ગાંધીનગર, 13 મે 2021
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સોમવારે મ્યૂકર માઈકોસિસના 105 દર્દી દાખલ હતા. 2 દિવસમાં નવા 86 કેસ આવેલા છે. તેના 3 ગણાં રાજ્યમાં બીજા સ્થળોએ મળીને કુલ 800 દર્દી હોઈ શકે છે. રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના વિવિધ શહેર જિલ્લામાંથી આ રોગના નવા દર્દીઓનો ધસારો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યો છે.
અમદાવાદમાં મ્યૂકર માઈકોસિસના 191 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમદાવાદમાં 12 તારીખે 55 ,જ્યારે 11 તારીખે 72 દર્દીઓ સિવિલ હોસ્પિટલમા એડમિટ થયા છે. છેલ્લા 2 દિવસમાં દર 1 કલાકે 3 દર્દીઓ એડમિટ થયા છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં 250ની વ્યવસ્થા કરવામાં આવી છે. 250 માંથી 221 બેડ ભરાઈ ગયા છે. માત્ર 15 ટકા બેડ જ ખાલી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં 5 વોર્ડ છે.
ગુજરાતના 4 મહાનગરોમાં મ્યૂકરમાઈકોસિસના સૌથી વધુ દર્દીઓ રાજકોટમાં નોંધાયા છે. રાજકોટમાં રોજ 50 કેસ નોંધાય છે. રાજકોટમાં 500 બેડની તૈયારી દર્શાવાઈ છે.
ઇજેક્શનની અછત પણ વર્તાઈ રહી છે.
અત્યારે 191 જેટલા દર્દીઓ સિવિલમાં છે, જેમાંથી 50 જેટલા દર્દીઓ અમદાવાદના છે, બાકીના 141 જેટલા દર્દી ગુજરાતના વિવિધ શહેર જિલ્લાના છે.
સિવિલની ડેન્ટલ કોલેજમાં 27 જેટલા દર્દી છે.
કોરોનાથી સાજા થયેલા એવા દર્દી કે જેમને ડાયાબિટીસ છે, રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તે વધુ કેસ સામે આવ્યા છે.
કિડની, લીવર, કેન્સરની બીમારી હોય, ટ્રાન્સપ્લાટ કરાવ્યું હોય તેવી વ્યક્તિની ઈમ્યુનિટી ઓછી હોય છે. સ્ટીરોઈડ ઈન્જેક્શનો અપાયા હોય તેવા વ્યક્તિને મ્યૂકર માઈકોસિસ થવાની શક્યતા વધુ રહેલી છે.
નાકમાંથી જો ખરાબ વાસ આવતી હોય તો તૂર્ત જ દવાખાને જવું જોઈએ.
આંખો ધૂંધળી થાય છે.
ઈન્ફેક્શનના લક્ષણો શું?
આંખ-નાક આસપાસ દુઃખાવો, તાવ, માથાના દુઃખાવો
કફ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ
લોહી વાળી ઉલટીઓ
નાકમાંથી કાળા કે લોહીના રંગનું પ્રવાહી નીકળવું. નાક બંધ રહે, સોજો, દુખાવો કે સંવેદના ન રહે
ફંગલ ઈન્ફેક્શન કેમ થાય?
અનિયંત્રિત, હાઈ ડાયાબિટીસ
સ્ટિરોઈડનો વધુ પડતો ઉપયોગ
લાંબો સમય આઈસીયુમાં દાખલ
ટ્રાન્સપ્લાન્ટ પછી કે કેન્સર
વોરીકેનાઝોલ દવાનો ઉપયોગ
લાંબા સમય સુધી ઓક્સિજન થેરાપી લેતાં દર્દીના સાધનોમાં સાફસફાઈ ન રહે તો
શું શું કરવું જોઈએ
બ્લડ સુગર કંટ્રોલમાં રાખવો
કોરોનાના ડાયાબિટીસ વાળા દર્દીએ ગ્લુકોઝ માપતા રહેવું
સ્ટિરોઈડનો ઉપયોગ ડોક્ટરોની સલાહ મુજબ કરવો
શુદ્ધ, સ્વચ્છ, ઓક્સિજન થેરાપી અથવા સાધનો વાપરવા
એન્ટિબાયોટિક્સનો જરૂર પ્રમાણે ઉપયોગ કરવો
1700 વાળા ઈન્જેક્શનના ભાવ હવે સાત હજાર?
