અમદાવાદ, 20 એપ્રિલ 2023
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના કસ્બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂ.110 કરોડના ખર્ચે ‘પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’ શરૂ કરાયો છે. પહેલા તે રૂ.200 કરોડના ખર્ચનો અંદાજ હતો. તેની ડીઝાઈન અને સ્થળમાં ફેરફાર કરવા પડ્યા છે. 20 વર્ષ પહેલા પૂર્ણા નદી પર ટાઈડલ ડેમ બનાવવાની તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. હવે 20 વર્ષ પછી કામ શરૂ થયું છે.
પૂર્ણા રેગ્યુલેટર પ્રોજેક્ટથી નવસારી શહેર અને આસપાસના 21 ગામોને લાભ થશે. પ્રોજેક્ટથી 18 કિમી લંબાઈનું વિશાળ જળાશય બનશે. 2550 લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે. નદીના પાણીનો ડિસ્ચાર્જ 15,600 ક્યુમેક્સ ગણવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી નવસારી શહેર અને 22 ગામોને પીવાના મીઠા પાણીનો લાભ મળશે. ગુજરાતના ચેરાપુંજી તરીકે જાણીતા ડાંગ અને નવસારીની જળસમૃદ્ધ નદીઓ ધરાવતો વિસ્તાર છે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ ખારાશને કારણે ‘પાસે કૂવો છતાં તરસ્યા’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સમસ્યા સામે લડવા ટાઈડલ ડેમ બનાવાય છે. 13 કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોમાં પીવાનું શુધ્ધ પાણી મળશે. અહીંના કાંઠા વિસ્તારમાં પીવાનું પાણી મળી રહે તે માટે અલગથી યોજના બનાવાશે. 21 ગામની 4.50 લાખ લોકો અને એટલા જ પશુઓની વસ્તીને પીવાનું પાણી ઉપલબ્ધ થશે.
21 ગામોની 4200 એકર જમીનને સિંચાઈ થશે. દરિયાની ભરતીના પાણી નદીમાં પ્રવેશતાં અટકશે. જેના લીધે સપાટી પરની તેમજ ભૂગર્ભ જળની ખારાશ અને ખેતીલાયક ફળદ્રુપ જમીનને નુકસાન થતું અટકશે. જમીનનું ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે. લોકોની પાણીની સમસ્યાઓ ભૂતકાળ બની જશે. આ ડેમ બનવાથી 18 કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળશે.
અવિલગઢ પહાડીઓ 900 મીટરની ઉંચાઈએથી પૂર્ણા લગભગ 60 કિમી સુધી દક્ષિણ-પશ્ચિમ દિશામાં 390 કિલો મીટર વહે છે. પહાડો અને જંગલોમાંથી પસાર થઈને તે પૂર્ણાના મેદાનોમાં પ્રવેશે છે. પૂર્ણાનો કુલ સ્ત્રાવ વિસ્તાર 18,929 ચોરસ કિલોમીટર છે.
ડિસેમ્બર 2020માં નવસારીની નજીક આવેલાં વિરાવળ ગામે પૂર્ણા નદી પર અંદાજિત રૂ.200 કરોડનાં ખર્ચે ”પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર પ્રોજેક્ટ” બનાવવાનું આયોજન કરાયું હતું. કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા તંત્રએ રાજ્ય સરકારને ભલામણ કરી હતી.
https://twitter.com/BJP4Gujarat/status/1648181154951081986
નવસારી જિલ્લા ડ્રેનેજ વિભાગે આયોજન કર્યું છે.
વિરાવળ ગામે પૂર્ણા નદી પર પી-6 ડ્રેઈનનાં મીટીંગ પોઈન્ટથી અંદાજે 300 મીટર તથા નવસારી-મરોલી રાજ્ય ધોરી માર્ગના પુલથી ઉપરવાસમાં 600 મીટર પૂર્ણા ટાઈટલ રેગ્યુલેટર પ્રોજેક્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડિઝાઈન નકશા-એસ્ટીમેટ ઈપીસી બેઝ ડીટીપી બનાવવા માટે કન્સલટન્સી સર્વિસની નિમણૂંક કરવા ઓનલાઈન ટેન્ડરો મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ત્રીજા પ્રયત્ને એક જ સીંગલ ટેન્ડર રૂ.53.15 લાખનું આવ્યું હતું. જેને રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. અગાઉ કચેરીઓની તાંત્રિક મંજૂરી મળી ચુકી હતી.
