ગાંધીનગર, 13 સપ્ટેમ્બર 2020
ઓછા ઉત્પાદન ખર્ચે મબલખ પાક તૈયાર કરીને તેનો પશુને ચારા તરીકે આપવાથી દૂધમાં 8થી 10 ટકાનો વધારો કરી શકાયો છે. આ ચારો એક પ્રકારના બીટ છે. જેને બીટ ચારા તરીકે ઓળખાવવામાં આવે છે. કાંકરેજી અને થરપારકર ગાયોને બીટ ચારો આપવાથી જેના દૂધ ઉત્પાદનમાં 8થી 10 ટકાનો વધારો થયો છે. બીટચારો ઓછા સમયમાં અને વધુ ઉત્પાદન આપે છે. તેનો છોડ કદમાં ઘણો મોટો છે. એક છોડના બીટ ચારાનું વજન પાંચથી છ કિલો સુધી થઈ શકે છે. પાક ઓક્ટોબર 15 થી નવેમ્બર 15ની વચ્ચે વાવેતર થાય છે. જે ચાર મહિનામાં 200 ટન પ્રતિ હેક્ટર જેટલું ઉત્પાદન આપે છે. ઉત્પાદન ખર્ચ પ્રતિ કિલો 50 પૈસાથી ઓછા થાય છે.
પશુને સુકા ચારા સાથે 12 કિલો આપવામાં આવે છે
બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર જેવા શુષ્ક વિસ્તારોમાં, પશુ રાખતા લોકોની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેઓ તેમના પ્રાણીઓને શું ખવડાવે. દૂધના ઉત્પાદન વધારવા અને પશુઓના આરોગ્યને સારું બનાવી આપે એવો ઘાસચારો વાવી શકે છે. બીટ અને ગાજરનું મિશ્રણ હોય એવા આકારના બીટ ચારાના મૂળિયા દોઢ કિલો વજનના હોય છે. 60% મૂળ જમીનની બહાર રહે છે. તેને હાથથી બહાર ખેંચી શકાય છે. કંડમૂળ નાના ટુકડા કરી સૂકા ઘાસચારો સાથે ભેળવીને ગાય અને ભેંસને દરરોજ 12 થી 20 કિલો આપી શકાય છે. પ્રાણીના સુકા ચારા આવશ્યકતાના 60% કરતા વધુ ન ખવડાવવા. વધારે બીટ ચારો આપવાથી પ્રાણીમાં એસિડિટી થઈ શકે છે. લણણી કરેલા બીટ ત્રણ દિવસથી વધું સમયના હોય તો તે ખવડાવશો નહીં.
સંશોધન
રાજસ્થાનના જોધપુર સ્થિત સેન્ટ્રલ એરીડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એક નવો પ્રકારનો ઘાસચારો બીટ બનાવ્યા છે. આ સંસ્થા ઘણા રાજ્યોના ખેડુતોને ઘાસચારા ઉગાડવા મદદ કરે છે. બનાસકાંઠાના કેટલાંક ખેડૂતોએ આવો બીટ ચાનો ઉગાડ્યો તે પશુમાં સારા પરિણામ લાવ્યા છે. હવે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને કૃષિ વિભાગે બીટ ચારો કેટલો ઉપયોગી છે તે માટે કામ શરૂં કર્યું છે.
ખારી જમીનમાં થઈ શકે
કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ભાવનગર, મહેસાણાની ખારી જમીનો પર તે થઈ શકે છે. મીઠાથી અસર થઈ હોય એવી જમીનમાં બેડ ક્યારા બનાવીને બીટ ચારો ઉગાડી શકાય છે. જોમોન, મનરો, જે કે કુબેર અને જેરોનિમો ચારો બીટની સારી જાતો છે. 7થી 15 દિવસે પાણી આપવું પડે છે.
વધુ વાંચો: ગાંડો બાવળને કાઢવાની રૂપાણીની યોજના, પણ ગાંડો બાવળ કોઈ દૂર નહીં કરી શકે
રાજસ્થાનમા સ્વૈચ્છિક સંસ્થાઓનું સારું કામ
એનજીઓ સાથે મળીને રાજસ્થાનના અનેક જિલ્લાઓમાંથી હજારો ખેડુતોએ પાક કર્યો છે. મધ્યપ્રદેશ, હરિયાણા, છત્તીસગ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા અન્ય ઘણા રાજ્યોમાં સારા પરિણામ મળ્યા છે. બ્રિટન, ફ્રાન્સ, હોલેન્ડ, ન્યુ ઝિલેન્ડ જેવા ઘણા દેશોમાં પાક ખૂબ જ લોકપ્રિય છે જ્યાં મોટા પાયે પશુપાલન થઈ રહ્યું છે.
વધુ વાંચો: ભાજપના નેતાએ મુખૌટા દંડનો વિરોધ કર્યો, વડી અદાલત અમાનવીય બની
રોગ જીવાત
મીઠા અને આલ્કલાઇન પાણીથી ઉગાડી શકાય છે. મોટા રોગો અને જીવાતો નોંધાયા નથી. જમીનમાં જંતુઓનો નિયંત્રણ કરવા માટે, વાવણી પહેલાં 25 હેક્ટર પ્રતિ હેક્ટર ક્વિનાલ્ફોસ પાવડર (1.5%) નાખવામાં આવે છે.