કાંકરિયાના બલુનમાં બેસીને મોદીએ આપેલું વચન હવામાં ઉડી ગયું

Modi’s promise while sitting in a balloon in Kankaria went up in smoke कांकरिया में गुब्बारे में बैठकर मोदी का वादा हवा में उड़ गया

દિલીપ પટેલ
અમદાવાદ, 7 જુલાઈ 2025
8 સપ્ટેમ્બર 2010ના રોજ નરેન્દ્ર મોદીએ આકાશમાંથી અમદાવાદ જોઈ શકાય એવા વિશાળ બલુનમાં બેસીને ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે, વિકાસનો પાઈ પાઈનો ખર્ચનો હિસાબ જનતાને આપ્યો છે. બલુન એક વર્ષ ચાલું ત્યાં ખોટકાવા લાગ્યું અને સંપૂર્ણ બંધ થયું તેને 13 વર્ષ થયા છે. પણ રૂ. 10 કરોડની આ બલુનનો હિસાબ હજુ પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ  આપ્યો નથી.

બલુનમાં બેસતા જ તેમણે જાહેર કર્યું કે તેઓ દર વર્ષે 5 હજાર ગરીબ બાળકોને આકાશમાં સફર કરાવશે. તે પણ ન થયું.

મોદીએ ભારતમાં સર્વપ્રથમ બલૂન સફારી જાહેર કરી હતી. જેની સહેલગાહ મોદીએ કરી અને ભરપૂર ફોટોગ્રાફી કરી હતી. આકાશમાંથી તેમણે તસવીરો ખેંચી હતી.

 

અમદાવાદના કાંકરિયામાં બલૂન સફારીની આસમાની ઉડાન કરી તિથર્ડ હેલીયમ બલૂનનું મોદીએ લોકાર્પણ કર્યું હતું.

દર સપ્‍તાહે સોમવારથી શુક્રવાર સુધી સવારે 8થી 10 સુધી 15 વર્ષથી નીચેની વયના શાળાના બાળકોને રૂ. 10ના દરે બલૂન સફારીની સહેલગાહ કરવાની ફી નક્કી કરી હતી.

મુખ્‍ય પ્રધાન નરેન્‍દ્ર મોદીએ ભારતભરમાં સર્વ પ્રથમ એવી બલૂન સફારીનું નજરાણું ગણાવીને અમદાવાદના કાંકરિયા ખાતે જનતાને જણાવ્‍યું હતું કે, વિકાસની અનેકવિધ કાર્યસિદ્ધિ દ્વારા જનતાની પાઇ પાઇનો હિસાબ ગુજરાત સરકારે આપ્‍યો છે.

એક બાજુ આખું ગુજરાત દરેક ક્ષેત્રમાં ઊંચી ઉડાન ભરી રહ્યું છે ત્‍યારે દિલ્‍હીમાં કેન્‍દ્ર સલ્‍તનતના નાક નીચે કોમનવેલ્‍થમાં બેઇમાની, કૌભાંડો અને ભ્રષ્‍ટાચારોથી ભારતની આબરૂ ધૂળમાં મળી રહી છે.

મોદીની આ વાત હવે ગુજરાતમાં વ્યાપક બનેલાં ભ્રષ્ટાચારથી આવી રહી છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ પબ્‍લીક પ્રાઇવેટ પાર્ટનરશીપથી મેસર્સ સ્‍કાયવન્‍ડર્સ કંપનીના સહયોગ સંચાલનમાં તિથર્ડ હેલીયમ બલૂન સફારીનો દેશનો પહેલો પ્રોજેક્ટ રૂપિયા 10 કરોડના ખર્ચે પંદર જ મહિનામાં કાર્યાન્‍વિત કર્યો હોવાની વાત 2010માં કહી હતી.

કાંકરિયામાં ત્રણ હજાર ચો. મીટર જમીન ઉપર આ બલૂન સફારીની અનન્‍ય સુવિધાઓ ઉપલબ્‍ધ થઇ છે. જે જમીનની કિંમત રૂ. 100 કરોડ આજે થાય છે.

ગુજરાતની જનતાને શ્રાવણ મહિનાના સમાપન દિવસે આ નજરાણું ભેટ ધર્યું હોવાનું કહીને મોદીએ બલૂન સફારીની સાડા ત્રણસો ફુટ ઉંચી ઉડાન ભરીને કાંકરિયા-અમદાવાદના સૌંદર્યનો નજારો કેવો છે તેની અનુભૂતિ કરી હતી. ફોટો ખેંચાવ્યા હતા.

અમદાવાદ જિલ્‍લા પ્રભારી અને મહેસૂલ પ્રધાન આનંદી પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કાના ઠાકોર, સંસદસભ્‍યો સુરેન્‍દ્ર પટેલ, હરિન પાઠક, કિરીટ સોલંકી, ધારાસભ્‍યઓ રાકેશ શાહ, વલ્‍લભ કાકડીયા અને ભાજપના 103 નેતાઓ હાજર હતી. આ તમામ નેતાઓ પાસેથી ગુજરાતની જનતા 2025માં હિસાબ માંગી રહી છે.