રાજ્ય સરકારની કન્સલટન્સી એજન્સીને મંજૂરી મળ્યા બાદ એજન્સીએ કામ શરૂ કર્યું હતું. જેમાં સ્થળ-ડિઝાઈન-પ્લાન-નકશા-અંદાજિત ખર્ચ વગેરે બનાવાયા હતા.
કાંઠાના અમુક ગામોની માલિકીની જમીનનું ધોવાણ દરિયાના કારણે થયું છે. તે ગામોના બ્લોક નંબર નદીમાં ગરકાવ થયેલા છે. હાલ તે સ્થળે નદીનું વહેણ છે. ડૂબાણમાં આવેલી જમીન સંપાદન કરાયું હતું.
સ્ટ્રકચરની ઉપર અને હેઠવાસમાં બેન્ક પ્રોટેકશન વર્ક માટેનાં નદી કિનારા પાળાની ભૂસ્તરીય અને સર્વેની કામગીરી અગાઉ કરાઈ હતી. બોધલી-અલુરા ગામનાં સ્થળે સૂચિત ટાઈડલ રેગ્યુલેટરનાં બાંધકામ માટે સ્ટ્રકચરની ઉપરવાસમાં 12 કિ.મી. સુધી નદીના બેઝીનમાં સર્વેની કામગીરી પુરી કરાઈ હતી.
સી.આર.ઝેડ. મેપીંગ અને ‘ઈઆઈએ રિપોર્ટ’ની કામગીરી કરી હતી. પરંતુ સ્થળ બદલવાથી તેમાં સુધારા કરવા પડ્યા હતા.
પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર પ્રોજેક્ટમાં ગેટેડ સ્ટ્રકચર બાંધકામ થશે. વીયર (ડેમ)ની લંબાઈ (અનગેટેડ વીયર) 300 મીટર અંદાજવામાં આવી હતી.
સ્થાનિક જનતાની વર્ષોજૂની લાગણી અને માંગણી હતી. એવું રાજ્યપાલ મંગુભાઈએ એક વર્ષ પહેલા કહ્યું હતું.
આ બજેટમાં રૂ.500 કરોડના ખર્ચે ચેકડેમ, વિયર બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું આયોજન કરાયું છે.
20 વર્ષથી માંગણી
મોદીના જાહેરમાં વચન પછી છેલ્લા 20 વર્ષોથી પૂર્ણા નદી પર ટાઇડલ ડેમ બનાવવાની માંગ હતી. નવસારી પૂર્ણા નદીના કિનારે વસેલું હોવા છતાં નવસારી શહેરને અને આસપાસના ગામડામાં પીવાના પાણી માટે અન્ય સ્ત્રોતો પર આધાર રાખવો પડતો હતો. જેથી પૂર્ણા નદી પર ટાઇડલ ડેમ બનાવવાની માંગણી વર્ષોથી નવસારીના શહેરીજનો અને ગામડાઓ દ્વારા થતી આવી હતી. પરંતુ રાજકીય ઇચ્છાશક્તિના અભાવે ટાઇડલ ડેમનું કામ 20 વર્ષોથી અટવાયું હતું.
આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે વાઘરેચ ખાતે ટાઈડલ રેગ્યુલેટર ડેમથી વિસ્તારની પ્રજાની માગણી પૂરી કરી છે.
ભાજપ પ્રમુખ સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વાઘરેચના ડેમ માટેના સતત પ્રયત્નોના કારણે યોજના બની છે.
એક વર્ષ પહેલા મંજૂરી
વિરાવળ અને કસ્બા ગામ નજીક ટાઇડલ ડેમ બનાવવાની મંજૂરી એક વર્ષ પહેલા આપી હતી. 3 વર્ષમાં પૂર્ણા નદી પર ડેમ તૈયાર થશે. પહેલા 1500 હેક્ટર જમીનને સિંચાઇનું પાણી મળવાનું હતું.
