ગાંધીનગર, 15 જૂલાઈ 2020
ગુજરાતમાં જ્યારે નર્મદા યોજના બની રહી હતી ત્યારે રાજકારણીઓએ પોતાના પક્ષના મત ખંખેરવા માટે અનેક પોપલીલા કરીને ખેડૂતોને ભ્રમમાં નાંખ્યા હોવાનું હવે સાબિત થઈ રહ્યું છે. નર્મદા નહેરોમાં 18.50 લાખ હેક્ટરમાં સિંચાઈ આજે થવી જોઈએ તેના 20 ટકા માંડ થઈ રહી છે. નહેરો બનાવવામાં ભાજપ સરકાર સદંતન અણઆવડત ધરાવતી સાબિત થઈ છે. દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં આ થયું છે. તેઓ ગુજરાત મોડેલ કહે છે પણ નર્મદા યોજના પૂરી કરવામાં તેઓ નિષ્ફળ જવાના કારણે ખેડૂતો કૂવા આધારિત સિંચાઈ તરફ વળ્યા છે.
ખેડૂતોના ખેતર સુધી નહેરો ન પહોંચવાના કારણે ખેડૂતોએ કુવા કે બોરવેલો બનાવવા પડ્યા છે. સરકારના છેલ્લાં કૃષિ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે 10 વર્ષમાં 40 લાખ હેક્ટરમાં કુવાથી થતી સિંચાઈનો વધારો થયો છે. તેનો સીધો મતલબ કે સરકાર નહેર કે બંધ આધારિત સિંચાઈ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ નિવડી છે. તેના કારણે ભૂગર્ભના પાણી વીજ મોટર દ્વારા ખેંચી લેવામાં આવી રહ્યાં છે. નહેરો કરતાં બોરનું પાણી લેવું ખેડૂતોને 98 ટકા મોંઘુ પડે છે.
સરકારે સત્તાવાર રીતે જાહેર કરેલા છેલ્લાં અહેવાલ પ્રમાણે ગુજરાતમાં 72 લાખ હેક્ટરમાં બોર-કુવાથી હાલ સિંચાઈ થઈ રહી છે. જેમાં પાતાળ બોરવેલ દ્વારા 27 લાખ હેક્ટર અને બીજા કુવા દ્વારા 18 લાખ હેક્ટર સિંચાઈ થાય છે. આ આંકડા 2016-17ના કૃષિ વિભાગે જાહેર કરેલા છેલ્લા આંકડા છે.
તેની સામે 10 વર્ષ પહેલા એટલે કે 2006-07માં પાતાળ કુવા-બોરવેલ દ્વારા 11.33 લાખ હેક્ટર સિંચાઈ થતી હતી. સાદા કૂવા દ્વારા 21.73 લાખ હેક્ટર મળીને કુલ 33 લાખ હેક્ટરમાં સિંચાઈ થતી હતી. આમ કુલ 33 લાખની સામે 10 વર્ષમાં વધીને 72 લાખ હેક્ટરમાં કુવા દ્વારા ખેતી થઈ રહી છે. 105 ટકાવો કુવામાં વધારો છેલ્લાં 10 વર્ષમાં થયો છે.
તેનો સીધો મતલબ એ થયો કે, બોરવેલ 98 હજાર અને કુવાની સંખ્યા 8 લાખ મળીને 9 લાખ કુવા હતા. પીવાના પાણી અને બીજા ઘણીને કુલ કુવા 10 લાખ હતા. તે 10 વર્ષમાં બે ગણા થઈ ગયા છે. ખેડૂતોને નવા બંધો બનાવીને સિંચાઈ મળવી જોઈતી હતી તે પાતાળમાંથી મોંઘુ પાણી મેળવીને ખેતી કરવી પડી રહી છે.
2006-07માં 4 લાખ ઈલેક્ટ્રીક મોટરો અને 4.60 લાખ ઓઈલ એન્જીન દ્વારા મોંઘી ખેતી થતી હતી. જે આજે મોટર 4 લાખ ઓઈલ એન્જીન અને 6 લાખ મોટર દ્વારા સિંચાઈ ખેડૂતો કરી રહ્યાં છે.