મોદીનાં ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કનાં કૌભાંડ, સરદારના પુતળા નીચે અનીતિ

Modi’s Children’s Nutrition Park, a scam park worth crores मोदी का बाल पोषण पार्क, करोड़ों का घोटाला पार्क

દિલીપ પટેલ

અમદાવાદ, 18 મે 2024

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિઝાઇન અને અમલમાં મુકાયેલો 5 એકરનો થીમ પાર્ક છે. સહી પોષણ, દેશ રોશનની થીમ પર બનેલો વડા પ્રધાન નરેદ્ર મોદીનો પ્રોજેક્ટ બનાવાયો તેમાં કૌભાંડ થતાં ગુજરાત ભરમાં તેની ચર્ચા થઈ રહી છે. તે અંગે વન વિભાગ અને સચિવની બેઠક 17 મે 2024માં થઈ હતી.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અને કેવડિયામાં સરદાર સરોવર બંધ પાસે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં કૌભાંડ થયું છે. બાળકો માટે રૂ.125 તથા વયસ્ક વ્યક્તિ માટે રૂ.200 ટિકિટનો દર રાખવામાં આવ્યો હતો. બહુ ઓછા મુલાકાતી ત્યાં જાય છે.

ન્યુટ્રીશિયન પાર્ક એટલા માટે કે ચિલ્ડ્રન પાર્કમાં આવનાર પ્રવાસીઓને પોતાના બાળકોને કેવો પૌષ્ટિક આહાર આપવો જોઈએ અને કયો આહાર બાળકોની તંદુરસ્તી માટે પોષણ યુક્ત છે તે દરેક બાબતની જાણકારી આપતું ભારતનું સૌ પ્રથમ અને એક માત્ર આ ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવ્યો છે.

ન્યૂટ્રીશિયન પાર્કને 8 એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. આ પાર્ક બનાવવાનો ખર્ચ 5 કરોડ હતો તે એકાએક વધીને 30 કરોડનો થયો છે. ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયનના મેનેજર પ્રતીક માથુર છે. આભાસી ટેનિસ-ક્રિકેટ ગેમ્સ, ફન ફીલ્ડ ડાન્સ પ્લેટફોર્મ, આઈસ હોકી વગેરે જેવી ઘણી રમતો છે.

5 કરોડના 30 કરોડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2019ના માર્ચમાં થીમ બેઝ્ડ આઉટડોર ઈન્ટરપ્રિટીશન ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક બનાવવાનો કોન્ટ્રાક્ટ  7 કરોડ 66 લાખમાં ઉત્તર પ્રદેશના નોઈડાની મેરોફોર્મ કંપનીને આપવામાં આવ્યો હતો, જેનું કામ પાંચ મહિના એટલે કે, ઓક્ટોબર 2019માં પુરૂ કરવામાં આવ્યું હતું. જેનું બિલ આખરે 31 કરોડ સુધી પહોંચી ગયું, જેને કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ રિવાઈઝ્ડ કરી ચૂકવી દેવામાં આવ્યું. મીડિયા અહેવાલ અનુસાર, આ મામલો સીએમઓના અધિકારીઓને ધ્યાનમાં આવ્યો, તો તેઓ પણ ચોંકી ગયા, અને આમાં મોટુ કૌભાંડ થયું હોવાની ગંધ આવતા જે તે અધિકારીઓ પાસે આ મામલે ખુલાસો માંગ્યો હતો. તપાસ થઈ હતી. પણ પગલાં લેવાયા ન હતા.

સ્થાનિક આદિવાસી લોકોનું જ બલીદાન લેવાયું છે.

કેવડીયા ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રીસન પાર્કનું સંચાલન ગુજરાત ઇકોલોજી કમીશન દ્વારા કરવામાં આવેલ છે. ગુજરાત ઇકોલોજી કમીશન ગુજરાત વન પર્યાવરણ વિભાગમાં આવે છે.

