અમદાવાદ, 27 સપ્ટેમ્બર, 2022
અમદાવાદની મેટ્રોરેલના 32 કિલોમીટરનું કામ પૂરું કરવામાં 20 વર્ષ લાગી ગયા છે. પૂરો પ્રોજેક્ટ 3 હજાર કરોડમાં બનવાનો હતો જે હવે રૂ.30 હજાર કરોડમાં પૂરો થઈ શકે એવી શક્યતા છે.
ખર્ચ
પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ માટે કુલ રોકાણ રૂ. 10,773 કરોડ નક્કી કરાયો છે.
20.536 કિ.મી.ના થલતેજથી વસ્ત્રાલ ટ્રેક માટે, તે 6,681 કરોડ રૂપિયા ખર્ચ નક્કી કરાયું હતું.
મોટેરાથી એપીએમસી-વાસણાના 17.23 કિલોમીટરના રૂટ માટે તે 3,994 કરોડ રૂપિયા ખર્ચ નક્કી કરાયું હતું.
વ્યાજે નાણાં લઈને રૂ.6,066 કરોડ એકઠા કરવાના હતા. ભારત સરકાર રૂ. 1,990 કરોડ અને રાજ્ય સરકારનો હિસ્સો રૂ. 1,990 કરોડ નક્કી કરાયો હતો. ગૌણ એજન્સીઓ રૂ. 727 કરોડ રોકવાની હતી.
મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પૂરો થવામાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. મેટ્રો ફેઝ 1ના પ્રોજેક્ટના ખર્ચમાં રૂ. 2,000 કરોડ વધારો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયો હતો. મેટ્રો રેલના 40.03 કિલોમીટરના પ્રથમ તબક્કામાં કુલ 12787 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે પાંચ વર્ષમાં મેટ્રોરેલ પાછળ રૂ.4228.86 કરોડનો ખર્ચ કર્યો હતો.
વર્ષ 2014માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ 2020 સુધીમાં પૂરો કરવાની ડેડલાઈન હતી. તે પણ વધારીને 2022 કરવામાં આવી હતી. શરૂઆતમાં તેનો ખર્ચો 11 હજાર કરોડ અંદાજાયો હતો, જે વધીને 13 હજાર કરોડ પહોંચી ગયો છે. મેટ્રોના કામકાજમાં વિલંબ અને રૂટ અલાયમેન્ટમાં ફેરફારને કારણે પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો થયો છે.
2003થી ખર્ચ
મેટ્રો રેલથી 2003માં રૂ.3 હજાર ખર્ચ થાય તેમ હતો. 2007માં પ્રોજેક્ટ કોસ્ટ રૂ. 8000 કરોડ થઈ ગયો હતો. 2014માં રૂ. 10773 કરોડ થયો હતો. 2016માં રૂ. 12787 કરોડ અને 2022માં વધીને 20 હજાર કરોડ થઈ જશે. 2025માં પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે રૂ.25 હજાર ખર્ચ અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ થઈ શકે છે.
ગાંધીનગર મેટ્રો
ગાંધીનગરની મેટ્રોરેલનું કામ 2021માં શરૂ થશે અને 2023માં પૂર્ણ કરવાનું હતું. જે 2025માં થશે. જેનું ખર્ચ પણ ઘણું વધી ગયું છે.
ગાંધીનગરમાં મેટ્રોમાર્ગની કુલ લંબાઈ 34.59 કિલોમીટર હતી. પરંતુ સુધારેલા ડીપીઆર પ્રમાણે મેટ્રો રૂટની લંબાઈ 28.26 કિ.મી. થઈ છે. તેમાં બે લાઈન છે. પ્રથમ 22.84 કિલોમીટરની લંબાઇ મોટેરા ને મહાત્મા મંદિર સાથે જોડે છે. બીજી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીથી 5.42 કિલોમીટર લાંબી શાખા પીડીપીયુ અને ગીફ્ટ સિટીને જોડશે. 2020માં ગાંધીનગરનું કામ પૂરું થવાનું હતું.
અમદાવાદ મેટ્રો
2 વર્ષ પહેલા અમદાવાદ મેટ્રો માટે ગ્રાન્ટ કરતાં 457 કરોડ વધુ ખર્ચ, 3023 કરોડ ફાળવાયા, ખર્ચ 3480 કરોડ થયું હતું.
5 વર્ષમાં ફાળવાયેલી અને વપરાયેલી ગ્રાન્ટ
1 એપ્રિલથી 31 માર્ટ
વર્ષવાર ફાળવાયેલી રકમ રૂ.(કરોડમાં) ખર્ચ રકમ રૂ.(કરોડમાં)
2014 – 550 – 362.46
2015 – 150 – 226.37
2016 – 633 – 452.38
2017 – 651 – 1112.67
2018 – 1039 – 1326.38
કુલ 3023 – 3480.26
ખર્ચ
2019 – 1008
2020 – 2032
2021 – 1300
2022 – 3067
કૂલ ખર્ચ 12500
મેટ્રો ફેઈઝ- ટુમાં કયાં શું
ફેઈઝ-ટુ ને ઓકટોબર- 2017માં રાજય સરકારે આખરી મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં રૂપિયા 5400 કરોડની ગ્રાંટ મંજુર કરી છે.
મોદીએ ચૂંટણી જીતવા જેનો ઉપયોગ કર્યો છે તે રૂ.3 હજાર કરોડનો પ્રોજેક્ટ 10 ગણો મોંઘો થઈને 2025માં પૂરો થતાં રૂ. 30 હજાર કરોડ થઈ જશે.
ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રો રેલનો પ્રોજેક્ટ પૂરો થઈ શક્યો નથી.
અમદાવાદ મેટ્રો રેલ 17માં માત્ર 6.5 કિમીનું જ કામ થયું હતું. પ્રોજેક્ટ કોસ્ટ 3500 કરોડથી વધીને 12787 કરોડ સુધી પહોંચી ગયો હતો. હાલ ત્રણેય ફેઝ અને 4 લાઈન સાથે કૂલ ખર્ચ 20 હજાર કરોડ થઈ ગયું છે અને 2025 સુધીમાં રૂ.30 હજાર કરોડ થઈ જશે.
17 વર્ષમાં ફેઝ-1ના કુલ 39.25 કિ.મી.માંથી માત્ર 6.5 કિમીનું જ કામ થયું છે, જ્યારે મેટ્રોનું ખર્ચ 2003માં રૂ. 3500 કરોડ હતું. જે વધીને 2019માં રૂ. 12787 કરોડ સુધી પહોંચી ગઇ હતી.
અમદાવાદમાં મેટ્રો રેલની યોજના 2003નો પ્રોજેક્ટ વિચારણામાં આવ્યો હતો, જેને 20 વર્ષ થયા છે.
ગુજરાત સરકારને કેન્દ્ર સરકારની સૂચના હતી કે મેટ્રો રેલનું કામ 2018માં પરું કરવું. જેથી 2019ની ચૂંટણી જીતવા આ પ્રોજેક્ટનો ઉપયોગ કરી શકાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2019માં લોકસભાની ચૂંટણી સમયે મેટ્રો ટ્રેનમાં બેસીને ચૂંટણી પ્રચાર કરવાના હતા. હવે 2022 અને 2024માં ફરીથી ચૂંટણી પ્રચારમાં પ્રજાના વધેલા ખર્ચ સાથે પ્રચાર કરશે.
ગાંધીનગર મેટ્રો ટ્રેનનો અંદાજિત ખર્ચ રૂ. 6700 કરોડ, પણ વિલંબ થાય તેમ છે તેથી તેનો ખર્ચ 12 હજાર કરોડ રૂપિયા થઈ જશે.
અમદાવાદ મેટ્રો ટ્રેનની તવારીખ
2003માં મેટ્રો ટ્રેન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ રચાયું હતું.
2004માં ગુજરાત સરકારે સરવે અહેવાલ કેન્દ્રને આપ્યો હતો.
2005માં કેન્દ્રની મનમોહન સિંગની સરકારે મંજૂરી આપી હતી.
2005માં મેટ્રો રેલ પ્રોજેક્ટને મોદીએ એકાએક પડતો મૂકી દીધો હતો. તેની સામે BRTS બસ સર્વિસનો પ્રોજેક્ટ સ્વિકારી લીધો હતો.
2010માં ગુજરાત મેટ્રો રેલ નામ બદલી રેલ કોર્પોરેશન નામ કરાયું હતું.
2013માં મૂળ રૂટ હતા તે કોઈ વિચારણા વગર બદલી કઢાયા હતા. તેથી અબજો રૂપિયાનું ખર્ચ પાણીમાં ગયું હતું.
2014માં મોદી વડાપ્રધાન બનતાં ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે ફેઝ-1 માટે મેટ્રો પ્રોજેક્ટ મંજૂર કર્યો હતો.
2015માં 14 માર્ચે ફેઝ–1ની કામગીરીનો આરંભ થયો હતો.
2018માં ડિસેમ્બરના અંતમાં મુ્ન્દ્રા પોર્ટ પર 3 કોચ ઉતારાયા
2019માં 28 ફેબ્રુઆરીએ મેટ્રો ટ્રેનના 28 કિમીના ફેઝ–2ની કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી.
2019માં 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની 6.5 કિ.મી.ની મેટ્રો ટ્રેન શરૂ કરાવી હતી.
2020માં જાન્યુઆરીથી ફેઝ-2ની મેટ્રો રૂટ પર બાંધકામની કામગીરી શરૂ થઈ હતી.
2020માં 28 ઓગસ્ટે એપરલ પાર્કથી શાહપુર સુધીની અંડરગ્રાઉન્ડ ડબલ ટનલનું ખોદકામ પરું થયું હતું.
मेट्रो स्टेशन हो या वंदे भारत ट्रेन, आज यह जरूरी है कि नई पीढ़ी इनसे जुड़ी अहम बातें प्रत्यक्ष रूप से जानें। इससे जहां उनमें यह विश्वास पैदा होगा कि टेक्नोलॉजी से देश में कितनी प्रगति हो रही है, वहीं उनके अंदर Ownership की भी भावना जगेगी। pic.twitter.com/HEpeblr5NB
— Narendra Modi (@narendramodi) September 30, 2022
First view of sabarmati river from the flagoff train by @narendramodi from kalupur metro to thaltej today@MetroGujarat @EducationGujGov pic.twitter.com/xoryPBE4nc
— M Nagarajan (@mnagarajan) September 30, 2022
patil
https://twitter.com/CRPaatil/status/1575793629024555009
મારા એક એક કર્મની પાછળ ઈશ્વરના હોય આશીર્વાદ
ખોટું જે નહીં કરે, કદી નહીં ડરે: સઘળે ભીંતર હોય સંવાદ– પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ#વિકાસનો_વિશ્વાસ pic.twitter.com/7GSF0xlIzh
— C R Paatil (@CRPaatil) September 29, 2022
DILIP PATEL YOU TUBE
https://www.youtube.com/user/dmpatel1961/playlists