સ્થળમાં ફેરફાર
પહેલા તો અરબી સાગરથી 10 કિલોમીટર દૂર પૂર્ણા નદીમાં અલુરા અને બોદાલી વચ્ચે ડેમ બનાવવાની તૈયારી જિલ્લાના ડ્રેનેજ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
અલુરા અને બોદાલી વચ્ચે ડેમ બને તો ઘણા ગામો ડુબાણમાં જાય અને જમીન સંપાદન પણ વધુ કરવી તેમ હતી.
ગામના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તેના વિરોધને કારણે ટાઇડલ ડેમનો સર્વે થયા બાદ પણ ડેમની કામગીરી ખોરંભે ચડી હતી. દસ વર્ષ અગાઉ વિરાવળ અને કસ્બા વચ્ચે ટાઇટલ ડેમ બનાવવાની ફરી માંગણી ઉઠી હતી. જેનો પણ સર્વે થયો અને ડેમ માટે જગ્યા નક્કી કરાઈ હતી.
આમડપોર અને આમરી વચ્ચે પણ ડેમ બનાવવાનો સર્વે થયો હતો પરંતુ અંતે વિરાવળ અને કસ્બા ગામ વચ્ચે પૂર્ણા નદી પર ટાઇડલ ડેમ બનાવવાની માંગણી રાજ્ય સરકારે માન્ય રાખી હતી. 2022ના બજેટમાં રૂ. 345 કરોડની જોગવાઈ પણ કરી હતી.
તેમ છતાં ડેમની તાંત્રિક કામગીરી અટવાઇ હતી. પછી એકાએક વિરાવળ અને કસ્બા ગામ નજીક 150 કરોડ રૂપિયાના ખર્ચે ટાઇડલ ડેમ બનાવવાની જગ્યાને મંજૂરી આપી હતી.
બીજો પ્રોજેક્ટ – વાઘરેચ
એક વર્ષ પહેલા બિલીમોરા પાસે કાવેરી નદી પર નિર્માણાધિન ‘વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર પ્રોજેક્ટ’પુરો થવાની તૈયારીમાં છે. ગુજરાતના દરેક જિલ્લામાં 75 અમૃત્ત સરોવરોનું નિર્માણ કરવાના છે.
નવસારીના ગણદેવીના બિલીમોરા પાસે વાઘરેચ ખાતે કાવેરી નદી પર રૂ.250 કરોડના ખર્ચે ‘ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટની શરૂઆત 15 એપ્રિલ 2022માં થઈ હતી. જેમાં
બિલીમોરા અને આસપાસના 10 ગામોની 3500 એકર જમીનની સિંચાઈ થશે. જે 15 એપ્રિલ 2023 સુધીમાં પુરો થઈ જવો જોઈતો હતો. એક વર્ષણાં સરકાર તે બંધનું કામ પુરું કરી શકી નથી.
કાવેરી નદીમાં 13 કિ.મી અને ખરેરા નદીમાં 5 કિ.મી. લંબાઈમાં 100 મિલિયન ક્યુબિક ફીટ મીઠા પાણીનો સંગ્રહ થશે. જેમાં જૂની ખરેરા નદી પુનર્જીવિત થશે.
સરકાર દાવો કરે છે કે, રાજ્યમાં શ્રેણીબદ્ધ ચેકડેમ, બોરીબંધ, સુજલામ-સુફલામ અને અન્ય બહુહેતુક યોજનાઓ, કેનાલ અને પાઈપલાઈન નેટવર્ક, સૌની યોજના, ટાઈડલ પ્રોજેક્ટ્સ જેવા જળસંચય, જળસિંચન અને જળસંગ્રહ આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. ખેડૂતોના ખેતરે ખેતરે પાણી પહોંચ્યું છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’સાકાર કરશું.