ઉત્તર પ્રદેશના નોઇડાની મેરો ફોર્મ કંપનીને ગુજરાત ઇકોલોજી કમીશનના સેક્રેટરી તથા સીનીયર મેનેજર  દ્વારા તમામ ઠેકા આપવામાં આવેલા હતા.

28 જુન 2023ના રોજ કૌભાંડ બહાર આવ્યું હતું. ગુજરાત સરકારના તમામ નિયમો નેવે મુકી મેરો કંપનીને રૂ. 5 કરોડનું મૂળ કામ રૂ. 30 કરોડ કરી અપાયું હતું. જેની પાછળ અદિકારીઓ કહે છે કે વિસ્તાર વધતાં ખર્ચ વધી ગયું હતું.

ગુજરાત ઈલોકોજી કમીશનના વ્યુમન રિસોર્સના નિયમો બનાવતા સુરતના રાવ કે જેઓ પોતે કોન્ટ્રેકટર છે, તેમણે આદિવાસીઓ માટેના નિયમો બનાવ્યા છે. આદિવાસીઓને લુંટવામાં આવે છે.

સેક્રેટરી, સીનીયર મેનેજરે ગોટાળો કરેલા છે.
મેરો ફોર્મ કંપનીનો ઠેકો તાત્કાલિક રદ થાય તેમજ તેના પર કાર્યવાહી થાય એવી માંગણી કરવામાં આવી હતી. તપાસ ન થાય તો રસ્તા રોકી રસ્તા રોકો આંદોલન કરવાની ધમકી આપવામાં આવી હતી. ભિલિસ્તાન લાઈન સેનાનાં અગ્રણી સાહિદ મન્સૂરીની આગેવાનીમાં આવેદન કલેક્ટરને આપવામાં આવ્યું હતું.

તપાસ અહેવાલ
ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્કના કરાર અંગે
17થી 19 ઓગસ્ટ 2023માં તપાસ થઈ હતી. જેનો અહેવાલ સરકારમાં આપવામાં આવ્યો હતો. તપાસ સમિતિમાં   ડો. જી. એસ. સિંહ, આઈ. એફ. એસ. (અધ્યક્ષ), લોમેશ બ્રહ્મભટ્ટ (મેનેજર – ઇકોલોજી), જરીન જોશી (કોમ્પુટર પ્રોગ્રામર), તથા હેમલ કોંઢીયા (એકાઉન્ટન્ટ) હતા. તેમણે સ્થળ પર જઈને જાતે તપાસ કરી હતી. આ અહેવાલ અત્યંત ગંભીર છે.

5 માર્ચ 2019માં મેરોફોર્મ કંપની સાથે ડિઝાઈન, સપ્લાય, બિલ્ડ અને ઈન્સ્ટોલેશન અંગે ગુજરાત ઈકોલોજી કમિશન સાથે કરાર કરાયો હતો. આ કરાર કઈ તારીખે કરાયો તે તારીખ નથી આપવામાં આવી.
કરાર રૂ. 7 કરોડના કામનો હતો. માં સરકાર પક્ષકાર હોવા છતાં તેની નોટરી કરાઈ નથી. પ્રોજેક્ટના વરિષ્ઠ મેનેજર દ્વારા સહી કરવામાં આવી હોવા છતાં તેની મંજૂરી લેવામાં આવી નથી. કરારમાં સાક્ષીઓના નામ નથી. ગુજરાત ઈકોલોજી કમિશનના બદલે મેનેજરનો સિક્કો છે. સ્ટેમ્પ સરકારે ખરીદવો જોઈએ તેના બદલે એજન્સી દ્વારા ખરીદ કરાયો છે. બાંધકમમાં વપરાયેલા મટિરિયલની ગુણવત્તા તપાસી તેનો કોઈ રેકર્ડ નથી. શરતો કે તેના નિયમો, ભંગ અંગે કોઈ જોગવાઈ કરાઈ નથી. કરારના બિડાણ રેકર્ડ પર રખાયા નથી.

