સંગઠન અને સરકારમાં મોદી

Modi in organization and government संगठन और सरकार में मोदी  સંગઠન અને સરકારમાં મોદી

રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના પ્રચારક નરેન્દ્ર મોદીને રાજકારણમાં ભાજપમાં મોકલવાનું સંઘે નક્કી કરીને સંઘના હિંદુ રાષ્ટ્ર બનાવવા માટેના છૂપા એજન્ડાનો અમલ શરૂ કર્યો હતો.

નરેન્દ્ર મોદી 1987માં ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં આવીને પ્રથમ જવાબદારી તરીકે 1987ની અમદાવાદ સ્થાનિક ચૂંટણી હતી. તેમાં પ્રચારનો સમાવેશ હતો. અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવશે એવું વચન નરેન્દ્ર મોદીએ ભાજપ દ્વારા અપાવ્યું હતું. ચૂંટણીમાં ભાજપની જીત થઈ પણ અમદાવાદનું નામ આશાવળ કે કર્ણાવતી 2022 સુધી ન થયું.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે 1980માં 141 અને 1985માં 149 બેઠકો જીતી હતી. 1990માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ બનાવનારી ટૂકડીના તેઓ ભાગ રહ્યા હતા. આ ચૂંટણીના પરિણામે કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. કોંગ્રેસની સંખ્યા ઘટીને 33 બેઠકો પર આવી ગઈ હતી. કિમલોપના ચીમનભાઈ પટેલ સાથે ચૂંટણી લડવાની સમજૂતી કરીને ભાજપે 67 બેઠકો જીતી હતી. ભાજપ પક્ષ ચીમનભાઇ પટેલ સાથે ગઠબંધન સરકારમાં જોડાયો હતો. કેશુભાઈ પટેલ સરકારમાં પ્રધાન હતા.

1995ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં કેશુભાઈ પટેલ, નાથાલાલ ઝઘડા, પ્રહલાદ પટેલ, શંકરસિંહ વાઘેલા, સુરેશ મહેતા, કાશીરામ રાણા, નરેન્દ્ર મોદી સક્રિય રીતે જોડાયા હતા. ભાજપે પ્રથમ વખત તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. પરિણામો ઐતિહાસિક હતા પાર્ટીએ 121 બેઠકો જીતી અને ભાજપે સરકાર બનાવી.

1987માં રાજ્યમાં ‘ન્યાય યાત્રા’ અને 1989માં ‘લોકશક્તિ યાત્રા’ માટે આયોજન કર્યું હતું. આ પ્રયત્નોને લીધે 1990માં પ્રથમ વખત ટૂંકા ગાળા માટે ગુજરાતમાં ભાજપ સરકારની રચના થઈ અને પછી તે 1995થી આજ સુધી ભાજપ શાસનમાં છે.

વર્ષ 1996માં શંકરસિંહ વાઘેલાએ નરેન્દ્ર મોદીના કારણે બળવો કર્યો હતો. સમાધાનના ભાગરૂપે નરેન્દ્ર મોદીને ગુજરાત બહાર મોકલવાની સજા ભાજપે કરી હતી. તમને ભાજપના રાષ્ટ્રીય સચિવ તરીકે દિલ્હી મોકલી દેવાયા હતા. 1998માં રાષ્ટ્રીય મહાસચિવ બનાવાયા હતા. તેમને ઉત્તર ભારતીય રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરનો હવાલો સોંપાયો હતો.

1998માં ભાજપે હિમાચલમાં સરકારની રચના કરી હતી. ગુજરાતની જેમ હરિયાણામાં 1996, પંજાબમાં 1997 અને જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન સરકારો બનાવી હતી.

મોદીને સંગઠનના મહાસચિવની ભૂમિકા સોંપવામાં આવી હતી. તેમણે 1998 અને 1999ની લોકસભાની ચૂંટણીમાં મહાસચિવ તરીકેની ભૂમિકા નિભાવી હતી. બંને ચૂંટણીમાં ભાજપ એકમાત્ર સૌથી મોટો પક્ષ બન્યો અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સરકાર બનાવી.

સંગઠનમાં મોદીએ નવું નેતૃત્વ બનાવ્યું હતું. યુવા કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ચૂંટણી પ્રચાર માટે ટેક્નોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો. ભાજપ 2 સાંસદોથી વધીને 1998 અને 2004ની વચ્ચે કેન્દ્રમાં સરકાર બનાવીને સત્તા કબજે કરી હતી.

ત્રણ વર્ષ દિલ્હીમાં રહ્યાં બાદ તેઓ અટવાણી, બાજપેઈ અને સંઘના મહત્વના નેતાઓ સાથે સંબંધો બનાવી તેમને પ્રભાવિત કરી દીધા હતા. ત્યારે ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર કચ્છના ભૂકંપમાં કામ કરવામાં નિષ્ફળ રહી છે એવું ભાજપના દિલ્હીના નેતાઓને સમજાવવામાં સફળ રહ્યા હતા. તેથી અડવાણીએ બાજપેઈને કહીને ગુજરાતની લોકપ્રિય સરકારને ખસેડીને દિલ્હીથી નરેન્દ્ર મોદીને 2001માં ગુજરાતના મુખ્ય પ્રધાન બનાવી દેવાયા હતા. ગુજરાતની પ્રજાએ  ધારાસભ્ય તરીકે ચૂંટાયા ન હોય અને મુખ્ય પ્રધાન બનાવી દેવાયા હોય એવી ભાજપની પહેલી નિયુક્તિ હતી.

ગુજરાતમાં કોમી તોફાનો કરાવીને તેઓ હિંદુ હિરો બનીને 2002, 2007 અને 2012માં ફરીથી મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા હતા. 2002માં ગુજરાતમાં કોમી તોફાનો કરાવેલા હોવાથી આખા વિસ્વમાં દેશ બદનામ થઈ ગયો હોવાથી તે સમયના વડાપ્રધાન અટલ બિહારી બાજપેઈએ મોદીને મુખ્ય પ્રધાન પદેથી હાંકી કાઢવા નક્કી કર્યું હતું. પણ મોદીના રાજકિય ગુરૂ લાલ કૃષ્ણ અડવાણી કે જેઓ પાકિસ્તાનથી ભારતમાં આવ્યા હતા, તેમણે બચાવી લીધા હતા.

2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ત્રણ દાયકામાં પહેલી વખત બહુમતી મેળવી. નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ પ્રથમ વખત અને બીજી વાર 30 મે 2019ના રોજ ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા.

2014ની લોકસભાની ચૂંટણીમાં પોતાના રાજકિય ગુરૂ લાલકૃષ્ણ અવાણીને ખતમ કરીને મોદી વડાપ્રધાન પદ સુધી પહોંચી શક્યા હતા. 1987થી 2022 સુધીના જેમના 35 વર્ષના જાહેર જીવનમાં 35 જન્મ દિવસ ઉજવીને તેમણે અનેક લોકોની રાજકિય કારકિર્દી ખતમ કરી દીધી અને અનેક એવા લોકો કે જેમની પાસે કોઈ આવડત ન હતી તેમને આગળ લાવવાની કામગીરી કરી છે.