કાના ઠાકોરે તિથર્ડ બલૂનના અણમોલ નજરાણાની શહેરીજનોની અને પ્રવાસીઓની સહુલિયત માટેનું નજરાણું ગણાવી આ પ્રોજેકટ પૂર્ણ થવાનું સંપૂર્ણ શ્રેય મુખ્‍ય પ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો.
મોદીએ અદભૂત બલૂન સફારીનું નજરાણું જનતાને સમર્પિત કરવા માટેની કાર્યસિધ્ધિ મેળવવા સમગ્ર મહાપાલિકાના સહયોગીઓને અંતઃકરણપૂર્વક અભિનંદન આપ્‍યા હતા.

કાંકરિયાના નવસંસ્‍કરણ પછી એક કરોડ પર્યટકોએ મુલાકાત લીધી હોવાનું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

ગર્વભેર ખારીકટ કેનાલના કાયાકલ્પ, ભદ્રકાળી મંદિરના પરિસરનો વિકાસ, સાબરમતી ગાંધી આશ્રમને વિશ્વ સમક્ષ ગાંધીજીના યુગ સ્‍મારક તરીકે પ્રસ્‍તુત કરવાનો અને અમદાવાદ સિવીલ હોસ્‍પિટલનો રુપિયા 1 હજાર કરોડનો વિકાસ પ્રોજેક્ટ સહિતના અમદાવાદની જનતાને આપેલા વચનોની પૂર્તિ કરવાની રૂપરેખા આપી હતી.

અમદાવાદના બી.આર.ટી.એસ. અને સાબરમતી રીવરફ્રન્‍ટ પ્રોજેક્ટે અમદાવાદની રોનક બદલી નાંખી છે. વિકાસ માટે જનતાના નાણાં ઉગી નીકળે એવો વિકાસ આ સરકારે કર્યો છે. એક બાજુ ગુજરાત ધરતી ઉપરથી વિકાસની ઊંચી ઉડાન ભરી રહ્યું છે ત્‍યારે દિલ્‍હીના કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ભ્રષ્‍ટાચાર, બેઇમાની અને કૌભાંડ સિવાય કશું નથી તેમ મોદીએ જણાવ્‍યું હતું.

જેઓ ગુજરાતની વિકાસ યાત્રાને સહન નથી કરી શકતા તેઓ રોડા નાંખવા રોજે રોજ કારસા કરી રહ્યા છે, તેમનો હિસાબ જનતા ચૂકતે કરીને જ રહેશે તેવો વિશ્વાસ મોદીએ વ્‍યક્ત કર્યો હતો.

પણ મોદીએ આપેલા વચન આજે 15 વર્ષ હવામાં ઉડી ગયું છે. પ્રજાના વિકાસનો હિસાબ આપવાનું આ બલૂનમાં બેસીને જ કહ્યું હતું. તે બલુન આજે બંધ થઈ ગયું તેને 13 વર્ષ થયા છે. ખોટનો હિસાબ હવે કોણ આપશે.

ટેથર્ડ બલૂન
ટેથર્ડ , મૂર્ડ અથવા કેપ્ટિવ બલૂન એ એક બલૂન છે જે જમીન સાથે જોડાયેલા એક અથવા વધુ ટેથર્સ દ્વારા બંધાયેલા હોય છે જેથી તે મુક્તપણે તરતો ન રહી શકે. DHL બલૂન વિશ્વનો સૌથી મોટો ટેથર્ડ હિલીયમ બલૂન હતો. ટેથર્ડ ફુગ્ગાઓનો ઉપયોગ જાહેરાત, મનોરંજન, નિરીક્ષણ અને નાગરિક અથવા લશ્કરી ઉપયોગ માટે કરવામાં આવે છે.

ઇતિહાસ
1918માં આરએએફ કેકોટ પતંગનો ફુગ્ગો હતો. 1914માં ફ્રેન્ચ એન્જિનિયર આલ્બર્ટ કાકોટ દ્વારા ડિઝાઇન કરાયેલ, પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધના બેરેજ ફુગ્ગાઓ બાંધેલા ફુગ્ગાઓના પ્રારંભિક ઉદાહરણો હતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં લશ્કરી નિરીક્ષણ ફુગ્ગાઓનો પણ વ્યાપકપણે ઉપયોગ થતો હતો. ટેથર્ડ ફુગ્ગાઓનો ઉપયોગ જાહેરાતો કરવા, કેમેરા , રેડિયો એન્ટેના, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર, રેડિયો-રિલે સાધનો અને જાહેરાત બેનરો ઉપાડવા માટે થાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ માટે કરે છે.