પ્રખ્યાત સિંગર નેહા કક્કર અને ઈન્ડિયન આઇડલના હોસ્ટ આદિત્ય નારાયણ વચ્ચે ચાલી રહેલા લગ્નના સમાચાર આખરે અંતમાં આવ્યા. પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં નેહાએ આદિત્ય નારાયણના લગ્ન વિશે સ્પષ્ટ કહ્યું છે. નેહાએ કહ્યું કે આદિત્ય નારાયણ ખૂબ સારા વ્યક્તિ છે. આદિત્યનું હૃદય સુવર્ણ છે અને તમને એ જણાવતાં મને આનંદ થાય છે કે મારો નજીકનો મિત્ર આદિત્ય આ વર્ષે તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે.
નેહાએ વધુમાં કહ્યું કે, આદિત્ય છેલ્લા ઘણા સમયથી તેની ગર્લફ્રેન્ડ સાથે સંબંધમાં હતો. હું આદિત્યને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું. ભગવાન હંમેશા તેમને આશીર્વાદ આપે. આ સિવાય નેહાએ ઈન્ડિયન આઇડલ 11 વિશે વાત કરતાં કહ્યું કે તેને ગર્વ છે કે તેણે શોમાં હિમેશ અને વિશાલ જેવા દિગ્ગજો સાથે સ્ટેજ શેર કર્યો છે. નેહાએ ઈન્ડિયન આઇડોલ 11 ને અપાર પ્રેમ આપવા બદલ શ્રોતાઓનો પણ આભાર માન્યો.