26 ડિસેમ્બર 2019માં કરારમાં ઓપરેશનલ અને મેનેટેન્સ માટે સુધારો કરવામાં આવ્યો જે રૂ.7 કરોડથી વધારીને રૂ. 26 કરોડ કરાયો હતો. પ્રોજેક્ટ ખર્ચ વધતો હોવા છતાં ફરીથી ટેન્ડર બહાર પડાયું નથી.

ઈએમડી, સીક્યોરીટી ડિપોઝીટ, પરફોર્મન્સ ગેરન્ટી યથાવત રાખી હતી. આખી કામગીરી શંકાસ્પદ હતી. ચોક્કસ પ્રકારની ગોઠવણ કરવામાં આવી હતી. સરકારને ગંભીર નાણાકિય નુકસાન કરેલું છે. કંપનીને મોટો આર્થિક ફાયદો કરી આપવામાં આવ્યો છે.

7 કરોડનું કામ 26 કરોડનું કરાયું છતાં કરાર સ્ટેમ્પ પેપર કરવાના બદલે ઈકોલોજીના લેટરપેડ પર કરાર કરી દેવામાં આવ્યો હતો. સરકારી દસ્તાવેજ હોવા છતાં નોટરી કરાવાઈ નથી. કરારનના બિડાણ રેકર્ડ પર નથી. કરાર સુધારવામાં આવ્યો તે પણ રેકર્ડ પર નથી. કામગારીનો પ્લાન કે આંકડાકીય માહિતી બનાવી નથી. સુધારા-3માં તેને રેફરંસ બાબતોનો ઉલ્લેખ નથી.

મેરોફોર્મ કંપની દ્વારા 2 વર્ષથી પાર્કનું સંચાલન કરવામાં આવતું નથી. તેના બદલે બીજી કોઈ એજન્સી કામ કરી રહી છે. આ એજન્સીને ઈકોલોજી કમિશને મંજૂરી આપી હોય તેવો કોઈ રેકર્ડ નથી. વહીવટ, સંચાલન, એચઆર, ભરતી અંગે મંજૂરી, ફરિયાદો અને ગેરરિતી થઈ તે અંગે કોઈ રેકર્ડ નથી.

મેરોફોર્મ કંપની સાથે પત્રવ્યવહાર સત્તાવાર મેઈલ આઈડીના બદલે અંગત કર્મચારીના મેઈલ એડ્રેસ પરથી થયો છે. જે અત્યંગ ગંભીર છે. તેથી સત્તાવાર વિગતો મળતી નથી. મંજૂરીઓ, ચકાસણી, ઓડિટ કે બીજી કોઈ બાબતો શંકાસ્પદ છે. અસ્પષ્ટ છે. તેથી ઉંડી તપાસ કરવાની ભલામણ આ અહેવાલમાં કરવામાં આવી છે.

તપાસ સમિતિએ ચિલ્ડ્રન પાર્કના તમામ પ્રોજેક્ટની રેલ સ્ટેશનો, આકર્ષણો, સ્થળોની તપાસ કરી હતી. જેમાં ગંભીર બેદરકારી જણાઈ હતી. સમારકામ, મેન્ટેનન્સ, ટેકનિકલ સંચાલન પદ્ધતિનો અભાવ અને બેદરકારી જોવા મળી હતી.

તમામ આકર્ષણો, સ્ટેશનો, પાર્કના તમામ પ્રોજેક્ટસ કે સવલતો મહદ અંશે જર્જરિત થઈ ગયેલા જણાયા હતા. કેટલાંક બંધ હાલતમાં હતા. કેટલાંક ટેકનિકલ મેઈન્ટેનન્સના કારણે 6 મહિનાથી બંધ હાલતમાં હતા. ઉપયોગ માટે બંધ જણાયા હતા. જે અત્યંત ગંભીર છે. સરકાર સાથેના પત્રવ્યવહારો ખાનગી મેઈલ એડ્રેસ પરથી થયેલા છે.

