ગુજરાતમાં MSME 20 વર્ષમાં 2.74 લાખથી વધીને 8 લાખ થયા

ગુજરાત આજે ઔદ્યોગિક વિકાસનું મુખ્યકેન્દ્ર બન્યું છે. આ પ્રયાસોનાં પરિણામે જ આજે દેશમાં બિઝનેસ કરવા માટે સૌથી વધુ પસંદગીનાં રાજ્યોમાં ગુજરાત અગ્રક્રમે છે.

બે દાયકા પહેલા રાજ્યમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સંખ્યા ૨.૭૪ લાખ હતી જે આજે વધીને ૮ લાખ જેટલા થયા છે. વર્ષ ૨૦૦૨નાં ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટ ૧.૨૭ લાખ કરોડ હતું, જે આજે વર્ષ ૨૦૨૨માં વધીને ૧૬.૧૯ લાખ કરોડ થવા પામ્યો છે.

દેશને પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનાં સ્વપ્નને પૂર્ણ કરવામાં ગુજરાત તેનાં ઉદ્યોગ સાહસિકોની મદદથી આગળ રહેશે .

ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યુ છે. કૃષિ આધારિત ઉદ્યોગોનાં વિકાસની વિપુલ સંભાવના છે ત્યારે સરકાર દ્વારા ટેક્સટાઈલ પાર્કની સ્થાપના જેવા પ્રકલ્પો વિકસાવવા માટે  પૂરતા શકય પ્રયાસો કરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાનાં નીર ઉપલબ્ધ કરાવતા હવે સૂકોભઠ્ઠ પ્રદેશ હવે હરિયાળો બનશે અને કૃષિ પેદાશો આધારિત ઉદ્યોગોનાં વિકાસની અનેક તકો જિલ્લામાં સર્જાશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.