નરમ કુણી રોટલી બને એવી ઘઉંની નવી જાત શોધાઈ 

नरम गेहूं की रोटी की नई किस्म की खोज

New variety of soft wheat bread discovered

3 મે 2022

વૈજ્ઞાનિકોએ ઘઉંની નવી જાત વિકસાવી છે.  તેના લોટમાંથી નરમ રોટલી બને છે. સારો સ્વાદ ધરાવે છે. ‘PBW-1 ચપાતી’ નામની નવી જાત ખાસ રોટલી માટે જ શોધવામાં આવી છે. જૂની જાતોના જનીનોમાંથી આ નવી જાત વિકસાવી છે.

રોટલી ખાનારો વર્ગ ગુજરાતમાં 90 ટકા છે. દરેકને નરમ રોટલી ખાવી ગમે છે. ઘઉંની તમામ જાતોના લોટમાંથી બનેલી રોટલી નરમ રોટલી નથી હોતી. દરેક જાતની પણ પોતાની વિશેષતા છે. બધી જાતો સારી કણક બનાવતી નથી. ગુજરાતના ટુકડા ઘઉં અને ભાલીયા ઘઉં રોટલીની નરમાઈ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

વૈજ્ઞાનિકોએ આનો પણ ઉપાય શોધી કાઢ્યો છે. એવી વેરાયટી વિકસાવી છે, જેનાથી બનેલી રોટલી નરમ અને મીઠી હોય છે.

આ જાત ગેરૂ રોગની ઓછી અસરને કારણે તેની ગુણવત્તામાં વધારો થાય છે. તેથી, તેનો લોટ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. અન્ય જાતોની તુલનામાં તેનો લોટ સારો છે.  ઉત્પાદન ઓછું થાય છે. તેથી રોટલી મોંઘી રહેશે. 154 દિવસે પાકે છે.

ગુજરાતના કોઈ ખેડૂત તેની ખેતી કરવા માંગતો હોય, તો તે પંજાબ કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરી શકે છે.

વાવેતર ઘટ્યું
2022માં ગુજરાતમાં 12.50 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. ગયા વર્ષ કરતાં તે 1 લાખ હેક્ટર ઓછું છે. હેક્ટરે 3918 કિલો પાકે એવી આશા કૃષિ વિભાગને છે. જોકે, 2022માં કુલ ઉત્પાદન 39.18 લાખ ટન થવાની ધારણા કૃષિ વિભાગે વ્યક્ત કરી છે. માથાદીઠ 66 કિલો ઘઉં પાકશે. તેથી ઉત્તર પ્રદેશ, પંજાબથી ઘઉં આયાત કરાશે. આ બધામાં કુદરતી રીતે થતાં ભાલીયા ઘઉં ખાવામાં સારા માનવામાં આવે છે. જો સારી રોટલી ખાવી હોય તો પંજાબના ઘઉંની માંગ વધશે.