ચિલ્ડ્રનપાર્કની ઊંડી તપાસ કરવાની ભલામણ સમિતિએ કરી હતી. જેમાં સમારકામ, જાળવણી, અપગ્રેડેશન, મેન પાવર, ટેકનિકલ દસ્તાવેજો, મંજૂરીઓ અને ખર્ચની ઊંડી તપાસ કરવાની ભલામણ સમિતિએ કરી હતી.

નાણાંકિય બાબતો
અંગત મેઈલ એડ્રેસથી પત્રવ્યવહાર થયો હોવાથી પાર્કની નાણાંકીય ફાઈલ પરની નોંધ, મંજૂરીઓ, કામગીરીની ચકાસણી, ઓડિટ કે બીજી બાબતો શંકાસ્પદ અને અસ્પષ્ટ છે.

ટીકીટની સીધી આવક ઈકોલોજી કમિશનને ક્યારેય મળી નથી. પણ કેવડિયા સત્તામંડળ દ્વારા જ મળે છે.

પાર્કના ફૂડ પાર્ક, ફૂડ કાફે, સોનિનિયર સ્ટોર જેવી આવક ઈલોકોજી કમિશનને મળવાના બદલે મેરોફોર્મ કંપનીને સીધી મળે છે. આ આવક કોની તે અંગે કોઈ કરારો, હિસાબો કે દસ્તાવેજો કંપની પાસે કે ઈકોલોજી કમિશન પાસે નથી.

બેંકના ખાતા અમદાવાદમાં રાખેલા છે તે બાબત જ શંકાસ્પદ છે. આ ખાતામાં આજ સુધી એક માત્ર વ્યક્તિની સહીથી પૈસાની લેતી દેતી થતી રહી છે. તેના પત્રવ્યવહારો ખાનગી મેઈલ આઈડી પરથી થાય છે.

કર્મચારી અને ઠેકેદારની એમ્પાવર સમિતિ હોવી જોઈએ પણ તે સમિતિ બનાવી નથી. તે અંગે કોઈ રેકર્ડ નથી. તેથી આ બાબતની તપાસ થવી જોઈએ.

મૂળ કરારમાં મેરોફોર્મ કંપનીને 5 વર્ષમાં રૂ. 3 કરોડ 32 લાખ 20 હજારની આવક કરી આપવાની હતી. જો તેનાથી વધારે આવક થાય તો ઈલોકોજી કમિશન અને કંપનીએ 50-50 ટકા વહેંચી લેવાની હતી. જેમાં પાછળથી સુધીરો કરીને દરેક મહિને રૂ. 15 લાખ કંપનીને એડવાન્સ આપવાનો કરાર કરાયો હતો. આ રકમ કેમ આપવી તે અંગે કોઈ કારણો બતાવવામાં આવ્યા નથી. પુરાવા રેકર્ડ પર નથી.

આ કરારનો સમય પુરો થાય તે તે પહેલાં જ ઈલોકોજી કમિશને રૂ. 9 કરોડ મેરોફોર્મ કંપનીને આપી દેવામાં આવી હતી. ગંભીર નાણાંકિય ગેરરિતી અંગે ઊંડી તપાસ કરવાની ભલામણ તપાસ સમિતિએ કરી હતી.

નક્કી કરેલી શરતો મૂજબ ઈકોલોજી કમિશન દ્વારા રેકર્ડ ઉપર ઓડિટરની નિમણૂંક કે ઓડિટની કોઈ ચકાસણી નિયમો અનુસાર થઈ નથી.

સંચાલન કામ સમિતિ બનાવીને કરવાનું હતું તેના બદલે નાણાં અધિકારી અને પ્રોજેક્ટના સીનીયર મેનેજરની મૌખિક સૂચનાઓ અને વ્યક્તિગત ઈ મેઈલ દ્વારા જ કામગીરી કરવામાં આવતી હતી. પાર્કમાંથી એક ચોક્કસ વ્યક્તિ દ્વારા જ આ બધું થતું હતું.

