[:gj]નવસારી ભાજપ યુવા મોરચાના માજી પ્રમુખ શૈલેશની હત્યા [:]

[:gj]13 જૂલાઈ 2021

રૂપાણીના રાજમાં જાણે અસામાજિક તત્ત્વોને પોલીસ કે, પછી કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી. 6 જેટલા ઇસમોએ ધારદાર હથીયારોના ઘા ઝીંકીને નવસારી ભાજપના યુવા મોરચાના માજી પ્રમુખની હત્યા કરી હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ હત્યા ચાર વર્ષે થયેલી એક હત્યા મામલે બદલો લેવાની ભાવનાથી કરવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર નવસારીના ઘેલખડી વિસ્તારમાં નવસારી ભાજપ યુવા મોરચાના માજી પ્રમુખ શૈલેશ પરમારની છ લોકોએ રાત્રીના સમયે હત્યા કરી નાંખી હતી. હત્યાઓએ શૈલેશ પરમારને માથા અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા શૈલેશ પરમારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં ડૉકટરોએ શૈલેશને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે જૂની અદાવતમાં ભાજપના નેતા શૈલેશ પરમારની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. વર્ષ 2017માં ઘેલખડી વિસ્તારમાં ગરબા રમવા બાબતે બે જૂથ આમને સામને આવી હતી. તે સમયે નીલેશ વનમ નામના યુવકનું મોત થયું હતું.

ત્યારબાદ મૃતકના પરિવારજનોને આરોપીઓએ 45 લાખ રૂપિયા આપીને મામલો રફેદફે કર્યો હતો. તો મૃતક નીલેશનો ભાઈ ઉમેશ છેલ્લા ચાર વર્ષની બદલો લેવા માટે મોકો શોધી રહ્યો હતી. મોકો મળતા જ તેને પોતાના સાથીદારો સાથે મળીને ભાજપ નેતા શૈલેશ પરમારનું કાસળ કાઢી નાંખ્યું. આ ઘટનામાં શૈલેશ પરમારના પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં રાત્રે 1 વાગ્યે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા સુમિત જાદવ, ઉમેશ વનમ, રાકેશ સોલકી, પીયુષ ઠાકોર, અજીત મિશ્રા અને રાજેશ દિવાકર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હત્યાન ઘટના બાદ પોલીસે સવારના ચાર વાગ્યે ચાર ઇસમોની અટકાયત કરી હતી.

આ બાબતે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક બી.એસ. મોરીએ જણાવ્યું હતું કે, 2017માં થયેલી હત્યાની જૂની અદાવતમાં શૈલેશ પરમાર નામના યુવકની છ જેટલા ઇસમોએ હત્યા કરી છે. જેમાં પોલીસની ચાર કલાકની અંદર મુખ્ય ચાર આરોપીની ધરપકડ કરી છે. તેમજ બે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.[:]