[:gj]હવે 2031માં સૂર્યગ્રહણ જોવા મળશે, 11 વર્ષ રાહ જોવી પડશે[:]

[:gj]21 જૂનના રોજ કંકણાવર્તી સૂર્યગ્રહણ ઉત્તર ભારતના રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં સૂર્ય વલયાકાર એટલે કે બંગડી જેવો દેખાયું. જયારે ગુજરાતમાં સૂર્ય 70% જેટલો ઢંકાયેલો જોવા મળેલો. આંશિક સૂર્યગ્રહણ સવારે ૧૦.૦૩ વાગ્યે શરૂ ૧૧.૪૨ વાગ્યા સુધી રહ્યું હતું.  તેમ ગુજકોસ્ટ દ્વારા જણાવાયુ છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ), સાયન્સ સિટી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “એક્સપ્લોર એકલીપ્સ એન્જોય સાયન્સ (ગ્રહણ વિશે જાણીએ વિજ્ઞાનને સમજીએ)” શીર્ષક હેઠળ એક મહિના સુધી ચાલનારી લાઈવ ટોક સીરિઝનો આરંભ તા. 30/0૫/૨૦૨૦ના રોજ કરવામાં આવ્યો હતો. લાઈવ ટોક સીરિઝ અંતર્ગત અન્ય વેબિનારનું આયોજન તા. ૩ જૂન, ૫ જૂન તથા ૧૫ જૂનના રોજ કરવામાં આવ્યું હતું.

26 ડિસેમ્બર 2019ના રોજ છેલ્લે કંકણાવર્તી સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું, જે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તરોમાં જોવા મળ્યું હતું. ભારતમાં 21 જૂન 2020 બાદ 2031માં સૂર્યગ્રહણ જોવા મળશે એટલે કે ભારતવાસીઓએ બીજા 11 વર્ષ સુધી સૂર્યગ્રહણ નિહાળવા રાહ જોવી પડશે.

સૂર્યગ્રહણ દરમ્યાન દિવસે પણ સૂર્ય ઢંકાઈ જાય છે અને જાણે રાત પડી હોય એવો આભાસ થાય છે. ગ્રહણ નરી આંખે ના જોવું જોઈએ. સૂર્યના કિરણો આંખના નેત્રપટલ માટે નુકસાનકારક હોય છે, ખાસ સોલાર ફિલ્ટર્સ વડે થોડા સમય માટે જોઈ શકાય છે. આ ઉપરાંત ગ્રહણનું પ્રતિબિંબ ટેલિસ્કોપ અથવા પિન હોલ કેમેરા વડે જોઈ શકાય છે.

ગુજકોસ્ટ દ્વારા આ ખગોળીય ઘટના વિષે લોકોમાં જાગૃતિ ફેલાવવા ઓન લાઈન ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવશે. જેમાં ઘરે બેસીને સામાજિક અંતર જાળવીને સલામતીપૂર્વક કેવી રીતે ગ્રહણ નિહાળવું તથા પ્રાયોગિક પ્રવૃતિઓ વડે બાળકોમાં ગ્રહણ અંગે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો એ અંગે માહિતી આપવામાં આવશે.[:]