મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો, વિપક્ષના સવાલોથી શાસક પક્ષ ઘેરાયું

मोरबी जिला पंचायत की सामान्य सभा में हंगामा, विपक्ष के सवालों से शासक पक्ष घिरा Morbi District Panchayat
10 માર્ચ 2025

ગુજરાતના મોરબી જિલ્લા પંચાયતની સામાન સભામાં વિપક્ષના પ્રશ્નોથી શાસક પક્ષ ઘેરાયું. ગૌચરની જમીન અને સેફ્ટીના બાબતે વિપક્ષે જવાબ માંગ્યો હતો. પરંતું તેની માહિતી જિલ્લા પંચાયત પાસે જ નથી તેવું જાણવામાં આવ્યું.

ગૌચરની જમીન કેટલી તે જિલ્લા પંચાયતને જ નથી ખબર

મોરબી જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં ગૌચરની જમીન અને ફાયર સેફટીણા સાધનો અંગે વિપક્ષે શાસક પક્ષને ઘેરી લીધું હતુ. જેમાં ગૌચરની જમીન પર વિકાસના કામો માંતે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પણ એ જમીન ક્યાં છે અને કેટલી છે જેની જિલ્લા પંચાયતને જ ખબર નથી. એવું કેમનું બની શકે. જેના જવાબમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિએ નિવેદન આપતા કહ્યું, સરકારી ગૌચરની જગ્યાઓની પંચાયતોને ખબર નથી હોતી. તેની માટે નિશાન હદ જોવડાવવી પડે છે.

ફાયર એક્સ્ટીંગ્યુશર એક્સપાયર થયે 4 મહિના થયા

આ ઉપરાંત જિલ્લા પંચાયતમાં લાગેલ ફાયર એક્સ્ટીંગ્યુશર ડિસેમ્બર 2024ણા એક્સપાયર થઈ ગયા છે. ચાર મહિના થવા આયા હજુ સુધી ફાયર સેફટી મામલે કોઈ દરકાર લેવામાં આવી નથી. ટેન્ડરિંગની પ્રક્રિયાની રાહમાં કોઈ મોટી દુર્ઘટના બને અને સાધનો જ ણા હોય તો તેની માટે જવાબદાર કોણ? આ બેદરકારી બદલ જવાબદારો વિરુદ્ધ શિડત વિષયક કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

4 મહિના પહેલા
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો:ભાજપના દુર્લભજી દેથરિયાએ વિપક્ષ નેતાને કહ્યું-‘ હવે તમે એક જ વધ્યા છો, અમારી સાથે આવી જાઓ સાથે બેસી વિકાસના કામ કરીશું’
મોરબી5 મહિનો પેહલા

મોરબી જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં ખૂબ ભારે વરસાદ થયો છે. જેથી કરીને મોરબી જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતનું દેવું છે.

8 મહિના પહેલા
મોરબી જિલ્લા પંચાયતમાં સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15માં નાણાપંચના ગ્રાન્ટનું આયોજન કરવા બાબતે વિપક્ષ દ્વારા હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ લગાવ્યો હતો કે, શાસકોએ વિપક્ષના હક પર તરાપ મારી છે.
હોદ્દેદારો ધારાસભ્યને પણ ગણકારતા નથી. ભાજપ MLA જિતુ સોમાણીએ અધિકારીઓને કહ્યું- નબળા માણસોનાં કામ કરો, પૈસાવાળા તો ટેબલ ઉપર વજન મૂકીને કામ કરાવી લેશે.