[:gj]NCP જસદણમાં ચૂંટણી નહીં લડે[:]

[:gj]NCP જસદણની ચૂંટણી નહીં લડે આ અંગેની જાહેરાત NCPના નેતા જયંત બોસ્કી દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલા શંકરસિંહ વાઘેલાના સ્નેહમિલન કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી હતી. જયંત બોસ્કીની આ જાહેરાતના કારણે જસદણની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થશે. નેશનલ લેવલ પણ કોંગ્રેસ અને NCPનું ગઠબંધન હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાને જીતાડવા માટે ભાજપ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. બીજી તરફ પરંપરાગત રહેલી કોંગ્રેસની આ બેઠક જીતવા કોંગ્રેસ પોતાની તૈયારી દર્શાવી રહી છે. બંને પક્ષોએ આ બેઠકને જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બેઠકમાં જો NCP તરફથી કોઈ ત્રીજો ઉમેદવાર ઊભો રાખવામાં આવે તો તેનું સીધું નુકશાન કોંગ્રેસને થવાનું હતું પરતું જયંત બોસ્કીની જાહેરાતના કારણે કોંગ્રેસ માટે આ એક ખુશીના સમાચાર કહી શકાય એમ છે.[:]