શુક્રવાર બાદ સોમવારે શેર બજાર ખૂલતાં જ થોડી મિનિટોમાં બીએસઈના રોકાણકારોએ લાખો કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. મોટાભાગના શેરો તૂટી ગયા છે. શેરબજારમાં ઘટાડા માટે જુદા જુદા પરિબળો કામ કરી રહ્યા છે. દેશમાં મંદી, બેંકો ડૂબી રહી છે. ભારત સરકાર પાસે નાણાંની તંગી. ફૂગાવો વધ્યો છે. ભાજપની મોદી સરકારની અણઘડ આર્થિક નીતિ, કોરોના વાયરસ, મોદી સરકારે વેચવા કાઢેલી સરકારી કંપનીઓથી નિફ્ટીમાં ઉતારચઢાવની સ્થિતિ રહી છે.
તમામ સેકટરલ ઇન્ડેક્સમાં મંદી રહી હતી. આજે દિવસ દરમિયાન રેકોર્ડ ઘટાડો રહી શકે છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ક્રમશ ૪૭૬ અને ૪૬૬ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. તમામ લોકો જાણે છે કે શુક્રવારના દિવસે પણ આવી જ હાલત રહી હતી. સેંસેક્સ શુક્રવારના દિવસે ૮૯૪ પોઇન્ટ ઘટીને ૩૭૫૭૭ની નીચી સપાટીએ રહ્યો હતો. વૈશ્વિક શેરબજારોમાં પણ આજે અફડાતફડી રહી હતી.
કારોબારીઓ ભારે દહેશતમાં છે. શેરબજારમાં હાલમાં કોરોના વાયરસની અસર સીધી રીતે જોવા મળી રહી છે. જેના લીધે મુડીરોકાણકારો જંગી નાણાં રોકવાના મુડમાં દેખાઈ રહ્યા નથી. સ્થિતિમાં સુધારો થાય તેની રાહ જાવાઈ રહી છે. તે પહેલાના શુક્રવારના દિવસે શેરબજારમાં સેંસેક્સે તેના ઇતિહાસમાં બીજા સૌથી મોટો ઘટાડો કર્યો હતો.
એ દિવસે સેંસેક્સમાં ૧૪૪૮ પોઇન્ટનો ઘટાડો થયો હતો જેથી એક જ દિવસમાં કારોબારીઓએ લાખો કરોડો રૂપિયા ગુમાવી દીધા હતા. યશ બેંકના પ્રમોટરોની બેંકમાં હિસ્સેદારી ૮.૩૩ ટકા છે. જ્યારે એમએફ અને વિદેશી મુડીરોકાણકારી પાસે ૩૧મી ડિસેમ્બર સુધી ક્રમશઃ ૫.૦૯ ટકા અને ૧૫.૧૭ ટકાની હિસ્સેદારી રહેલી છે. એસબીઆઈના શેરમાં આજે આંશિક રાહત રહી હતી. સારથી ગ્રુપના પાર્ટનર અને સીઈઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્થતિ પર નજર રાખવામાં આવી રહી છે.