એમ્ફોટેરીસીન બી ઈન્જેક્શનની ભારે અછત છે, જો સરકાર ઈન્જેક્શનની જલદી સવલત નહિ કરે તો માનવ જિંદગીને મોટું નુકસાન થઈ શકે છે. બે મહિના પહેલાં ઈન્જેક્શનનો ભાવ 1700 આસપાસ હતો. જોકે હવે 7 હજાર આસપાસ છે. ખાનગી હોસ્પિટલો તો તેનો 5થી 7 ગણો ભાવ દર્દીઓ પાસેથી પડાવે છે.
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આઠ દર્દી નોંધાયા, મહેસાણામાં 22 કેસ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ મ્યુકરમાઈકોસિસના આઠ દર્દીઓ નોંધાયા છે. જેમાં કોરોનામાંથી સાજા થયેલા બે દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસના લક્ષણો જોવા મળ્યા છે.
મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં હાલમાં મ્યુકરમાઈકોસિસના 22 જેટલા દર્દીઓ છે. જેમાંથી 15 દર્દીઓએ મ્યુકરમાઈકોસિસના ઓપરેશન કરાવી લીધા છે.
રાજકોટ સિવિલમાં મ્યૂકરના 200 દર્દી, 500 બેડનો અલાયદો વોર્ડ શરૂ થશે. અત્યારે રોજના 5થી 7 ઓપરેશન થઈ રહ્યા છે. 200 દર્દીમાથી મોટા ભાગનાને ગંભીર પ્રકારની સર્જરીની જરૂર છે.
રોગ કેવો છે
કોરોના વાઈરસથી મ્યુકરમાઈકોસિસ નામની બીમારી ઉમેરાઈ છે. ડાયાબીટીસના દર્દીઓએ સુગર મોનિટર કરવું જોઈએ. દર્દીની આંખ કાઢવી પડે તે અમારા માટે સૌથી પીડાદાયક છે.
શું તે જીવલેણ રોગ છે ?
મ્યુકોર્માસાયટ્સ નામની ફૂગથી થાય છે. જે સામાન્ય રીતે પર્યાવરણમાં હાજર હોય છે. હાલમાં આ રોગનો મૃત્યુ દર 50% કરતા વધુ છે.
પ્રારંભિક લક્ષણોની ઓળખ અને વહેલી તકે સારવાર શરૂ કરવી એ રોગમાંથી સાજા થવાનો એકમાત્ર માર્ગ છે.
ઓછી રોગ પ્રતિકાર શક્તિના લોકોને થાય છે. શ્વેતકણ ઓછા હોય છે, એચઆઈવી, કેન્સર અથવા ઇમ્યુનોસપ્રેસન સ્ટીરોઇડ્સની દવા પર હોય છે.
અનિયંત્રિત ડાયાબિટીસવાળા દર્દીઓમાં મ્યુકર ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.
પ્રારંભિક લક્ષણો
ચાવવામાં દુઃખાવો, દાંતનું ઢીલાપણું, ચહેરાની તીવ્ર પીડાથી દર્દી રાત્રે સૂઈ શકતો નથી. માથાનો દુઃખાવો, આંખો અને જડબાના વિસ્તારની આસપાસ દુઃખાવો. સોજો હોય છે.
બાયપ્સી, સિટી સ્કેન અને એન્ડોસ્કોપી થકી નિદાન થાય છે.
દવાઓ, સર્જીકલ ડિબ્રાઇડમેન્ટ અથવા બંન્નેથી સારવાર થઇ શકે છે. દર્દી નેક્રોસિસ સાથે દાખલ થાય છે તો સર્જિકલ ડિબ્રાઇડમેન્ટ એકમાત્ર ઉપાય છે. ફૂગવાળી જગ્યાઓ જેવી કે આંખની કીકી, અનુનાસિક શ્વૈષ્મકળામાં (નાકની આંતરિક ત્વચા), સાઈનસ અને દાંતના સડાને દૂર કરવા સર્જીકલ સારવાર કરવી જરૂરી બની શકે છે.
એમ્ફેટોરિસિન બી સારવારની પ્રાથમિક પસંદગી છે. એન્ટિફંગલ્સ જેમ કે પોસોકોનાઝોલ અને ઇસુવાકોનાઝોલ પણ વપરાય છે.
માસ્ક પહેરવું જોઈએ અને શરીરના ભાગોને આવરી લેવા જોઈએ.
નોન-ડાયાબિટીક કોવિડ-19 દર્દીએ બ્લડ સુગર લેવલ માપતા રહેવું જોઈએ.