટા પ્રોટેક્શન
એક દાયકા સુધી ચર્ચા કર્યા પછી સરકારે 2023માં ડેટા પ્રોટેક્શન કાયદો પસાર કર્યો હતો, પરંતુ એ કાયદાની જોરદાર ટીકા કરવામાં આવી છે. ક્રિમીનલ પ્રોસીજર (આઈડેન્ટિફિકેશન) કાયદા, 2022 મુજબ, કોઈ પણ કાયદા હેઠળ દોષિત ઠરાવવામાં આવી હોય કે ધરપકડ કરવામાં આવી હોય તેવી ગમે તે વ્યક્તિ સંબંધ બાયોમેટ્રિક ડેટા, બાયોલોજિકલ સેમ્પલ વગેરે જેવી માહિતી પોલીસ એકત્રિત કરી શકે છે.

ધર્માંતરણ
ગુજરાત સહિત સાત રાજ્યોએ 2017થી તેમના ધર્માંતરણ વિરોધી કાયદાઓ મજબૂત બનાવ્યા છે અથવા તો લગ્નને નિયંત્રિત કરતા નવા કાયદા પસાર કર્યા છે.

યુસીસી
ઉત્તરાખંડની ભાજપ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) પસાર કર્યો તે બીજો મોટો ફેરફાર છે. યુસીસીનો અમલ ભાજપનું લાંબા સમયનું વચન છે.

વિદેશમાં વસતા મુસ્લિમ સિવાયના લઘુમતી ધર્મના લોકોને ભારતમાં કાયમી નાગરિક બનાવવા કાયદા છે.

વિદેશી કંપનીઓને ભારતમાં મૂડી રોકાણ માટે કાયદાઓમાં ફેરફાર કરાયા છે.
બેકોની લોન ઉદ્યોગોને આફવા કાયદા બદલ્યા છે. બેંકોની નફાખોરી કરાવવા માટે તેની ફી વધારવાના કાયદાઓ બનાવાયા છે.
એન્વાયરમેન્ટ ક્લિયરંસ ઉદ્યોગો સરળતાથી કરી શકે તે માટે કાયદાઓમાં ફેરફાર કરાયા છે.
આરટીઆઈ
રાઇટ ટુ ઇન્ફોર્મેશન (આરટીઆઈ) ઍક્ટમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક ફેરફાર કર્યા છે. તેમાં કદાચ સૌથી મોટો ફેરફાર નવો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ઍક્ટ છે. 2019માં આરટીઆઈ ઍક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો. એ સુધારા પછી ઇન્ફોર્મેશન કમિશનર્સની નિમણૂંકની શરતો કેન્દ્ર સરકાર નક્કી કરી શકે છે.અનામત
શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામતની આ જોગવાઈ માંથી અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો જેવા અગાઉ સંરક્ષિત જૂથોને બાકાત રાખવામાં આવ્યા છે.ઈડી
ભાજપે 2019માં પ્રિવેન્શન ઓફ મની લૉન્ડરિંગ (પીએમએલ) ઍક્ટ-2002માં વ્યાપક ફેરફાર કર્યા હતા. કાયદો નોંધપાત્ર રીતે વ્યાપક બનાવ્યો હતો. આ કાયદો શરૂઆતથી જ કડક હતો. મની લોન્ડરિંગના ગુનાઓની તપાસ કરતી કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) આ સુધારાને લીધે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ કર્યા વિના પોતાની રીતે તપાસ શરૂ કરી શકે છે. ઈડીએ 2018માં 195 કેસ નોંધ્યા હતા, જ્યારે 2020માં 981 કેસ નોંધ્યા હતા. 2004થી 2014 દરમિયાન ઈડીએ રૂ. 5,346 કરોડની પ્રોપર્ટી જપ્ત કરી હતી અને 104 ચાર્જશીટ નોંધી હતી. તેની સરખામણીએ 2014થી 2022 સુધીમાં ઈડીએ રૂ. 99,356 કરોડની પ્રોપર્ટી જપ્ત કરી હતી અને 888 ચાર્જશીટ દાખલ કરી હતી. ઈડીની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, પીએમએલ કાયદા હેઠળ જાન્યુઆરી, 2023 સુધીમાં માત્ર 45 લોકો દોષી સાબિત થયા હતા.

પોસ્ટ ઓફિસ
પોસ્ટ ઓફિસ એક્ટ 2023ના અમલીકરણ સાથે ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ, 1898ને રદ્દ કરવામાં આવ્યો છે.

મજૂરોના કાયદા
રાજ્યો મજૂર કાયદાનો અમલ નહીં કરવા માટે જાહેરાત કરે છે. મજૂરોનું શોષણ કરવાની કંપનીઓને છૂટ આપવા માટે જાણે કે રાજ્યો વચ્ચે હરીફાઈ જામી છે. કૉંગ્રેસ અને ભા.જ.પ.ની રાજ્ય સરકારો મજૂર કાયદામાં કહેવાતા સુધારા કરવા માટે અને Ease of Doing Business(ધંધાકીય સરળતા)માં આગળ આવવા માટે હવે હરીફાઈ કરી રહી છે. આ હરીફાઈ કોરોના લોકડાઉન પછી વધે તેવી સંપૂર્ણ સંભાવના છે.  2020ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાને ચીનમાંથી પોતાનું રોકાણ ખસેડવા માગતી વિદેશી કંપનીઓને ગુજરાતમાં નિમંત્રણ આપતી જાહેરાત કરી કે રાજ્ય સરકાર ત્રણ સિવાયના બધા મજૂર કાયદાનો અમલ કરવામાંથી નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મુક્તિ આપવા માટે એક વટહુકમ છે.

જમીન
રાજ્યના ખેડૂતોને તેમની કિંમતી જમીનના પુરતા ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વાકાંક્ષી નિર્ણય કરીને રાજ્યમાં ટુકડા ધારામાં મહત્વનો ફેરફાર કર્યો છે. જેનાથી રાજ્યનો કોઈ પણ ખેડૂત ખાતેદાર રાજ્યમાં ગમે ત્યાં ટુકડાની જમીન ખરીદી કે વેચાણ કરી શકશે.

જમીન ખરીદી
નવો કાયદો આવી રહ્યો છે કે, જે ખેડૂતો નથી તે પણ જમીન ખરીદી શકશે. આમ થવાથી જમીનોના ભાવ આસમાને જશે. નાની જમીન ધરાવતા ખેડૂતો પોતાની જમીન વેચી દેશે. તેઓ મજૂર બની જશે. ગુજરાતમાં 50 ટકા એટલે કે 25 લાખ આવા ખેડૂતો છે તેમની પાસે 1 હેક્ટરથી ઓછી જમીન છે.

ઉદ્યોગો તમે તેટલી જમીન ખરીદી શકે છે. તેમને ખેતીની જમીન ખરીદવા માટે મોદી સરકારે અનેક છૂટછાટ આપી છે.

આ ઉપરાંત અનેક કાયદાઓ છે જે વિવાદો ઊભી કરીને બનાવવામાં આવ્યા છે.