વાર્ષિક ઓડિટ પછી, એમ્પ્લોયર, ઓપરેશન અને મેઈન્ટેનન્સ ખર્ચ પર આવકના વધારાના 50% વાર્ષિક ધોરણે ઓપરેટર સાથે શેર કરવાનો નિયમ દાખલ કર્યો હતો. જે મૂળ કરારની શરતો દૂર કરીને નક્કી કરાયું હતું. તેથી 50 ટકા આવક વહેંચવાની હતી તે કયા આધાર પર વહેંચવામાં આવી તેના હિસાબો મળતા નથી.
કંપનીના એડવાન્સમાં રજૂ કરેલા બિલની સામે કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર કે કોઈ જાતના ઓડિટ વગર બેફામ ચૂકવણા કરવામાં આવ્યા છે. જેમાં વ્યક્તિગત બિલોમાં હોટેલ અને ટેન્ટ સિટીમાં રહેવાના અસામાન્ય ખર્ચા છે. લોજીંગ અંગે અસામાન્ય ખર્ચા ઉધારવામાં આવ્યા છે. તમામ બિલ વેરીફિકેશન કે ઓડિટ વગર આપી દેવામાં આવ્યા છે.

રૂ. 15 લાખ એડવાન્સ પેટે દર મહિને ચૂકવવાના હતા તેમાં 15 લાખથી વધારે નાણાં ચૂકવાયા છે તે અંગે કોઈ ક્રાઈટેરિયા નક્કી કરાયા નથી. ખર્ચ મંજૂરીના નિયમો બનાવ્યા નથી.

સમિતિ બનાવીને વહિવટ કરવાનો હતો તે અંગે મિનિટ્સ, નોંધ કે કામગીરી રેકર્ડ પર નથી.

કમિટીના તારણો:
1 – સરકારના વહીવટી ઔચિત્યના નિયમો કે ધારા – ધોરણો કે નિયમો નું પાલન થયેલ હોવાનું જણાતું નથી.
2 – સીધી રીતે સીની. મેનેજર (પ્રોજેક્ટ્સ) અને નાણાં અધિકારીની કામગીરી શંકાસ્પદ, ફરજમાં નિષ્ઠાના અભાવ વાળી અને ઇરાદાપૂર્વકના ગેર-વહીવટી પશ્નો ઊભા કરનારી જણાય છે.
3 – સીની. મેનેજર (પ્રોજેક્ટ્સ) અને નાણાં અધિકારીની કામગીરી સરકારના હિતને બદલે મેરોફોર્મ કંપનીના નાણાકીય હિત તરફ વધારે હોય તેમ શંકાસ્પદ છે.
4 – જવાબદાર વ્યક્તિ સામે તાત્કાલિક આકરા શિક્ષાત્મક પગલાં લેવા આવશ્યક જણાય છે.
5 – વહીવટી અને નાણાકીય ઓડિટ સાથે ઊંડી તપાસ ખૂબ જ જરૂરી બની રહે છે.

ખાસ નોંધ
મેરોફોર્મ પ્રા. લી. સાથે રૂ. 7 કરોડ 66 લાખ 56 હજારનું કામ આપવામાં આવ્યું પરંતુ ત્યારબાદ રિવાઇઝ્ડ ટેન્ડર રૂ. 26 કરોડ 26 લાખ કરવામાં આવી હતી.

ત્યારબાદ ચૂકવણું રૂ. 30 કરોડ 98 લાખ કરવામાં આવેલી હતી.

મૂળ ટેન્ડરની  ટેન્ડર કોસ્ટ કરતાં ચાર ગણાથી પણ વધારે કિંમતનો પ્રોજેક્ટ બનાવી દેવાયો હતો. નવું ટેન્ડર બહાર પાડ્યું ન હતું. મૂળ ટેન્ડરમાં પસંદ થયેલી એજન્સી ને જ ચાલુ રાખવામાં આવી હતી. જે ગંભીર બાબત છે અને ઊંડી તપાસનો વિષય છે.

