કોરોના મહામારીને કારણે માંદી પડેલી અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ આપવા માટે મોદી સરકાર વિવિધ યોજનાઓ પર કામ કરી રહી છે. જેમાં સતત નવા આર્થિક પેકેજ બનાવવામાં આવી રહ્યા છે. અર્થતંત્ર ધીમે ધીમે સુધાર આવી રહ્યો છે. જેમાં વધુ એક વખત આ પ્રયાસ કરાઈ રહ્યો છે. માંદી અર્થવ્યવસ્થાની ઈકોનોમીને વેગ આપવા માટે સરકાર 20 અરબ ડોલરના નવા પ્રોત્સાહન પેકેજ પર કામ કરી રહી છે.
આત્મનિર્ભર ભારત 3.0 હેઠળ 12 પગલાંની જાહેરાત
આત્મનિર્ભર ભારત 3.0 હેઠળ 12 પગલાંની જાહેરાત કરવામાં આવશે. રોજગારને પ્રોત્સાહન આપવા આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની ઘોષણા. સંગઠિત ક્ષેત્રમાં રોજગારને બળ મળશે. આનાથી રજિસ્ટર્ડ ઇપીએફઓથી જોડાનારા કર્મચારીઓને લાભ થશે. આને તે લોકો માટે ફાયદો થશે જેઓ અગાઉ ઇપીએફઓ સાથે સંકળાયેલા ન હતા અથવા જેમની નોકરી 1 માર્ચથી 30 સપ્ટેમ્બર સુધી ચાલી ગઈ છે. તે 1 ઓક્ટોબર, 2020 થી લાગુ થશે. 30 જૂન, 2021 સુધી તે અમલમાં રહેશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેની LTC વાઉચર યોજના
આત્મનિર્ભર ભારત 2.0 અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેની એલટીસી વાઉચર યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આમાં સારી પ્રગતિ થઈ રહી છે. 39 લાખથી વધુ કરદાતાઓને સરકારે 132800 કરોડ રૂપિયાથી વધુનો આવકવેરો પરત કર્યો છે. ઇમરજન્સી ક્રેડિટ લાઇન યોજના (ઇસીજીએલએસ) હેઠળ 61 લાખ કર્જદાતાઓને 2.05 લાખ કરોડની મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી 1.52 લાખ કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે. આનાથી ઉદ્યોગોને વધારાની કાર્યકારી મૂડી મળી છે.
157.44 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ જારી
બેંકોએ 157.44 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ જારી કર્યા છે. તેમને બે તબક્કામાં 143262 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. વડા પ્રધાને મત્સ્યોદ્યોગ અંતર્ગત રૂ. 1681 કરોડ ફાળવ્યા છે. નાબાર્ડ દ્વારા રૂ. 25 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારત અભિયાનનો પ્રથમ તબક્કો સારો દેખાવ રહ્યો છે. 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો રાશન કાર્ડ નેશનલ પોર્ટેબિલિટીને આધિન છે. આનાથી 68.6 કરોડ લોકોને ફાયદો થયો છે. પીએમ સ્વાનિધિ યોજના હેઠળ 1373.33 કરોડ રૂપિયાના 13.78 કરોડ લન ફાળવવામાં આવ્યા છે.
મૂડીઝે ભારતીય ઈકોનોમી ઘટાડીને 8.9 ટકા કર્યું
મૂડીઝે આ પહેલા આ નાણાકીય વર્ષમાં ભારતીય ઈકોનોમી 9.6 ટકાના ઘટાડાનું અનુમાન બતાવ્યું હતું જે ઘટાડીને હવે 8.9 ટકા કરી દીધું છે. આ રીતે 2022નું અનુમાન 8.1 ટકાથી વધારીને 8.6 ટકા કરી દીધું ે. આ સંકેત છે કે ભારતીય ઈકોનોમી પાટા પર પરત ફરી રહી છે. આરબીઆઈએ ત્રીજા તબક્કામાં ઈકોનોમીના પોઝીટીવ ગ્રોથનું અનુમાન જણાવ્યું છે.
અર્થવ્યવસ્થા ઉત્તેજના પેકેજ
જીએસટી કલેક્શન વધી રહ્યું છે. ઓક્ટોબરમાં વાર્ષિક આધાર પર તેમાં 10 ટકાની વૃદ્ધિ થઈ છે. બેંક ક્રેડિકમાં 23 ઓક્ટોબર સુધી 5.1 ટકાની તેજી જોવા મળી છે. વિદેશી રોકાણ રેકોર્ડ સ્તર પર છે. હું કેટલાક નવા પગલાઓની જાહેરાત કરાઈ રહી છે. તમે આને ઉત્તેજના પેકેજ પણ કહી શકો છો. અર્થવ્યવસ્થા ઝડપથી પાટા પર ફરી રહી છે. કોરોનાના સક્રિય કેસોમાં ઘટાડો થયો છે.
ભારતના ઈતિહાસમાં પહેલી વખત આર્થિક મંદી
આરબીઆઈના સંશોધનકાર પંકજ કુમારે તૈયાર કરેલા અભ્યાસ અહેવાલમાં જણાવાયું છે કે ‘ભારત તકનિકી રૂપથી 2020-21ના પહેલા છ માસમાં પોતાના ઈતિહાસમાં પહેલી વખત આર્થિક મંદીમાં આવી ગયું છે. ‘આર્થિક પ્રવૃત્તિ સૂચકાંક’ શીર્ષકવાળા લેખમાં કહેવામાં આવ્યું છે કે સતત બીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક સંકોચન થવાનું અનુમાન છે. જો કે, એમાં એવું પણ કહ્યું હતું કે આર્થિક પ્રવૃત્તિઓના ક્રમશ સામાન્ય થવાની સાથે આર્થિક સંકુંચન દર ઓછો થઈ રહ્યો છે. અને સ્થિતિ ખૂબજ સારી થવાની આશા છે.
બીજા ક્વાર્ટરના જીડીપીના આંકડા જાહેર નથી થયા
બીજા ક્વાર્ટરના જીડીપીના આંકડા હજી સત્તાવાર જાહેર થયા નથી, પરંતુ સેન્ટ્રલ બેંકના સંશોધકોએ તાત્કાલિક આગાહીની પદ્ધતિનો ઉપયોગ કરીને એવો અંદાજ લગાવ્યો છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સંકોચન 8.6 ટકા સુધી રહેસે. આ સંશોધકોના વિચારો બુધવારે બહાર પડેલા આરબીઆઈના માસિક બુલેટિનમાં પ્રકાશિત થયા છે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં 9.5 ટકાનો ઘટાડો થવાનો અંદાજ લગાવ્યો છે.
પ્રથમ વખત દેશ જીડીપી સાથે મંદીમાં ઘેરાયો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ના અહેવાલમાં જણાવાયું છે કે દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) એક વર્ષ અગાઉની તુલનાએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં (જુલાઈ-સપ્ટેમ્બર) 8.6 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. આમ, સતત બે ક્વાર્ટરમાં પ્રથમ વખત, દેશ ઘટતા જીડીપી સાથે મંદીમાં ઘેરાયેલો છે. કોવિડ -19 રોગચાળો અને લોકડાઉનની અસરથી પ્રથમ ત્રિમાસિક ગાળામાં 23.9 ટકાનું સંકોચન થયું હતું.