દરિયાની ભરતીના પાણી નદીમાં પ્રવેશતાં અટકશે. જેના લીધે સપાટી પરની તેમજ ભૂગર્ભ જળની ખારાશ અને ખેતી લાયક ફળદ્રુપ જમીનને નુકસાન થતું અટકશે. વાઘરેચ રેગ્યુલેટર પ્રોજેક્ટ જળસમૃદ્ધિની ગેરંટી આપતી યોજના બનશે.
ભવિષ્યમાં પાણીની કમી નહીં સર્જાય. હયાત પાળાનું મજબુતીકરણ, નવા પાળાનું બાંધકામ અને કોંક્રિટની પાકી દીવાલ બાંધવામાં આવી છે.
કાવેરી નદી પર 500 મીટર લંબાઈમાં પાઈલ ફાઉન્ડેશન સાથે વિયર બાંધવામાં આવી રહ્યો છે.
નદી કિનારાના બિલીમોરા અને આજુબાજુના ગામોને પુરથી સુરક્ષિત રાખવા માટે 8 હજાર 381 મીટર લાંબા પાળાને મજબુત કરાયા છે. નવા પાળાનું બાંધકામ અને કોંક્રિટની પાકી દીવાલ બાંધવામાં આવી છે.
બિલીમોરા શહેર તેમજ આજુબાજુના કાંઠા વિસ્તારના ગામોમાં દરિયાની ભરતીનું ખારૂ પાણી નદીમાં પ્રવેશવાને કારણે નદીના અને આજુબાજુ બોર/કુવાના ભૂગર્ભ જળ ખારા થઈ જાય છે. વિસ્તારની પ્રજાની વર્ષો જૂની માંગણી પૂરી કરી છે.
દક્ષિણ ગુજરાતની નદીઓ
નર્મદા, તાપી, પાર, પુર્ણા, અંબિકા, ઔરંગા, કરજણ, કાવેરી, કીમ, કોલક, ખરેરા, ગિરાતા, પીદમણ, ગંગાદેવ-ચાંદની, મીંઢોળા, રંગાવલી, વાલ્મિકી, વેંગણીયા છે.
ખરેરા નદી
12 વર્ષ પહેલાના પુરમાં ખરેરા નદી પરના પુલ પરથી પાણી ફરી વળ્યા હતા.
જૂની ખરેરા નદી પુનર્જીવીત થશે. મહારાષ્ટ્ટ્ર અને વાંસદા તાલુકામાં આવેલ ટેકરીઓમાંથી ખરેરા નીકળે છે. નદી અંબિકા નદીની ઉપનદી બીલીમોરા નજીક અંબિકા નદીમાં મળી જાય છે. ડાંગ જિલ્લામાં સાપુતારાની ટેકરીઓમાંથી અંબિકા નીકળીને આ નદી વઘઈ અને ચીખલીની ઉત્તરે થઈ ગણદેવી નજીક ખંભાતના અખાતને મળે છે. આ નદીની લંબાઈ આશરે 64.36 કિમી. જેટલી છે. દક્ષિણ ગુજરાતના ડાંગર અને શેરડી તેમજ બાગાયત ખેતીવાળા પ્રદેશોને આ નદી દ્વારા સિંચાઈની સુવિધા પ્રાપ્ત થાય છે. આ નદીએ બનાવેલાં કાંપનાં મેદાનો ખેતીવાડી માટે ઉત્તમ છે. ગણદેવીની આસપાસનો પ્રદેશ આ નદીને કારણે શેરડીની ખેતી માટે પ્રખ્યાત છે.
સિયાદા અને પ્રધાનપાડાના વચ્ચેથી ખરેરા નદી પસાર થાય છે. નદી પર પુલના અભાવે લોકોએ 8 થી 9 કિ.મી નો ચકરાવો કાપી સિયાદા ગામમાં આવવું પડે છે.1700 લોકોની વસતિ છે. પશુપાલનના વ્યવસાય છે. નદી પર ચેકડેમ પરથી પગપાળા અવર-જવર કરી શકાય છે, ચોમાસામાં તો આ ચેકડેમ પાણીમાં ડૂબી જતો હોવાથી લોકો ગામથી જ સંપર્ક વિહોણા થઈ જતા હોય છે.