સમિતિની તપાસ દરમિયાન મેરોફોર્મ કંપનીના અધિકારીઓને રેકર્ડ સાથે નિયામકને વિગતો આપવા જણાવેલું હોવા છતાં અનાદર કરેલું છે.

કચેરી દ્વારા રેકર્ડ દર્શાવવા તેમજ જવાબ માટે કહેવામાં આવ્યું છતાં ઇરાદાપૂર્વક અને મનસ્વી રીતે અનાદર કરેલો છે.

તપાસ દરમિયાન, રેકર્ડ ચકાસતા, તત્કાલીન નાણાં અધિકારી રચના મહેતાના પોતાના વ્યક્તિગત ચાર્ટડ એકાઉન્ટન્ટ ફર્મના મેરોફોર્મ કંપની વતી રજૂ થયેલા બિલો અને ચૂકવણા થયેલા બિલો જોવા મળેલા હતા.

તત્કાલીન નાણાં અધિકારી રચના મહેતાના પોતાના વ્યક્તિગત ચાર્ટડ એકાઉન્ટન્ટ ફર્મ ના મેરોફોર્મ કંપની વતી રજૂ થયેલ બિલોનો ઇરાદાપૂર્વક કચેરી રેકર્ડ માંથી નાશ કરવાનો પ્રયત્ન કરવાના પુરાવાઓ મળેલા છે. અત્યંત ગંભીર અને ફોજદારી ગુન્હા છે. જે બદલ તેમનું ચાર્ટડ એકાઉન્ટન્ટ લાઈસન્સ રદ કરવા ભલામણ કરવામાં આવી હતી.

ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કના બેંક ખાતમાં નાણાકીય વ્યવહાર માટે અન્ય નામો ઉમેરવા માટે 12 જૂલાઈ 2023માં બેંકને પાઠવવામાં આવેલા આધિકારિક પત્ર ઇરાદાપૂર્વક તત્કાલીન નાણાં અધિકારી દ્વારા બેંકમાં રજૂ કરેલો નથી. જેથી માત્ર એક જ વ્યક્તિથી  બેંક એકાઉન્ટ ઓપરેટ થઈ શકે. જે અત્યંત ગંભીર બાબત છે.

સ્ટેચ્યુ

31 ઓક્ટોબર, 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રવાસીઓ

2023માં  50 લાખ પ્રવાસીઓએ એકતાનગરની સૌથી ઊંચી પ્રતિમા સરદારની મુલાકાત લીધી હતી. 24 ડિસેમ્બર 2023માં 80 હજાર પ્રવાસીઓ એક દિવસે આવ્યા હતા. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી દરરોજ 10,000 મુલાકાતીઓને આકર્ષે છે.

ખર્ચ અને આવક

પાંચ વર્ષમાં 1.75 કરોડ લોકો આવ્યા છે. ઓક્ટોબર 2023 સુધી ટિકિટના વેચાણમાંથી રૂ. 400 કરોડથી વધુની આવક મેળવી હતી. SOU દર વર્ષે ટિકિટ પર લગભગ 80 કરોડ રૂપિયા એકત્ર કરે છે. તાજમહેલ વર્ષમાં રૂ. 25 કરોડનું ટર્નઓવર નોંધાવે છે. SOUને બ્રેક ઇવન હાંસલ કરવામાં ઓછામાં ઓછા 120 વર્ષ લાગશે. પ્રોજેક્ટ ખર્ચના 13% (રૂ. 3000 કરોડમાંથી રૂ. 400 કરોડ) પાંચ વર્ષમાં એકલા ટિકિટની આવક દ્વારા વસૂલવામાં આવ્યા છે. પ્રોજેક્ટ તેના ખર્ચને વસૂલવામાં સદી નહીં તો દાયકાઓ લેશે, તેથી તે નિષ્ફળ ગયો. મેડ ઇન ચાઇના પ્રોજેક્ટ હોવાથી મોદીના મેક ઇન ઇન્ડિયાને ફટકો પડ્યો. પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી દ્વારા 2013 માં શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને 2018 માં ભારતના વડા પ્રધાન તરીકે મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા. રૂ. 3000 કરોડનું પુતળું છે. સરદાર પટેલ જીવિત હોત, તો તેમણે આવા સન્માનનો ઇનકાર કર્યો હોત.

ટોય ટ્રેન 7 સ્ટેશન
ટોય ટ્રેન 7 સ્ટેશનો પર ઊભી રહે છે. એક્તા જંકશન, ન્યુટ્રિ હન્ટ, પયોનગરી, અન્નપુર્ણા, મનોરંજન, પોષણપુરમ અને સ્વસ્થ ભારત સ્ટેશન ઉપર ટ્રેન મુકામ કરશે. દરેક સ્ટેશન પર બાળકોને પોષણનું જ્ઞાન અપાય છે.

આ સ્ટેશન અંગે તપાસ કરવામાં આવી ત્યારે ગંભીર બેદરકારી બહાર આવી હતી.

ફલશાકગૃહમ

ફલશાકગૃહમ સ્ટેશનમાં ફળોની વિશેષતા અને તેમાં રહેલા પૌષ્ટિક તત્વો વિશે માહિતી આપવામાં આવે છે. જાન્યુઆરીથી જૂન 2023માં છ મહિના સ્ટેશન બંધ હતું. તથા 2022માં પણ 6 મહિના બંધ હતું. કુલ એક વર્ષ તો આ સ્ટેશન બંધ હતું. વળી કિસાનકુમાર પ્રોજેક્ટની જાણકારી આપતું એન્ટ્રીનું ડીસપ્લે ઓટોમેટીક સેન્સરથી ચાલુ બંધ થતું હતો તે વર્ષ 2023માં ત્રણ મહિના બંધ રહ્યું હતું. કારણ કે ટેકનિકલ સેન્સરમાં તથા વોલ્યુમમાં પ્રોબ્લેમ હતો. જે સમયમર્યાદામાં મેન્ટેન કે રીપેર થયેલો ન હતો.

પાયોનગરી

બીજું સ્ટેશન પાયોનગરી જેમાં દૂધની વિગતો છે. 18 ઓગસ્ટ 2023માં તપાસ કરવામાં આવી તો પ્રવેશ સ્વાગતકક્ષમાં ડીસ્પ્લે માર્ચ અને એપ્રિલ 2023માં ટેકનિકલ ખામીના કારણે બંધ હતું.

ભુલભુલૈયાસીનેમા 2023માં જુન અને જુલાઈમાં એઆર કક્ષમાં પ્રોજેક્ટર ટેકનીકલ ખામીના કારણે બંધ હતા. વરચ્યુઅલ રીયાલીટી ફેબ્રુઆરી એમ બે મહિના બંધ હતું.

ન્યુટ્રીસિયશ સ્ટેશન્સ છે. જ્યાં ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બનાવ્યો એ જ જિલ્લામાં સૌથી વધુ કુપોષણ છે.
2019-20ના આંકડાઓ પ્રમાણે 10 જેટલી માતાઓનું મરણ કુપોષણને કારણે થયું. 350 જેટલા બાળકોનું મૃત્યુ થયું છે. 6 કરોડ રૂપિયા બાળકો અને મહિલાઓના આરોગ્ય માટે અહીં ખર્ચ કરાય છે. છતાં આ હાલત છે.

ગેમઝોન ફિટ ઇન્ડિયામાં ફુટબોલ ગેમ 2023માં જાન્યુઆરી તથા ફેબ્રુઆરી એમ બે મહિના ટેકનિકલ ખામીના કારણે બંધ હતી.

ન્યુટ્રીહન્ટ પોઈન્ટ દોઢ વર્ષથી બંધ હાલતમાં છે. માસ્ટર સ્કેરબોર્ડ 6 મહિનાથી બંધ હાલતમાં છે.

વન અને પર્યાવણ વિભાગની ગુજરાત ઇકોલોજી કમિશનમાં 12 લાખ ટ્રાન્સફર કરાવવું કૌભાંડ થયું હતું.